Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનૂપુર શર્માનો અધૂરો વિડીયો વાયરલ કરી દેશમાં અરાજકતા ફેલાવનાર મોહમ્મદ ઝુબૈરનું લેપટોપ...

    નૂપુર શર્માનો અધૂરો વિડીયો વાયરલ કરી દેશમાં અરાજકતા ફેલાવનાર મોહમ્મદ ઝુબૈરનું લેપટોપ જપ્ત કરવા દિલ્લી પોલીસના ચક્રો ગતિમાન

    ગિરફતારી બાદ પોલીસનો આરોપ છે કે તે તપાસમાં સહયોગ કરી રહ્યો નથી. હવે દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલ લેપટોપ શોધવાની કામગીરી કરી રહી છે.

    - Advertisement -

    નૂપુર શર્માનો એક અધુરો વિડીયો વાયરલ કરીને આખા દેશમાં અરાજકતાનો માહોલ ઊભો કરનાર અલ્ટ ન્યુજનો સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબૈરની થોડા દિવસ પુર્વે દિલ્લી પોલીસે ગિરફતારી કરી હતી. જો કે ગિરફતારી બાબતે તેના પર આરોપ છે કે “ઝુબૈર ચોક્કસ ધર્મ પર ટિપ્પણી કરીને લોકોને ઉશ્કેરી રહ્યો હતો.” ઝુબૈરની હિદૂ ધર્મ પર પર કરેલી અસંખ્ય ટીપ્પણીઓના સ્ક્રીન શોટ સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતા. જો કે તેના બાદ ઝુબૈરે તેની સોશિયલ મિડીયા પ્રોફાઈલ ડિલીટ કરી હતી. લોકો એ પણ સવાલ કરી રહ્યા છે કે જો કંઈ ખોટુ નહોતુ તો ફેસબૂક પ્રોફાઈલ ડિલીટ કેમ કરી. હવે દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલ ઝુબૈરનું લેપટોપ શોધવાની કામગીરી કરી રહી છે.

    ગિરફતારી બાદ પોલીસનો આરોપ છે કે તે તપાસમાં સહયોગ કરી રહ્યો નથી. લેપટોપ શોધ્યા બાદ તેને સીએફએસએલમાં ફોરેંસિક તપાસ માટે આપવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસ એટલા માટે ઝુબૈરનું લેપટોપ શોધવા માંગે છે જેથી ₹50 લાખના કથિત ટ્રાન્ઝેક્શન અને અન્ય કેટલીક માહિતી મળી શકે. પોલીસના જણાવ્યા અનુસાર, ઝુબેર તપાસમાં સહયોગ કરી રહ્યો નથી સવાલોના ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે, તેથી પોલીસ તેના ફોન અને લેપટોપ જેવા ગેજેટ્સમાંથી પુરાવા એકત્રિત કરવા માંગે છે. જુબૈરે પોતાનો ફોન પણ ફોર્મેટેડ કરી નાંખ્યો છે. તેથી પોલીસ લેપટોપ શોધવા માંગે છે. ઝુબૈર અને તેના વકીલને ડર છે કે લેપટોપ માંથી માહિતી એકત્ર કર્યા પછી કદાચ કેટલાક વધુ કેસ ખોલવામાં આવે. આ જ કારણ છે કે વકીલે આ પગલાનો વિરોધ કર્યો હતો. પોલીસનો દાવો છે કે ઝુબૈરે મોબાઈલ અને લેપટોપમાંથી ડેટા ડિલીટ કરી નાખ્યો છે, જો ઉપકરણ જપ્ત કરવામાં આવે તો તેને ફોરેન્સિક અને અન્ય તપાસ માટે મોકલી શકાય છે.

    ન્યાયાધીશે ત્રણ પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, “આરોપી મોહમ્મદ ઝુબૈર દ્વારા કથિત ટ્વીટ પોસ્ટ કરવા માટે જે મોબાઈલ ફોન અથવા લેપટોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તેના બેંગલુરુના નિવાસસ્થાનેથી રિકવર કરવામાં આવશે” નોંધનીય છે કે આરોપીને ચાર દિવસની પોલીસ કસ્ટડીની છૂટ છે કારણ કે આરોપીને બેંગલુરુ લઈ જવાનો છે.પોલીસની એક ટીમ આજે ઝુબેર સાથે બેંગલુરુ જવા રવાના થશે. ઝુબેરને હવે 2 જુલાઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં