Friday, November 15, 2024
More
    Home Blog Page 1085

    કોંગ્રેસ સમર્થક જ્યોત્સનાએ નૂપુર શર્માને ‘વેશ્યા’ કહી, તેના મૃત્યુની પ્રાર્થના પણ કરી: ટ્વિટરે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્વિટ હટાવી

    કોંગ્રેસ સમર્થક અને સ્વયંભૂ ‘સામાજિક કાર્યકર’ જ્યોત્સના ધનખર ગુલિયાએ ટ્વિટર પર ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને ‘વેશ્યાના’ ગણાવી અને કડક ભાષામાં તેમના મૃત્યુની ઈચ્છા પ્રકટ કરી હતી.

    સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ નૂપુર શર્માને ઉદયપુરના ક્રૂર હત્યાકાંડ અને તેની ‘હળવી જીભ’ માટે આખા દેશને આગ લગાડવા માટે દોષિત ઠેરવ્યા ત્યારથી જ તેણીની સામે નફરતનો નવો રાઉન્ડ શરૂ થયો છે. પહેલાથી જ જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓનો સામનો કરી રહેલી નુપુર શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે.

    સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ દિલ્હીના કોંગ્રેસના નેતા મુકેશ શર્માએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી મુજબ નુપુર શર્માએ આખા દેશની માફી માંગવી જોઈએ. તે પોસ્ટ પરની કોમેન્ટ નૂપુર વિરુદ્ધ નફરતથી ભરેલી હતી. તેણે નૂપુર શર્મા માટે વેશ્યા શબ્દનો ઉપયોગ કર્યો અને તેના મૃત્યુની ઇચ્છા દર્શાવી હતી.

    આ દ્વેષપૂર્ણ ટીપ્પણીઓમાં ‘ સામાજિક કાર્યકર’ અને કોંગ્રેસ સમર્થક જ્યોત્સના ધનખર ગુલિયાની ટિપ્પણી પણ હતી. જ્યોત્સનાએ નેશનલ હેરાલ્ડ સ્કેમ કેસમાં રાહુલ ગાંધીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની પૂછપરછ સામેના વિરોધ પ્રદર્શનમાં રણદીપ સુરજેવાલા જેવા કોંગ્રેસના નેતાઓ સાથે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા છે.

    પોતાની ટિપ્પણીમાં, જ્યોત્સનાએ નૂપુર શર્માનો ઉલ્લેખ કરીને હિંગ્લિશમાં નુપુર શર્માને ‘વેશ્યાના’ ગણાવી હતી તથા તેના મૃત્યુની ઇચ્છા દર્શાવી હતી.

    ટ્વિટનો સ્ક્રિનશોટ (ફોટો: befittingfacts)

    જ્યારે કેટલાક યુઝર્સને આ ટિપ્પણી ખૂબ જ ખૂંચી હતી અને પોલીસને તેની નોંધ લેવા કહ્યું, ત્યારે તેઓને જ્યોત્સના તરફથી વધુ અસભ્ય ટિપ્પણીઓ સાથે વધાવવામાં આવ્યા હતા.

    ટ્વિટર પરથી લીધેલા સ્ક્રિનશોટ

    આ ‘સામાજિક કાર્યકર્તા’ની ટ્વિટર પ્રોફાઇલ પર જતાં, કોઈ પણ દ્વારા કોંગ્રેસ માટે તેનો પ્રેમ તથા મલ્લિકાર્જુન ખડગે અને રણદીપ સુરજેવાલા જેવા વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓ સાથેની તેના ફોટા જોઈ શકાય છે.

    કોંગ્રેસનેતા મલ્લિકાર્જુન ખડગે સાથે જ્યોત્સના (જ્યોત્સના ટ્વિટર પરથી)
    કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા સાથે જ્યોત્સના (જ્યોત્સનાના ટ્વિટર પરથી)

    ભલે તેને પોતાની ટિપ્પણીમાં કંઈપણ ખોટું ન લાગ્યું અને તેણે પોતાનો બચાવ કરવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ ટ્વિટરને તેમના પ્લેટફોર્મ માટે પણ તે ખૂબ અપ્રિય લાગ્યું અને તેમના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્વિટરે તેની ટ્વીટને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.

    જો કે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ સમગ્ર દેશમાં હિંસા અને ઉદયપુરના શિરચ્છેદ માટે નુપુર શર્માને દોષી ઠેરવતા, હવે વધુ લોકો એ જ વાક્ય બોલે તેવી શક્યતા છે જે જ્યોત્સનાએ પોતાની અત્યંત અભદ્ર ટ્વીટમાં કરી હતી.

    કન્હૈયાલાલની હત્યા પછી અનેક કટ્ટરપંથી મુસ્લિમોની ધરપકડ: કોઈકે ફટાકડા ફોડ્યા તો કોઈએ ઈદ પહેલાં મારી નાંખવાની ધમકી આપી

    રાજસ્થાનના ઉદયપુરમાં 28 જૂન 2022 ના રોજ ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલી હિંદુ ટેલરની હત્યા બાદ આ ઘાતકી કૃત્યને યોગ્ય ઠેરવતી અનેક પોસ્ટ અને કૉમેન્ટ્સ સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. આવા અનેક લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક આવી હત્યાઓનું સમર્થન કરી રહ્યા હતા તો કેટલાકે આતશબાજી કરીને ઉજવણી કરી હતી. કન્હૈયાલાલની હત્યાનું સમર્થન કરનારા કે ઉજવણી કરનારા કટ્ટરપંથી મુસ્લિમોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

    ઉત્તર પ્રદેશના બરેલીમાં પોલીસે કન્હૈયાલાલની ઘાતકી હત્યાનું સમર્થન કરનારા એક કટ્ટરપંથી શખ્સની ધરપકડ કરી છે. આરોપીનું નામ મોહસિન કુરેશી છે. મોહસિને તેના ફેસબુક પર કન્હૈયાલાલની હત્યાને માત્ર યોગ્ય ઠેરવી ન હતી પરંતુ આવી વધુ હત્યાઓ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. બરેલી પોલીસના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ લખનાર મોહમ્મદ તાજની પણ ધરપકડ કરવામાં આવી છે.

    બરેલી પોલીસની પ્રેસનોટ

    ઈદ પહેલાં નૂપુર શર્માના સમર્થકનું સર કલમ કરવાની ધમકી 

    બરેલીમાં જ અન્ય એક ઘટનામાં પોલીસે નાઝીમ અલ્વી નામના વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. આ માહિતી બરેલી પોલીસે 30 જૂન 2022ના રોજ ટ્વિટ કરીને આપી હતી. એફઆઈઆર મુજબ, નાઝિમે ઈદ પહેલાં નુપુર શર્માનું સમર્થન કરનાર વ્યક્તિ અમન રાઠોડનું માથું કાપી નાખવાની ધમકી આપી છે. આ ધમકીના વિરોધમાં હિન્દુ સંગઠનોએ એસએસપી બરેલીને એક આવેદનપત્ર પણ આપ્યું છે.

    સહારનપુરમાં કન્હૈયાલાલ જેવો હાલ કરવાની ધમકી 

    ઉપરાંત, યુપીના સહારનપુરમાં ઉદયપુરના કન્હૈયાલાલ જેવી બે અલગ-અલગ વ્યક્તિઓની હાલત ખરાબ કરવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી તેમને એક પત્ર દ્વારા આપવામાં આવી છે. તેમાંથી એક બજરંગ દળનો કાર્યકર રજત શર્મા છે. આ ધમકીની નોંધ લેતા સહારનપુરના એસએસપી આકાશ તોમરે ધમકી આપતા લોકોને પોલીસ ગનર્સ ઉપલબ્ધ કરાવ્યા છે. આ સાથે આ મામલામાં કેસ નોંધીને ધમકી આપનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

    કન્હૈયાલાલની હત્યા પર ઉજવણી કરતા પિતા-પુત્ર ઝડપાયા 

    મેરઠ પોલીસે કન્હૈયાલાલની હત્યાને આતશબાજી કરતા પિતા-પુત્ર મંજૂર અને શહજાદની ધરપકડ કરી હતી. ઉદયપુરમાં જે દિવસે કન્હૈયાની હત્યા કરવામાં આવી હતી તે જ દિવસે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. મામલો મેરઠના મૈનાપુઠ્ઠી ગામનો છે. જોકે, ગ્રામજનોની ફરિયાદના આધારે પોલીસે બંનેની ધરપકડ કરીને જેલના હવાલે કર્યા હતા. પોલીસે આરોપીના ઘરેથી ફટાકડા પણ જપ્ત કર્યા છે.

    તસ્વીર સાભાર: મેરઠ પોલીસ

    ‘સર તન સે જુદા..’નું સ્ટેટ્સ મૂકનાર વલી પકડાયો 

    બુલંદશહેર પોલીસે વોટ્સએપ પર ‘સર તન સે જુદા’’ સ્ટેટસ પોસ્ટ કરવા બદલ વલી નામના શખ્સની ધરપકડ કરી લીધી હતી, જેણે તેના નામમાં ‘રાજપૂત’ લગાવ્યું હતું. આ મામલે ખુદ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ મુજબ, મોહમ્મદ ઉમરના પુત્ર વલી રાજપૂતે તેના વોટ્સએપ સ્ટેટસ પર લખ્યું હતું કે, ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા, આપકી શાન મેં ગુસ્તાખી કરે ઇસકા સિર અલગ કરે.’ જેનાથી લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસે વલીની ધપરકડ કરી તેનો મોબાઈલ જપ્ત કરી લીધો હતો. 

    કિશન, ઉમેશ, કન્હૈયાલાલ..: ‘ઇશનિંદા’ના નામે હત્યાની એક સમાન પેટર્ન, લિંકની તપાસ કરી રહી છે NIA, PFI કનેક્શન અંગે પણ તપાસ થશે

    રાજસ્થાનના ઉદયપુરમાં એક હિંદુ દુકાનદારની બે ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હત્યા કરી નાંખ્યા બાદ આ કેસની તપાસ NIA કરી રહી છે. દરમ્યાન, જાણવા મળ્યું છે કે રાજસ્થાન ઉપરાંત ઇશનિંદાના નામે એ જ પેટર્નથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઇસ્લામીઓએ કરેલી હત્યાઓ વચ્ચેની લિંકની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં કિશન ભરવાડ જ્યારે તાજેતરમાં મહારાષ્ટ્રમાં ઉમેશ કોલહેની ઇસ્લામીઓ દ્વારા હત્યા કરી નાંખવામાં આવી હતી. 

    ન્યૂઝ 18ના એક રિપોર્ટ અનુસાર, NIA આ તમામ કેસ વચ્ચે કોઈ લિંક છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. રિપોર્ટમાં એજન્સીના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તમામ ઘટનાઓ એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. જેના કારણે આ કેસો વચ્ચેની લિંક અને પેટર્નની તપાસ કરવામાં આવશે. 

    રિપોર્ટમાં NIAના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “આ તમામ સમાન ઘટનાઓ છે. અમે લિંક શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે તેમજ પેટર્નનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ તમામ કેસોમાં આરોપીઓ સરળતાથી પકડાઈ ગયા હતા અને તેમણે છુપાવાનો કે ભાગવાનો કોઈ પ્રયત્ન કર્યો ન હતો. આ ઉપરાંત, આ કેસોમાં વિવાદિત સંગઠન ‘પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા’ની ભૂમિકા અંગે પણ NIA તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે ગત 21 જૂનના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા એક કેમિસ્ટ ઉમેશ કોલ્હેની ચાર મુસ્લિમ હત્યારાઓએ હત્યા કરી નાંખી હતી. તેઓ મેડિકલ શૉપથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની ઉપર હુમલો થયો હતો. આ મામલે અબ્દુલ, શોએબ, મુદસ્સિર અને શાહરૂખને પકડી લેવામાં આવ્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે, નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મૂકવાના કારણે તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. કન્હૈયાલાલની હત્યા પણ નૂપુરના સમર્થનમાં પોસ્ટ મૂકવાના કારણે જ થઈ હતી.

    આવો જ કિસ્સો જાન્યુઆરીમાં ગુજરાતના ધંધુકામાંથી સામે આવ્યો હતો. જ્યાં કિશન ભરવાડ નામના યુવકની બે ઇસ્લામી હત્યારાઓએ હત્યા કરી નાંખી હતી. કિશને સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી હતી, જેને પયગંબરના અપમાનમાં ખપાવીને શબ્બીર અને ઇમ્તિયાઝે સરાજાહેર ગોળી મારીને કિશનની હત્યા કરી નાંખી હતી. જે બાદ બંને પકડાઈ ગયા હતા. 

    કિશને સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી હતી, જેમાં પયગંબર મોહમ્મદનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. મુસ્લિમોની માન્યતા અનુસાર પયગંબરનું ચિત્રણ કરી શકાતું નથી. જે બાદ ‘ઇશનિંદા’નો આરોપ લગાવીને 500-1000 નું ટોળું પોલીસ સ્ટેશન ધસી ગયું હતું અને કિશન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે કિશન વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને કેટલાકે કિશનને માર પણ માર્યો હતો. જે બાદ કિશને લેખિતમાં માફી લખી આપી હતી. કિશનની ધરપકડ પણ થઇ હતી અને બીજા દિવસે જામીન મળી ગયા હતા. પરંતુ તેના થોડા દિવસો બાદ તેમની હત્યા થઇ ગઈ હતી. 

    ઇસ્લામીઓએ કરેલી આ તમામ હત્યાઓ વચ્ચેની શું લિંકની તપાસ કરવામાં આવી રહી છે તેમજ આ હત્યાઓની શું પેટર્ન છે તે મામલે પણ NIA હાલ તપાસ કરી રહી છે. તેમજ PFI જેવા સંગઠનોની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. 

    મહારાષ્ટ્ર રાજકીય સંકટ: કઈ રીતે સંજય રાઉત શિવસેનાના મણિશંકર ઐયર સાબિત થયા?

    એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ હવે એ જાણવું જરૂરી બને છે કે જે પરિવાર કોંગ્રેસમાં ગાંધી પરિવારની છે તેવી હાલત શિવસેનામાં ઠાકરે પરિવારની કેમ થઇ ગઈ? ઘણા બધા પરિબળો પૈકીનું એક એ છે કે આ સમય દરમિયાન શિવસેના પ્રવક્તા સંજય રાઉત શિવસેના માટે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરની ભૂમિકામાં હતા.

    કોંગ્રેસ નેતા મણિશંકર ઐયર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણીઓ કરવા માટે કુખ્યાત બન્યા છે. 2013માં જ્યારે નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે મણિશંકર ઐયરે તેમની ઉપર વાંધાજનક ટિપ્પણી કરી હતી. મણિશંકર ઐયરે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તો નહીં બને પરંતુ તેઓ ઈચ્છે તો ચા વેચી શકે છે. નરેન્દ્ર મોદી બાળપણમાં વડનગરના સ્ટેશન પર ચા વેચતા હતા, પીએમના જીવનને લઈને ઐયરે આવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. 

    મણિશંકર ઐયરની આ ટિપ્પણી બાદ 2014ની લોકસભા ચૂંટણી કોંગ્રેસ હારી ગઈ હતી. જોકે, જે રીતે યુપીએના બીજા કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટચારના કેસો વધી રહ્યા હતા અને બીજી તરફ નરેન્દ્ર મોદીના ગુજરાત મોડેલની લોકપ્રિયતા વધી રહી હતી તેને જોતા કોંગ્રેસની હાર નિશ્ચિત હતી, પરંતું મણિશંકર ઐયરની આ ટિપ્પણીએ નરેન્દ્ર મોદીને સામાન્ય નાગરિકો અને મહેનતુ ભારતીયોનો ચહેરો બનાવી દીધા અને કોંગ્રેસ પાર્ટીના અહમને ખુલ્લો પાડી દીધો. એટલું જ નહીં, વર્ષ 2017 માં મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહી દીધા હતા.

    સંજય રાઉતે પણ જ્યારે શિવસેનાના ધારાસભ્યો હિંદુત્વની વિચારધારા આગળ લઇ જવાના હેતુથી અલગ થઇ ગયા અને એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા ત્યારે તેમના માટે આવી જ અપમાનજનક ભાષા વાપરી હતી. મણિશંકર ઐયરે જે રીતે નરેન્દ્ર મોદીના જીવન પર ટિપ્પણી કરી હતી તે જ રીતે સંજય રાઉતે પણ જાહેરમાં શિવસેના ધારાસભ્યોની સામાજિક પરિસ્થિતિ અને તેમના વ્યવસાયોને લઈને અપમાનજનક ટિપ્પણી કરી હતી.

    સંજય રાઉતે કહ્યું, “આ ગુલાબરાવ પાટીલ. તેમના ભાષણો સાંભળો. તેઓ એવી રીતે વાત કરે છે જાણે શિવસેનામાં એક જ વાઘ હોય. (માતા માટે અપમાનજનક શબ્દ વાપરીને) તેઓ ડરપોકની જેમ ભાગી છૂટ્યા. તેઓ કહે છે કે હું પાનની દુકાન ચલાવતો હતો અને પાર્ટીએ મને કેબિનેટ મંત્રી બનાવી દીધો. હવે અમે તેમને ફરીથી પાનવાળા બનાવી દઈશું. 

    તે જ ભાષણમાં સંજય રાઉતે અન્ય બે શિવસેના ધારાસભ્યો સાંદીપન ભુમરે અને પ્રકાશ સૂર્વેનું પણ અપમાન કર્યું હતું. સંજય રાઉતે કહ્યું, “સાંદીપન ભુમરેને જ્યારે પહેલી વખત ટિકિટ મળી ત્યારે તેઓ એક સુગર ફેક્ટરી ખાતે વૉચમૅન હતા. મેં બાળાસાહેબને વિનંતી કરી હતી કે મોરેશ્વર સાવે જેવા કદાવર નેતાની જગ્યાએ આ વૉચમૅનને ટિકિટ આપવામાં આવે. તેઓ વૉચમૅન હતા, માત્ર એક વૉચમૅન. તેઓ જીવનમાં પહેલીવાર મુંબઈ આવ્યા હતા. તેમને એ પણ ખબર ન હતી કે હોટેલમાં વડા-સંભાર કઈ રીતે ખવાય. તેઓ હોટેલના ફર્શ પર બેસીને વડા-સંભાર ખાતા હતા. અમે એ જોયું છે. તેઓ કેબિનેટ મંત્રી બન્યા અને ઉદ્ધવ સાહેબ સામે રડવા મંડ્યા હતા કે શિવસેનાના કારણે તેઓ મંત્રી બની શક્ય. પરંતુ આજે તેમણે સાબિત કર્યું કે એ આંસુઓ ખોટા હતા.”

    સંજય રાઉતે પ્રકાશ સૂર્વેને લઈને પણ અપમાનજનક ટિપ્પણી કરી હતી. સૂર્વે અગાઉ શાકભાજી વેચવાનો ધંધો કરતા હતા, જેને લઈને રાઉતે કહ્યું, “પ્રકાશ સૂર્વે શું હતા? મને કહો. તેઓ શાકભાજી વેંચતા હતા. હવે તેમને ફરી શાકભાજી વેચવા માટે મોકલી દઈએ. આજે મને સમજાય છે કે તેઓ વાસી શાકભાજી વેચતા હતા. 

    માત્ર ધારાસભ્યો અંગે જ નહીં, સંજય રાઉતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પણ અશિષ્ટ બભાષામાં વાત કરી હતી. એક વાતચીત દરમિયાન સંજય રાઉત કહેવા માંડ્યા હતા કે, “બિનજરૂરી પ્રશ્નો ન પૂછો. તમને શું જોઈએ છે?” એ જ વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગાંજાનું સેવન કરવા માંડ્યા છે અને તેમન નથી ખબર કે તેમને ખરેખર શું ખવડાવવામાં આવી રહ્યું છે.

    સંજય રાઉતે ન માત્ર શિવસેનાના ધારાસભ્યોના જીવન અને વ્યવસાય અંગે ટિપ્પણી કરી હતી પરંતુ તેમણે તેમને ધમકી પણ આપી હતી. દસ દિવસ ચાલેલી બબાલ દરમિયાન સંજય રાઉતે કહ્યું હતું કે, આ ધારાસભ્યોની વિરુદ્ધમાં રસ્તા પર આવવા માટે શિવસૈનિકો માત્ર તેમના આદેશની રાહ જોઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ધારાસભ્યો ગુવાહાટીમાં છે પરંતુ તેમના મૃતદેહો જ મહારાષ્ટ્રમાં આવશે અને આ મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. 

    સંજય રાઉત ઘણીવાર વિરોધીઓ અને બળવાખોર ધારાસભ્યો પર કટાક્ષ કરવા માટે કાવ્યાત્મક પંક્તિઓ ટાંકે છે. જ્યારે બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીની હોટેલમાં રોકાયા હતા ત્યારે સંજય રાઉતે એક ટ્વિટ કર્યું હતું કે, ‘કબ તક છીપોગે ગુવાહાટી મેં, આના હી પડેગા ચૌપાટી મેં.’ અહીં ઉલ્લેખનીય છે કે ચૌપાટી મુંબઈના બીચને કહેવાય છે.

    ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા બાદ પણ સંજય રાઉતે એલફેલ નિવેદનો આપવાના ચાલુ જ રાખ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, “શિવસેના સત્તા માટે નથી બની પરંતુ સત્તા શિવસેના માટે બની છે.” પાર્ટીમાં વિખવાદ વધવા પાછળ સંજય રાઉતના અહમ અને ઉદ્ધતાઈ પણ જવાબદાર છે. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોએ કહ્યું હતું કે, તેમના અને તેમના પરિવાર વિશે અપમાનજનક શબ્દો વાપરનાર સંજય રાઉત પર કોઈ પગલાં ન લેવાયા તેનાથી તેઓ વ્યથિત છે.

    આ રીતે સંજય રાઉતનો બફાટ અને ઉદ્ધતાઈભર્યા વર્તનથી શિવસેનાને અનેકગણું વધુ નુકસાન થયું છે. સંજય રાઉત શિવસેના માટે એ જ ભૂમિકા ભજવતા રહ્યા, જે મણિશંકર ઐયરે કોંગ્રેસ માટે ભજવી હતી.

    આરજેડી ધારાસભ્ય સઉદ આલમે કર્યું ‘વંદે માતરમ’ નું અપમાનઃ બિહાર વિધાનસભામાં સીટ પરથી ઊભા ન થયા, કહ્યું- ભારત હિંદુ રાષ્ટ્ર નથી

    આરજેડી ધારાસભ્ય સઉદ આલમે જાહેરમાં વંદે માતરમનું અપમાન કર્યું, ભારતમાં કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરવું એ એક પ્રથા બની ગઈ હોય તેવું લાગે છે. કાઉન્સિલરથી લઈને ધારાસભ્ય થી માંડીને સાંસદ સુધીના સભ્યો રાષ્ટ્રગાનનું અપમાન કરતા ખચકાતા નથી. બિહારમાં લાલુ યાદવની પાર્ટી આરજેડી ધારાસભ્ય સઉદ આલમે વંદે માતરમ ગાતી વખતે વિધાનસભામાં ઊભા રહેવાની ના પાડી દીધી હતી. આ અંગે હોબાળો મચી ગયો છે. ધારાસભ્યનું કહેવું છે કે ભારત હિંદુ રાષ્ટ્ર નથી, લોકશાહી દેશ છે.

    ગુરુવાર (30 જૂન 2022) બિહારમાં વિધાનસભાના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ હતો. તેના અંતમાં ગૃહમાં વંદે માતરમ ગાવામાં આવ્યું હતું. આ દરમિયાન ગૃહમાં હાજર તમામ ધારાસભ્યો ઉભા થઈ ગયા હતા, પરંતુ આરજેડી ધારાસભ્ય સઉદ આલમ તેમની જગ્યાએ બેસી રહ્યા. આ પછી બિહારથી લઈને કેન્દ્ર સુધી રાજકારણ ગરમાયું હતું.

    ઠાકુરગંજના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ધારાસભ્ય સઈદ આલમે આ અંગે શરમજનક પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે, “વંદે માતરમ રાષ્ટ્રગાન નથી, તેથી હું ઊભો ન થયો. આપણો દેશ હજુ હિંદુ રાષ્ટ્ર બન્યો નથી. તેણે કહ્યું કે તે રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ દરમિયાન ઊભા રહી શકે છે, પરંતુ વંદે માતરમ દરમિયાન તેમને ઊભા રહેવા માટે તેમને કોઈ મજબૂર નહીં કરી શકે .

    સઈદ આલમના આ કૃત્યની ત્યારે ટીકા થઈ જ્યારે આરજેડી ધારાસભ્ય અખ્તરુલ ઈમાન શાહીન અને સીપીઆઈ-એમએલ (સીપીઆઈ-એમએલ)ના ધારાસભ્ય મહેબૂબ આલમે સઈદનું સમર્થન કર્યું. મહેબૂબે કહ્યું કે, “સઈદ આલમે જે પણ કર્યું, તેણે બરાબર કર્યું. જો અમે પણ ગૃહમાં હોત તો અમે પણ ઉભા ન થાત”

    મહેબૂબ આલમે કહ્યું કે તેઓ ગૃહનું ભગવાકરણ થવા દેશે નહીં. તેમણે કહ્યું કે તેઓ પહેલા પણ જન-ગન-મન ગાતા હતા અને હજુ પણ ગાય છે, પરંતુ શાસક પક્ષના એજન્ડાને અમલમાં મુકવા દેવામાં આવશે નહીં. મહેબૂબ આલમે કહ્યું, “વંદે માતરમ ભગવાકરણનું ગીત છે. બિહાર વિધાનસભામાં તેનું ગાન કરવાની પ્રક્રિયા શરૂ કરીને તેને ભગવા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”

    આ અંગે ભાજપના ધારાસભ્ય સંજય સિંહે કહ્યું હતું “કે આરજેડી ધારાસભ્યએ હજારો દેશવાસીઓ અને વીરોનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું, “આવું વર્તન સહન કરવામાં આવશે નહીં. જે લોકો રાષ્ટ્રગીત નથી ગાતા તેઓ રાષ્ટ્ર વિરોધી છે અને આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. અમારી માંગ છે કે તેમને ગૃહના સભ્યપદેથી હટાવી દેવા જોઈએ.”

    આ પહેલા RJDના વરિષ્ઠ નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ કહ્યું હતું કે ‘વંદે માતરમ’ બોલવું તેમની આસ્થા અને ઈસ્લામ વિરુદ્ધ છે. સિદ્દીકીએ વધુમાં કહ્યું કે તે એક ખુદા એટલે કે અલ્લાહમાં વિશ્વાસ રાખે છે તે ક્યારેય વંદે માતરમ નહીં બોલે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના ધારાસભ્યોએ પણ વંદે માતરમ ગાવાની ના પાડી દીધી હતી. વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન ધારાસભ્યોએ વંદે માતરમ ગાવાની ના પાડી દીધી, જેના કારણે ભારે હોબાળો થયો હતો. ભાજપના સભ્યોની સાથે વિધાનસભા અધ્યક્ષે પણ આ અંગે વાંધો વ્યક્ત કર્યો હતો.

    ગયા મહિનાના મધ્યમાં, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મ્યુનિસિપલ મીટિંગમાં મુસ્લિમ મહિલા કાઉન્સિલરોએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હતું. તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયોમાં જોવામાં આવ્યું હતું કે જ્યારે ‘વંદે માતરમ’ વગાડવામાં આવી રહ્યું હતું ત્યારે તમામ કાઉન્સિલરો તેના માનમાં ઉભા થઈ ગયા હતા, પરંતુ 4 બુરખાધારી મુસ્લિમ મહિલાઓ બેઠેલી રહી હતી.

    કન્હૈયાલાલની ઘાતકી હત્યા માટે નુપુર શર્માને જવાબદાર ગણાવનાર સુપ્રિમ કોર્ટના જજીઝમાંથી એક પારડીવાળા અનામત અંગે પણ અતાર્કિક ટિપ્પણી કરી ચુક્યા છે

    કન્હૈયાલાલની ઘાતકી હત્યા માટે નુપુર શર્માને જવાબદાર ગણાવનાર સુપ્રીમ કોર્ટના જજ જેબી પારડીવાળાએ શુક્રવારે (1 જુલાઈ 2022) ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને સખત ઠપકો આપ્યો હતો. પ્રોફેટ મુહમ્મદ વિશેની ટિપ્પણીને કારણે ન્યાયાધીશે તેમને ઉદયપુર હત્યાકાંડ માટે દોષિત ઠેરવ્યા હતા. હકીકતમાં, આ મામલાની સુનાવણી કરતી વખતે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું, “નુપુર શર્માના નિવેદનો ઉશ્કેરણીજનક હતા. દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે માત્ર આ મહિલા જ જવાબદાર છે. આ માટે તેણે દેશની માફી માંગવી જોઈએ.” સાથે જ હાલ જજનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે.

    જ્યારે એ વાત લગભગ બધાને ખબર છે કે ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલ તેલીનું ગળું મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ દ્વારા કાપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ વીડિયો બનાવીને આખી દુનિયાની સામે આ જઘન્ય હત્યાની જવાબદારી લીધી હતી.

    આ પહેલા જસ્ટિસ જમશેદ બુર્જોર પારડીવાળા અનામત પર પણ ‘ધડ-માથા વગરની’ ટીપ્પણી કરીને ચર્ચામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના બે જજ પૈકીના એક જસ્ટિસ જે.બી. પારડીવાળા એક સમયે ગુજરાત હાઈકોર્ટના જજ હતા. તે સમયે ગુજરાત હાઈકોર્ટના જજ પારડીવાળાને હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની પણ માંગ કરવામાં આવી હતી, જેમણે કહ્યું હતું કે ‘અનામતથી દેશ બરબાદ થયો છે’. ડિસેમ્બર 2015માં, રાજ્યસભામાં 58 સાંસદોએ અધ્યક્ષ હામિદ અંસારીને જે.બી. પારડીવાળા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની માગણી કરતી અરજી સબમિટ કરી હતી. જો કે, અરજીને પગલે, ન્યાયાધીશે તેમના ચુકાદામાંથી અવલોકનોને “સંબંધિત અને જરૂરી” ન હોવાનું કહીને હટાવી દીધી હતી.

    વાસ્તવમાં, તેમણે હાર્દિક પટેલના કેસમાં કહ્યું હતું કે, “જો કોઈ મને બે એવી બાબતો કહેવાનું કહે કે જેણે દેશને બરબાદ કર્યો છે અથવા જેણે દેશને સાચી દિશામાં આગળ વધવા દીધો નથી, તો હું કહીશ કે તે અનામત અને ભ્રષ્ટાચાર છે. ” અધ્યક્ષ હામિદ અંસારી સમક્ષ કરેલી અરજીમાં સાંસદોએ કહ્યું હતું કે ન્યાયાધીશના કહેવા પ્રમાણે, “જ્યારે બંધારણ ઘડવામાં આવી રહ્યું હતું, ત્યારે કહેવામાં આવ્યું હતું કે અનામત દસ વર્ષ માટે રહેશે. પરંતુ આઝાદીના 65 વર્ષ પછી પણ તે યથાવત છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે 10 વર્ષની મર્યાદા કેન્દ્ર અને રાજ્યની વિધાનસભાઓમાં એસસી અને એસટીના પ્રતિનિધિત્વ પર હતી, શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં નહીં.”

    જસ્ટિસ પીએસ નરસિમ્હા મે 2028માં નિવૃત્ત થશે ત્યારે જસ્ટિસ જેબી પારડીવાળા ભારતના ચીફ જસ્ટિસ બનવાની તૈયારીમાં છે. તેમનો કાર્યકાળ 11 ઓગસ્ટ 2030 સુધી રહેશે. તેમણે 1989 માં વકીલાતના વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો. તેઓ તેમના પરિવારની ચોથી પેઢી છે જે વકીલાતના વ્યવસાયમાં છે.

    ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના ઉદયપુરમાં 28 જૂન 2022ના રોજ કન્હૈયાલાલની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ દરજીની દુકાનમાં ઘૂસી ગયા હતા અને તેમનું ગળું કાપી નાખ્યું હતું. હત્યારાઓએ આ ભયાનક ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ કેસમાં કન્હૈયા લાલના 20 વર્ષના પુત્ર દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં પણ ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

    આ મુજબ, ઇસ્લામિક હત્યારાઓએ હુમલા પહેલા તેને કહ્યું હતું કે તેં અમારા પયગંબર વિરુદ્ધ લખ્યું છે, તેથી તને જીવવાનો કોઈ અધિકાર નથી. તમને કાફર હિંદુઓને અમે અંત સુધી લાવીશું. ન્યૂઝ18 અનુસાર, દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં, કન્હૈયા લાલના પુત્રનું કહેવું છે કે, “આ 2 હત્યારાઓ દેશના લોકોમાં આતંક અને તણાવ ફેલાવીને નિર્દય હત્યાઓ કરવાની ગેંગ ચલાવે છે. તેઓએ સંપૂર્ણ પ્લાનિંગ સાથે મારા પિતાની હત્યા કરી. આ પછી તેણે અન્ય લોકોને પણ ધમકી આપી છે.

    નૂપુર શર્મા અંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે કરેલી ટિપ્પણી પરત ખેંચવામાં આવે: CJI સમક્ષ અરજી, કેસો દિલ્હી ટ્રાન્સફર કરવા માંગ

    ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને લઈને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કરેલી ટિપ્પણીઓનો દેશભરમાંથી વિરોધ થઇ રહ્યો છે. બીજી તરફ આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને નૂપુર શર્માની અરજી પર સુનાવણી કરતી વખતે ન્યાયાધીશની મૌખિક ટિપ્પણીઓ પરત ખેંચી લેવા માટે અપીલ કરવામાં આવી છે. 

    ગૌ મહાસભાના નેતા અજય ગૌતમે ચીફ જસ્ટિસ એન.વી રમન્ના સમક્ષ દાખલ કરેલ અરજીમાં નૂપુર શર્માની અરજી પર સુનાવણી કરતી વખતે ન્યાયાધીશની ટિપ્પણીઓ પરત ખેંચવા માટે આદેશ આપવા માટે અપીલ કરી છે. તેમણે અપીલમાં એમ પણ કહ્યું કે, જસ્ટિસ કાંતની ટિપ્પણીઓને બિનજરૂરી ઘોષિત કરવામાં આવવી જોઈએ.

    આ ઉપરાંત અજય ગૌતમે ચીફ જસ્ટિસને રજૂઆત કરી છે કે નૂપુર શર્મા વિરુદ્ધ દાખલ થયેલા તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટ સૂઓમોટો આદેશ જારી કરે અને નૂપુરને મળી રહેલી ધમકીઓને ધ્યાને લેતા આ કેસોની ફાસ્ટ્રેક ટ્રાયલનો પણ આદેશ આપવામાં આવે.

    આ મામલે ટાઈમ્સ નાઉ સાથે વાતચીત કરતા અજરદાર અજય ગૌતમે કહ્યું કે, નૂપુર શર્મા દોષી છે કે નહીં તે મામલે કોઈ તપાસ ન થઇ હોવા છતાં અને કોઈ પણ કોર્ટે પણ તેમ નક્કી ન કર્યું હોવા છતાં ન્યાયાધીશોએ આ પ્રકારની ટિપ્પણી કરી તે આઘાતજનક છે. તેમણે કહ્યું કે, ન્યાયાધીશો સહિત તમામે કાયદાનું પાલન કરવું જ પડશે અને કાયદો આ પ્રકારના અવલોકનો કરવાની પરવાનગી આપતો નથી. હિંસા માટે નૂપુર શર્માને જવાબદાર ગણવાને અયોગ્ય ગણાવતા તેમણે કહ્યું કે, ભારતીય ન્યાયતંત્ર માટે આવી ટિપ્પણીઓ યોગ્ય નથી.

    તેમણે કહ્યું કે, નૂપુર શર્માના નિવેદનને ઉદયપુર હત્યા કેસ સાથે જોડીને ન્યાયાધીશોએ કરેલી ટિપ્પણી કન્હૈયાલાલની જઘન્ય હત્યાને યોગ્ય ઠેરવે છે અને જેનાથી હત્યારાઓનો મકસદ યોગ્ય ઠેરવીને તેમને ક્લીન ચિટ આપે છે.

    ઉલ્લેખનીય છે કે આજે સવારે નૂપુર શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલ એક અરજી પર સુપ્રીમ કોર્ટે એવી કેટલીક ટિપ્પણીઓ કરી હતી જેના કારણે આખો દેશ આશ્ચર્યમાં મુકાયો હતો. નૂપુર શર્માને એક તરફ ઇસ્લામીઓની ધમકીઓ મળી રહી છે ત્યાં બીજી તરસ સુપ્રીમ કોર્ટે દેશમાં હાલ બનતી ઘટનાઓ માટે તેમને જ જવાબદાર ઠેરવી દીધાં હતાં અને ઉદયપુર હત્યા માટે પણ તેમને જ દોષી ઠેરવ્યા હતા. 

    જોકે, ખંડપીઠે કરેલ ટિપ્પણીઓ કોર્ટના આદેશમાં સમાવેશિત કરવામાં આવી ન હતી અને આદેશમાં માત્ર એટલું લખવામાં આવ્યું હતું કે વકીલને અરજી પરત ખેંચી લેવા માટે પરવાનગી આપવામાં આવી હતી. આમ તો મૌખિક ટિપ્પણીઓનું કોઈ કાયદાકીય મહત્વ રહેતું નથી પરંતુ એ પણ સત્ય છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી હાઇકોર્ટ અને અન્ય નીચલી કોર્ટ પર અસર કરી શકે છે, જેના કારણે આ ટિપ્પણીઓ પરત ખેંચવા માટે અરજી કરવામાં આવી છે. 

    રાહુલ ગાંધીનું હિંદુ દેવી-દેવતાઓના ફોટાથી ‘વેર’ યથાવત, રથયાત્રાની શુભેચ્છા તો પાઠવી પણ પોસ્ટમાં ભગવાન જગન્નાથ જ અદ્રશ્ય

    રાહુલ ગાંધીનું હિંદુ દેવી-દેવતાઓના ફોટાથી ‘વેર’ યથાવત દેખાઈ રહ્યું છે. ઓડિશાનું પવિત્ર શહેર પુરી ભગવાન જગન્નાથના પ્રસિદ્ધ રથયાત્રા ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ વખતે પુરી જગન્નાથ યાત્રા આજ (1 જુલાઈ 2022)થી શરૂ થઈ રહી છે. ધાર્મિક વિધિઓ પછી, ગુરુવારે (30 જૂન 2022) ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને ખેંચીને મંદિરના સિંહ દરવાજાની સામે મૂકવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથનો રથ ખેંચીને પુણ્ય કમાવા ઈચ્છતા લાખો ભક્તો પુરીધામ પહોંચ્યા છે. રથયાત્રાનું સમાપન 12 જુલાઈએ થશે. આ પવિત્ર તહેવારની સુભેચ્છા પાઠવતી વખતે પણ ફરી રાહુલ ગાંધીનું હિંદુ દેવી-દેવતાઓના ફોટાથી કિનારો કરતા જોવા મળ્યા હતા.

    ખાસ કરીને રાહુલ ગાંધીની વાત કરીએ તો તમામ લોકોની જેમ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ રથયાત્રાની શુભેચ્છા પાઠવી છે. જોકે, રાહુલ ગાંધીના અભિવાદનમાંથી ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા ગાયબ હતા. અભિનંદન આપતાં તેમણે લખ્યું કે, “મહાપ્રભુ શ્રી જગન્નાથ રથયાત્રાના શુભ અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે આદર અને શ્રદ્ધાથી ભરેલી આ યાત્રા તમારા બધાના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સારું સ્વાસ્થ્ય લાવે.”

    રાહુલ ગાંધીએ તેમની શુભકામનાઓ આપી હતી, પરંતુ તેમની અંદરનો હિંદુ દ્વેષ ફરી એક વાર પ્રતિબિંબિત થયો હતો. તેમના દ્વારા કરાયેલા ટ્વીટ પર નજર કરશો તો ખબર પડશે કે તેમાં કોઈ ભગવાનની તસવીર કે પ્રતિકૃતિ નથી. જો કે, મૂર્તિપૂજા પ્રત્યેનો તેમનો તિરસ્કાર શરૂઆતથી જ સ્પષ્ટ રહ્યો છે.

    સાભાર Opindia Hindi

    આવું પહેલીવાર નથી થયું, કે પછી રાહુલ ગાંધીએ અજાણતાં આવું કર્યું હોય તેવું પણ નથી. જ્યારે પણ રાહુલ ગાંધી હિન્દુ તહેવારોની શુભેચ્છા પાઠવે છે ત્યારે તેમની સાથે જોડાયેલા હિન્દુ દેવી-દેવતાઓની તસવીર ગાયબ થઈ જાય છે. લોકો સોશિયલ મીડિયા ઉપર તેમના પર આ આરોપો લગાવતા રહે છે. ગયા વર્ષે પણ જગન્નાથ યાત્રાની શુભેચ્છા પાઠવતા તેમણે ભગવાનની તસવીર લગાવી ન હતી.

    સાભાર Opindia Hindi

    આ ઉપરાંત તેમણે ગણેશ ચતુર્થીની પણ લોકોને શુભેચ્છા પાઠવી હતી, પરંતુ ભગવાન ગણેશની તસવીર લગાવવાનું ટાળ્યું હતું. એ જ રીતે, ગયા વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતી વખતે, તેમણે મોર પીંછ થી કામ ચલાવ્યું હતું. મહાશિવરાત્રિ પર પણ તેમણે ભગવાન શિવની તસવીર નથી લગાવી.

    સાભાર Opindia Hindi
    સાભાર Opindia Hindi

    આટલું જ નહીં તેમણે ગયા વર્ષે વસંત પંચમી અને સરસ્વતી પૂજાની શુભકામનાઓ આપી હતી, પરંતુ ફોટો ખેડૂતનો લગાવ્યો હતો. સરસ્વતી પૂજાના બહાને રાહુલ ગાંધીએ રાજકીય રમત રમવાની કોશિશ કરી હતી, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તેમને પકડી પડયા હતા.

    સાભાર Opindia Hindi

    રાહુલ ગાંધી આટલેથી અટક્યા ન હતા. પણ સરસ્વતી પૂજાની શુભેચ્છા આપ્યાના બે કલાકની અંદર, તેમણે સરસ્વતી પૂજાને હિજાબ સાથે જોડીને ટ્વીટ કર્યું હતું, “છોકરીઓના શિક્ષણ વચ્ચે હિજાબને લાવવો એ ભારતની દીકરીઓનું ભવિષ્ય બરબાદ કરવા જેવું છે. મા સરસ્વતી દરેકને જ્ઞાન આપે છે, કોઈની સાથે ભેદભાવ રાખતા નથી.

    સાભાર Opindia Hindi

    નોંધનીય બાબત એ છે કે રાહુલ ગાંધીનું આ ટ્વિટ કર્ણાટકમાં હિજાબ વિવાદના સંદર્ભમાં હતું, જ્યાં કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓ સ્કૂલ યુનિફોર્મ પહેરવાના નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરી રહી હતી. તે બિનસાંપ્રદાયિક શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાનો આગ્રહ કરી રહી હતી. જે બાદ શૈક્ષણિક સંસ્થાઓએ હાલના નિયમોનું પાલન ન કરવાને કારણે તેમને પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી. જોકે, બાદમાં સુપ્રીમ કોર્ટે પણ શાળા-કોલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે હિજાબ ઇસ્લામનો ફરજિયાત ભાગ નથી. જો કે, રાહુલ ગાંધીએ હિંદુઓને શુભેચ્છા પાઠવવામાં હિજાબ વિવાદને તાણીને રાજનીતિ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

    કન્હૈયાલાલની હત્યા માટે નૂપુર શર્મા જવાબદાર, તેમના કારણે દેશ ભડકે બળ્યો: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ટિપ્પણી પર નેટિઝન્સ નારાજ, પૂછ્યું- આ શરિયા કોર્ટ છે?

    ઉદયપુરમાં મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદે કન્હૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી નાંખી, આ હત્યાનો વિડીયો બનાવ્યો અને દુનિયાને જણાવ્યું પણ. પરંતુ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના મતે આ માટે જો કોઈ જવાબદાર હોય તો તે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા છે. જજોએ કહ્યું કે, નૂપુરના કારણે દેશ ભડકે બળ્યો છે અને તેમણે ટીવી પર આવીને આખા દેશની માફી મંગાવી જોઈએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની આ ટિપ્પણીથી યુઝરો નારાજ થયા હતા.

    નૂપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે, પયગંબર મોહમ્મદ પર પૂછવામાં આવેલ સવાલો બાદ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. આ સંજોગોમાં અલગ-અલગ રાજ્યોમાં તેમની સામે જે એફઆઈઆર નોંધવામાં આવી છે તે તમામને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે. 

    કોર્ટના ન્યાયાધીશોએ આ મામલે સુનાવણી કરતા નૂપુર શર્માને જ કહ્યું કે તેમણે દેશની માફી મંગાવી જોઈએ. ન્યાયાધીશોએ કટ્ટરપંથી તત્વો અને તેમના દ્વારા થતી હિંસાને અવગણીને કેસ પર ટિપ્પણી કરી હતી અને દેશમાં વર્તમાન પરિસ્થિતિ માટે નૂપુરને જ જવાબદાર ગણાવ્યાં હતાં.

    નૂપુર શર્માને મળી રહેલી ધમકીઓ અને દેશમાં બની રહેલી કટ્ટરપંથી ઘટનાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની આવી ટિપ્પણીથી સોશિયલ મીડિયા યુઝરો નારાજ છે અને પૂછી રહ્યા છે કે શું આ શરિયા કોર્ટ છે? નૂપુર શર્મા તો તેમની એફઆઈઆર ટ્રાન્સફર કરાવવા માટે આવ્યાં હતાં, જો એવું નહતું કરવું તો સ્પષ્ટ ઇનકાર કરી દેવો જોઈતો હતો. પરંતુ આ બધું કહેવાની કોઈ જરૂર ન હતી. 

    લોકો માની રહ્યા છે કે આ રીતે સુપ્રીમ કોર્ટનો નૂપુર શર્મા પર ગુસ્સો ઠાલવવો કટ્ટરપંથીઓને બળ આપશે કે તેઓ જે કરી રહ્યા છે તે યોગ્ય છે અને તમામ ભૂલ નૂપુર શર્માની જ છે. એ પણ પૂછવામાં આવી રહ્યું છે કે જો કન્હૈયાલાલના મોત માટે નૂપુર શર્મા જવાબદાર હોય તો કમલેશ તિવારી અને કિશન ભરવાડની હત્યાના ગુનેગાર કોણ છે?

    એડવોકેટ શશાંક શેખર ઝાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના જજોએ આ ટિપ્પણી કરીને ‘સર તન સે જુદા..’ના નારા લગાવતી ભીડને યોગ્ય ઠેરવી દીધી છે. તેમણે આજના દિવસને ન્યાયતંત્ર માટે કાળો દિવસ ગણાવ્યો હતો.

    એક યુઝરે કહ્યું કે, નૂપુર શર્મા અંગે કોર્ટના જજોની ટિપ્પણીનો ઉપયોગ કન્હૈયાલાલની હત્યા કરનારા જેહાદી તત્વો દ્વારા સ્વરક્ષણ માટે કરવામાં આવશે અને તેમણે એમ પણ કહ્યું કે, ન્યાયાધીશો જ્યારે ઇસ્લામિક આતંકવાદની વાત આવે છે ત્યારે ચુપ થઇ જાય છે.

    આ ઉપરાંત, નૂપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ટિપ્પણી બાદ નેટિઝન્સ સોશિયલ મીડિયા પર તેમના વિશે માહિતી શૅર કરી રહ્યા છે. જેમાંથી એક જજ પારડીવાલાના પિતા 1989 થી 1990 માં કોંગ્રેસ ધારાસભ્ય રહી ચૂક્યા છે જયારે બીજા જસ્ટિસ સૂર્યકાન્ત વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા, જેના કારણે જસ્ટિસ એકે ગોયને તેમની નિયુક્તિનો વિરોધ પણ કર્યો હતો.

    યુટ્યુબ કન્હૈયાલાલ હત્યાકાંડ અને ઝુબેર પર માહિતી દબાવી રહ્યું છે? વાંચો સંપૂર્ણ ફેક્ટ

    યુટ્યુબ કન્હૈયાલાલ હત્યાકાંડ અને ઝુબેર પર માહિતી દબાવી રહ્યું છે. મોહમ્મદ રિયાઝ અખ્તર અને મોહમ્મદ ગૌસ દ્વારા હિંદુ દરજી કન્હૈયા લાલનું નિર્દયતાથી ‘સર કલમ’ કરવામાં આવતાં દેશનો અંતરાત્મા હચમચી ગયો છે. જ્યારે વૈશ્વિક મીડિયાએ સેમ્યુઅલ પૅટીની હત્યાને તે લાયક ધ્યાન આપ્યું હતું, ત્યારે કન્હૈયા લાલ જેવા નામો ઘણીવાર મીડિયા અને સોશિયલ મીડિયાના દિગ્ગજો દ્વારા ઇસ્લામિક હત્યા અંગેની માહિતીને સક્રિયપણે દબાવવામાં આવે છે અને હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડનારાઓને રક્ષણ આપે છે. , જેમ કે AltNewsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર. યુટ્યુબ કન્હૈયાલાલ હત્યાકાંડ અને ઝુબેર પર માહિતી દબાવી રહ્યું છે.

    28મી જૂન 2022ના રોજ, OpIndia એ ” મોહમ્મદ ઝુબેર રિમાન્ડ ઓર્ડર સામે દિલ્હી હાઈકોર્ટમાં જાય છે, પોલીસ તેને તેનું લેપટોપ, હાર્ડ ડિસ્ક પુનઃપ્રાપ્ત કરવા માટે બેંગલુરુ લઈ જાય છે” શીર્ષકવાળા અહેવાલ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટમાં, OpIndia એ TimesNow નો એક YouTube વિડિયો એમ્બેડ કર્યો હતો જેમાં પોલીસ મોહમ્મદ ઝુબેરને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા લેપટોપને પુનઃપ્રાપ્ત કરવાના પ્રયાસમાં તેના બેંગલુરુના નિવાસસ્થાને લઈ જતી હોવાના વિઝ્યુઅલ્સ દર્શાવવામાં આવ્યા હતા. જે રીમુવ થયા હતા, શું યુટ્યુબ કન્હૈયાલાલ હત્યાકાંડ અને ઝુબેર પર માહિતી દબાવે છે?

    અહેવાલો અનુસાર, ઝુબૈરે અગાઉ તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને સોંપવાનો ઇનકાર કર્યો હતો અને તેમને ફોર્મેટ કર્યા હતા. પોલીસે કહ્યું કે વારંવાર ઉપકરણોની માંગણી કરવા છતાં, ઝુબૈરે તેના ઉપકરણો પોલીસને આપવાનો ઇનકાર કર્યો હતો.

    1લી જુલાઈ 2022 ના રોજ, Twitter યુઝર @BeffitingFacts એ એક સ્ક્રીનશૉટ પોસ્ટ કર્યો જે દર્શાવે છે કે OpIndiaએ તેના અહેવાલમાં એમ્બેડ કરેલ TimesNow નો વિડિયો ગુમ થઈ ગયો હતો. નોટિસમાં વાંચવામાં આવ્યું હતું કે સાંપ્રદાયિક ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ વીડિયોને દૂર કરવામાં આવ્યો છે.

    એવા ઘણા લોકો હતા જેમણે યુટ્યુબ ઈન્ડિયા પર સવાલ ઉઠાવતા પ્રતિક્રિયા આપી હતી કે આ વિડિયો શા માટે હટાવવામાં આવ્યો? અને શું આ ઝુબેરને બચાવવાનો પ્રયાસ છે?

    ટાઈમ્સનોનો વીડિયો પોલીસ ઝુબેરને તેના ઘરે લઈ જઈ રહી હોવાનો લાઈવ કવરેજનો વીડિયો હતો. તે તદ્દન શક્ય છે કે YouTube એ વિડિયોને હટાવી દીધો કારણ કે ઝુબેરના સમર્થકો દ્વારા વિડિયોને માસ રીપોર્ટ કરવામાં આવ્યો હતો, અને દાવો કરવામાં આવ્યો હતો કે વિડીયો ઝુબૈરની ગોપનીયતાનો ભંગ કરે છે. લાઇવ રિપોર્ટિંગના વિઝ્યુઅલ્સમાં ઇમારતના સ્પષ્ટપણે દેખાવા સાથે ઝુબૈરને તેના ઘરની અંદર લઈ જવાતો જોવા મળ્યો હતો.

    જ્યારે OpIndia YouTube ની માર્ગદર્શિકામાંથી પસાર થયું, ત્યારે મોટાભાગની ગાઈડલાઈન રીપોર્ટ અને ટાઈમ્સનાઉની ગોપનીયતાના આધારે વિડીયો હટાવ્યાનું જણાયું હતું.

    YouTube ગોપનીયતા માર્ગદર્શિકા કહે છે:

    સામગ્રીને દૂર કરવા માટે ધ્યાનમાં લેવામાં આવે તે માટે, વ્યક્તિ અનન્ય રીતે ઓળખી શકાય તેવી હોવી જોઈએ અને તે વ્યક્તિ અથવા તેમના કાનૂની પ્રતિનિધિ તરફથી અમને મળેલી ફરિયાદ, છબી, વૉઇસ, આખું નામ, સરકારી ઓળખ નંબર, બેંક એકાઉન્ટના સંયોજન દ્વારા વ્યક્તિને અનન્ય રીતે ઓળખવી આવશ્યક છે. નંબર, સંપર્ક માહિતી (દા.ત. ઘરનું સરનામું, ઈમેલ સરનામું), અથવા અન્ય વિશિષ્ટ રીતે ઓળખી શકાય તેવી માહિતી. ગોપનીયતા ઉલ્લંઘન માટે સામગ્રી દૂર કરવી જોઈએ કે કેમ તે નિર્ધારિત કરતી વખતે અમે જાહેર હિત, સમાચાર યોગ્યતા, સંમતિ અને માહિતી અન્યથા સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે કે કેમ તે પણ ધ્યાનમાં લઈએ છીએ. YouTube તેની ગોપનીયતા માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે અંગે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર અનામત રાખે છે.

    સાભાર Opindia English

    યુટ્યુબનું કહેવું છે કે જો તેમને પ્રાઈવસી અંગે કોઈ ફરિયાદ મળે છે, તો તેઓ યુઝરને સુધારો કરવા માટે 48 કલાકનો સમય આપે છે અને જો સુધારો ન કરવામાં આવે તો, તેઓ વીડિયોને હટાવવાની કાર્યવાહી કરવા માટે આગળ વધે છે.

    પરંતુ અહીં એક વિચારવા જેવી બાબત એ પણ છે કે, યુટ્યુબ એમ પણ કહે છે કે જ્યાં સુધી જે વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જો તે વ્યક્તિ પોતે અસમર્થ ન હોય ત્યાં સુધી ત્રીજા પક્ષો વતી ફરિયાદો ઉઠાવી શકાતી નથી. તેથી, તે સંપૂર્ણ રીતે શક્ય છે કે ગોપનીયતાની ફરિયાદ ઝુબેરના પરિવારના કોઈ સભ્ય અથવા સાથીદાર દ્વારા ઉઠાવવામાં આવી હતી. જેનું યુટ્યુબે સંજ્ઞાન લીધું હતું.

    સાભાર Opindia English

    જોકે ટાઇમ્સનો વિડિયો તેની ગોપનીયતાનો ભંગ કરી રહ્યો ન હતો. તે એક આરોપી વિશેનો ઓન-ગ્રાઉન્ડ રિપોર્ટ હતો જેની પોલીસ દ્વારા પૂછપરછ કરવા માટે તેને તેના ઘરેથી લઇ જવામાં આવી રહ્યો હતો.

    હવે અહી પ્રશ્ન તે ઉભો થઇ રહ્યો છે કે શું યુટ્યુબ તે વખતે પણ આ જ રીતે કાર્ય કરશે જયારે પોલીસ દ્વારા અન્ય કોઈ ગુનેગારને તેના નિવાસસ્થાનેથી લઈ જવામાં આવ્યો હોય અને મીડિયાએ તે જ રીતે અહેવાલની જાણ કરી હોય.?

    યુટ્યુબના ઈરાદાઓ પ્રશ્નના ઘેરામાં આવી ગયા છે અને લોકો પૂછે છે કે શું YouTube એ TimesNow ના આ વિડિયો વિરુદ્ધ કાર્યવાહી કરી છે કારણ કે તેઓ મોહમ્મદ ઝુબેર સામેની તપાસમાં હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરનારી માહિતીને નષ્ટ કરવામાં આવતી માહિતીને બચાવવા માગે છે. નોંધનીય છે કે ઝુબેરના બિન વગાડવાથી વછૂટેલા લોકો દ્વારા નુપુર શર્માને આપવામાં આવેલી ઘણી ધમકીઓ સામે YouTube એ ભાગ્યે જ કોઈ કાર્યવાહી કરી છે, જો કે, જ્યાં ઝુબૈર સામેની તપાસની જાણ કરવામાં આવી રહી છે તે વીડિયો હટાવીને તે વધુ ખુશ જણાય છે.

    કન્હૈયાલાલના ક્રૂર ‘સર કલમ’ બાદ વિરોધ દર્શાવતા વિડિયો સામે YouTubeની કાર્યવાહી

    જ્યારે એવું ધ્યાન દોરવામાં આવ્યું કે YouTubeએ પોલીસ દ્વારા ઝુબેરને તેના બેંગલુરુના નિવાસસ્થાને લઈ જવામાં આવતો દર્શાવતો TimesNowનો વિડિયો હટાવી લેવામાં આવ્યો છે, ત્યારે OpIndiaએ નોંધ્યું કે રિપબ્લિક ટીવીના કેટલાક અન્ય વીડિયો પણ સાંપ્રદાયિક ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ YouTube દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

    યુટ્યુબ દ્વારા દૂર કરાયેલા એક વીડિયોમાં બે ઈસ્લામવાદીઓ દ્વારા કન્હૈયા લાલની હત્યાના વિરોધમાં ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. રિપબ્લિક ટીવી દ્વારા ટ્વીટમાં, સંપૂર્ણ વિડિઓ માટે YouTube લિંક સાથે એક નાનો વિડિઓ ઉમેરવામાં આવ્યો છે.

    જો કે, જ્યારે કોઈ YouTube લિંક પર ક્લિક કરે છે, ત્યારે બતાવે છે કે વિડિઓ ઉપલબ્ધ નથી.

    સાભાર Opindia English

    આ કિસ્સામાં, અમે પુષ્ટિ કરી શક્યા નથી કે વિડિઓ YouTube અથવા રિપબ્લિક ટીવી દ્વારા દૂર કરવામાં આવ્યો હતો કારણ કે સૂચના કહે છે કે વિડિઓ હવે ઉપલબ્ધ નથી. જો કે, અન્ય એક કિસ્સામાં, તે સ્પષ્ટ હતું કે વિડીયો YouTube દ્વારા દૂર કરવામાં આવ્યો હતો.

    અન્ય એક ટ્વીટમાં રિપબ્લિકે કન્હૈયા લાલના પરિવારને ન્યાયની માગણી કરતી યુટ્યુબ લિંક પોસ્ટ કરી હતી.

    જ્યારે કોઈ YouTube લિંક પર ક્લિક કરે છે, ત્યારે તેમાં બતાવે છે કે સાંપ્રદાયિક ધોરણોના ઉલ્લંઘનને કારણે વિડિઓ દૂર કરવામાં આવ્યો છે.

    સાભાર Opindia English

    દેખીતી રીતે કન્હૈયા લાલનો પરિવાર હત્યા વિશે વાત કરતી વખતે અત્યંત ઉશ્કેરાયેલો હતો. કેટલાક કિસ્સાઓમાં, પરિવારના કેટલાક સભ્યોએ એવી પણ માગણી કરી હતી કે જે રીતે કન્હૈયાલાલની હત્યા કરવામાં આવી હતી તે રીતેજ ગુનેગારોને મારી નાખવામાં આવે.

    એક વીડિયોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સીએમ અશોક ગેહલોત “મુસલમાનોના ગુલામ” છે.

    આ ચોક્કસ વિડિયોમાં શું કહેવામાં આવ્યું હતું તે અમે જાણતા નથી, તે સંપૂર્ણ રીતે શક્ય છે કે ઇસ્લામવાદીઓ અને ડાબેરીઓ દ્વારા “દ્વેષપૂર્ણ ભાષણ” માટે સામૂહિક રીપોર્ટ કરાયા પછી YouTube દ્વારા તેને દૂર કરવામાં આવ્યો હોય. જાણવા જેવી બાબત તે છે કે કાન્હૈયાલાલની હત્યા બાદ તેના પરિવાર દ્વારા વ્યક્ત કરાયેલા આક્રોશને અને તેમના અવાજને સાંપ્રદાયિકતાના ઉલંઘનના નામે દબાવી દેવાની YouTybeની નીતિ દેખાઈ આવે છે.

    યુટ્યુબની દ્વેષપૂર્ણ ભાષણ નીતિમાં , તેઓ ઉલ્લેખ કરે છે કે ધર્મ પર આધારિત કોઈપણ ટાર્ગેટેડ વિડિઓને દૂર કરવા માટેનું મુખ્ય કારણ છે.

    સાભાર Opindia Hindi

    આવા કિસ્સામાં, જ્યારે YouTube ભાગ્યે જ હિંદુઓના અપમાન સામે કાર્યવાહી કરે છે, ત્યારે જ્યાં હત્યા કરાયેલા હિન્દુ વ્યક્તિના પરિવારજનો તેમની વેદના વ્યક્ત કરી રહ્યા હતા તે સમયે YouTube એ તે વિડીયો હટાવી દીધો હતો.

    પશ્ચિમી મીડિયાએ કન્હૈયા લાલની ઘાતકી હત્યા પર કેવી રીતે આંખો બંધ કરી

    યુટ્યુબ દ્વારા કન્હૈયા લાલની હત્યા અને ઝુબેરની ધરપકડ કરવાના સમાચાર દબાવવા અંગે હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પશ્ચિમી મીડિયાએ પણ ઇસ્લામી ક્રૂરતા અંગેના સમાચારોને દબાવી દીધા.

    સીલેકટીવ મીડિયા રિપોર્ટિંગની બદમાશીને દર્શાવતા, એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ (ANI) ના એક સંપાદકે બુધવારે ખુલાસો કર્યો કે પશ્ચિમના ઘણા મીડિયા આઉટલેટ્સે રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલ નામના હિંદુ દરજીની ક્રૂર હત્યા વિશે અહેવાલ નહી આપવાનું પસંદ કર્યું હતું. પશ્ચિમી મીડિયા આઉટલેટ્સ, જે ડાબેરી, ઉદારવાદી સમજણના પ્રતિબિંબ તરીકે કામ કરે છે, તેમને ANI દ્વારા ઉદયપુર હત્યા અંગે 5 વિગતવાર વિડિયો વાર્તાઓ આપવામાં આવી હતી, પરંતુ તેમાંથી માત્ર થોડા જ લોકોએ આ ભયાનક હત્યાનું કવરેજ કર્યું હતું.

    હકીકતને વિસ્તૃત કરતા, ANI એડિટર ઇશાન પ્રકાશે 30 જૂને ટ્વિટ કર્યું હતું કે ANI એ વિશ્વની સૌથી મોટી ન્યૂઝ એજન્સી થોમસન રોઇટર્સ દ્વારા કન્હૈયાની હત્યા પર 5 વિગતવાર વિડિઓ અને અહેવાલો વૈશ્વિક સ્તરે શેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે મોટા ભાગના આંતરરાષ્ટ્રીય મીડિયા એજન્સીઓએ અહેવાલની અવગણના કરી હતી. તેમણે બુધવારે ટ્વિટ કરીને કહ્યું કે “ANI એ અમારા પાર્ટનર થોમસન રોઈટર્સ દ્વારા ઉદયપુર હત્યા પર 5 વિગતવાર વિડિયો સ્ટોરીઝ બહાર પાડી છે. મુઠ્ઠીભર પશ્ચિમી એજન્સીઓએ તેના પર સમાચાર કર્યા હશે, મોટા ભાગના લોકોએ તેની અવગણના કરી છે. સ્ટોરીઓ તેમના ન્યૂઝરૂમમાં છે, તે છતાં તેઓ તેને અવગણે છે”.

    પ્રકાશ દ્વારા ઉલ્લેખિત ઘટનાની જાણ કરનારા મુઠ્ઠીભર પશ્ચિમી મીડિયા એજન્સીઓમાં બીબીસી, વેકો ટ્રિબ્યુન-હેરાલ્ડ, ધ વોશિંગ્ટન પોસ્ટ અને ટોરોન્ટો સનનો સમાવેશ થાય છે . જો કે, જ્યારે બીબીસીએ હિંસક વિરોધ પ્રદર્શન કરી રહેલા હિંદુ રાષ્ટ્રવાદીઓ અને ‘બહુમતી હિંદુઓ અને લઘુમતી મુસ્લિમો’ વચ્ચેના કથિત દૃશ્યમાન તણાવને પ્રકાશિત કર્યો, ત્યારે તે ઇસ્લામવાદી હત્યારાઓ (રિયાઝ મોહમ્મદ અને ગૌસ મોહમ્મદ) ના નામોની જાણ કરવામાં પસંદગીપૂર્વક નિષ્ફળ રહી, જેમણે પોતાની ઓળખ આપી હતી. તેમના દ્વારા જાહેર કરવામાં આવેલ વિડિયો. ઉપરાંત, વેકો ટ્રિબ્યુન-હેરાલ્ડે અહેવાલને ટ્વિસ્ટ કરીને ઉલ્લેખ કર્યો છે કે આ હુમલો ‘ઊંડા ધાર્મિક ધ્રુવીકરણથી પ્રભાવિત દેશમાં સાંપ્રદાયિક હિંસામાં નાટકીય વૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે’.

    વેકો ટ્રિબ્યુન હેરાલ્ડે પાછળથી લખ્યું હતું કે “હિંદુ રાષ્ટ્રવાદીઓ દ્વારા લઘુમતી જૂથો, ખાસ કરીને મુસ્લિમો પર હુમલાઓનો સિલસિલો જોવા મળી રહ્યો છે – જેમને તેમના ખોરાક અને કપડાંની શૈલીથી લઈને આંતરધર્મી લગ્નો સુધી દરેક વસ્તુ માટે નિશાન બનાવવામાં આવ્યા છે. કેટલાક ભારતીય રાજ્યોમાં બુલડોઝરનો ઉપયોગ કરીને મુસ્લિમોના ઘરોને પણ તોડી પાડવામાં આવ્યા છે, જેને ટીકાકારો લઘુમતી જૂથ સામે બુલડોઝર ન્યાયની વધતી જતી પેટર્ન તરીકે ઓળખાવે છે” કન્હૈયાની હત્યા ભૂતપૂર્વના સમર્થનમાં પોસ્ટ શેર કરવા બદલ કરવામાં આવી હતી. -ભાજપના પ્રવક્તા નુપુર શર્મા જેમણે તાજેતરના ભૂતકાળમાં કથિત ‘નિંદાજનક’ ટિપ્પણી કરી હતી.

    પશ્ચિમી મીડિયા અને મોટી ટેક ઇસ્લામિક ક્રૂરતાના સમાચારને સક્રિયપણે દબાવવા અને તેના બદલે હિન્દુઓને દોષી ઠેરવવાનો પ્રયાસ કરે છે, તે યાદ રાખવું વધુને વધુ મહત્વપૂર્ણ બની જાય છે કે સરકારની નવી સોશિયલ મીડિયા માર્ગદર્શિકા અનુસાર મધ્યસ્થી તરીકે નેટ જો તેઓ ‘સંપાદકો’ તરીકે કામ કરવાનું ચાલુ રાખે અને તાર્કિક આધાર વિના મહત્વપૂર્ણ સમાચારને દબાવી દે તો YouTube અને અન્ય સોશિયલ મીડિયા તેમની સેફટી નેટ ગુમાવી બેસશે.