Monday, September 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકિશન, ઉમેશ, કન્હૈયાલાલ..: ‘ઇશનિંદા’ના નામે હત્યાની એક સમાન પેટર્ન, લિંકની તપાસ કરી...

    કિશન, ઉમેશ, કન્હૈયાલાલ..: ‘ઇશનિંદા’ના નામે હત્યાની એક સમાન પેટર્ન, લિંકની તપાસ કરી રહી છે NIA, PFI કનેક્શન અંગે પણ તપાસ થશે

    ઇસ્લામીઓએ કરેલી આ તમામ હત્યાઓ વચ્ચેની શું લિંકની તપાસ કરવામાં આવી રહી છે તેમજ આ હત્યાઓની શું પેટર્ન છે તે મામલે પણ NIA હાલ તપાસ કરી રહી છે. તેમજ PFI જેવા સંગઠનોની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -

    રાજસ્થાનના ઉદયપુરમાં એક હિંદુ દુકાનદારની બે ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હત્યા કરી નાંખ્યા બાદ આ કેસની તપાસ NIA કરી રહી છે. દરમ્યાન, જાણવા મળ્યું છે કે રાજસ્થાન ઉપરાંત ઇશનિંદાના નામે એ જ પેટર્નથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઇસ્લામીઓએ કરેલી હત્યાઓ વચ્ચેની લિંકની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં કિશન ભરવાડ જ્યારે તાજેતરમાં મહારાષ્ટ્રમાં ઉમેશ કોલહેની ઇસ્લામીઓ દ્વારા હત્યા કરી નાંખવામાં આવી હતી. 

    ન્યૂઝ 18ના એક રિપોર્ટ અનુસાર, NIA આ તમામ કેસ વચ્ચે કોઈ લિંક છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. રિપોર્ટમાં એજન્સીના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તમામ ઘટનાઓ એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. જેના કારણે આ કેસો વચ્ચેની લિંક અને પેટર્નની તપાસ કરવામાં આવશે. 

    રિપોર્ટમાં NIAના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “આ તમામ સમાન ઘટનાઓ છે. અમે લિંક શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે તેમજ પેટર્નનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ તમામ કેસોમાં આરોપીઓ સરળતાથી પકડાઈ ગયા હતા અને તેમણે છુપાવાનો કે ભાગવાનો કોઈ પ્રયત્ન કર્યો ન હતો. આ ઉપરાંત, આ કેસોમાં વિવાદિત સંગઠન ‘પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા’ની ભૂમિકા અંગે પણ NIA તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ગત 21 જૂનના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા એક કેમિસ્ટ ઉમેશ કોલ્હેની ચાર મુસ્લિમ હત્યારાઓએ હત્યા કરી નાંખી હતી. તેઓ મેડિકલ શૉપથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની ઉપર હુમલો થયો હતો. આ મામલે અબ્દુલ, શોએબ, મુદસ્સિર અને શાહરૂખને પકડી લેવામાં આવ્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે, નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મૂકવાના કારણે તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. કન્હૈયાલાલની હત્યા પણ નૂપુરના સમર્થનમાં પોસ્ટ મૂકવાના કારણે જ થઈ હતી.

    આવો જ કિસ્સો જાન્યુઆરીમાં ગુજરાતના ધંધુકામાંથી સામે આવ્યો હતો. જ્યાં કિશન ભરવાડ નામના યુવકની બે ઇસ્લામી હત્યારાઓએ હત્યા કરી નાંખી હતી. કિશને સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી હતી, જેને પયગંબરના અપમાનમાં ખપાવીને શબ્બીર અને ઇમ્તિયાઝે સરાજાહેર ગોળી મારીને કિશનની હત્યા કરી નાંખી હતી. જે બાદ બંને પકડાઈ ગયા હતા. 

    કિશને સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી હતી, જેમાં પયગંબર મોહમ્મદનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. મુસ્લિમોની માન્યતા અનુસાર પયગંબરનું ચિત્રણ કરી શકાતું નથી. જે બાદ ‘ઇશનિંદા’નો આરોપ લગાવીને 500-1000 નું ટોળું પોલીસ સ્ટેશન ધસી ગયું હતું અને કિશન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે કિશન વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને કેટલાકે કિશનને માર પણ માર્યો હતો. જે બાદ કિશને લેખિતમાં માફી લખી આપી હતી. કિશનની ધરપકડ પણ થઇ હતી અને બીજા દિવસે જામીન મળી ગયા હતા. પરંતુ તેના થોડા દિવસો બાદ તેમની હત્યા થઇ ગઈ હતી. 

    ઇસ્લામીઓએ કરેલી આ તમામ હત્યાઓ વચ્ચેની શું લિંકની તપાસ કરવામાં આવી રહી છે તેમજ આ હત્યાઓની શું પેટર્ન છે તે મામલે પણ NIA હાલ તપાસ કરી રહી છે. તેમજ PFI જેવા સંગઠનોની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં