અજમેર દરગાહ ખાદિમ સલમાન ચિશ્તીએ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કર્યો હતો જેમાં તેણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચિશ્તીની સામે હત્યા અને હત્યાના પ્રયાસ સહિત 13 થી વધુ ગુનાઓ દાખલ છે તેવા હિસ્ટરી-શીટર એવા અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ દાવો કર્યો હતો કે જે કોઈ શર્માનું માથું કાપીને લાવશે તેને તે ઇનામમાં તેનું ઘર અને રૂપિયા આપશે. આ મામલે અજમેર પોલીસે કેસ દાખલ કર્યો છે.
ચિશ્તી દ્વારા વાયરલ કરવામાં આવેલો વિડિયો ઉદયપુરમાં હિંદુ દરજી કન્હૈયાલાલની હત્યા કરતા પહેલા બનાવવામાં આવેલ વીડિયો જેવો જ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો લગભગ 4-5 દિવસ જૂનો છે. વીડિયોમાં તેણે કહ્યું કે, “હું મારા પૂર્વજોની સોગંદ ખાઉં છું, હું મારી માતાના સોગંદ ખાઉં છું, હું તેને (નુપુર શર્માને) જાહેરમાં ગોળી મારીશ. હું મારા બાળકોના સોગંદ ખાઉં છું, જે પણ નુપુર શર્માનું માથું વાઢીને લાવશે, હું તેને મારું આ ઘર આપી દઈશ.”
વધુમાં, તેણે પોતાને ‘ખ્વાજાનો સાચો સૈનિક’ ગણાવ્યો હતો અને મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલો અનુસાર, અજમેર દરગાહના ખાદિમ ગૌહર ચિશ્તીએ 17 જૂનના રોજ દરગાહની બહાર કાઢવામાં આવેલા મૌન સરઘસ દરમિયાન પણ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું, જેમાં તેણે “ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સાઝા, સર તન સે જુદા”ના નારા લગવ્યા હતા.
આ ઘટના પર અધિક પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાને જણાવ્યું હતું કે, “ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધાયા બાદ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે.”
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અજમેર દરગાહના વડા જૈનુલ આબેદિન અલી ખાને દાવો કર્યો હતો કે ભારતીય મુસ્લિમો દેશમાં તાલિબાનીકરણને મંજૂરી નહીં આપે.
ઉલ્લેખનીય વાત એ છે કે કન્હૈયા લાલની હત્યા થયા પછી, અજમેર દરગાહ દીવાન ઝૈનુલ આબેદિન અલી ખાને દાવો કર્યો હતો કે ભારતમાં મુસ્લિમો ક્યારેય તાલિબાનીકરણની માનસિકતાને દેશમાં બનવા દેશે નહીં.
એક નિવેદનમાં અજમેર દરગાહ દીવાન ઝૈનુલ આબેદિન અલી ખાને કહ્યું હતું કે , “કોઈ પણ ધર્મ માનવતા વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતો નથી. ખાસ કરીને ઇસ્લામ ધર્મમા, તમામ ઉપદેશો શાંતિના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. ઇન્ટરનેટ પર સામે આવેલા ભયાનક વિડિયોમાં, કેટલાક બિન-નૈતિક માનસિકતાઓએ એક ગરીબ માણસ પર ઘાતકી હુમલો કર્યો હતો, જેને ઇસ્લામિક વિશ્વમાં સજાપાત્ર પાપ તરીકે સ્વીકારવામાં આવે છે.”
અહી નોંધનીય બાબત એ છે કે એક તરફ દરગાહના દિવાન અને મુસ્લિમ ધર્મગુરુઓ શાંતિની વાત કરે છે તો બીજી તરફ દરગાહના ખાદીમો નૂપુર શર્માની હત્યા કરવા માટે મુસ્લિમોને ઉશ્કેરે છે. મુસ્લિમ ધર્મના ઉચ્ચ ધર્મીક હોદ્દાઓ પર બેઠેલા મૌલવી,મોલાનાઓ દ્વારા કરવામાં આવતા દાવાઓ વિપરીત વાતાવરણ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે.
આજે સવારે ઝી ન્યૂઝના પત્રકાર રોહિત રંજને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમના ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ ખાતેના નિવાસસ્થાનની બહાર તેમની ધરપડક કરવા માટે છત્તીસગઢ પોલીસ ધામા નાખીને બેઠી છે. રોહિતનું કહેવું છે કે આ રીતે સ્થાનિક પોલીસની મંજૂરી વગર કોઈ અન્ય પ્રદેશની પોલીસ કોઈની પણ પૂછપરછ અથવાતો ધરપડક ન કરી શકે.
જો કે છત્તીસગઢ પોલીસે વળતી દલીલ કરતાં જણાવ્યું હતું કે આવો કોઈજ નિયમ નથી, પરંતુ હવે જ્યારે ઉત્તર પ્રદેશ પોલીસને જાણ થઇ જ ગઈ છે તો ઝી ન્યૂઝના પત્રકાર રોહિત રંજને અમને સહકાર આપવો જોઈએ અને પૂછપરછમાં ભાગ લેવો જોઈએ અને તેમનો પક્ષ તેમણે કોર્ટમાં મુકવો જોઈએ.
જાણવામાં આવ્યા મુજબ છત્તીસગઢ પોલીસ રોહિત રંજનની ધરપકડ એટલા માટે ઈચ્છી રહી છે કારણકે રોહિતે તેમની ચેનલ ઝી હિન્દુસ્તાન પર રાહુલ ગાંધીનો એક વિડીયો પ્રસારિત કર્યો હતો જેમાં રાહુલ ગાંધીના વાયનાડ ખાતેના કાર્યાલય પર PFI દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને તેમણે એ બાબતે હુમલાખોરોને બાળકો ગણાવ્યા હતા. પરંતુ રોહિતે પોતાના કાર્યક્રમમાં આ વિડીયોને હાલમાં જ રાજસ્થાનના ઉદયપુર ખાતે ટેલર કન્હૈયાલાલની ઇસ્લામીઓ દ્વારા થયેલી નિર્મમ હત્યા સાથે જોડી દીધી હતી.
જો કે પોતાની ભૂલ સમજાતાં ઝી ન્યૂઝના પત્રકાર રોહિત રંજને એ વિડીયો પરત ખેંચી લીધો હતો અને આ બાબતે માફી પણ માંગી હતી. પરંતુ પહેલા રાજસ્થાનમાં રાજસ્થાન કોંગ્રેસ દ્વારા તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી અને હવે કોંગ્રેસ શાસિત અન્ય રાજ્ય એવા છત્તીસગઢમાં પણ રોહિત રંજન વિરુદ્ધ ફરિયાદ નોંધાતા રોહિતના ઘર આગળ આ રીતે છત્તીસગઢ પોલીસ ધામા નાખીને બેસી ગઈ છે.
થોડા સમય અગાઉ જ ગાઝિયાબાદ પોલીસે ઘટનાનું સંજ્ઞાન લીધું છે અને ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશનની પોલીસ રોહિત રંજનના નિવાસસ્થાને પહોંચી ગઈ હોવાનું જણાવ્યું છે અને ઉમેર્યું છે કે આ અંગે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
प्रकरण स्थानीय पुलिस के संज्ञान में है, थाना इंदिरापुरम पुलिस मौके पर है, नियमानुसार कार्यवाही की जायेगी |
— GHAZIABAD POLICE (@ghaziabadpolice) July 5, 2022
જ્યારે આંતરરાજ્ય કેસની તપાસ માટે પોલીસ કોઈ બીજા રાજ્યમાં જતી હોય છે ત્યારે તેણે નિયમ અનુસાર સ્થાનિક પોલીસને જાણ કરવાની હોય છે, એટલુંજ નહીં પરંતુ સ્થાનિક પોલીસની મદદ પણ લેવાની હોય છે અને જે-તે સ્થાને તેની એન્ટ્રી પણ કરવાની હોય છે. આરોપીની ધરપકડ કર્યા બાદ પણ બહારની પોલીસે સ્થાનિક પોલીસની ડેઈલી ડાયરીમાં તેની નોંધ કરાવવાની હોય છે. કોંગ્રેસ શાસિત રાજ્યની પોલીસ દ્વારા અન્ય રાજ્યમાં રહેતા પત્રકારની ધરપકડ કરવા પોતાની ફોર્સ મોકલવામાં આવી હોય એ આ પહેલો બનાવ નથી. અગાઉ જ્ઞાનવાપી મુદ્દે ન્યૂઝ 18ના પત્રકાર અમન ચોપરાના ઘર બહાર આ જ રીતે રાજસ્થાન પોલીસે ધામા નાખ્યા હતા અને અમનને સંરક્ષણ આપવા ત્યાં ઉત્તર પ્રદેશની પોલીસ પહોંચી હતી. ત્યારબાદ કોર્ટે પણ અમન ચોપરાને જામીન આપીને રાહત આપી હતી.
રામ મંદિર માટે આપણા (હિન્દુ, જૈન અને શીખો) અદમ્ય સાહસ, ધીરજ અને 500 વર્ષની અભૂતપૂર્વ લડત વિષે ઘણું જ કહેવાયું છે અને વંચાયું છે પણ શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણ જન્મભૂમિનો ઇતિહાસ એમાં ક્યાંક ભૂલાઈ ગયો છે જે રામ જન્મભૂમિ કરતાં પણ વધુ જૂનો છે ? કેટલો જૂનો? 1000 વર્ષ !!!!
2022ની જનમાષ્ટમી આવી રહી છે અને રામ મંદિરના ઐતિહાસિક ચૂકાદા પછી જનમાષ્ટમીનું મહત્વ ખાસ એટલા માટે વધી જાય છે કારણકે રામ જન્મભૂમિ આંદોલનનું સર્વાધિક પ્રચલિત સૂત્ર એ હતું કે “રામ મંદિર તો ઝાંકી હૈ, કાશી મથુરા અભી બાકી હૈ” !
આપણે બધાં જ જાણીએ છીએ કે મથુરા શ્રી કૃષ્ણની જન્મભૂમિ છે. પુરાણોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રભુનો જન્મ શ્રાવણ મહિનાની વદ અષ્ટમીએ રોહિણી નક્ષત્રમાં મધરાતે માતા દેવકીની કૂખે મામા કંસની મથુરા સ્થિત જેલમાં થયો હતો. ડો. વાસુદેવ શરણ અગ્રવાલ અને શ્રી કૃષ્ણ દત્ત વાજપેયી સહિત અન્ય ઘણાં ઇતિહાસકારોએ નોંધ્યું છે કે મથુરામાં હાલમાં જ્યાં શાહી ઇદગાહ મસ્જિદ ઉભી છે તે મૂળ કેશવરાય અથવા તો કેશવ દેવનું મંદિર હતું.
જન્મભૂમિ – સર્જન અને વિધ્વંસની કથા
પ્રભુના અહીં જન્મના સ્મૃતિચિન્હ રૂપે અહીં પ્રાચીન સમયમાં મંદિર બનાવાયું હતું. ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરની જેમ જ વિદેશી આક્રાંતાઓએ આ મંદિર ઉપર પણ કઈ કેટલીયે વાર આક્રમણ કર્યા છે. પણ દુર્ભાગ્યે સોમનાથ કે જ્યાં મહાદેવે પોતાનું સ્થાન પાછું મેળવ્યું એમ આ મંદિરનો વિવાદ હજી ઉકેલાયો નથી. મંદિરનો સંક્ષિપ્ત ક્રમશઃ ઇતિહાસ નીચે પ્રમાણે છે.
મથુરામાં પ્રભુનું સૌ પ્રથમ મંદિર પ્રભુના પ્રપૌત્ર વજ્રનાભે બંધાવ્યું હતું. કહેવાય છે કે વજ્રનાભે દાદા શ્રી કૃષ્ણના ચાર પ્રખ્યાત મંદિરો બંધાવવ્યા હતા અને મથુરાનું શ્રી કેશવદેવનું મંદિર પહેલું હતું. બાકીના ત્રણ હતા ગોવર્ધનમાં શ્રી હરિદેવનું, વૃંદાવનમાં શ્રી ગોવિંદજીનું અને બળદેવમાં શ્રી બળદેવજીનું.
અહીં એક નાની રોચક વાત એ છે કે અહીં ઉલ્લેખ કર્યો છે તે ગોવર્ધનમાં હરિદેવજીનું મંદિર એટલે આપણાં ગુજરાતી વૈષ્ણવોનું મુખ્ય એવું શ્રીનાથજીનું મંદિર. તે પહેલાં ગોવર્ધનમાં હતું જે સમય જતાં રાજસ્થાન નાથદ્વારામાં ખસેડાયું છે. ઇસ 1665માં અમાનુષી અને હિંદુઓ માટે દૈત્ય સમાન એવા ઔરંગઝેબના વિધ્વંસથી બચાવવા માટે ગોવર્ધનથી પ્રભુની મૂર્તિને રાતોરાત આગ્રા ખસેડવામાં આવી હતી. છ મહિના સુધી પ્રભુ ત્યાં વિરાજમાન રહ્યા અને તેમના માટે કોઈ સુરક્ષિત સ્થળની સઘન તપાસ ચાલુ રહી. મોટા ભાગના રાજ-રજવાડાંઓ મુઘલો સાથે વૈમનસ્ય ટાળવા માટે પ્રભુની મૂર્તિને પોતાના રાજ્યમાં લાવવા માટે આનાકાની કરી રહ્યા હતા ત્યારે મેવાડના મહારાજા રાજસિંહે હિંમત બતાવી. પ્રભુને મુઘલોથી લપતાં છુપાતાં 32 મહિને આગ્રાથી મેવાડ લાવવામાં આવ્યા. નાથદ્વારાના સ્થળની પસંદગી વિષે પણ રોચક વાત છે. જયારે સિહરમાં પ્રભુના રથનું પૈડું ખૂંપી ગયું ત્યારે મહારાજાએ તેને દૈવી સંકેત માન્યો અને તે સ્થળે નવા નગરનું નિર્માણ કરાવ્યું તે આપણું આજનું શ્રીનાથજી.
ત્યાર બાદ ગુપ્તકાળમાં સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે આ મંદિરનો વિસ્તાર કર્યો જેને આપણે દ્વિતીય નિર્માણ તરીકે નોંધશું. તેણે મંદિરની ખ્યાતિ અનેકગણી વધારી. તેણે જ મથુરાનો પણ ઘણો વિકાસ કર્યો અને મથુરાને હિન્દુઓના સાંસ્કૃતિક અને કલાના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું. આ ભવ્ય મંદિરની ખ્યાતિ ચારેકોર ફેલાયા બાદ જ મહંમદ ગઝની તેને લૂંટવામાં બદ-ઈરાદાથી ઇસ 1017માં ચઢી આવ્યો હતો અને આ પ્રાચીન મંદિરને પહેલીવાર જમીનદોસ્ત કરવામાં આવ્યું. તેના પોતાના જ ઇતિહાસકાર અલ ઉતાબીએ તારીખ-એ-યામિની માં નોંધ્યું છે કે “શહેરની મધ્યમાં એક વિશાળ અને અદભૂત મંદિર હતું જેને સ્થાનિક લોકો દેવતાઓ બનાવ્યું છે એમ કહેતાં….કોઈ પણ જાતનું શાબ્દિક કે ચિત્ર નિરૂપણ મંદિરની ભવ્યતાને વર્ણવવા ઓછું પડશે.”
મંદિરનું ત્રીજું પુનઃ નિર્માણ ઇસ 1150(વિક્રમ સવંત 1207)માં રાજા વિજયપાળના સમયમાં જજા નામના નિર્માણકારે કર્યું હતું અને કહેવાય છે કે તે ગગનને આંબતું વિશાળ સફેદ મંદિર હતું.
ત્યાર બાદ 300થી વર્ષો સુધી મંદિર અડીખમ રહ્યું અને વૈષ્ણવ પરંપરાના સુપ્રસિદ્ધ સંતો જેવા કે વલ્લભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુએ શ્રી હરિના દર્શન આ વિજયપાળના બનાવેલા મંદિરમાં કર્યા હતા. 16મી સદીમાં સિકંદર લોઢી એટલે કે નિઝામ ખાને મંદિર ઉપર આક્રમણ કર્યું અને વિનાશ કર્યો.
મંદિરનું ચોથું અને અત્યાર સુધીનું છેલ્લું પુનઃ નિર્માણ મુઘલ રાજા જહાંગીરના સમયમાં રાજા વીર સિંહ બુંદેલાએ કર્યું.
છેલ્લે ઇસ 1650માં દૈત્ય ઔરગંઝેબે મંદિરનો સંપૂર્ણ વિનાશ કર્યો અને મંદિરના જ પાયાઓ ઉપર શાહી ઇદગાહ દરગાહનું નિર્માણ કર્યું. આજેય કોઈપણ પ્રવાસી કે તમે દરગાહની મુલાકાત લઈને એક જ ક્ષણમાં આ પાયાઓને જોઈ શકે છે. [નિમ્ન ફોટોમાં દર્શાવેલું છે.]
ઔરંગઝેબ દ્વારા વિધ્વંસ પહેલાનો ઇતિહાસ :
ઔરંગઝેબના કાળનો અધિકૃત ઇતિહાસ તેના જ નિમાયેલા માણસો દ્વારા લખાયેલા માસીર-એ-આલમગીરીમાંથી મળે છે. ઓરછાનાં મહારાજા વીર સિંહે જહાંગીરના કહેવાથી અક્બરનામાના લેખક અને અકબરના મુખ્ય વજીર શેખ અબુ ફઝલનું કતલ કરાવ્યું હતું. કારણકે જહાંગીરને અબુ ફઝલનો પોતે અકબરનો ઉત્તરાધિકારી હોવાનો દાવો માન્ય નહોતો. આ કારણસર વીર સિંહે જહાંગીરના મનમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. એટલે મુઘલ સામ્રાજ્યની કમાન પોતાના હાથમાં લીધા બાદ જહાંગીરે વીર સિંહને ભેટમાં શું મેળવવાની ઈચ્છા છે એમ પૂછતાં જ તેણે કૃષ્ણ જન્મભૂમિ ઉપર ફરી ભવ્ય મંદિર બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી. જહાંગીરે પરવાનગી આપી અને વીર સિંહે ત્યારના 33 લાખની કિંમતે મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું. આપણા હિન્દુઓના કમનસીબે જહાંગીરના પૌત્ર એટલે કે ઔરંગઝેબે આ પુનઃ નિર્માણના માત્ર 50 વર્ષ બાદ ફરી મંદિર ધ્વસ્ત કર્યું. તેના માથા ઉપર ‘હિન્દુસ્તાન’ને કાફિરો રહિત એટલે હિન્દૂ-રહિત બનાવવાનું ઝનૂન સવાર હતું. એના કાળમાં થયેલા વિનાશની વિગતો વાંચો/સાંભળો તો અરેરાટી થઇ જાય. માત્ર મંદિરના વિનાશથી તેનું જિહાદી ઝનૂન શાંત નહોતું થયું, તેણે પ્રભુની મૂર્તિઓને આગ્રામાં સ્થિત બેગમ સાહિબ દરગાહના પગથિયાંઓની નીચે દટાવી દીધી જેથી કરીને મુસલમાન તેમના ઉપર રોજ પગ મૂકીને ખુદાની ઈબાદત કરવા જાય. અને આટલું પૂરતું ન હોવાથી તેણે મંદિરના સ્થાન ઉપર જ શાહી ઇદગાહ દરગાહનું નિર્માણ કરાવ્યું. અરે હદ તો ત્યારે થઇ કે તેને મથુરાનું નામ બદલીને “ઇસ્લામાબાદ” કરી નાખ્યું ? એક બીજું પણ જાણીતું ઇસ્લામાબાદ આજે દુનિયાના નકશામાં છે, રસ હોય તો તપાસ કરજો તેનું નામ કયું મંદિર ધ્વસ્ત કરીને રખાયું છે.
સિંધિયાઓ દ્વારા મથુરાનો પુનઃ કબ્જો :
સિંધિયા વંશની સ્થાપના પેશ્વા બાજીરાવ પહેલાના સરદાર રાણોજી રાવ સિંધિયાએ કરી હતી. રાણોજીના પાંચમા અને સૌથી નાના પુત્ર મહાડજી સિંધિયાએ ઉત્તરમાં મુઘલોને જોરદાર લડત આપીને મરાઠા સામ્રાજ્યનો વ્યાપ અને પકડ વધારી. 1755માં 25 વર્ષની યુવાન વયે મહાડજીએ મથુરા મુઘલો પાસેથી જીતી લીધું અને મથુરાનો પુનરોદ્ધાર શરુ કર્યો. તેણે શાહી ઇદગાહ દરગાહમાં નમાઝ ઉપર પ્રતિબંધ લગાવી દીધો. મથુરામાં સંસ્કૃત શાળા ફરી સ્થાપિત કરી. આખરે બ્રિટિશ-મરાઠા બીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થવાથી મથુરાનો કબ્જો બ્રિટિશરોના હાથમાં ચાલ્યો ગયો.
બ્રિટિશરો દ્વારા હરાજી અને અલ્લાહાબાદ (હવે તો પ્રયાગરાજ !!) કોર્ટમાં દાવો :
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ રાજ દરમ્યાન 1815માં સંપૂર્ણ કૃષ્ણ જન્મભૂમિ વિસ્તારની [કટરા કેશવ દેવ વિસ્તાર તરીકે પ્રચલિત] જમીનની હરાજી કરી અને બનારસના રાજા પટણીમળે ફરી મંદિર ઉભું કરવામાં સંકલ્પ સાથે જમીન ખરીદી લીધી. તેઓ તેમ કરવામાં અસફળ રહ્યા અને જમીન તેમના વારસદારો પાસે આવી. આ વારસદારોએ મંદિર પાછું ઉભું કરવામાં ઢીલ મૂકી અને તેનો ફાયદો લેવા માટે ઇસ 1930માં મથુરાના મુસલમાનોએ અલ્લાહાબાદ હાઇકોર્ટમાં રાજા પટણીમળના વંશજ રાજા કૃષ્ણદાસ વિરુદ્ધ બે દાવા ઠોકી દીધા. કોર્ટે બંને દાવાઓ રદ્દ કરી દીધા અને રાજા કૃષ્ણ દાસના પક્ષમાં ફેંસલો આપ્યો. ટૂંકમાં આઝાદી પહેલાં જ 1935માં આ કેસો રદ્દ થવાથી જમીન આપણાં હિંદુઓ પાસે આવી ચૂકી હતી પણ પિક્ચર અભી બાકી હૈ દોસ્ત….
પંડિત માલવિયા દ્વારા જમીન સંપાદન
જયારે 1940માં પંડિત મદન મોહન માલવિયા મથુરા આવ્યા ત્યારે કૃષ્ણ જન્મભૂમિની બદહાલ સ્થિતિ જોઈ ખૂબ જ વ્યથિત થયા. તેમણે ત્યારના જાણીતા ઉદ્યોગપતિ જુગલ કિશોર બિરલાને પત્ર લખ્યો અને જન્મભૂમિ ઉપર શ્રી કૃષ્ણના મંદિરની પુનઃ સ્થાપના માટે સહાય માંગી. માલવિયાજીની ઈચ્છાને માન આપતાં બિરલાજી એ તરત જ રાજા પતણીમળના વંશજો પાસેથી સંપૂર્ણ જન્મસ્થાન સંકુલ ફેબ્રુઆરી 4 1944ના રોજ ખરીદી લીધું. દુર્ભાગ્યે મંદિરની સ્થાપના કરી શકે તે પહેલાં જ માલવિયાજી અવસાન પામ્યા અને તેમની ઈચ્છા પ્રમાણે બિરલાજીએ 21 ફેબ્રુઆરી 1955ના રોજ શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની સ્થાપના કરી અને જમીન ટ્રસ્ટને સોંપી દીધી. ત્યારના આગળ પડતાં હિન્દૂ આગેવાનો જેવા કે શ્રી જયદયાળ દાલમિયા અને અન્ય લોકોને ટ્રસ્ટીઓ નીમવામાં આવ્યા. આગળ જતાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘનું ગઠન કરવામાં આવ્યું કે જેને મંદિરના બાંધકામ અને જાળવણીની જવાબદારી આપવામાં આવી. (જમીનની માલિકી ટ્રસ્ટ હસ્તક જ રહી)
મુસલમાનોનો જમીન હડપવાનો વધુ એક પ્રયાસ અને 1968નો કરાર : ઉપર જણાવેલ ફેરફારોથી જન્મેલી ઈર્ષ્યાથી પ્રેરાઈને મુસલમાનોએ ફરી એક વાર જમીનની માલિકીનો દાવો કોર્ટમાં કર્યો. 1960માં આ દાવો પણ કોર્ટે રદ્દ કરી દીધો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માલિકી તો કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની જ છે પણ મુસલમાનોને ઈદ દરમ્યાન શાહી ઇદગાહમાં નમાજની છૂટ આપવામાં આવે છે.
આ શાહી ઇદગાહને અડીને જ (તેને તોડીને તેના સ્થાન ઉપર બનાવવાના બદલે) જન્મસ્થાન ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું. આ દરમ્યાન રાજકીય વાતાવરણ બદલાઈ રહ્યું હતું. 1967માં કોંગ્રેસ ઉત્તર પ્રદેશ વિધાન સભાની ચૂંટણી હારી અને કોંગ્રેસમાંથી જ છૂટા થઈને અને વિધાનસભામાં બીજા સૌથી મોટા પક્ષ એટલે કે જન સંઘ (ભાજપનો પૂર્વ અવતાર)ના ટેકાથી ચરણ સિંહ મુખ્યમંત્રી બન્યા. ફેબ્રુઆરી 1968માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી દીધી અને બધાં જ બિન-કોંગ્રેસ શાસિત પ્રદેશો પોતાના હસ્તક લઇ લીધા. આ સમયમાં રાષ્ટ્રપતિ શાસનમાં કોંગ્રેસના સેક્યુલરોના દબાણ હેઠળ ઇદગાહનું વ્યવસ્થાપન અને સંચાલન શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘે શાહી મસ્જિદ ઇદગાહ ટ્રસ્ટને સોંપવું પડ્યું. અને ઇદગાહ ટ્રસ્ટે એટલી ઇદગાહ પૂરતી જમીન સિવાય આજુબાજુની જમીન ઉપરનો દાવો જતો કર્યો. શકય છે કે આ અન્યાય અને બાંધછોડ પાછળ ઇન્દિરા ગાંધીનો હાથ હોય. આ ફેરફાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને આપણી ‘માનનીય’ કોર્ટે માન્ય રાખ્યું.
ગેર-બંધારણીય બાંધછોડ
આ બાંધછોડમાં પાયાની વાત એ છે કે કરાર ઉપર સહી શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘે કરી હતી જેને આ જમીનની માલિકીને લઈને કોઈ પણ નિર્ણય કરવાનો અધિકાર જ નહોતો. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘની સ્થાપના તો માત્ર મંદિરના બાંધકામ અને જાળવણી હેતુથી કરવામાં આવી હતી, માલિકી તો શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ પાસે હતી. કોર્ટે આવા પાયાવિહોણા કરારને માન્યતા કેવી રીતે આપી દીધી ?
ઉપાસના સ્થળ કાયદો (1991) Places of Worship Act:1980થી સમય બદલાયો છે, વિશ્વ હિન્દૂ પરિષદ અને સંઘ પરિવારના અથાગ પ્રયત્નોથી હિંદુઓમાં ચેતના,હિંમત અને એકતા ફરી પાછી આવી રહી છે. 1989માં રામ જનભૂમિ ચળવળ ચરમસીમાએ પહોંચી ચૂકી હતી. મુસલમાનોની મસીહા એવી કોંગ્રેસને આવનારા સમયના એંધાણ આવી રહ્યા હતા અને તેથી જ 1991માં માત્ર અને માત્ર હિંદુઓ પોતાના તોડી પાડવામાં આવેલા મંદિરો ફરી ઉભા ના કરે તે બદ-ઈરાદાથી કોંગ્રેસે આ નવો કાયદો પસાર કર્યો કે જે 15 ઓગસ્ટ 1947થી હયાત કોઈ પણ મસ્જિદને મંદિરમાં ફેરવવા ઉપર પ્રતિબંધ મૂકે છે. રામ જન્મભૂમિને આ કાયદામાં એક માત્ર અપવાદ તરીકે ગણવામાં આવ્યું હતું.
ઉકેલ: ઉકેલ બહુ જ સરળ છે. કોર્ટ પોતાની ભૂતકાળમાં થયેલી ચૂક સ્વીકારી લે અને શાહી ઇદગાહને આપવામાં આવેલી નમાજની મંજૂરી તેમ જ ઇદગાહ ટ્રસ્ટને આપવામાં આવેલો ઇદગાહના વ્યવસ્થાપનનો અધિકાર અમાન્ય કરી દે. માલિકીને લઈને તો કોઈ વિવાદ જ નથી. પણ તકલીફ એટલી છે કે આ કોંગ્રેસે અમલમાં લાવેલો 1991નો કાયદો રદ્દ થાય પછી જ આ દિશામાં પહેલ થઇ શકે. ઇજિપ્તમાં અબુ સિમ્બલ ઉપાસના સ્થળમાં આવું જ કૈક કોકડું ગૂંચવાયેલું હતું અને ત્યાંની સરકારે તેને અન્ય સ્થળે ખસેડ્યું હતું. મથુરામાં પણ અયોધ્યાની જ જેમ કૃષ્ણ જન્મભૂમિથી દૂર મુસલમાનો જ્યાં ઈચ્છા હોય ત્યાં દરગાહ ખસેડી લે. આમ પણ ઇસ્લામમાં સનાતન ધર્મની જેમ જમીન, નદીઓ, વૃક્ષો કે પર્યાવરણને દૈવી ગણીને તેમને પૂજવામાં નથી આવતા. ઉલ્ટાનું તેના ઉપર તો ઇસ્લામમાં સખત પ્રતિબંધ છે. એમને તો જમીન માત્ર અને માત્ર એટલા માટે પોતાના હસ્તક રાખવી છે કે હિન્દુઓના અપમાનના ઘા ક્યારેય ભરાય નહિ અને તેમને સદાય સ્મરણ રહે કે તેમના પૂર્વજો અને પૌરાણિક કેશવ દેવ મંદિર સાથે ભૂતકાળમાં શું થયું હતું. આ વિવાદ રામ જન્મભૂમિના વિવાદની સરખામણીમાં ખૂબ જ સરળ છે અને સહેલાઈથી ઉકલી શકે એવો છે. જરૂર છે તો માત્ર હિંદુઓ એક થઈને માંગણી કરવાની અને સરકાર માટે આની કેટલી પ્રાથમિકતા છે તેની. છેલ્લે છેલ્લે, મથુરામાં કૃષ્ણ જન્મભૂમિના વિવાદમાં મહાનાયકની ભૂમિકા ભજવી એટલે જ કોંગ્રેસ દેશના બધાં જ અભ્યાસક્રમોમાં આજ દિન સુધી મદન મોહન માલવિયાજીને માત્ર હાંસિયાનું સ્થાન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ 2014માં એટલે કે પ્રધાન મંત્રી તરીકે સત્તારૂઢ થયાના પહેલાં જ વર્ષે ડિસેમ્બરમાં માલવિયાજીને મરણોપરાંત ભારત રત્નનો ખિતાબ અર્પણ કર્યો હતો.
ડિસ્ક્લેમર: આ આર્ટીકલમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો લેખકના પોતાના છે અને ઑપઇન્ડિયા તેનું સીધું કે આડકતરી રીતે સમર્થન કરતું નથી.
અમરાવતી ઉમેશ કોલ્હે હત્યાકાંડ બાદ આખા દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડતા જોવા મળી રહ્યા છે, ઉદયપુર કન્હૈયાલાલની ગળું કાપીને કરાયેલી ક્રૂર હત્યા બાદ અમરાવતીના રહેવાસી ઉમેશ કોલ્હેની હત્યાનું સાચું કારણ સામે આવતા લોકોનો રોષ બેવડાયો છે, એક દવાની દુકાન ચલાવતા સામાન્ય પરિવારના ઉમેશને તેમનાજ 16 વર્ષ જુના મિત્ર યુસુફ ખાને ધાર્મિક કટ્ટરતા દાખવી હત્યા કરાવી. વાંચો અમરાવતી ઉમેશ કોલ્હે હત્યાકાંડ મિત્રતામાં વિશ્વાસઘાત અને ધાર્મિક કટ્ટરતા પર લોકોની પ્રતિક્રિયાઓ
ભાજપ નેતા પ્રીતિ ગાંધીએ પોતાના ટ્વીટર પર આજતકનો એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેઓ લખે છે કે ” ઉમેશ કોલ્હેએ યુસુફ ખાનના બાળકને શાળામાં પ્રવેશ મેળવવા અને પછી તેની બહેનના લગ્ન માટે આર્થિક મદદ કરી. પછી એ જ યુસુફ ખાને સૌપ્રથમ ઉમેશ કોલ્હેની ઘાતકી હત્યાનું આયોજન કર્યું અને પછી મગરના આંસુ વહાવવા માટે તેની અંતિમયાત્રામાં પણ હાજરી આપી.”
Umesh Kolhe extended financial help for Yusuf Khan’s child to get admission in school & then for his sister’s marriage.
— Priti Gandhi – प्रीति गांधी (@MrsGandhi) July 4, 2022
પ્રીતિ ગાંધીની આ પોસ્ટ પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી,
એક યુઝર પોતાનું દુઃખ વ્યક્ત કરતા લખે છે કે “આ ખુબજ દુઃખદાયક છે, ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે. કાશ્મીરી હિંદુઓએ સમાન ઘટનાનો સામનો કર્યાને બહુ લાંબો સમય નથી થયો અને હજુ સુધી કશું કરવામાં આવ્યું નથી. અને આ ફરીથી થઈ રહ્યું છે, ફરક માત્ર એટલો છે કે તે હવે બાકીના ભારતમાં ફેલાઈ ગયો છે. આને કોણ અને કેવી રીતે રોકશે?
It is so sad. history repeating. It hasn’t been very long since the Kashmiri Hindus faced the same fate and nothing hasn’t been done yet. And it is happening all over again, the only difference is, it has spread to the rest of India now. Who and how going to stop it?
અન્ય એક યુઝર મિત્રતામાં વિશ્વાસઘાતની આ ઘટનાપર બળાપો કાઢતા લખે છે કે ” જે વર્ષોથી મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા, જયારે મળતા હતા મારી લાંબી ઉમરની પ્રાર્થના કરતા હતા”
પ્રીતિ ગાંધીના આ ટ્વીટ પર અન્ય એક યુઝર ખુબજ ઓછા શબ્દોમાં ઊંડા ભાવાર્થ સાથે લખે છે કે “આવો વિશ્વાસઘાત કરનાર હંમેશા મિત્ર, પાડોશી કે પછી સહકર્મીજ હોય છે”
અન્ય એક યુઝર યુસુફ ખાનના મિત્રતામાં વિશ્વાસઘાત પર લખે છે કે ” સાપ પાળો, વિછી પાળો, ચિત્તા અને સિંહ પણ પાળો, પણ ગદ્દાર ને ક્યારેય ન પાળો જે દગાથી તમારી હત્યા કરીદે”
અત્રે ઉલ્લેખનીય છે કે જે ઉમેશ કોલ્હેએ યુસુફ ખાનના બાળકને શાળામાં પ્રવેશ મેળવવા અને પછી તેની બહેનના લગ્ન માટે આર્થિક મદદ કરી હતી, જે ઉમેશ યુસુફને પોતાનો મિત્ર માનતો હતો, પોતાના ઘર અને પરિવારમાં પણ યુસુફને સ્નેહી તરીકે ભેળવ્યો હતો તેજ યુસુફ ખાને ઉમેશ કોલ્હાની હત્યા કરવા માટે કાવતરું ઘડયું, અને ધાર્મિક કટ્ટરતા દાખવીને પોતાના ઉપર કરેલા અહેસાનો ભૂલીને નિર્દોષ ઉમેશની ક્રૂર રીતે હત્યા કરવી હતી.
આજે દિલ્હી પોલીસ AltNewsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર સાથે ઉત્તર પ્રદેશની સીતાપુર પહોંચી હતી, જ્યાં તેને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યો હતો. તેના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનાર ટ્વિટના કેસનો સામનો કરવો પડી રહ્યો છે. તેને સ્થાનિક ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ મામલો મહંત યતિ નરસિમ્હાનંદ સરસ્વતી, બજરંગ મુનિ અને આનંદ સ્વરૂપ જેવા સંતો પર કરવામાં આવેલી તેની એક વાંધાજનક ટિપ્પણીથી સંબંધિત છે.
ઉત્તર પ્રદેશની સીતાપુર કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે મોહમ્મદ ઝુબેરના રિમાન્ડની માંગણી કરી હતી. ન્યાયાધીશે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 295A (કોઈ વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે જાણી જોઈને દૂષિત કૃત્ય કરવું) અને આઈટી એક્ટ (ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી એક્ટ)ની કલમ 67 (ઈલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરીને) હેઠળ ચુકાદો આપ્યો હતો. જે બાદ ખોટા સંદેશાઓ ફેલાવવાના આરોપ હેઠળ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તેને મોકલવામાં આવ્યો છે.
#WATCH | UP: Delhi Police bring Alt News co-founder Mohammed Zubair to Sitapur in connection with a case registered against him here for allegedly inflaming religious sentiments through his tweet on Mahant Bajrang Muni, Yati Narsinghanand Saraswati and Swami Anand Swaroop. pic.twitter.com/UyVfrcpsHD
આ પછી, દિલ્હી પોલીસ મોહમ્મદ ઝુબેર સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી જવા રવાના થઈ હતી. હિન્દુ સંતો વિશે દ્વેષપૂર્ણ ટ્વિટ કરવા બદલ ‘હિંદુ શેર સેના’ દ્વારા મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. સંગઠનના જિલ્લા પ્રમુખ ભગવાન શરણે જિલ્લાના ખૈરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સીતાપુરમાં પણ નોંધાયેલા કેસ માટે હવે તેને દિલ્હી પોલીસે રિમાન્ડ પર લીધો છે. તેને કડક સુરક્ષા હેઠળ લાવવામાં આવી રહ્યો છે.
બીજી તરફ કોંગ્રેસમાંથી સમાજવાદી પાર્ટીમાં ગયેલા રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે મોહમ્મદ ઝુબેરની ધરપકડને અસહ્ય ગણાવી છે. તેમણે આ માટે ‘ન્યાયતંત્રની તાજેતરની સ્થિતિ’ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સંસ્થાના કેટલાક સભ્યોએ અમને નીચે ઉતાર્યા છે અને તાજેતરની ઘટનાઓ પર તેમનું માથું શરમથી ઝૂકી ગયું છે. તેમણે દેશમાં ઈમરજન્સી જેવી પરિસ્થિતી છે એવી પણ બૂમો પાડી હતી. તે એવો પણ દાવો કરે છે કે દેશની સંવિધાનિક સંસ્થાઓને તોડી પાડવામાં આવી રહી છે અને દરરોજ કાયદાના શાસનનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત જિલ્લાના અકબરપુરમાં 3 જુલાઈ 2022 (રવિવાર)ના રોજ બજરંગ દળના કાર્યકર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પીડિતા વ્યક્તિનું નામ નિક્કી મિશ્રા છે. હુમલો કરનાર આરોપી સાજીદ રૈન ઓટો ડ્રાઈવર છે. હુમલામાં ધારદાર હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ નિક્કી મિશ્રાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોપી સાજીદની પોલીસે ધરપકડ કરી લીધી છે.
અકબરપુરના ડીએસપીએ કહ્યું, “પોલીસ સ્ટેશન અકબરપુર વિસ્તારમાં બે યુવકો વચ્ચે ઝઘડા બાદ એક ઘાયલ થયો છે. પીડિતની ફરિયાદના આધારે યોગ્ય કલમો હેઠળ કેસ નોંધીને મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
— Kanpur Dehat Police (@kanpurdehatpol) July 3, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બજરંગ દળના કાર્યકર પીડિત નિક્કી મિશ્રા અકબરપુર ગ્રામ્ય વિસ્તારના નેહરુ નગરનો રહેવાસી છે. તેઓ બજરંગ દળના નગર સંયોજક પણ છે. આ ઘટનાના દિવસે નિક્કી મિશ્રા તેના મિત્ર સાથે બાઇક પર જઇ રહ્યો હતો. તેઓ મિત્રની બહેનના લગ્ન માટે ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા. તેમની આગળ જઈ રહેલ ઓટોરિક્ષાના ગેસ પોઈન્ટનું ઢાંકણું ખુલ્લું હતું. તેણે આ માહિતી ઓટો ડ્રાઈવર સાજિદને આપી હતી.
સાજીદ અને નિકીની આ વાતને લઈને ઝઘડો થયો હતો. દલીલ દરમિયાન સાજીદે ઓટોમાંથી તિક્ષ્ણ હથિયાર કાઢીને નિક્કી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નિક્કી ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તક જોઈ સાજીદ ઓટો લઈને ભાગી ગયો હતો. સ્થાનિક લોકો આરોપી સાજિદને મુનક્કા નામથી પણ બોલાવે છે. બજરંગ દળના કાર્યકરોની ફરિયાદ બાદ પોલીસે એફઆઈઆર નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.
આસામમાં આવેલ ભયાવહ પૂર અંતર્ગત બરાક નદીના પાળાને તોડવા બદલ આસામના કચર જિલ્લામાં કાબુલ ખાન અને મિથુ હુસૈન સમેત 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમના કારણે સિલ્ચર શહેરમાં વિનાશક ‘માનવસર્જિત પૂર’ આવ્યું હતું. આ માનવસર્જિત પૂરમાં હમણાં સુધી 173 લોકોના મૃત્યુ થયા છે.
આસામ પોલીસે જણાવ્યું કે, બેથકુંડી વિસ્તારના રહેવાસી કાબુલ ખાનને શુક્રવારે રાત્રે તેના ઘરેથી પકડવામાં આવ્યો હતો, જ્યારે મિથુ હુસૈનને શનિવારે પકડવામાં આવ્યો હતો બાકીના બે નાઝીર હુસૈન અને નિપોન ખાનને તે પછી પકડવામાં આવ્યા હતા. આરોપીઓએ કથિત રીતે પાળા તોડવાનો વિડિયો પણ શૂટ કર્યો હતો.
Mithu Hussain Laskar, Kabul Khan, Nazir Hussain Laskar, Ripon Khan, four Papi arrested by @cacharpolice in connection with the breach of an embankment of Barak river which eventually led to a massive flood in Silchar city, devastating life & property of lakhs of people. #Assampic.twitter.com/s7Zz9OCCrb
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે સ્થાનિક લોકોને આ વિડીયો બતાવ્યો હતો અને વિડિયોમાંના વ્યક્તિઓ કોણ છે એ જાણવાનો પ્રયત્ન કરો હતો. સરમાએ લોકોને વીડિયોમાં અવાજો ઓળખવા કહ્યું હતું, ત્યારબાદ કાબુલ ખાન અને તેના સાથીઓની ઓળખ થઈ હતી.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અગાઉ કહ્યું હતું કે આ પૂર એ ‘માનવસર્જિત પૂર’ છે અને આ આપત્તિ ઊભી કરનાર બદમાશોને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. એવું જાણવા મળ્યું છે કે પાળા તોડવા માટે છ વ્યક્તિઓ મુખ્યત્વે જવાબદાર હતા, જેમાંથી 4 ની ધરપકડ થઈ છે અને બીજાઓની શોધ ચાલુ છે.
આસામ પૂરની હાલની પરિસ્થિતી
આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ વિકટ છે. છેલ્લા 24 કલાકમાં 14 નવી જાનહાનિ સાથે, આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને 173 થયો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે 30 જિલ્લાઓમાં 29.7 લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છે.
આસામમાં બ્રહ્મપુત્રા સહિત રાજ્યની અનેક મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. દરમિયાન, એક અધિકૃત પ્રકાશન અનુસાર, મુલાકાત લેતી ઇન્ટર-મિનિસ્ટરીયલ સેન્ટ્રલ ટીમ (IMCT) પૂરથી પ્રભાવિત કેટલાક જિલ્લાઓમાં નુકસાનનું મૂલ્યાંકન કરવા ગઈ હતી.
બે જૂથોમાં ટીમના સભ્યોએ સાત જિલ્લાઓની મુલાકાત લીધી અને સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કચર જિલ્લામાં પૂરને કારણે મૃત્યુ પામેલા 24 લોકોમાંથી 10ના નજીકના સંબંધીઓને ચાર લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાનું વિતરણ કર્યું હતું. અન્ય મૃતકોના પરિવારજનોને રાહત આપવાની પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરવામાં આવશે.
જ્ઞાનવાપી વિવાદીદ ઢાંચાના કેસમાં આજે સોમવાર (4-7-2022)ના રોજ જિલા ન્યાયાલયમાં સુનવણી થઇ. આ ઘટનાક્રમમાં મુસ્લિમ પક્ષે શૃંગારગૌરીમાં પૂજા કરવા ઉપર વિરોધ દર્શાવ્યો હતો. કોર્ટમાં આજે મુસ્લિમ પક્ષે 40 નંબર બિંદુઓ પર દલીલો કરી હતી, અને હજુ 52 મુદ્દાઓ ઉપર દલીલો થવાની બાકી છે. એક અહેવાલ મુજબ જિલા ન્યાયાધીશ અજયકૃષ્ણ વિશ્વેશની ન્યાયાલયમાં મુસ્લિમ પક્ષે 1669 થી માંડીને 2022 સુધીના જ્ઞાનવાપી ઢાંચાના સંબંધિત અરજીઓ અને મુદ્દાઓ ઉપર દલીલો કરી હતી.
આગળની સુનવણી 12 જુલાઈના રોજ થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે, આજે સુનવણી દરમિયાન ન્યાયાલય પરિસરમાં સુરક્ષાઘેરો મજબુત કરવામાં આવ્યો હતો. અગાઉ મુસ્લિમ પક્ષ તરફથી અસલ શૃંગારગૌરીની પૂજા માટેની યાચિકા રદ કરવા માટે દલીલો દાખલ કરવામાં આવી હતી, પરંતુ સિવિલ કોર્ટ બંધ હોવાના કારણે આ વિષય પર અહામી સુનવણી 4 જુલાઈ આપવામાં આવી હતી.
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ થશે સુનવણી
તો બીજી તરફ જીતેન્દ્ર સિંહના પત્ની કિરણ સિંહ દ્વારા દાખલ યાચિકા પર પણ સિવિલ જજ ફાસ્ટ ટ્રેક કોર્ટ ફર્સ્ટ કોર્ટમાં પણ સુનવણી હાથ ધરવામાં આવશે દાખલ યાચિકામાં સરવે દરમિયાન વજુ સ્થળમાં મળેલા શિવલીંગની અને અન્ય દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવા માટેની અનુમતિ માંગવામાં આવી છે. તો બીજી તરફ જ્ઞાનવાપી ઢાંચામાં મળી આવેલા શિવલિંગ પર જળાભિષેક કરવાની માંગ કશી ધર્મ પરિષદના સાધુ સંતો દ્વારા મુકવામાં આવી છે.
હિંદુ પક્ષનો મજબુત દાવો
એક મીડિયા અહેવાલ પ્રમાણે હિંદુ પક્ષના સોહનલાલે સુનાવણી શરૂ થતા પહેલા કહ્યું હતું કે “અમારા દાવાઓમાં કોઈ ઉણપ નથી. અમે અમારું સ્ટેન્ડ મક્કમતાથી રાખ્યું છે. અમારા દાવાઓમાં યોગ્યતા છે. કોર્ટમાં, જો મુસ્લિમ પક્ષ તમામ 52 પેરા પર પોતાનો મુદ્દો પૂરો કરશે, તો અમે અમારો પક્ષ રજૂ કરીશું.” તો બીજી તરફ હરિશંકર જૈન અને વિષ્ણુ જૈનને હટાવવાનો મામલો પણ સુનાવણી દરમિયાન ગરમાયો છે. હરિશંકર જૈને આ કેસમાં કહ્યું હતું કે અગાઉ અમને હિંદુ પક્ષ તરફથી વકીલ બનાવવામાં આવ્યા હતા.
કાશી ધર્મ પરિષદની બેઠકમાં પૂજાની માંગ
જ્ઞાનવાપી મંદિર સંદર્ભે સંત સમાજે પણ બેઠક યોજી હતી. એક મીડિયા અહેવાલ પ્રમાણે લમ્હીના સુભાષ ભવન ખાતે કાશી ધર્મ પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ સમયે, પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને સંતોએ પૂજાની પરવાનગી માટે માંગ ઉઠાવી હતી. સંતોએ જણાવ્યું હતું કે “જ્ઞાનવાપી મંદિરમાં પ્રશાસને શુદ્ધતાના સિદ્ધાંતનો અમલ કરવો જોઈએ. માંસાહારી ખોરાક લેતા આવા લોકોને પરિસરમાં પ્રવેશ ન કરવા દેવો જોઈએ. તેમજ કોર્ટને શ્રાવણ માસમાં મહાદેવ પર જળાભિષેક કરવાની પરવાનગી આપવામાં આવે”. આ ઉપરાંત યોજાયેલ ધર્મ પરિષદમાં તાજેતરમાં ઘટેલી ઉદયપુર અને અમરાવતીની ઘટનાઓને લઈને સંત સમાજમાં ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ અમરાવતીની ઘાતકી હત્યા કે ઉદયપુરમાં શિરચ્છેદ પહેલા પણ એક નાગપુરનો પરિવાર પોતાના જીવના ડરથી શહેર છોડીને ભાગી ગયો હતો. પરિવારે નાગપુરમાં તેમના ઘરથી દૂર 2 અઠવાડિયાથી વધુ સમય વિતાવ્યો, અને તાજેતરમાં પરત ફર્યા પછી પણ તેઓ ડરમાં જીવે છે.
જે યુવાન છોકરાની સોશિયલ મીડિયા પોસ્ટથી ઇસ્લામવાદીઓ ગુસ્સે થયા હતા તે હજી પાછો ફર્યો નથી અને છુપાઈને જીવે છે.
Nagpur family forced to go underground after Police somehow stopped an almost certain Islamist attack on their son due to a social media forward. Islamists have circulated his pics with a cross sign all over the WhatsApp. pic.twitter.com/sEoo9XmfD0
અહેવાલો અનુસાર, આ પરિવારના 22 વર્ષીય પુત્રએ નૂપુર શર્માના સમર્થનમાં કેટલાક સોશિયલ મીડિયા મેસેજો ફોરવર્ડ કર્યા હતા જે પછી તેમને ધમકીઓ મળવા લાગી હતી. તે પછી, પરિવારે નંદનવન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોસ્ટ માટે ઇન્સ્ટાગ્રામ પર માફી પણ માંગી હતી. જો કે, તેનાથી કોઈ ફાયદો થયો ન હતો કારણ કે બીજા દિવસે 100-200 ઇસ્લામવાદીઓ તેમને ધમકાવવા તેમના ઘરે આવ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બાદ 22 વર્ષના છોકરાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ફોટો પર ચોકડી મારીને તેના પર અપમાનજનક ભાષા લખવામાં આવી હતી. ત્યારબાદ પરિવારે પોતાની સુરક્ષા માટે પોતાનું ઘર છોડવાનું નક્કી કર્યું અને શહેર છોડી દીધું હતું. પોલીસે પરિવારને સુરક્ષા પૂરી પાડી હોવા છતાં પણ તેઓ છોકરાને નાગપુર પરત લાવવામાં ખૂબ જ ડરી રહ્યા છે અને પોતે પણ ડરમાં જીવી રહ્યા છે.
ઉદયપુર અને અમરાવતીમાં નૂપુર શર્માને સમર્થન આપતી પોસ્ટને લઈને ઘાતકી હત્યાઓને પગલે તેમનામાં ભયની લાગણી વધી ગઈ છે. હવે નાગપુરનો પરિવાર એટલા ડર હેઠળ છે કે જ્યાં સુધી ખરેખર કંઈક જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળતું નથી.
નૂપુર શર્માના સમર્થન બદલ થયેલ હત્યાઓ
રાજસ્થાનના ઉદયપુરમાં બે મુસ્લિમ લોકોએ ગયા અઠવાડિયે એક હિંદુ દરજી કન્હૈયા લાલની હત્યા કરી હતી જેણે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી. હત્યારાઓએ પોતે રેકોર્ડ કરેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે તેઓ દરજીની દુકાનમાં ગ્રાહક તરીકે પ્રવેશ કરે છે અને તેના પર છરી વડે હુમલો કરે છે.
22 જૂને મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા કેમિસ્ટ ઉમેશ કોલ્હેની ચાર મુસ્લિમ હુમલાખોરોએ હત્યા કરી હતી જ્યારે તે રાત્રે તેની ફાર્મસીમાંથી પરત ફરી રહ્યો હતો. શરૂઆતમાં હત્યા લૂંટના ઈરાદાથી થઈ હોવાનું જાળવી રાખ્યા બાદ, પોલીસે પાછળથી કબૂલ્યું કે આ હત્યા નુપુર શર્માના સમર્થનમાં કોલ્હેની સોશિયલ મીડિયા પોસ્ટ સાથે જોડાયેલી હતી. આ કેસની તપાસ હવે NIA કરી રહી છે.
નોંધનીય બાબત એ છે કે આ બંને હત્યાઓમાં પીડિતના જાણીતા અને નજીકના મુસ્લિમો પણ સંડોવાયેલા જોવા મળ્યા હતા ભલે એ કન્હૈયા લાલનો પાડોશી હોય કે ઉમેશ કોલ્હેનો 16 વર્ષ જૂનો મિત્ર.
મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારે વિધાનસભા ગૃહમાં સ્પીકરની ચૂંટણી જીત્યા બાદ આજે બહુમત પણ સાબિત કરી દીધો હતો. સરકારના પક્ષમાં 164 મતો પડ્યા જ્યારે વિરુદ્ધમાં માત્ર 99 મત પડ્યા હતા. સરકારે વિશ્વાસ મત મેળવ્યા પછી એકનાથ શિંદેએ ગૃહમાં સભ્યોને સંબોધિત કર્યા હતા. દરમ્યાન, તેમના સ્વર્ગસ્થ સંતાનોને યાદ કરતાં એકનાથ શિંદે ભાવુક થઇ ગયા હતા.
મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદેએ શિવસેના સાથે વિદ્રોહ કર્યા બાદ પોતાના પરિવાર પર જોખમની વાત કરતાં સંતાનોનો ઉલ્લેખ કર્યો હતો, જેમનાં મૃત્યુ થઇ ગયાં હતાં. તેમણે યાદ કરતા કહ્યું કે, જેવી રીતે તેમનાં સંતાનોનાં સતારામાં ડૂબવાથી મોત થઇ ગયાં હતા અને તેઓ સાર્વજનિક જીવનથી અળગા થઇ ગયા હતા. પરંતુ પછી તેમણે ફરીથી શિવસેના માટે કામ કરવાનું શરૂ કર્યું અને સંગઠન માટે કામ કર્યું હતું.
#WATCH | Maharashtra CM Eknath Shinde breaks down as he remembers his family in the Assembly, "While I was working as a Shiv Sena Corporator in Thane, I lost 2 of my children & thought everything is over…I was broken but Anand Dighe Sahab convinced me to continue in politics." pic.twitter.com/IVxNl16HOW
ગૃહમાં એકનાથ શિંદેએ કહ્યું, “જ્યારે હું થાણેમાં શિવસેના કાઉન્સિલર તરીકે કામ કરી રહ્યો હતો ત્યારે મેં મારાં બે સંતાનો ખોઈ દીધાં હતાં. ત્યારે વિચાર્યું હતું કે બધું જ ખતમ થઇ ગયું છે…હું ભાંગી પડ્યો હતો. પરંતુ આનંદ દીધે સાહેબે મને રાજકારણમાં ટકી રહેવા માટે બળ આપ્યું હતું.” એકનાથ શિંદે પોતાના બાળપણના કપરા દિવસો, ખાવાપીવામાં પડેલી મુશ્કેલીઓ, મોટા થયા બાદ પરિવાર સબંધિત સમસ્યાઓ અને બાળકોને અકસ્માતમાં ગુમાવી દેવાની વાતો યાદ કરીને ભાવુક થઇ ગયા હતા અને તેમની આંખો ભરાઈ આવી હતી.
બાળાસાહેબનું સ્વપ્ન પૂરું થયું, તમામ 50 ધારાસભ્યોનો આભાર
એકનાથ શિંદેએ ગૃહમાં ભાષણ કરતાં કહ્યું હતું કે, શિવસેનાની ભાજપ સરકારનું બાળાસાહેબનું સપનું પૂરું થઇ ગયું છે. છેલ્લા 20 દિવસોથી તમામ 50 ધારાસભ્યોએ મારી ઉપર અને મારા નિર્ણય પર વિશ્વાસ કર્યો. હું એ તમામનો આભાર માનું છું. મને હજુ પણ વિશ્વાસ નથી થઇ રહ્યો કે હું રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભાષણ કરી રહ્યો છું. આ ઘટના ઐતિહાસિક છે.
એકનાથ શિંદેએ એમ પણ કહ્યું કે, મિશન પર નીકળવાના એક દિવસ પહેલાં તેઓ પરેશાન હતા અને વિધાન પરિષદની ચૂંટણીમાં પણ તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, બાળાસાહેબની શિખામણે મને લડવાની હિંમત આપી. મને 50 ધારાસભ્યો પર ગર્વ છે જેમણે મારુ સમર્થન કર્યું. એ બધાએ મારી સાથે કેવો વ્યવહાર થયો હતો તે જોયું હતું.
શિંદેના ઘરે પથ્થર ફેંકે તેવો કોઈ પેદા નથી થયો
આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે, એક તબક્કે તેમણે (ઉદ્ધવ ઠાકરેએ) લોકોને ચર્ચા કરવા માટે મોકલ્યા અને બીજી તરફ તેમણે મને ગૃહના નેતાના પદ પરથી હટાવી દીધો. તેમણે મારા ઘર પર હુમલો કરવાનો પણ આદેશ આપ્યો, પણ એક વાત કહીશ કે એકનાથ શિંદેના ઘરે પથ્થર ફેંકે તેવો કોઈ પેદા નથી થયો. મેં છેલ્લા 35 વર્ષથી શિવસેના માટે દિવસ-રાત કામ કર્યું છે.