Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી વિવાદીદ ઢાંચાના કેસમાં મુસ્લિમ પક્ષની દલીલો પૂરી, 12 જુલાઈએ થશે સુનવણી:...

    જ્ઞાનવાપી વિવાદીદ ઢાંચાના કેસમાં મુસ્લિમ પક્ષની દલીલો પૂરી, 12 જુલાઈએ થશે સુનવણી: કાશી ધર્મપરિષદની શ્રાવણમાં જળાભિષેક કરવા દેવાની માંગ

    સંત સમાજની માંગ છે કે શ્રાવણ માસમાં મહાદેવ પર જળાભિષેક કરવાની પરવાનગી આપવામાં આવે.

    - Advertisement -

    જ્ઞાનવાપી વિવાદીદ ઢાંચાના કેસમાં આજે સોમવાર (4-7-2022)ના રોજ જિલા ન્યાયાલયમાં સુનવણી થઇ. આ ઘટનાક્રમમાં મુસ્લિમ પક્ષે શૃંગારગૌરીમાં પૂજા કરવા ઉપર વિરોધ દર્શાવ્યો હતો. કોર્ટમાં આજે મુસ્લિમ પક્ષે 40 નંબર બિંદુઓ પર દલીલો કરી હતી, અને હજુ 52 મુદ્દાઓ ઉપર દલીલો થવાની બાકી છે. એક અહેવાલ મુજબ જિલા ન્યાયાધીશ અજયકૃષ્ણ વિશ્વેશની ન્યાયાલયમાં મુસ્લિમ પક્ષે 1669 થી માંડીને 2022 સુધીના જ્ઞાનવાપી ઢાંચાના સંબંધિત અરજીઓ અને મુદ્દાઓ ઉપર દલીલો કરી હતી.

    આગળની સુનવણી 12 જુલાઈના રોજ થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે, આજે સુનવણી દરમિયાન ન્યાયાલય પરિસરમાં સુરક્ષાઘેરો મજબુત કરવામાં આવ્યો હતો. અગાઉ મુસ્લિમ પક્ષ તરફથી અસલ શૃંગારગૌરીની પૂજા માટેની યાચિકા રદ કરવા માટે દલીલો દાખલ કરવામાં આવી હતી, પરંતુ સિવિલ કોર્ટ બંધ હોવાના કારણે આ વિષય પર અહામી સુનવણી 4 જુલાઈ આપવામાં આવી હતી.

    ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ થશે સુનવણી

    - Advertisement -

    તો બીજી તરફ જીતેન્દ્ર સિંહના પત્ની કિરણ સિંહ દ્વારા દાખલ યાચિકા પર પણ સિવિલ જજ ફાસ્ટ ટ્રેક કોર્ટ ફર્સ્ટ કોર્ટમાં પણ સુનવણી હાથ ધરવામાં આવશે દાખલ યાચિકામાં સરવે દરમિયાન વજુ સ્થળમાં મળેલા શિવલીંગની અને અન્ય દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવા માટેની અનુમતિ માંગવામાં આવી છે. તો બીજી તરફ જ્ઞાનવાપી ઢાંચામાં મળી આવેલા શિવલિંગ પર જળાભિષેક કરવાની માંગ કશી ધર્મ પરિષદના સાધુ સંતો દ્વારા મુકવામાં આવી છે.

    હિંદુ પક્ષનો મજબુત દાવો

    એક મીડિયા અહેવાલ પ્રમાણે હિંદુ પક્ષના સોહનલાલે સુનાવણી શરૂ થતા પહેલા કહ્યું હતું કે “અમારા દાવાઓમાં કોઈ ઉણપ નથી. અમે અમારું સ્ટેન્ડ મક્કમતાથી રાખ્યું છે. અમારા દાવાઓમાં યોગ્યતા છે. કોર્ટમાં, જો મુસ્લિમ પક્ષ તમામ 52 પેરા પર પોતાનો મુદ્દો પૂરો કરશે, તો અમે અમારો પક્ષ રજૂ કરીશું.” તો બીજી તરફ હરિશંકર જૈન અને વિષ્ણુ જૈનને હટાવવાનો મામલો પણ સુનાવણી દરમિયાન ગરમાયો છે. હરિશંકર જૈને આ કેસમાં કહ્યું હતું કે અગાઉ અમને હિંદુ પક્ષ તરફથી વકીલ બનાવવામાં આવ્યા હતા.

    કાશી ધર્મ પરિષદની બેઠકમાં પૂજાની માંગ

    જ્ઞાનવાપી મંદિર સંદર્ભે સંત સમાજે પણ બેઠક યોજી હતી. એક મીડિયા અહેવાલ પ્રમાણે લમ્હીના સુભાષ ભવન ખાતે કાશી ધર્મ પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ સમયે, પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને સંતોએ પૂજાની પરવાનગી માટે માંગ ઉઠાવી હતી. સંતોએ જણાવ્યું હતું કે “જ્ઞાનવાપી મંદિરમાં પ્રશાસને શુદ્ધતાના સિદ્ધાંતનો અમલ કરવો જોઈએ. માંસાહારી ખોરાક લેતા આવા લોકોને પરિસરમાં પ્રવેશ ન કરવા દેવો જોઈએ. તેમજ કોર્ટને શ્રાવણ માસમાં મહાદેવ પર જળાભિષેક કરવાની પરવાનગી આપવામાં આવે”. આ ઉપરાંત યોજાયેલ ધર્મ પરિષદમાં તાજેતરમાં ઘટેલી ઉદયપુર અને અમરાવતીની ઘટનાઓને લઈને સંત સમાજમાં ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં