ભાજપના પૂર્વ પ્રવક્તા નપુર શર્માને સતત ધમકીઓ મળી રહી છે. હવે હરિયાણાના મેવાત નગરના એક ઇસ્લામવાદીએ નુપુર શર્માની જીભ કાપીને લાવનારને 2 કરોડ રૂપિયા આપવાની વાત કરી છે. આ ધમકી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની એ ટીપ્પણી બાદ સામે આવી છે જેમાં તેમણે નુપુર શર્માને કન્હૈયાલાલની ક્રૂર હત્યા સહીત દેશભરમાં ઇસ્લામવાદીઓ દ્વારા કરવામાં આવેલી હિંસા માટે દોષી ગણવામાં આવ્યા હતા.
6 જુલાઈએ વાયરલ થયેલા વિડીયોમાં મેવાતનો એક ઇસ્લામવાદી કોઈ પત્રકાર સાથે વાત કરી રહ્યો હોવાનું જોવા મળે છે. આ ઇસ્લામવાદીએ આ વિડીયોમાં કહ્યું છે કે, “હું આ પુરા મેવાત વતી કહી રહ્યો છું. જો કોઈ નુપુર શર્માની જીભ કાપીને મારી પાસે લાવશે તો તેને 2 કરોડનું ઇનામ આપવામાં આવશે. 2 કરોડ રૂપિયા આખું મેવાત અને હું આપીશ.” ત્યારબાદ તે પત્રકાર પર બુમો પાડીને કહે છે કે, “તું લઇ આવ નુપુર શર્માની જીભ, 2 કરોડ રૂપિયાની ઓફર તું લઇ લે, પત્રકાર!”
ઇનામની ઘોષણા કરતો આ વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં જ ચકચાર મચી ગઈ. જો કે પોલીસે આ વિડિયોનું સંજ્ઞાન લઈને તપાસ શરુ કરી દીધી છે. મેવાત પોલીસ વિડીયો ક્લીપની તપાસ કરવા સાથે આરોપીઓને પણ શોધી રહી છે, નુંહના પોલીસ અધિક્ષક વરુણ સિંગલાએ કહ્યું, “મામલો અમારી પાસે હમણા જ આવ્યો છે. અમે આરોપીઓની ઓળખ કરવા માટે તપાસ ચલાવી રહ્યા છે. અમે લોકોને આ પ્રકારના વિડીયો અને કોમવાદી વસ્તુઓને આગળ ન ફેલાવવાની અપીલ કરીએ છીએ.
નોંધવાની વાત એ છે કે વિડીયોમાં દેખાઈ રહેલા ઇસ્લામવાદીની આ ધમકી સુપ્રીમ કોર્ટની એ ટીપ્પણી પછી સામે આવી છે જેમાં કોર્ટે કહ્યું હતું કે “જે રીતે આમણે (નુપુર શર્મા) સમગ્ર દેશમાં ભાવનાઓને ભડકાવી છે, દેશમાં જે કશું પણ થઇ રહ્યું છે તેને માટે આ મહિલા એકલી જવાબદાર છે.” જો કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્તે આ ટીપ્પણી મૌખિક રીતે કરી હતી અને પોતાના ઔપચારિક લિખિત આદેશમાં તેને સામેલ નહોતી કરી. તેમ છતાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની અવકાશ પીઠે સુનાવણી દરમ્યાન હિંસા માટે નુપુર શર્માને જ દોષી ગણાવ્યા હતા.
આ અગાઉ પણ 8 જુન,2022ના દિવસે ભીમ સેનાના ચીફ નવાબ સતપાલ તંવરે નુપુર શર્માની જીભ કાપીને લાવનારને એક કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. આટલું જ નહીં ભીમ સેનાએ કાનપુરમાં થયેલી હિંસામાં મુસ્લિમ તોફાનીઓનો બચાવ કરતા નુપુર શર્માને જ ઘટનાના માસ્ટરમાઈન્ડ ગણાવી દીધા હતા. ભીમ સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ સતપાલ તંવરે કહ્યું હતું, “નુપુર શર્માએ નબીનું અપમાન કર્યું છે, જેના લીધે મુસ્લિમ સમુદાયના કરોડો લોકો આહત થયા છે.” આટલું જ નહીં આ મામલામાં સીધા મોદી પર જ આરોપ લગાવતા ભીમ સેનાના સંસ્થાપકે જણાવ્યું હતું કે મોદી સરકાર જાણીબુઝીને નુપુર શર્માની ધરપકડ નથી કરી રહી.
ગઈકાલે (6 જુલાઈ 2022) નર્મદા કેનાલની કચ્છ બ્રાન્ચના છેવાડાના ગામ મોડકુબા સુધી મા નર્મદાના નીર પહોંચ્યાં હતાં. મા નર્મદાના પાણી જે-જે વિસ્તારમાંથી પસાર થયા ત્યાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને ઉજવણી કરી હતી અને ઉમળકા સાથે મા નર્મદાને વધાવ્યાં હતાં. આ દરમિયાનના વિડીયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે.
વિડીયોમાં કેનાલની બંને તરફ મોટી સંખ્યામાં લોકો ઉભેલા જોવા મળે છે અને કેટલાક કેનાલની અંદર ઉભા રહી નવા નીરના વધામણાં કરતા જોવા મળે છે. અન્ય એક વિડીયોમાં દેખાય છે કે એક ખેડૂત પાણી આવતા આનંદ વ્યક્ત કરી રહ્યા છે અને તેઓ કહે છે કે, (વડાપ્રધાન) મોદીના કારણે આ બધું શક્ય બન્યું છે.
Locals in Kutch celebrating the arrival of Narmada water in Modkuba canal at Rayan village near coastal Mandvi town pic.twitter.com/ZgtY13CcNp
મા નર્મદાના નીર કેવડિયા સરદાર સરોવરથી કુલ કુલ 743 કિલોમીટર અંતર કાપી મોડકુબા પહોંચ્યા હતા. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન જેપી ગુપ્તાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “350 કિલોમીટરની કચ્છ બ્રાન્ચ કેનાલમાં તમામ પ્રકારનું બાંધકામ અને ઇજનેરી કામ પૂર્ણ થઇ ગયું છે અને છેલ્લા એક અઠવાડિયાથી કેનાલમાં પાણી છોડીને ટેસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. પાણી ગુરુવારે સવાર સુધીમાં કચ્છ બ્રાન્ચ કેનાલના છેવાડાના મોડકૂબા સુધી પહોંચી જશે તેવું અનુમાન છે.”
નર્મદા નદીનું પાણી કચ્છ સુધી પહોંચાડવાનું સપનું નરેન્દ્ર મોદીનું હતું. જોકે, મેધા પાટકર જેવા આંદોલનજીવીઓ અને તત્કાલીન યુપીએ સરકારનો પૂરતો સહયોગ ન મળવાના કારણે પ્રોજેક્ટમાં દાયકાઓ સુધી વિલંબ થતો રહ્યો અને ગુજરાતીઓ અને ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રના છેવાડાના લોકોએ પાણી માટે આટલી રાહ જોવી પડી.
વર્ષ 1961 માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નર્મદા નદી પર એક નાના ડેમનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ ગુજરાતે વધુ પાણીના સંગ્રહ માટે ડેમની ઊંચાઈ વધારવા માટે નિર્ણય કર્યો હતો. પરંતુ વિસ્થાપન અને અન્ય મામલે વિવાદ ચાલુ રહેતા અને વાટાઘાટોનું કોઈ પરિણામ ન આવતા 1969 માં નર્મદા જળવિવાદ ટ્રીબ્યુનલની રચના કરવામાં આવી હતી.
10 વર્ષના વિચાર-વિમર્શ બાદ NWDT દ્વારા ડેમના પાણી અને જળવિદ્યુત ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ ચાર રાજ્યોમાં ફાળવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો, જે અનુસાર 35 બિલિયન ક્યુબિક પાણીમાંથી મધ્યપ્રદેશને 65 ટકા, ગુજરાતને 32 ટકા અને બાકીના 3 ટકા મહારાષ્ટ્ર અને રાજસ્થાનને ફાળવવા માટે નિર્ણય કરવામાં આવ્યો. આ ઉપરાંત, સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત નર્મદા નદી પર 30 મોટા, 35 મધ્યમ અને 3000 નાના બંધ બનાવવા માટે પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
પ્રોજેક્ટ પર કામ શરૂ થયું તેની સાથે જ મેધા પાટકર જેવા તથાકથિત સામાજિક કાર્યકરો અને પર્યાવરણવાદીઓ સક્રિય થઇ ગયા અને વર્ષ 1985 માં મેધા પાટકરે પ્રોજેક્ટ સાઈટની મુલાકાત લઇ આરોપ લગાવ્યો કે ડેમ પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા નિર્ધારિત જરૂરી સામાજિક અને પર્યાવરણીય માપદંડોને પૂરાં કરવામાં નિષ્ફ્ળ થયો છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે જે લોકો પ્રભાવિત થવાના હતા તેમને જાણ કરવામાં ન આવી કે તેમની સાથે ચર્ચા કરવામાં આવી ન હતી.
જે બાદ મેધા પાટકરે પીએચડીનો અભ્યાસ છોડીને આંદોલનનો જ રસ્તો પકડી લીધો હતો અને મધ્યપ્રદેશથી સરદાર સરોવર ડેમ સાઈટ સુધી 36 દિવસીય યાત્રાનું આયોજન કર્યું હતું. ‘નર્મદા બચાવો આંદોલન’ના નામે મેધા પાટકરે હજારો ‘કાર્યકરો’ પર્યાવરણ કાર્યકરો અને વિદ્યાર્થીઓને ભેગા કરીને આંદોલનો કર્યાં હતાં અને પ્રોજેક્ટમાં વિલંબ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
સરદાર સરોવર ડેમ માટે વર્લ્ડ બેંકે ફંડિંગ આપવા માટે સહમતી દર્શાવી હોવાનું જાણવા મળતા મેધા પાટકરે નર્મદા બચાવો આંદોલનને વધુ વેગ આપ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવા પ્રયત્નો કર્યા હતા. તેમનો મુખ્ય હેતુ એ હતો કે સરદાર સરોવરને વિશ્વ બેન્ક તરફથી મળતી સહાય રોકવામાં આવે. મેધા પાટકરના આ આંદોલનને બાબા આમ્ટે, અરુધંતિ રૉય અને આમિર ખાન વગેરેએ પણ ટેકો આપ્યો હતો.
આ આંદોલનના કારણે જ વર્ષ 1991 માં વર્લ્ડ બેંકે એક કમિશનની રચના કરી હતી અને આ આરોપો અંગે તપાસ કરવા માટે સૂચના આપી હતી. જે બાદ વર્ષ 1993 માં વર્લ્ડ બેન્ક તરફથી મળનાર 450 બિલિયન ડોલરની લૉન પણ રદ કરી દેવામાં આવી હતી. આ બાબતનો ઉલ્લેખ પીએમ મોદીએ પણ કર્યો હતો. નર્મદા ડેમના લોકાર્પણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે વર્લ્ડ બેંકે લૉન આપવાનો ઇનકાર કર્યો ત્યારે ગુજરાતના મંદિરોએ ડેમ માટે ફંડની વ્યવસ્થા કરી આપી હતી.
જોકે, આ આંદોલનો કામ આવ્યાં નહીં અને વર્ષ 2000 માં સુપ્રીમ કોર્ટે નર્મદા બચાવો આંદોલન તરફથી દાખલ કરવામાં આવેલ અરજી ફગાવી દઈને સરદાર સરોવર પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ડેમ બની ગયા પછી મળનાર લાભ પર્યાવરણ અને વિસ્થાપિત લોકો માટે થનાર ખર્ચ કરતા અનેકગણા વધુ હશે.
જોકે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રની યુપીએ સરકારે ગુજરાત પ્રત્યે પક્ષપાતી અને અન્યાયી વલણ અપનાવ્યું હતું અને વર્ષો સુધી સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવા માટે મંજૂરી આપવામાં આવી ન હતી. જેના કારણે વર્ષો સુધી ગુજરાતના અનેક વિસ્તારોએ પાણી માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.
આખરે મે 2014 માં વડાપ્રધાન બન્યા બાદ જૂન મહિનામાં પીએમ મોદીએ ડેમની ઉંચાઈ વધારવા માટે મંજૂરી આપી હતી અને મે 2017 માં મા નર્મદાના નીર પહેલીવાર કચ્છ પહોંચ્યા હતા. જે બાદ સપ્ટેમ્બર 2017 માં પીએમ મોદીએ સરદાર સરોવર ડેમ દેશને લોકાર્પિત કર્યો હતો. 2017 માં વડાપ્રધાને કચ્છ બ્રાન્ચ કેનાલના 214 કિમી વિભાગનું લોકાર્પણ કર્યું હતું અને અંજાર નજીકના એક ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું. પ્રોજેક્ટના 24 કિમીનું કામ જમીન સંપાદનના કારણે બાકી હતું, જે પણ 2021 માં પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. હવે, મા નર્મદાના નીર કચ્છના છેવાડાના ગામ સુધી પહોંચ્યા છે.
આટલાં વર્ષો સુધી કેન્દ્રમાં રહેલી સરકારોએ રાજકીય લાભો મેળવવા માટે દાખવેલા પક્ષપાતી વલણ અને આંદોલનજીવીઓએ લાભ ખાટવા માટે કરેલા આંદોલનોના કારણે ગુજરાતના લોકોએ પાણી માટે રાહ જોવી પડી હતી. જોકે, આ આંદોલનો આખરે કંઈ કામ ન આવ્યાં અને આજે કચ્છ, સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારોમાં પણ મા નર્મદાના નીર પહોંચી શક્યાં છે.
મોહમ્મદ પયગંબર વિશે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ કરેલી કથિત વિવાદિત ટિપ્પણીને પગલે માત્ર નૂપુર શર્માને જ નહીં પરંતુ નૂપુરનું સમર્થન કરનારાઓને પણ ઇસ્લામિક કટ્ટરપંથીઓ તરફથી ધમકીઓ મળી રહી છે. એટલું જ નહીં, ઉદયપુર અને અમરાવતીમાં વાત હત્યા કરી નાંખવા સુધી પણ પહોંચી છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદના એક વકીલને નૂપુર શર્માનું સ્ટેટ્સ મૂકવા બદલ ધમકી મળી હતી.
અમદાવાદના 32 વર્ષીય વકીલ કૃપલ રાવલે ગત મહિને પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં નૂપુર શર્માનો ફોટો મૂક્યો હતો. જોકે, ત્યારબાદ માત્ર 3 મિનિટમાં ફોટો હટાવી દીધો હતો. પરંતુ એટલા ટૂંકા સમયગાળામાં પણ આ સ્ટેટ્સનો સ્ક્રીનશોટ ઇસ્લામીઓ સુધી પહોંચી ગયો હતો અને ત્યારબાદ વકીલને નૂપુર શર્માના સમર્થન બદલ ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ હતી.
ફોટો હટાવી દીધાના બે કલાક બાદ તેમને અજાણ્યા વ્યક્તિ તરફથી વોટ્સએપ પર મેસેજ મળ્યો હતો અને તેણે તેમને નૂપુર શર્માને સમર્થન કરવા બદલ અપશબ્દો કહ્યા હતા. કૃપલ રાવલે તે વ્યક્તિની ઓળખ પૂછી હતી પરંતુ પછી નંબર બ્લૉક કરી દીધો હતો. જે બાદ થોડા કલાકો પછી તેમને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે તેમને મારી નાંખવાની ધમકી આપી હતી.
આ ઘટના બાદ વકીલ કૃપલ રાવલે સાબરમતી પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાબરમતી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઈપીસીની કલમ 507 (ગુનાહિત ધમકી) હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં કૃપલ રાવલે કહ્યું કે, જે રીતે નૂપુર શર્મા અને તેમના પરિવારને જાનથી મારવાની ધમકીઓ મળી રહી હતી તેને જોતાં તેમણે નૂપુરને સમર્થન આપવા માટે ગત 13 જૂનના રોજ વોટ્સએપ સ્ટેટ્સમાં નૂપુર શર્માનો ફોટો મૂક્યો હતો. જોકે, તેમના મુસ્લિમ મિત્રોને ઠેસ પહોંચશે તેમ વિચારીને માત્ર 3 મિનિટમાં તેમણે ફોટો હટાવી લીધો હતો.
ધમકી મળ્યા બાદ તેમણે શહેર છોડી દીધું હતું તેમજ ફરિયાદ પણ નોંધાવી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, તેમણે તેમના અંગત મુસ્લિમ મિત્રોને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હાલ લંડન રહેતા સફીન ગેના નામના વ્યક્તિએ તેમના વોટ્સએપ સ્ટેટ્સનો સ્ક્રીનશૉટ મુસ્લિમ ગ્રુપોમાં ફરતો કર્યો હતો.
ધમકી મળ્યા બાદ વકીલે તેમના મિત્રોની સલાહથી કોઈ કાર્યવાહી કરી ન હતી પરંતુ તાજેતરમાં જ રાજસ્થાન અને અમરાવતીમાં ઇસ્લામીઓએ કરેલી હત્યા બાદ સાવચેતીના ભાગરૂપે તેમણે અમદાવાદના સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે ઑપઇન્ડિયા સાથે વાત કરતા કૃપલ રાવલે જણાવ્યું કે, “નૂપુર શર્માને મળી રહેલી હત્યા અને બળાત્કારની ધમકીઓના વિરોધમાં મેં નૂપુર શર્માનો ફોટો મૂક્યો હતો અને ત્રણ મિનિટમાં તો કાઢી પણ નાંખ્યો હતો. છતાં ધમકીઓ મળવા માંડતા મેં પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી હતી.” તેમણે જણાવ્યું કે, સુરક્ષાના ભાગરૂપે તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને લઈને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કરેલી ટિપ્પણીની દેશભરમાંથી ટીકા થઇ હતી તો દેશમાંથી નિવૃત્ત ન્યાયાધીશો, બ્યુરોક્રેટ્સ અને સૈન્ય અધિકારીઓએ ચીફ જસ્ટિસને ખુલ્લો પત્ર પણ લખ્યો હતો. હવે ગાંધીનગરમાંથી પણ 42 જેટલા મહાનુભાવોએ ચીફ જસ્ટિસ એન.વી રમન્નાને પત્ર લખીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની આ ટિપ્પણીઓ પરત ખેંચવાની માંગ કરી હતી.
આ પત્ર ગાંધીનગરના 42 જેટલા નિવૃત્ત આઇપીએસ અધિકારીઓ, વકીલો, શિક્ષણવિદો અને ઉદ્યોગપતિઓ દ્વારા લખવામાં આવ્યો છે. પત્રમાં CJIને સંબોધીને કહેવામાં આવ્યું છે કે, જાહેર ક્ષેત્રમાં ન્યાયાધીશોને આ પ્રકારનાં નિવેદનો પરત લેવા માટે કહેવામાં આવે અથવા તેઓ એ પણ સ્પષ્ટતા કરે કે તેમના નિવેદનોનું મીડિયા રિપોર્ટ્સમાં અર્થઘટન બરાબર કરવામાં આવ્યું છે કે કેમ.
પત્રમાં જણાવવામાં આવ્યું કે, મતભેદોની અભિવ્યક્તિ કે નાગરિકોનના અલગ-અલગ મતો એ લોકશાહીનો અગત્યનો ભાગ છે, અને જ્યારે તપાસ પૂર્ણ પણ ન થઇ હોય ત્યારે અને તે પણ ટ્રાન્સફર પિટિશનની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના આ પ્રકારનાં નિવેદનો આપવાં અયોગ્ય છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં દેશના સેવા નિવૃત્ત જજો, 77 નિવૃત્ત બ્યુરોક્રેટ્સ અને 25 પૂર્વ સૈન્ય અધિકારીઓએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ટિપ્પણીનો વિરોધ કરતો એક ખુલ્લો પત્ર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને લખ્યો હતો અને જેમાં કોર્ટના બંને જજોની ટિપ્પણીઓને દુર્ભાગ્યપૂર્ણ અને ખોટું ઉદાહરણ પૂરું પાડનારી ગણાવી હતી.
પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના બંને ન્યાયાધીશો દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી ‘લક્ષ્મણ રેખા’નું ઉલ્લંઘન છે, અને તેથી તેમણે આ અંગે નિવેદન જારી કરવા માટે મજબુર થવું પડ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીઓ કોઈ ચુકાદાનો ભાગ નહતી કે કોઈ પણ રીતે ન્યાયિક યોગ્યતા કે નિષ્પક્ષતામાં આવતી નથી. આવી અપમાનજનક રીતે કાયદાનું ઉલ્લંઘન આજ સુધીના ન્યાયતંત્રના ઇતિહાસમાં થયું નથી. આ ટિપ્પણીઓનો અરજી સાથે કોઈ સાંઢ ન હતો. નૂપુર શર્માને ન્યાયતંત્ર સુધી જવા માટે પણ ઇનકાર કરી દેવામાં આવ્યો અને આ બંધારણની ભાવના સાથે પ્રસ્તાવનાનું પણ ઉલ્લંઘન છે.
દેશની ઘટનાઓ માટે માત્ર નૂપુર શર્માને જ જવાબદાર ઠેરવતી સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓને લઈને પત્રમાં લખવામાં આવ્યું કે, આ ટિપ્પણીનું કોઈ ઔચિત્ય નથી. એમ પણ કહેવામાં આવ્યું કે આમ કહીને ન્યાયાધીશોએ એક રીતે ઉદયપુરમાં થયેલી ક્રૂર ઘટનાના અપરાધીઓને દોષમુક્ત ઠેરવી દીધા છે.
વિશ્વની સૌથી મોટી લોકશાહીના ન્યાયતંત્રના ઇતિહાસ પર આ ટિપ્પણીઓ એક કાળા ડાઘ સમાન હોવાનું કહીને અરજદારને કોઈ પણ સુનાવણી વગર દોષી ઠેરવી દેવાનો અને ન્યાય આપવાનો ઇનકાર કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નૂપુર શર્માના કથિત નિવેદનને લઈને રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ અને મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હેની ઘાતકી હત્યાના વિરોધમાં હવે હિન્દુ સંગઠનો વિરોધ દર્શાવવા ઊભા થયા છે. આ ક્રમમાં, બુધવારે (6 જુલાઈ, 2022) સર્વ હિન્દુ સમાજ દ્વારા પાલી બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું અને બાદમાં વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી.
कन्हैयालाल जी की बर्बर हत्या के विरोध में आज पाली राजस्थान में सकल हिन्दू समाज ने शांतिपूर्ण विरोध प्रदर्शन किया pic.twitter.com/yvwFikNOev
— Vishwa Samvad Kendra,Jodhpur (@samvadJodhpur) July 6, 2022
રાજસ્થાનમાં આ પ્રસંગે હજારો હિંદુઓએ પાલી જિલ્લાના સૂરજપોલ ચોકડી પર રેલી કાઢી અને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. અહેવાલો અનુસાર આ રેલીમાં લગભગ 4-5 હજાર લોકો સંમેલિત થયા હતા. રેલી દરમિયાન સંત સુરજનદાસ, સંત ઓમ મહારાજ 72 ફૂટ બાલાજી, સંત પરશુરામ અને સંત રામવિચારના નેતૃત્વમાં પાંચ વખત હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંતોએ કોંગ્રેસ પાર્ટી પર ઈસ્લામિક હત્યાના ગુનેગારોને બચાવવાનો આરોપ લગાવ્યો હતો.
રેલી દરમિયાન લોકોએ હાથમાં પ્લેકાર્ડ પણ લીધા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘આતંકને નહીં સહીશું, બધા હિંદુઓ એક રહીશું’. આ સાથે જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરીમાં સંતોએ જિલ્લા મેજીસ્ટ્રેટ નમિત મહેતાને મળી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ મંગળવારે સર્વ સમાજની બેઠકમાં 65 સમાજના 850થી વધુ લોકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ બંધને બાર એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને પાલી ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો.
न किसी ने पत्थर चलाया..न आगजनी की…न छुरी चलाई..!#कन्हैयालाल हत्याकांड के विरोध में #पाली बंद कर सर्व #हिंदूसमाज का विशाल प्रदर्शन किया!
— Narayan Kumawat Adv (@NarayanKumawat_) July 6, 2022
રાષ્ટ્રપતિને આવેદનપત્રમાં સર્વ હિંદુ સમાજ દ્વારા ગેહલોત સરકારને બરખાસ્ત કરવા અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા, PFI પર પ્રતિબંધ મૂકવા, મૃતકના પરિવારને વળતર અને સુરક્ષા આપવા, રાષ્ટ્રવિરોધી તત્વો સામે પગલાં લેવા અને ઉદયપુર-અમરાવતી જેવી ઘટનાઓને અંજામ આપવાવાળા માટે ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત આ રેલીમાં ભાજપના જિલ્લા પ્રમુખ મનશારામ પરમાર, ભાજપ મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ મનોહર કંવર, ધારાસભ્ય જ્ઞાનચંદ પરમાર સહિત અનેક આગેવાનો પણ જોડાયા હતા.
જયપુરમાં પણ વિરોધ પ્રદર્શન અને હનુમાન ચાલીસા
ઉદયપુરમાં બે ઇસ્લામવાદીઓ દ્વારા હિન્દુ દરજી કન્હૈયા લાલની હિંસક હત્યાની નિંદા કરવા માટે રાજસ્થાનના જયપુરમાં 3 જુલાઈના રોજ હજારો લોકોએ વિરોધ કર્યો હતો. આરએસએસ, વીએચપી અને અન્ય હિન્દુ સંગઠનોના સભ્યોએ ‘સર્વ હિન્દુ સમાજ’ રેલીમાં ભાગ લીધો હતો, જેમાં ગુનેગારોને ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી. મુખ્ય વિરોધ સ્ટેચ્યુ સર્કલ ખાતે થયો હતો જ્યાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવામાં આવ્યા હતા.
— SHADHU RAM GURJAR दैनिक भास्कर राजस्थान (@ShadhuGurjar) July 4, 2022
6 જુલાઈના રોજ જયપુરના રેનવાલમાં પણ આવા જ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. વેપારી સંગઠને બંધના એલાનને સમર્થન આપ્યું હતું. સર્વ હિન્દુ સમાજ દ્વારા આ બંધનું આહ્વાન કરાયું હતું અને કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.
મંગળવારે, કથિત ‘ફેક્ટ-ચેકિંગ’ વેબસાઇટ Alt ન્યૂઝે સોશિયલ મીડિયા પર પોતાને ક્લીન ચિટ આપતું નિવેદન આપ્યું હતું અને પેમેન્ટ ગેટવે વેબસાઇટ Razorpay પર દોષ ઢોળવાનો પ્રયાસ કર્યો હતો.
Alt News, તેના નિવેદનમાં કહ્યું, રેઝરપેએ મનસ્વી રીતે કામ કર્યું અને પોલીસ સત્તાવાળાઓ તરફથી વિનંતી પ્રાપ્ત થવા પર તેમના ‘દાન પ્લેટફોર્મ’ને ડિસેબલ કરી દીધું હતું. Alt Newsએ દાવો કર્યો હતો કે Razorpay એ તેમને જાણ કરી હતી કે Razorpay દ્વારા તેઓને થોડી સ્પષ્ટતા મળ્યા પછી તેમનું એકાઉન્ટ ફરીથી સક્રિય કરવામાં આવ્યું હતું પરંતુ તેઓએ સ્પષ્ટતા શું હતી તે સ્પષ્ટ કર્યું નથી.
Alt News એ પછી દાવો કરીને પોતાને ક્લીનચીટ આપી હતી કે જો Razorpay ને Alt News સેવાની શરતોનું ઉલ્લંઘન કરતું જણાયું હોત, તો તેઓએ તેમનું એકાઉન્ટ ફરીથી ચાલુ કર્યું ન હોત. આથી રેઝરપેએ તેમના એકાઉન્ટને ફરીથી સક્રિય કરવું એ તેમના પ્લેટફોર્મના કોઈપણ નિયમનું ઉલ્લંઘન ન હોવાનો પુરાવો છે.
Alt News એ પછી ‘પુનરોચ્ચાર’ કર્યો કે તેઓ માત્ર ભારતીય બેંકો દ્વારા જ ભંડોળ પ્રાપ્ત કરી શકે છે અને Razorpay ના બેકએન્ડ પર વિદેશી ક્રેડિટ કાર્ડ્સ ક્યારેય સ્વીકાર્ય નહોતા, આમ તેમણે સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે તેમને કોઈ વિદેશી ભંડોળ પ્રાપ્ત થયું નથી. Alt News એ પણ સ્પષ્ટપણે એવો દાવો કર્યો હતો કે તેમને વિદેશી ભંડોળ મેળવવા અંગેના અહેવાલો ખોટા છે.
ત્યાર બાદ, પેમેન્ટ ગેટવે વેબસાઇટ Razorpay ને બલીનો બકરો બનાવતા, Alt News એ દાવો કરીને તેની સામે દુસ્પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો કે Razorpayએ તેમનો ડેટા પોલીસને આપ્યો છે. અને આ તેઓને જાણ કર્યા વિના અથવા Alt Newsના ભાગ પર કોઈપણ ઉલ્લંઘનની ‘પૂર્વ તપાસ’ વિના કરવામાં આવ્યું હતું. Alt News પછી દાવો કરે છે કે અત્યારે તે Razorpay સાથે દાન મેળવવા માટે પ્લેટફોર્મ તરીકે ચાલુ રાખે છે પરંતુ તે દરમિયાન વૈકલ્પિક સ્ત્રોતની પણ શોધ કરશે.
Alt Newsના આ નિવેદને ‘ગોપનીયતા’ના કથિત પહેરેદારોને ઉશ્કેરયા હતા, જેઓ નારાજ હતા કે Razorpay જેવા ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મે ‘જાણ કર્યા વિના’ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે ડેટા શેર કર્યો હતો. પરંતુ ખરેખર તો Razorpay ના નિયમો અને શરતો મુજબ વસ્તુઓ સ્પષ્ટ કરવા માટે, તે સરકાર અને નિયમનકારી એજન્સીઓ સાથે વપરાશકર્તા ડેટા શેર કરી શકે છે જેઓ તપાસ, રક્ષણાત્મક અને સાયબર સુરક્ષા પ્રવૃત્તિઓ માટે કાયદેસર રીતે અધિકૃત છે.
યુઝર ડેટા શેર કરવા માટેના તેમના નિયમો અને શરતનું સંપૂર્ણ ટેક્સ્ટ નીચે મુજબ છે: “Razorpay વપરાશકર્તા દ્વારા જનરેટ કરવામાં આવેલ કોઈપણ સામગ્રી (ત્યારબાદ વ્યાખ્યાયિત) અથવા સરકારી અને નિયમનકારી એજન્સીઓ સાથે શેર કરી શકે છે જેઓ તપાસ, રક્ષણાત્મક અને સાયબર સુરક્ષા પ્રવૃત્તિઓ માટે કાયદેસર રીતે અધિકૃત છે. આવી માહિતી ઓળખની ચકાસણીના હેતુઓ માટે અથવા સાયબર સુરક્ષા ઘટનાઓને લગતી નિવારણ, શોધ, તપાસ, કાર્યવાહી અને હાલના કોઈપણ કાયદા હેઠળના ગુનાઓની સજા માટે ટ્રાન્સફર કરી શકાય છે.”
આથી, જો પોલીસ અથવા અન્ય તપાસ એજન્સી Alt Newsનો ડેટા મેળવવા માટે Razorpay સુધી પહોંચી, તો કંપની ડેટા શેર કરી શકે છે. પ્લેટફોર્મ પર નોંધણી કરાવતા પહેલા Alt News એ જે નિયમો અને શરતો માટે સંમત થયા હતા તેમાંથી આ એક છે. નિષ્ણાતો કહે છે કે કાયદાનું અજ્ઞાન તેમને તોડવાનું બહાનું નથી. Alt News દ્વારા કહેવાયું તેનાથી વિપરીત, Razorpay કાયદાનો અમલ કરતી એજન્સીઓ દ્વારા માંગવામાં આવે તો તેમણે ડેટા પૂરો પાડતા પહેલા Alt Newsને જાણ કરવા માટે કાયદેસર રીતે બંધાયેલ નથી. વધુમાં, કાયદાનું પાલન કરતી કોર્પોરેટ તરીકે, Razorpay આરોપીને તપાસ પહેલા માહિતી આપીને તેને તપાસથી બચાવસે નહીં.
હવે, અહિયાં થોડા એવા મુદ્દા છે જેનાથી આ આખો વિષય શંકાસ્પદ બને છે.
Alt Newsને Razorpay દ્વારા વિદેશી ભંડોળ પ્રાપ્ત થયું હોય અથવા ન પણ મળ્યું હોય. પરંતુ, Razorpay એ એકમાત્ર પ્લેટફોર્મ નથી જેનો ‘ફેક્ટ-ચેકર્સ’ પૈસા એકત્રિત કરવા માટે ઉપયોગ કરે છે.
ફેબ્રુઆરી 2020 માં, CAA વિરોધી દેખાવો દરમિયાન, જે હિંસક બની ગયા હતા, દિલ્હીના હિંદુ વિરોધી રમખાણોના માત્ર 10 દિવસ પહેલા, ‘પત્રકાર’ સાગરિકા ઘોસે જાહેરાત કરી હતી કે તેણે ‘ઇન્સ્ટામોજો’ પ્લેટફોર્મ દ્વારા Alt ન્યૂઝને કેવી રીતે ચૂકવણી કરી હતી. ઇન્સ્ટામોજો VISA, G-Pay, UPI, RuPay અને અન્ય જેવા વિવિધ ગેટવે દ્વારા ચુકવણી સ્વીકારે છે.
આથી, જ્યારે Alt News Razorpay પર તમામ દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં સુધી તપાસ અધિકારીઓ આ મામલે તપાસ ન કરે ત્યાં સુધી Alt Newsને વિદેશી ભંડોળ પ્રાપ્ત થયું નથી એવો કોઈ પુરાવો નથી. વધુમાં, જો Alt Newsને આમાંથી કોઈપણ દાન પ્લેટફોર્મ દ્વારા વિદેશી ભંડોળ પ્રાપ્ત ન થયું હોય, તો પણ તેઓ SWIFT મારફતે સીધા તેમના બેંક ખાતામાં વિદેશી ભંડોળ મેળવી શક્યા હોય શકે છે. નાણાકીય બાબતોની ઝીણવટભરી તપાસ આ બાબતમાં ચાવીરૂપ બની શકે છે.
Alt News દ્વારા RazorPay વિરુદ્ધ ગોપનીયતાની ચિંતાના બહાને નિવેદન કર્યા બાદ, પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મે પણ એક નિવેદન બહાર પાડ્યું હતું કે કાયદાની જોગવાઈઓ મુજબ CrPC (ક્રિમિનલ પ્રોસિજર કોડ) ની કલમ 91 હેઠળ, Razorpay ને કાયદા દ્વારા નિયમોનું પાલન કરવાનું ફરજિયાત હતું. CrPCની કલમ 91 હેઠળ, કોઈપણ કોર્ટ કે ઈન્ચાર્જ પોલીસ અધિકારીની તપાસ માટે ડેટા માંગી શકે છે.
વધુમાં, પેમેન્ટ ગેટવે વેબસાઇટ Razorpay પ્રવક્તાએ મનીકંટ્રોલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કંપનીએ Alt News સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. “અમે કંપની (AltNews) નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને તેથી 4 જુલાઈના રોજ ટૂંકા ગાળા માટે ડેટા શેર કરતા પહેલા અથવા એકાઉન્ટને નિષ્ક્રિય કરતા પહેલા તેમને જાણ કરી શક્યા ન હતા,” પ્રવક્તાએ મનીકંટ્રોલને જણાવ્યું હતું.
Alt News પર આરોપ છે કે તેણે FCRAનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાન, સીરિયા વગેરે પાસેથી ભંડોળ મેળવ્યું
‘ફેક્ટ-ચેકિંગ’ પ્લેટફોર્મ Alt ન્યૂઝ પર, તેની હોલ્ડિંગ કંપની પ્રવદા મીડિયા ફાઉન્ડેશન દ્વારા, FCRA (ફોરેન કરન્સી રેગ્યુલેશન એક્ટ) નિયમોનું ઉલ્લંઘન કરીને વિદેશી ભંડોળ પ્રાપ્ત કરવાનો આરોપ છે. અન્ય દેશો ઉપરાંત તેમને પાકિસ્તાન અને સીરિયા જેવા દેશોમાંથી પણ ફંડ મળ્યું હતું. પ્રતિક સિંહા અને તેની માતા નિર્જરી સિંહા સાથે મોહમ્મદ ઝુબેર કંપનીનો ડિરેક્ટર છે.
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં 27 જૂને ઝુબેરની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ પછી, વધુ કલમો ઉમેરવામાં આવી હતી કારણ કે તપાસમાં વધુ વિસંગતતાઓ બહાર આવી હતી. એ નોંધવું જરૂરી છે કે માત્ર FCRA લાઇસન્સ ધરાવતી સંસ્થાઓ જ વિદેશી યોગદાન સ્વીકારી શકે છે. AltNewsના સ્થાપક પ્રતિક સિંહાના જણાવ્યા અનુસાર, કથિત ફેક્ટ-ચેકિંગ કરતી કંપની પાસે FCRA લાઇસન્સ નથી.
રાજસ્થાન પોલીસનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પછી તેમના પર ઈસ્લામિક કટ્ટરપંથીઓ સાથે મળેલા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જેમાં રાજસ્થાન પોલીસ સલમાન ચિશ્તીની ધરપકડ કરીને તેને લઈ જઈ રહી છે. તે જ સમયે ‘આ જાઓ’ ના અવાજો આવી રહ્યા છે. વીડિયોમાં કોઈ કહે છે, “અમે આમાં સાથે છીએ, ચિંતા કરશો નહીં.”. આમાં પોલીસકર્મીઓ ‘ચાલો ચાલો, બેફિકર રહો’ પણ કહી રહ્યા છે. પોલીસ પૂછતી સંભળાય છે, “વીડિયો બનાવતી વખતે કયો નશો હતો?”
Check the video. The Rajasthan cop asks the Jehadi “बोल देना नशे में था” https://t.co/cg50lssvH3
આ પછી પોલીસકર્મી સલમાન ચિશ્તીને સલાહ આપે છે કે ‘બોલ દેના નશેમે થા”. રાજસ્થાન પોલીસે પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ઉશ્કેરણીજનક નિવેદન આપતી વખતે ખાદિમ નશામાં હતો. તે હિસ્ટ્રીશીટર છે અને તેની સામે 13 કેસ નોંધાયેલા છે, તેમ છતાં રાજસ્થાન પોલીસની તેના પ્રત્યેની સહાનુભૂતિ લોકોની સમજની બહાર છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે. અજમેર પોલીસ વારંવાર એક જ વાત કરી રહી છે કે તે નશામાં હતો.
વાયરલ વીડિયોમાં સલમાન ચિશ્તીએ કહ્યું હતું કે, “હું મારી માતાને કસમ ખાઉં છું જેણે મને જન્મ આપ્યો છે, મેં તેને ખુલ્લેઆમ ગોળી મારી દીધી હોત. મારા બાળકોની કસમ, મેં તેને ગોળી મારી દીધી હોત અને આજે પણ છાતી ઠોકીને કહું છું કે જે કોઈ નુપુર શર્માનું ગળું લાવશે, હું તેને મારું ઘર આપીશ અને રસ્તા પર નીકળી જઈશ. આ સલમાન વચન આપે છે.” આ સિવાય તેણે પોતાને ‘ખ્વાજાનો સાચો સૈનિક’ કહીને મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો.
Releasing a Proof of @ashokgehlot51 Anti Hindu Face. Salman Chisti who issued a bounty on Nupur Sharma head said “ Mai Nasha nahi karta” Rajasthan Police “ Bol nashe me tha, taaki bachaya jae” pic.twitter.com/Ay6r55ILGB
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) July 6, 2022
બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ તેને સીએમ અશોક ગેહલોતના હિંદુ વિરોધી ચહેરાનો પુરાવો ગણાવ્યો હતો. સલમાન ચિશ્તીની ધરપકડ વખતનો વીડિયો શેર કરતા તેમણે કહ્યું કે, “ખાદિમ સલમાન ચિશ્તી કહી રહ્યા છે કે તે નશો નથી કરતો, પરંતુ તેમ છતાં રાજસ્થાન પોલીસ તેને કહે છે કે, ‘બોલ દેના નશામાં હતો, જેથી તેને બચાવી શકાય.'” નુપુર શર્માના માથા પર ઈનામ રાખનાર આરોપી સાથે રાજસ્થાન પોલીસની આ મિલીભગત બાદ કોંગ્રેસના મુસ્લિમ તુષ્ટિકરણ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
ગૌ મહાસભાના વડા અજય ગૌતમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો દ્વારા નૂપુર શર્મા પર ટિપ્પણી કર્યા બાદ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સમક્ષ એફિડેવિટ દાખલ કરી છે. આ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે આખરે નૂપુર શર્માની ન્યાયતંત્રને કરેલી અરજી વાજબી હતી પરંતુ જજો દ્વારા તેમના પર કરવામાં આવેલી ટિપ્પણીઓ ગેરકાનૂની છે. તેમના સોગંદનામા પહેલા અજય ગૌતમે એક અરજી દાખલ કરી હતી જેમાં માંગણી કરવામાં આવી હતી કે ન્યાયાધીશો તેમના નિવેદનો પાછા ખેંચે. હવે કોર્ટમાં દાખલ કરાયેલા આ લેટેસ્ટ એફિડેવિટમાં કેસ સંબંધિત વિગતવાર માહિતી અને વ્યાજબી પ્રશ્નો છે.
તેના સોગંદનામામાં, અરજદારે, નુપુર શર્મા કેસના સમગ્ર વિકાસને પોઈન્ટ-બાય-પોઈન્ટ રીતે વર્ણવતા, પૂછ્યું કે આખરે, સુનાવણી અથવા અપીલ વિના, અદાલત કેવી રીતે નિષ્કર્ષ પર આવી શકે છે કે ઉદયપુર હત્યાની વાસ્તવિક આરોપી નૂપુર છે. તેમણે દિલ્હીમાં હિંદુ વિરોધી રમખાણો અને લખનૌમાં કમલેશ તિવારીની હત્યા જેવી ઘટનાઓના ઉદાહરણો આપ્યા અને પૂછ્યું કે શું તેની પાછળ નુપુર શર્મા પણ છે?
અજય ગૌતમના એફિડેવિટમાં એવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે જે રીતે બંને જજે કન્હૈયાલાલની હત્યાને યોગ્ય ઠેરવી છે તે જ રીતે જો નુપુર શર્મા સાથે કંઈ ખોટું થશે તો શું જસ્ટિસ સૂર્યકાંત અને જેબી પારડીવાલાને જવાબદાર ગણવામાં આવશે? ન્યાયાધીશોની ટિપ્પણી પછી જો કોઈ વ્યક્તિ ઇશનિંદા માટે કોઈની હત્યા કરશે તો શું બંને ન્યાયાધીશોને જવાબદાર ગણવામાં આવશે?
એફિડેવિટમાં ગૌ મહાસભાના વડા દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે જજના નિવેદનથી દેશમાં સુરક્ષા ખતરો ઉભો થયો છે. અત્યાર સુધી શાંત રહેલો મામલો આ ટીપ્પણી બાદ દેશમાં આરોપ-પ્રત્યારોપનો ખેલ બની ગયો છે. જો આવા નિવેદનો આપવાના હતા તો આ લોકો કોર્ટમાં ન્યાયાધીશ બનવાને બદલે રાજકારણીઓ હોવા જોઈએ. એફિડેવિટમાં એ પણ પૂછવામાં આવ્યું હતું કે શું જજોને આવા નિવેદન કરવાનો અધિકાર છે? જો એમ નથી, તો પછી ન્યાયતંત્રની સત્તાનો આ રીતે દુરુપયોગ કરીને દેશને આવી સ્થિતિમાં કેમ લાવવામાં આવ્યો છે, જેનાથી દેશમાં રમખાણો પણ થઈ શકે છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે બંને ન્યાયાધીશોએ પહેલાથી જ વિચારી લીધું હતું કે તેઓ નુપુર શર્મા વિશે શું કહેવાના છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે તે નૂપુર શર્મા નથી પરંતુ તાલિબાની વિચારસરણી છે જે દેશમાં થઈ રહેલી હત્યાઓ માટે દેશમાં ફૂલીફાલી રહી છે.
આગામી સોગંદનામામાં તે તમામ ઝેરીલા નિવેદનો દાખલા તરીકે આપવામાં આવ્યા છે, જે આજ સુધી કટ્ટરપંથીઓએ ખુલ્લેઆમ આપ્યા છે, પરંતુ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી નથી. આ યાદીમાં અકબરુદ્દીન ઓવૈસીનું નિવેદન પણ છે જેમાં તેણે હિંદુ દેવતાઓનું અપમાન કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ 15 મિનિટમાં દેશમાંથી હિંદુઓને સાફ કરી દેશે. એ જ રીતે, જામા મસ્જિદના ઈમામ વિરુદ્ધ 50 થી વધુ FIR દાખલ કરવામાં આવી હતી પરંતુ કોઈ ધરપકડ કરવામાં આવી ન હતી.
અરજદારે તેના સોગંદનામામાં કહ્યું કે તેની પાસે આ મામલે જરૂરી કાર્યવાહી માટે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનો સંપર્ક કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. તેમણે વિનંતી કરી હતી કે તેમની અરજી પર ધ્યાન આપવામાં આવે અને જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાલાને તેમનું નિવેદન પાછું ખેંચવાનો નિર્દેશ આપવામાં આવે. આ સિવાય નુપુર શર્માની અરજી પર ચીફ જસ્ટિસે સુઓ મોટો સંજ્ઞાન લેવું જોઈએ અને તમામ કેસોને એક જગ્યાએ ભેગા કરવા જોઈએ અને તથ્યો અને સંજોગોને ધ્યાનમાં લઈને યોગ્ય લાગે તેવો કોઈ નિર્દેશ આપવો જોઈએ.
Letter petition moved by Gau Mahasabha leader Ajay Gautam seeking to declare that observations made by bench led by Justice Surya Kant against #NupurSharma are uncalled for. pic.twitter.com/1e7guo59x5
મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયું પરંતુ મુખ્યમંત્રી શિવસેનાનો જ બન્યો છે, એવું કહી શકાય કે હિદૂત્વ છોડનારી શિવસેના ગઈ ને હિદૂત્વવાળી શિવસેના સત્તામાં આવી. આવું એટલા માટે કહીયે છીએ કારણ કે વર્તમાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હિદૂત્વ બાબતે ઉદ્ધવ સરકાર પર હમલો બોલ્યો હતો. વિધાન સભામાં પણ તેમણે કહ્યું હતું તે જ વાત આજે દોહરાવી હતી કે MVA સરકારમાં સાવરકરનુ સતત અપમાન થતું હતું છતાં કોઈ શિવસૈનિક તેનો વિરોધ કરી શકતું ના હતું ઉપરાંત દાઉદના વિરુદ્ધમાં થતી કાર્યવાહીઓ અટકાવી દેવાઈ હતી.
શિંદેના કહેવા પ્રમાણે, શિવસેનાના મુખ્યમંત્રી હોવા છતાં પાર્ટીને કોઈ ફાયદો નથી મળી ના રહ્યો હતો. વધુમાં તેમણે કહ્યું “અમે ઉદ્ધવ ઠાકરે સાથે ઘણી વખત ચર્ચા કરી હતી કે અમને મહાવિકાસ અઘાડીથી કોઈ ફાયદો નથી મળી રહ્યો. આપણી પાર્ટીના સીએમ હોવા છતાં આપણે નગર પંચાયતની ચૂંટણીમાં ચોથા નંબરે આવ્યા છીએ. અમે તેમને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ અમે સફળ ન થઈ શક્યા.”
#WATCH | We held discussions (with Uddhav Thackeray) several times that we aren't getting any benefit from Maha Vikas Aghadi. Despite our party's CM, we came at no.4 in Nagar Panchayat(polls)…We tried but we didn't succeed(in making him understand): Maharashtra CM Eknath Shinde pic.twitter.com/xtk18LY1lX
શિંદેએ ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું, “મેં કહ્યું છે કે રિક્ષાએ મર્સિડીઝને પાછળ છોડી દીધી છે કારણ કે આ સરકાર સામાન્ય માણસની સરકાર છે. આ સરકાર સમાજના દરેક વર્ગને ન્યાય આપનારી છે અને તમે જોશો કે અમે એવું કામ કરીશું કે દરેક વર્ગ, દરેક વ્યક્તિને લાગશે કે તે અમારા માટે કામ કરી રહી છે, આ મારી સરકાર છે. આ જ ફરક છે.” તમને જણાવી દઈએ કે મંગળવારે (5 જુલાઈ 2022) ના રોજ સેના ભવન ખાતે શિવસેનાની મહિલા પાંખની બેઠકને સંબોધિત કરતી વખતે, ઉદ્ધવ ઠાકરેએ દેખીતી રીતે શિંદે પર કટાક્ષ કર્યો હતો, તેમણે કહ્યું કે “પહેલા ભાજપ એમવીએ સરકારને થ્રી વ્હીલર સરકાર કહેતી હતી, હવે થ્રી વ્હીલર(રીક્ષા) ચલાવનાર તેમની સરકાર ચલાવી રહ્યો છે.”
શિંદેએ કહ્યું, “લોકો માનતા હતા કે ભાજપ સત્તા માટે જ આ બધુ કરે છે. પરંતુ તેમણે તમામ દેશવાસીઓને કહ્યું છે કે આ 50 લોકોએ હિન્દુત્વની ભૂમિકા લીધી છે, વૈચારિક ભૂમિકા લીધી છે. તેમનો એજન્ડા હિંદુત્વનો છે, વિકાસનો છે, તેમને સમર્થન મળવું જોઈએ. તેમની પાસે વધુ સંખ્યા અને વધુ ધારાસભ્યો હોવા છતાં તેમણે મુખ્ય પ્રધાન પદ માટે અમારું સમર્થન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને રાજ્યને વિકાસના પંથે આગળ લઈ જવા કહ્યું. તેણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર અને તે પોતે પૂરી તાકાત સાથે તેની પાછળ ઉભા છે. આ સૌથી મોટી વાત છે. અમે કોઈ ગેરકાયદેસર કામ કર્યું નથી, કારણ કે અમે ચૂંટણી પહેલા શિવસેના સાથે ગઠબંધન કરનાર પાર્ટી સાથે ગઠબંધન કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે બાળાસાહેબ ઠાકરેના હિંદુત્વનો મુદ્દો, હિંદુત્વના વિચારો, તેમની જે ભૂમિકા હતી, અમે તેને આગળ લઈ જઈશુ. સીએમએ કહ્યું કે “2019માં શિવસેના-ભાજપ સાથે મળીને ચૂંટણી લડ્યા અને કોંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર બનાવી. આ કારણે જ્યારે પણ હિંદુત્વ, સાવરકર, દાઉદ, મુંબઈ બોમ્બ વિસ્ફોટ અને બીજા ઘણા મુદ્દાઓ પર તે કોઈ નિર્ણય લઈ શકતા ન હતા.” શિંદેએ વધુમાં કહ્યું, “અમારા ધારાસભ્યોને પણ તેમના મતવિસ્તારમાં કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, કારણ કે સાથી પક્ષો તેમની સામે હારી ગયેલા લોકોની પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભંડોળની અછતને કારણે અમારા ધારાસભ્યો વિકાસના કામો કરી શક્યા નથી. અમે સિનિયરો સાથે વાત કરી પણ કોઈ ફાયદો થયો નહીં. તેથી અમારા 40-50 ધારાસભ્યોએ આ પગલું ભર્યું.”
હિદૂત્વવાળી શિવસેના પ્રતિનિધિ એકનાથ શિંદે બાલાસાહેબના પ્રતિનિધિ તરીકે ઊભરી આવ્યા છે ધીરે ધીરે શિવસૈનિકોમાં પણ પોતાનો વિશ્વાસ ઊભો કરી રહ્યા છે. આ જોતા આવનારા દિવસોમાં ઉદ્ધવ માટે શિવસેનાની કમાન પોતાના હાથમાં રાખવી એ ખૂબ કપરુ થઈ પડશે.
ઉદયપુરમાં કન્હૈયા લાલના હત્યારા રિયાઝ અખ્તારી અને ગૌસ મોહમ્મદની પૂછપરછ બાદ એ વાત સામે આવી છે કે આ લોકો આ હત્યા દ્વારા દેશના લોકોને આતંકિત કરવા માંગતા હતા. તેમણે હત્યા માટે બકરીઇદ પર વપરાયેલા ખંજરનો ઉપયોગ કર્યો હતો. તેમનો હેતુ એ હતો કે કન્હૈયાની જેમ તેઓ એક દિવસમાં ત્રણ લોકોને મારી નાખશે અને તેમના વીડિયો વાયરલ કરશે.
ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, એનઆઈએએ તપાસ બાદ તેની એફઆઈઆરમાં ખુલાસો કર્યો કે કન્હૈયા લાલની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પાછળનું કારણ લોકોમાં ડર પેદા કરવાનું હતું. આ લોકો ધાર્મિક આધાર પર લોકોમાં દુશ્મનાવટ અને આતંક ફેલાવવા માંગતા હતા.
આતંકવાદી એંગલની તપાસ કર્યા પછી, NIAએ તેમની વિરુદ્ધ IPCની કલમ 452, 302, 153A, 153B, 295A અને 34 હેઠળ ફરી કેસ નોંધ્યો છે. આ સિવાય તેમના પર UAPAની કલમ 16, 18 અને 20 પણ લગાવવામાં આવી છે.
પૂછપરછમાં જ એ વાત સામે આવી છે કે આ લોકો ક્રમશઃ ત્રણ લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવા માંગતા હતા અને તેમનો વીડિયો બનાવીને તેમને વાયરલ કરીને દેશના લોકોને આતંકિત કરવા માંગતા હતા. રિયાઝ અખ્તરીએ કાનપુરથી બકરીઇદ માટે 6 ખાસ છરા મંગાવ્યા હતા જેની ધાર તેણે પોતે ઉદયપુરની એકે એન્જિનિયરિંગ ફેક્ટરીમાં કાઢી હતી અને તેમાંથી 2નો ઉપયોગ કન્હૈયાને મારવા માટે કરવામાં આવ્યો હતો. બાકીના ચાર છરાઓ પોલીસને મોહસીન મુર્ગેવાલા નામના કસાઈની દુકાનમાંથી મળી આવ્યા હતા.
અહેવાલો જણાવે છે કે કન્હૈયા સિવાય આ લોકો બીજા બે લોકોને મારી શક્યા ન હતા જેમની હત્યા કરવાની હતી જેનું એક કારણ તેમની રેકી પૂર્ણ થઈ ન હતી એ હતું અને બીજું કારણ એ હતું કે કન્હૈયાલાલની હત્યા બાદ હોબાળો થયો હતો.
દૈનિક ભાસ્કરના અહેવાલમાં ખુલાસો થયો છે કે ઉદયપુરમાં હત્યાનું કાવતરું 10 દિવસ પહેલા શરૂ થયું હતું. 17મી જૂને તમામ કાવતરાખોરોની મીટિંગ થઈ હતી. આ પછી 20મી જૂને એક બેઠક પણ યોજાઈ હતી અને 6 લોકોને હત્યાને અંજામ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ 6માંથી 2 રિયાઝ અને ગૌસ હતા. આ સિવાય પોલીસે 4 લોકોને પણ પકડી લીધા છે જેમને બીજી 2 હત્યા કરવાનું કામ આપવામાં આવ્યું હતું. કાવતરાખોરોની બેઠકમાં છેલ્લી ચર્ચા તેમને કેવી રીતે ફાંસી આપવી તે અંગે હતી.
નોંધનીય છે કે ગૌસ મોહમ્મદ અને રિયાઝ દાવત-એ-ઈસ્લામ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. ગૌસ વિશે એવી માહિતી પણ સામે આવી છે કે તેણે કરાચીમાં તેના હેડક્વાર્ટરની પણ મુલાકાત લીધી હતી જ્યાં તે ગેંગસ્ટર ઇલ્યાસ કાદરીને પણ મળ્યો હતો. આ સિવાય ગૌસ બે વખત અરબસ્તાન પણ ગયો હતો. પોલીસ હવે દાવત-એ-ઈસ્લામી વોટ્સએપ ગ્રુપ ચેટની તપાસ કરી રહી છે. હત્યાનું કાવતરું સ્થાનિક રીતે ઘડવામાં આવ્યું હતું કે પાકિસ્તાન સાથે તેનું કનેક્શન છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.