Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતના 42 નિવૃત્ત આઇપીએસ, વકીલો, શિક્ષણવિદોનો મુખ્ય ન્યાયાધીશને ખુલ્લો પત્ર: નૂપુર શર્મા...

    ગુજરાતના 42 નિવૃત્ત આઇપીએસ, વકીલો, શિક્ષણવિદોનો મુખ્ય ન્યાયાધીશને ખુલ્લો પત્ર: નૂપુર શર્મા કેસમાં થયેલ ટિપ્પણીઓ પરત ખેંચવા આહવાન

    પત્રમાં જણાવવામાં આવ્યું કે, મતભેદોની અભિવ્યક્તિ કે નાગરિકોનના અલગ-અલગ મતો એ લોકશાહીનો અગત્યનો ભાગ છે, અને જ્યારે તપાસ પૂર્ણ પણ ન થઇ હોય ત્યારે અને તે પણ ટ્રાન્સફર પિટિશનની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના આ પ્રકારનાં નિવેદનો આપવાં અયોગ્ય છે. 

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને લઈને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કરેલી ટિપ્પણીની દેશભરમાંથી ટીકા થઇ હતી તો દેશમાંથી નિવૃત્ત ન્યાયાધીશો, બ્યુરોક્રેટ્સ અને સૈન્ય અધિકારીઓએ ચીફ જસ્ટિસને ખુલ્લો પત્ર પણ લખ્યો હતો. હવે ગાંધીનગરમાંથી પણ 42 જેટલા મહાનુભાવોએ ચીફ જસ્ટિસ એન.વી રમન્નાને પત્ર લખીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની આ ટિપ્પણીઓ પરત ખેંચવાની માંગ કરી હતી. 

    આ પત્ર ગાંધીનગરના 42 જેટલા નિવૃત્ત આઇપીએસ અધિકારીઓ, વકીલો, શિક્ષણવિદો અને ઉદ્યોગપતિઓ દ્વારા લખવામાં આવ્યો છે. પત્રમાં CJIને સંબોધીને કહેવામાં આવ્યું છે કે, જાહેર ક્ષેત્રમાં ન્યાયાધીશોને આ પ્રકારનાં નિવેદનો પરત લેવા માટે કહેવામાં આવે અથવા તેઓ એ પણ સ્પષ્ટતા કરે કે તેમના નિવેદનોનું મીડિયા રિપોર્ટ્સમાં અર્થઘટન બરાબર કરવામાં આવ્યું છે કે કેમ. 

    પત્રમાં જણાવવામાં આવ્યું કે, મતભેદોની અભિવ્યક્તિ કે નાગરિકોનના અલગ-અલગ મતો એ લોકશાહીનો અગત્યનો ભાગ છે, અને જ્યારે તપાસ પૂર્ણ પણ ન થઇ હોય ત્યારે અને તે પણ ટ્રાન્સફર પિટિશનની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના આ પ્રકારનાં નિવેદનો આપવાં અયોગ્ય છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં દેશના સેવા નિવૃત્ત જજો, 77 નિવૃત્ત બ્યુરોક્રેટ્સ અને 25 પૂર્વ સૈન્ય અધિકારીઓએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ટિપ્પણીનો વિરોધ કરતો એક ખુલ્લો પત્ર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને લખ્યો હતો અને જેમાં કોર્ટના બંને જજોની ટિપ્પણીઓને દુર્ભાગ્યપૂર્ણ અને ખોટું ઉદાહરણ પૂરું પાડનારી ગણાવી હતી. 

    પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના બંને ન્યાયાધીશો દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી ‘લક્ષ્મણ રેખા’નું ઉલ્લંઘન છે, અને તેથી તેમણે આ અંગે નિવેદન જારી કરવા માટે મજબુર થવું પડ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીઓ કોઈ ચુકાદાનો ભાગ નહતી કે કોઈ પણ રીતે ન્યાયિક યોગ્યતા કે નિષ્પક્ષતામાં આવતી નથી. આવી અપમાનજનક રીતે કાયદાનું ઉલ્લંઘન આજ સુધીના ન્યાયતંત્રના ઇતિહાસમાં થયું નથી. આ ટિપ્પણીઓનો અરજી સાથે કોઈ સાંઢ ન હતો.  નૂપુર શર્માને ન્યાયતંત્ર સુધી જવા માટે પણ ઇનકાર કરી દેવામાં આવ્યો અને આ બંધારણની ભાવના સાથે પ્રસ્તાવનાનું પણ ઉલ્લંઘન છે. 

    દેશની ઘટનાઓ માટે માત્ર નૂપુર શર્માને જ જવાબદાર ઠેરવતી સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓને લઈને પત્રમાં લખવામાં આવ્યું કે, આ ટિપ્પણીનું કોઈ ઔચિત્ય નથી. એમ પણ કહેવામાં આવ્યું કે આમ કહીને ન્યાયાધીશોએ એક રીતે ઉદયપુરમાં થયેલી ક્રૂર ઘટનાના અપરાધીઓને દોષમુક્ત ઠેરવી દીધા છે. 

    વિશ્વની સૌથી મોટી લોકશાહીના ન્યાયતંત્રના ઇતિહાસ પર આ ટિપ્પણીઓ એક કાળા ડાઘ સમાન હોવાનું કહીને અરજદારને કોઈ પણ સુનાવણી વગર દોષી ઠેરવી દેવાનો અને ન્યાય આપવાનો ઇનકાર કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં