Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક અને કથિત ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસ દ્વારા...

    ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક અને કથિત ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસ દ્વારા હિન્દુઓની ભાવના દુભાવવા અને દુશ્મનાવટ ફેલાવવા બદલ ધરપકડ

    કથિત ફેક્ટ ચેકર અને અલ્ટ ન્યૂઝના સહ સ્થાપક સામે થયો હતો ધાર્મિક ભાવનાઓને ઠેશ પહોચાડવાનો તથા દુશ્મની ફેલાવવાના આરોપમાં ફરિયાદ નોંધાઈ હતી, જે અંતર્ગત આજે દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી છે.

    - Advertisement -

    ફેક્ટ-ચેકર વેબસાઇટ ‘Alt ન્યૂઝ’ના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની ધરપકડ સોમવારે દિલ્હી પોલીસે કરી છે. આ અટકાયત ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા અને દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના એક પોલીસ કેસ અંતર્ગત થઈ છે.

    અહેવાલ મુજબ, હિંદુ શેર સેનાના જિલ્લા પ્રમુખ ભગવાન શરણ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે, મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ ખૈરાબાદ પોલીસ સ્ટેશનમાં કથિત રીતે હિંદુ દ્રષ્ટાઓને “નફરત કરનારા” કહેવા બદલ FIR નોંધવામાં આવી હતી.

    દિલ્હી પોલીસે તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 153 અને 295A હેઠળ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો છે.

    - Advertisement -

    ડીસીપી કે પી એસ મલ્હોત્રાએ ધરપકડની પુષ્ટિ કરી છે. “આજે કલમ 153A/295A IPC હેઠળ PS-સ્પેશિયલ સેલમાં નોંધાયેલા કેસની તપાસ દરમિયાન, રેકોર્ડ પર પૂરતા પુરાવા હોવા છતાં, મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરવામાં આવી હતી. કેસની તપાસના હેતુથી વધુ રિમાન્ડ મેળવવા માટે તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે,” મલ્હોત્રાએ જણાવ્યું હતું.

    IPC કલમ 153A વિવિધ જૂથો વચ્ચે ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણના આધારે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવામાટે લાગુ પડે છે, જ્યારે 295A “ઇરાદાપૂર્વકના અને દૂષિત કૃત્યો માટે છે, જેનો હેતુ કોઈપણ વર્ગના ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો છે.

    અલ્ટ ન્યૂઝના અન્ય સહ-સ્થાપકે બચાવમાં કરી ટ્વિટ

    આ વિષયમાં જાણકારી આપતા અલ્ટ ન્યૂઝના અન્ય સહ-સંસ્થાપક પ્રતીક સિન્હાએ લખ્યું, “ઝુબૈરને સોમવારે (27 જૂન, 2022) દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા બોલાવવામાં આવ્યો હતો. આ 2020 ના એક કેસની તપાસ વિશે હતું. જોકે, હાઈકોર્ટ દ્વારા તેને ધરપકડમાંથી મુક્તિ મળી છે. આજે સાંજે 6:45 વાગ્યે તેને અન્ય એક બાબતમાં ઝડપી લેવામાં આવ્યો હતો જેના માટે અગાઉથી કોઈ સૂચના આપવામાં આવી ન હતી. અમારી વારંવારની વિનંતીઓ છતાં અમને FIRની કોપી આપવામાં આવી રહી નથી.” જો કે આ નિવેદનમાં કેટલું સત્ય છે તે કહી શકાય નહીં.

    પોલીસે મોહમ્મદ ઝુબેરને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે દરમિયાન પૂછપરછ માટે તેની કસ્ટડી માંગવામાં આવશે. તેને જેલમાં મોકલવા માટે પણ કાર્યવાહી થઈ શકે છે. જો કે, ડાબેરીઓ અગ્રણી વકીલો તરત જ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં પહોંચી ગયાનો લાંબો ઈતિહાસ ધરાવે છે.

    આ પહેલા દિલ્હી પોલીસે ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક વિરુદ્ધ સપ્ટેમ્બર 2020માં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ સગીર છોકરીને કથિત રીતે હેરાન કરવા અને ત્રાસ આપવા બદલ બે કેસ દાખલ કર્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં