Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્ક્રીનશૉટ કટ્ટરપંથી ગ્રુપોમાં ફરતા થયા બાદ અમદાવાદના વકીલને મળી જાનથી મારી નાંખવાની...

    સ્ક્રીનશૉટ કટ્ટરપંથી ગ્રુપોમાં ફરતા થયા બાદ અમદાવાદના વકીલને મળી જાનથી મારી નાંખવાની ધમકી, માત્ર 3 મિનિટ માટે સ્ટેટ્સમાં મૂક્યો હતો નૂપુર શર્માનો ફોટો

    ઘટના બાદ વકીલ કૃપલ રાવલે સાબરમતી પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાબરમતી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઈપીસીની કલમ 507 (ગુનાહિત ધમકી) હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

    - Advertisement -

    મોહમ્મદ પયગંબર વિશે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ કરેલી કથિત વિવાદિત ટિપ્પણીને પગલે માત્ર નૂપુર શર્માને જ નહીં પરંતુ નૂપુરનું સમર્થન કરનારાઓને પણ ઇસ્લામિક કટ્ટરપંથીઓ તરફથી ધમકીઓ મળી રહી છે. એટલું જ નહીં, ઉદયપુર અને અમરાવતીમાં વાત હત્યા કરી નાંખવા સુધી પણ પહોંચી છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદના એક વકીલને નૂપુર શર્માનું સ્ટેટ્સ મૂકવા બદલ ધમકી મળી હતી. 

    અમદાવાદના 32 વર્ષીય વકીલ કૃપલ રાવલે ગત મહિને પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં નૂપુર શર્માનો ફોટો મૂક્યો હતો. જોકે, ત્યારબાદ માત્ર 3 મિનિટમાં ફોટો હટાવી દીધો હતો. પરંતુ એટલા ટૂંકા સમયગાળામાં પણ આ સ્ટેટ્સનો સ્ક્રીનશોટ ઇસ્લામીઓ સુધી પહોંચી ગયો હતો અને ત્યારબાદ વકીલને નૂપુર શર્માના સમર્થન બદલ ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ હતી. 

    ફોટો હટાવી દીધાના બે કલાક બાદ તેમને અજાણ્યા વ્યક્તિ તરફથી વોટ્સએપ પર મેસેજ મળ્યો હતો અને તેણે તેમને નૂપુર શર્માને સમર્થન કરવા બદલ અપશબ્દો કહ્યા હતા. કૃપલ રાવલે તે વ્યક્તિની ઓળખ પૂછી હતી પરંતુ પછી નંબર બ્લૉક કરી દીધો હતો. જે બાદ થોડા કલાકો પછી તેમને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે તેમને મારી નાંખવાની ધમકી આપી હતી. 

    - Advertisement -

    આ ઘટના બાદ વકીલ કૃપલ રાવલે સાબરમતી પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાબરમતી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઈપીસીની કલમ 507 (ગુનાહિત ધમકી) હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

    ફરિયાદમાં કૃપલ રાવલે કહ્યું કે, જે રીતે નૂપુર શર્મા અને તેમના પરિવારને જાનથી મારવાની ધમકીઓ મળી રહી હતી તેને જોતાં તેમણે નૂપુરને સમર્થન આપવા માટે ગત 13 જૂનના રોજ વોટ્સએપ સ્ટેટ્સમાં નૂપુર શર્માનો ફોટો મૂક્યો હતો. જોકે, તેમના મુસ્લિમ મિત્રોને ઠેસ પહોંચશે તેમ વિચારીને માત્ર 3 મિનિટમાં તેમણે ફોટો હટાવી લીધો હતો. 

    ધમકી મળ્યા બાદ તેમણે શહેર છોડી દીધું હતું તેમજ ફરિયાદ પણ નોંધાવી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, તેમણે તેમના અંગત મુસ્લિમ મિત્રોને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હાલ લંડન રહેતા સફીન ગેના નામના વ્યક્તિએ તેમના વોટ્સએપ સ્ટેટ્સનો સ્ક્રીનશૉટ મુસ્લિમ ગ્રુપોમાં ફરતો કર્યો હતો. 

    ધમકી મળ્યા બાદ વકીલે તેમના મિત્રોની સલાહથી કોઈ કાર્યવાહી કરી ન હતી પરંતુ તાજેતરમાં જ રાજસ્થાન અને અમરાવતીમાં ઇસ્લામીઓએ કરેલી હત્યા બાદ સાવચેતીના ભાગરૂપે તેમણે અમદાવાદના સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

    આ અંગે ઑપઇન્ડિયા સાથે વાત કરતા કૃપલ રાવલે જણાવ્યું કે, “નૂપુર શર્માને મળી રહેલી હત્યા અને બળાત્કારની ધમકીઓના વિરોધમાં મેં નૂપુર શર્માનો ફોટો મૂક્યો હતો અને ત્રણ મિનિટમાં તો કાઢી પણ નાંખ્યો હતો. છતાં ધમકીઓ મળવા માંડતા મેં પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી હતી.” તેમણે જણાવ્યું કે, સુરક્ષાના ભાગરૂપે તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં