Friday, September 20, 2024
More
    Home Blog Page 1040

    બુરખામાં ડાન્સ કરતી અભિનેત્રીને જોઈને ગુસ્સે ભરાયા કટ્ટરપંથીઓ, કહ્યું- હિજાબની મજાક ઉડાવી, અલ્લાહ શિખામણ આપે

    સોશિયલ મીડિયા પર કટ્ટરપંથીઓ હંમેશા કોઈને કોઈ મહિલાને નિશાન બનાવીને તેને ઇસ્લામનું જ્ઞાન આપતા દેખાય જ જાય છે. પછી તે ચાહે સામાન્ય યુઝર હોય કે કોઈ સેલિબ્રિટી. આ વખતે આ કટ્ટરપંથીઓના નિશાને અભિનેત્રી મંદાના કરિમી આવી છે. 

    લૉકઅપ શૉમાં જોવા મળેલી મંદાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બુરખો પહેરીને એક વિડીયો શૅર કર્યો હતો. જે વિડીયોમાં તેઓ ડાન્સ સ્ટેપ કરતી તેમજ હાથમાં નાનું ટૉપ લીધેલી જોવા મળે છે. વિડીયો જોઈને મજહબી કટ્ટરપંથીઓ એટલા ગુસ્સે થઇ ગયા કે તેઓ તેને મજહબી જ્ઞાન આપવા લાગ્યા હતા

    વિડીયો સાથે કેપ્શનમાં મંદાનાએ લખ્યું હતું, “કાશ બુરખો પહેરીને નાચવું એટલું સરળ હોત જેટલું આ બીટીએસમાં દેખાય છે. અહીં કોઈ નફરત ન હતી, ખાલી અમુક લોકો ફિલ્મ બનાવી રહ્યા હતા.” જે બાદ અભિનેત્રી કટ્ટરપંથીઓના નિશાને આવી ગઈ હતી.

    જેની ઉપર એક અલબલૂશી નામના યુઝરે તેને ખોટું કરી રહી હોવાનું કહીને કહ્યું હતું કે તે અલ્લાહને દુઆએ કરશે કે તેને શિખામણ આપે. 

    એક યુઝરે તેને હિજાબનું અપમાન કરવા બદલ ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે આ બધું કરવા પહેલાં તેણે એકવાર વિચાર કરવો જોઈતો હતો. 

    જ્યારે કેટલાક યુઝરોએ નારાજ સ્વરે પૂછ્યું હતું કે તેણે હિજાબ કે નકાબની મજાક કેમ ઉડાવી હતી?

    કેટલાક કટ્ટરપંથીઓ બુરખામાં મંદાનાનો ડાન્સ જોઈને એટલા ગુસ્સે ભરાયા હતા કે તેમણે મંદાનાને ગાળો આપવાની શરૂ કરી દીધી હતી. સ્ક્રીનશોટમાં અમુક કૉમેન્ટ્સમાં અપશબ્દો પણ જોવા મળે છે. સેમ નામના યુઝરે લખ્યું કે, “હરા^& કુ&*& બુરખાની તો ઈજ્જત કર બેશરમ માણસ.”

    બીજી તરફ, કેટલાકે મંદાનાની આ પોસ્ટ બાદ નારાજ થઈને તેમને અન-ફૉલો કરી દીધાં હતાં. તો કેટલાકે મંદાનાનું અકાઉન્ટ જ બંધ કરાવી દેવાની અપીલ કરી હતી. મુઝામીલ આળસું નામના એક યુઝરે લખ્યું કે, “બુરખાની મજાક બનાવી રહી છે નાલાયક મહિલા.”

    ઉલ્લેખનીય છે કે મંદાના કરીમી ઉપરાંત પણ અનેક અભિનેત્રીઓ છે જેમને કટ્ટરપંથી નિશાન બનાવતા રહ્યા છે. આ લોકોએ હંમેશા સારા અલી ખાનની તસ્વીરો પર અભદ્ર ટિપ્પણીઓ કરતા જોવા મળે છે. આ ઉપરાંત સોહા અલી ખાનની તસ્વીરો જોઈને પણ કટ્ટરપંથીઓ ગુસ્સે ભરાઈ જાય છે.

    ‘હિંદુઓએ મૌલવીનું માથું કાપીને હત્યા કરી નાંખી’: બિહારની ઘટના પર ‘અલ જઝીરા’એ ફેક ન્યૂઝ ફેલાવ્યા, જાણો શું છે મામલો

    મીડિયા હાઉસ અલ જઝીરા અરબીએ (AL Jazeera Arabic) રવિવારે (19 જૂન 2022) હિન્દુઓને દોષી ઠેરવતા મૌલવીના મૃત્યુ અંગે ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. અલ જઝીરાએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે બિહારના સિવાનમાં હિંદુઓએ એક મૌલવીની હત્યા કરી નાંખી હતી. અલ જઝીરા અરબીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં અરબીમાં લખવામાં આવ્યું છે કે, “હિંદુઓ દ્વારા માર્યા ગયેલા મસ્જિદના ઈમામનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. સિવાનના ખાલિસપુર ગામમાં એક મસ્જિદમાં સૂતો હતો ત્યારે હિંદુઓએ તેનું માથું કાપી નાખ્યું હતું.”

    અલ જઝીરાએ હિંદુઓને દોષી ઠેરવતા મૌલવીની હત્યા અંગે ખોટા સમાચાર ફેલાવ્યા હતા (તસ્વીર: twitter)

    મીડિયા સંસ્થાએ મામલાની તપાસ કરવા અને હત્યારાઓને વહેલી તકે પકડવા માટે તેની પોસ્ટમાં ‘જસ્ટિસ ફોર ઈમામ સિવાન’ અને ‘જસ્ટિસ ફોર સિવાન મૌલવી’ હેશટેગ્સ પણ લખ્યા છે. (અનુવાદ ગૂગલની મદદથી કરવામાં આવ્યો છે.)

    સિવાનમાં મૌલવીની હત્યા પાછળનું સત્ય 

    જોકે, બિહારના સિવાન જિલ્લામાં મૌલવીના મોત પાછળનું સત્ય અલ-જઝીરાએ કરેલા દાવાથી જોજનો દૂર છે. આ ઘટના સિવાન જિલ્લાના મુફાસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ખલીસપુર ગામમાં 9-10 જૂનની વચ્ચેની રાત્રે બની હતી. મૌલવીની ઓળખ 85 વર્ષીય સફી અહેમદ તરીકે થઈ છે, જેની સ્થાનિક લોકોએ મસ્જિદમાં હત્યા કરી હતી. પરંતુ અલ જઝીરાએ મૌલવીની હત્યા હિંદુઓ દ્વારા થઇ હોવાના દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા.

    ‘દૈનિક જાગરણ’ના અહેવાલ મુજબ, મૌલવી સફી અહેમદનો જમીનદારો સાથે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિનોદ કુમાર સિંહે જણાવ્યું કે સફી અહેમદનો ગામમાં જ કેટલાક લોકો સાથે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. પરિજનોની ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. જમીન વિવાદને લઈને તેની હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે. સફાઈ કામદારો શુક્રવારની નમાઝ માટે મસ્જિદની સફાઈ કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિકોને આ ઘટના અંગે જાણ થઇ હતી. મૌલવીના મૃતદેહને જોઈને તેમણે બુમરાણ મચાવી દીધી હતી અને ત્યારબાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

    જમીન વિવાદ મુદ્દે મૌલવીના પુત્રનું નિવેદન 

    મૌલવીના પુત્ર અશફાક અહેમદે એક નિવેદનમાં જણાવ્યું કે ગામમાં તેનું પૈતૃક ઘર છે. સફીના મોટા ભાઈના પૌત્રના લગ્ન 22 મેના રોજ થવાનાં હતાં. આ માટે તેના પિતાના મોટા ભાઈ ઉમર અહેમદે મહેમાનોને ઘરમાં રાખવાના બહાને ઘર ખાલી કરાવી દીધું હતું. ત્યારથી તેના પિતા રાત્રે મસ્જિદમાં સૂતા હતા. લગ્ન બાદ જ્યારે તે પોતાના ઘરે પરત ફર્યા ત્યારે તેમના એક રૂમનું તાળું બંધ હતું.

    તેઓએ તાળું ખોલવાની ના પાડી અને અશફાક અને તેના પિતાને મારી નાખવાની ધમકી આપી. બાદમાં આ મામલો પંચાયત સુધી પહોંચ્યો હતો પરંતુ ત્યાં પણ તેમને ન્યાય મળ્યો ન હતો. જે બાદ પાંચ મહિના પહેલાં જ કોર્ટે તેના પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ કેસ પાંચ વર્ષ સુધી કોર્ટમાં ચાલ્યો હતો.

    અહેવાલો અનુસાર, રૂમમાં લાગેલા તાળાની ફરિયાદને લઈને સફી શનિવારે પોલીસ મથકમાં યોજાતા જનતા દરબારમાં જવાના હતા. પરિવારજનોએ જણાવ્યું કે તેમણે આ માટે તમામ તૈયારીઓ કરી લીધી હતી અને તમામ કાગળો પણ એકઠા કરી લીધા હતા. ગુરુવારે તેમણે આ અંગેની તમામ વિગતો પરિવારના લોકોને પણ કહી હતી. 

    ઘટનાની રાત્રે ગરમી વધારે હોવાના કારણે સફાઈ નમાઝ બાદ મસ્જિદની અગાસીએ ઊંઘવા માટે ગયા હતા. જે બાદ અગાઉથી ઘડેલ કાવતરાં મુજબ અજ્ઞાત હુમલાખોરોએ તેમની હત્યા કરી નાંખી હતી. ઑપઇન્ડિયાએ આ મામલે વધુ જાણકારી મેળવવા માટે સિવાનના મુફસ્સિલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.

    અગ્નિપથ વિરોધમાં ટ્રેન સળગાવવાની સોપારી 20 હજાર; જમુઈ KKM કોલેજના બે યુવાનોએ નેતાજીના કહેવા પર મોકામા-હાવડા એક્સપ્રેસને સળગાવવાનું કાવતરું રચ્યું

    અગ્નિપથ વિરોધમાં ટ્રેન સળગાવવાનો ભાવ લગાવવામાં આવ્યા. જી હા બિહારના જમુઈમાં અગ્નિપથ યોજનાના વિરોધની આડમાં કેકે એમ કોલેજ કેમ્પસમાં સરકારી સંપત્તિમાં તોડફોડ અને ટ્રેન સળગાવવાની યોજના બનાવવામાં આવી હતી. સમગ્ર મામલામાં વ્હાઈટ કોલર વાળા એક નેતાની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે નેતાના કહેવા પર કેકેએમ કોલેજ કેમ્પસમાં યુવાનોને ફિઝિકલ ટ્રેનિંગ આપનારા બે ટ્રેનર્સે એક સંપૂર્ણ યોજના બનાવી હતી. જે મુજબ વિરોધની આડમાં જમુઈ રેલ્વે સ્ટેશન પર મોકામા-હાવડા એક્સપ્રેસ ટ્રેનને સળગાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. અગ્નિપથ વિરોધમાં ટ્રેન સળગાવવાનો ભાવ 20 હજાર નક્કી થયો હતો.

    ટ્રેન સળગાવવાનો સોદો

    મળતી માહિતી મુજબ, બંને ફિઝિકલ ટ્રેનર્સને ઘટનાને અંજામ આપવા માટે યુવકોને એકત્ર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેના બદલામાં વ્હાઇટ કોલર વાળા નેતાએ બંને ટ્રેનર્સને 20-20 હજાર રૂપિયા આપશે એવું કહેવામાં આવી રહ્યું છે. બંનેએ ગુરુવારે મોડી સાંજે લખીસરાય જિલ્લાના અલીગંજ અને હલસી સહિતના જુદા જુદા વિસ્તારોમાંથી સેંકડો યુવાનોને જમુઈ બોલાવ્યા હતા. આ સાથે બધાને હોસ્ટેલ, લોજ અને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્લાન મુજબ બીજા દિવસે શુક્રવારે ટ્રેન સળગાવવાની હતી.

    ટોળા પહેલેથીજ એકઠા કરવામાં આવ્યાં

    ઘટનાને અંજામ આપવા યુવાનોને આયોજનબદ્ધ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. તમામ યુવાનોને અગાઉ શહેરના કાચરી ચોક (જમુઈમાં અગ્નિપથ પ્રોટેસ્ટ) ખાતે ભેગા થવા સૂચના આપવામાં આવી હતી. પોલીસે જામ હટાવવાનો પ્રયાસ કર્યો તો અલગ-અલગ એકમોમાં જમુઈ રેલ્વે સ્ટેશન પહોંચવાની યોજના હતી. તેમજ 9 વાગ્યાની આસપાસ મોકામા હાવડા એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપવાની યોજના ઘડી હતી. પ્લાન મુજબ યુવાનોની ભીડ જમુઈ સ્ટેશન પર પહોંચી પરંતુ ટ્રેન ન મળવાને કારણે આખો પ્લાન નિષ્ફળ ગયો.

    કાવતરાખોરોની ધરપકડ

    પોલીસને આ પ્લાનની જાણ થઈ હતી. જે બાદ શુક્રવારે મોડી રાત્રે શહેરની કેકેએમ કોલેજની હોસ્ટેલ, લોજ સહિતની વિવિધ હોટેલો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં કાવતરું ઘડનારા બંને ફિઝિકલ ટ્રેનર્સની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે કેટલાક શકમંદોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસ આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે. આ યોજનાના મુખ્ય સૂત્રધાર વ્હાઇટ કોલર નેતાની ધરપકડ માટે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ કેસમાં સાત નામના અને 500 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સદરના SDPO ડૉ. રાકેશ કુમારે જણાવ્યું કે ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આમાં સામેલ કોઈપણ દોષિતને બક્ષવામાં આવશે નહીં.

    પોતાના જ લગ્નમાં પહોચવાનું ભૂલી ગયા ઓડિશાના એક ધારાસભ્ય: ગર્લફ્રેંડ દ્વારા પોલીસ ફરિયાદમાં નેતાજી વિરુદ્ધ અતિશય ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો

    પોતાના જ લગ્નમાં પહોંચવાનું ભૂલી ગયા બાદ,ઓડિશા બીજેડીના તીરતોલના ધારાસભ્ય બિજય શંકર દાસની ગર્લફ્રેન્ડે જગતસિંહપુર પોલીસ સ્ટેશનમાં તેમની સામે સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે

    ફરિયાદી સોમાલિકાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવતા કહ્યું છે કે “બિજય શંકર ચૂંટણી ખર્ચ માટે પૈસા એકઠા કરવા સેક્સ રેકેટ ચલાવી રહ્યા હતા. આ સંબંધમાં તેની સામે કટક અને ભુવનેશ્વરમાં અનેક કેસ પેન્ડિંગ છે.”

    સોમાલિકાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે બિજય શંકરે જ્યારે તેના પિતા સ્વર્ગસ્થ બિષ્ણુ ચરણ દાસ શાળા અને સમૂહ શિક્ષણ મંત્રી હતા ત્યારે પોતાની મેટ્રિકની માર્કશીટ સાથે છેડછાડ કરી હતી.

    ઉપરોક્ત તમામ આરોપો ઉપરાંત, સોમાલિકાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે બિજય શંકરે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ નિયત તારીખે તે જગતસિંહપુર ખાતેના લગ્ન રજિસ્ટ્રાર ઓફિસમાં હાજર થયા ન હતા.

    “ગઈકાલે બિજય શંકર પહેલાથી નક્કી થયેલ લગ્ન માટે હાજર ન થતાં મેં તેની સામે ફરિયાદ નોંધાવી છે. મને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને મને ખાતરી છે કે મને ન્યાય મળશે,” સોમાલિકાએ કહ્યું હતું.

    તેના જણાવ્યા મુજબ, તેઓ લાંબા સમયથી પ્રેમમાં હતા. ગત પંચાયતની ચૂંટણી દરમિયાન કેટલાક કારણોસર તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ત્યારબાદ ધારાસભ્ય બિજય શંકર દાસે તેમની અંતરંગ પળોના કેટલાક ફોટા વાયરલ કર્યા હતા. સોમાલિકાએ ગયા મહિનામાં આ મામલો પોલીસ અધિક્ષકને પણ ઉઠાવ્યો હતો.

    દરમિયાન, તેઓ બંને લગ્ન નોંધણી માટે 17 મેના રોજ જગતસિંગપુર ખાતેના મેરેજ ઑફિસના રજિસ્ટ્રારની મુલાકાતે ગયા હતા. નિયમ મુજબ, જો બંને પક્ષો તરફથી કોઈ વાંધો પ્રાપ્ત ન થાય, તો લગ્નની અરજી માન્ય રહેશે. તેથી, લગ્ન માટેની અરજીને એક મહિનો પૂરો થયો ત્યારે સોમાલિકા 17 જૂને રજિસ્ટ્રાર ઑફ મેરેજ ઑફિસમાં આવી હતી.

    સોમાલિકાના પિતા સંગ્રામ કિશોર દાસે કહ્યું, “લગ્ન માટે 17 જૂન નક્કી કરવામાં આવી હતી. અમે જગતસિંહપુર ખાતે લગ્નના રજિસ્ટ્રાર ઑફિસમાં તેની રાહ જોતા રહ્યા અને જ્યારે તે ન આવ્યો ત્યારે અમને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી.”

    ધારાસભ્ય બિજય શંકર દાસનું કહેવું છે કે તેમને તેમના લગ્ન વિશે કોઈ માહિતી નથી. તેણે આરોપી યુવતીને પોતાની મંગેતર ગણાવી હતી. તેણે એમ પણ કહ્યું કે તે લગ્ન માટે તૈયાર છે અને તેની સાથે લગ્ન કરશે. ઉપરાંત તેણે પોતાની પર લાગેલા સેક્સ રેકેટ ચલાવવાના આરોપો નકારી કાઢ્યા હતા.

    મેડિકલ ફેસિલિટી, કેન્ટીન, ભથ્થું, વીમો, મેડલ, રજાઓ… એરફોર્સે જણાવ્યું કે ‘અગ્નિવીર’ને શું શું મળશે: દેશ માટે બલિદાન આપનારાઓને ₹1 કરોડ

    કેન્દ્રની મહત્વાકાંક્ષી અગ્નિપથ યોજના પર ચાલી રહેલી હિંસા વચ્ચે, ભારતીય વાયુસેનાએ રવિવારે (19 જૂન 2022) અગ્નિવીરોની ભરતી સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડી છે.

    પ્રથમ ભરતી માર્ગદર્શિકામાં, એરફોર્સે કહ્યું છે કે અગ્નિવીરોએ તેમની સેવાના ચાર વર્ષ પૂર્ણ કરવા પડશે. તે પહેલાં તેઓ બળ છોડી શકશે નહીં. આમ કરવા માટે તેઓએ અધિકારીની સંમતિ લેવી પડશે. ઉપરાંત, 18 વર્ષથી ઓછી ઉંમરના અગ્નિવીરોને તેમના માતાપિતા અથવા વાલીની સંમતિની જરૂર પડશે.

    અગ્નિવીરોની ભરતી સંબંધિત માર્ગદર્શિકા દ્વારા અગ્નિવીરોની રજા અને તબીબી સુવિધાઓને લગતી શંકાઓને દૂર કરવામાં આવી છે. અગ્નિવીરોની ભરતી સંબંધિત માર્ગદર્શિકા જણાવે છે કે અગ્નિવીર તમામ સૈન્ય સન્માન અને પુરસ્કારોનો હકદાર હશે. તેમને વર્ષમાં 30 દિવસની રજા આપવામાં આવશે. આ સિવાય બીમારીના કિસ્સામાં ડૉક્ટરની સલાહ પર બીમારીની રજા પણ મળશે.

    અગ્નિવીરોની ભરતી 17.5 થી 21 વર્ષની વય જૂથમાં કરવામાં આવશે અને તે શારીરિક તંદુરસ્તી અને શૈક્ષણિક લાયકાત પર આધારિત હશે. 18 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારોને તેમના માતાપિતા અથવા વાલીઓની સંમતિની જરૂર પડશે. પસંદ થયા બાદ તેમને સૈન્ય તાલીમ આપવામાં આવશે.

    અગ્નિવીરોનો ડ્રેસ ફિક્સ કરવામાં આવશે અને તેમણે તેમના યુનિફોર્મમાં ફરજ બજાવવાની રહેશે. કોઈપણ ફરજ માટે ગમે ત્યાં મોકલી શકાય છે. આ દરમિયાન તેમને મેડિકલ સુવિધા અને કેન્ટીનની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત પગારની સાથે જોખમ, મહેનત, ડ્રેસ અને મુસાફરી ભથ્થું પણ આપવામાં આવશે. આ ઉપરાંત અગ્નિવીરોને 48 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે.

    જો કોઈપણ અગ્નિવીર તેની સેવા દરમિયાન વીરગતિ પ્રાપ્ત કરે છે, તો તેના પરિવારને વીમા સહિત એક કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવશે. 10.04 લાખ સહિત વિકલાંગતા પર એક્સ-ગ્રેશિયા અને બાકીનો નોકરીનો પગાર અને સર્વિસ ફંડ આપવામાં આવશે.

    જો સેવાના સમયગાળા દરમિયાન અગ્નિવીરનું મૃત્યુ થાય છે, તો તેને બાકીની સેવા અવધિ માટે રૂ. 48, સેવા ભંડોળ અને પગાર આપવામાં આવશે. આવા લોકોને ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ અગ્નવીર પ્રમાણપત્ર આપવામાં આવશે.

    વધુમાં, માત્ર એવા ઉમેદવારોને જ લેવામાં આવશે જેમણે અગ્નિવીર તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે, તેઓને મેડિકલ ટ્રેડમેન સિવાય IAFના નિયમિત કેડરમાં લેવામાં આવશે. સેના કે અન્ય કોઈ દળમાં તેમની નિમણૂક સરકારી નિયમો અનુસાર થશે.

    ભવિષ્યમાં એરફોર્સમાં સેવા આપવા ઇચ્છુક અગ્નિવીરોએ ફરીથી અરજી કરવાની રહેશે. વાયુસેનાનું કેન્દ્રિય બોર્ડ આ અરજીઓની સમીક્ષા કર્યા પછી નિર્ણય લેશે અને 25 ટકા અગ્નિવીરોને તેમની ફિટનેસ અને 4 વર્ષના કાર્યકાળના આધારે નિયમિત કરશે.

    માતૃભૂમિ કાજે લોહી રેડવા તૈયાર ભાવનગરના યુવાને રાજનાથસિંહને લોહીથી લખ્યો પત્રઃ જાણો અગ્નિવીરો વિશે શું કહ્યું

    વર્તમાન સમયમાં અગ્નિપથ યોજના દેશમાં મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બની છે. યોજનાનો વિરોધ વિપક્ષો કરી રહ્યા છે પરંતુ ગઈ કાલે સેનાએ પત્રકાર વાર્તા કરીને સ્પષ્ટ કર્યું હતું કે અગ્નિપથ યોજના પાછી લેવાશે નહીં અને આવનારા સમયમાં ભરતી માટેનુ નોટીફીકેશન બહાર પડાશે. જેની વચ્ચે એક યુવાને લોહીથી પત્ર લખીને અગ્નિપથ યોજનામાં જોડાવા માટે રક્ષામંત્રી રાજનાથસિંહને પત્ર લખ્યો છે.

    અગ્નિપથ યોજનાની જાહેરાત થતા જ આખા દેશમાં હિંસા અને મોટા પ્રમાણમાં આગ ચાંપવાના બનાવો પણ થયા હતાં જેમાં ટ્રેનો અને જાહેર સંપતિ સળગાવવામાં આવી હતી.

    આવા માહોલમાં ગુજરાતનો એક યુવાન અગ્નિપથ યોજનાના સમર્થનમાં અનોખી રીતે સામે આવ્યો છે. ભાવનગરના દિપક ડાંગરે પોતાના લોહીથી પત્ર લખીને રક્ષામંત્રી રાજનાથસિંહને અગ્નિપથ યોજનામાં જોડાવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી સાથે કહ્યું હતું કે હું મા ભારતીની નિશુલ્ક સેવા કરવા તૈયાર છુ.

    મિડીયા રિપોર્ટ અનુસાર દિપક ડાંગર હાલમાં કચ્છ યુનિવર્સિટીમાં એમએસડબલ્યુમાં અભ્યાસ કરે છે પહેલાથી જ સમાજ સેવા સાથે જોડાયેલો છે અને દેશદાઝ ધરાવે છે. સાથે તેણે હિંસા કરનારા યુવાનોને પણ હિંસાના ન કરવા માટે અપીલ કરી હતી.

    રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે ‘અગ્નિપથ ભરતી યોજના’ની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સેનામાં ચાર વર્ષ માટે યુવાનોને ભરતી કરવામાં આવશે. તેમને અગ્નિવીર સૈનિક તરીકે ઓળખવામાં આવશે. તેમનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ સેવા નિધિ પેકેજ પણ મળશે. 17.5 થી 21 વર્ષ સુધીની ઉંમરના યુવાનો આ માટે અરજી કરી શકશે. 

    અગ્નિપથ યોજનામાં ભરતી માટે યુવાનોની ઉંમર 17 વર્ષ 6 મહિનાથી 21 વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે. ટ્રેનિંગ સમયગાળા સહિત યુવાનોને કુલ 4 વર્ષો માટે આર્મ્ડ સર્વિસિઝમાં સેવા આપવાની તક મળશે. તેમજ ભરતીની સમગ્ર પ્રક્રિયા સેનાના નિયમો અનુસાર હશે. આ યોજના હેઠળ સૈનિકોની તાલીમ 10 અઠવાડિયાથી 6 મહિના સુધીની હશે. 

    અગ્નિવીર સૈનિકો માટે સરકારે વેતનની પણ જાહેરાત કરી છે. જેમાં પહેલા વર્ષે યુવાનોને 30 હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવશે. EPF/PPF ની સુવિધા સાથે અગ્નિવીરને પહેલા વર્ષે 4.76 લાખ રૂપિયા મળશે. ચોથા વર્ષ સુધી માસિક પગાર 40 હજાર એટલે વાર્ષિક પેકેજ 6.92 લાખ રૂપિયાનું થશે. કાર્યકાળ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

    ‘હિટલર કી મૌત મરેગા મોદી’: અગ્નિપથના વિરોધની આડમાં વધુ એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાની પીએમ મોદી વિશે અપમાનજક ટિપ્પણી

    કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં આયોજિત એક રેલી દરમિયાન કોંગ્રેસના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી સુબોધ કાંત સહાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અત્યંત આપત્તિજનક ટિપ્પણી કરી હતી. વડાપ્રધાન મોદીને હિટલર સાથે સરખાવીને જાહેર મંચ પરથી કોંગ્રેસ નેતાએ બેફામ શબ્દો ઉચ્ચાર્યા હતા. 

    કોંગ્રેસ નેતા સુબોધ કાંત સહાયનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ કહેતા સંભળાય છે કે, “હિટલરે પણ આવી જ એક સંસ્થા બનાવી હતી. મોદી હિટલરની રાહ પર ચાલશે તો હિટલરની મોત માર્યો જશે. એ યાદ રાખે.” કોંગ્રેસ પાર્ટી દ્વારા અગ્નિપથ યોજનાના વિરોધમાં યોજવામાં આવેલ રેલીમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન મંચ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સચિન પાયલટ અને પ્રમોદ તિવારી પણ દેખાયા હતા. 

    સરકારના વિરોધમાં કે ભાજપના વિરોધમાં કોંગ્રેસના નેતાઓએ નરેન્દ્ર મોદી વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. આ પહેલાં અનેક કોંગ્રેસ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે અમર્યાદિત ટિપ્પણી કરી ચૂક્યા છે. 

    થોડા દિવસો પહેલાં ઇડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછના વિરોધમાં યોજાયેલી એક સભામાં નાગપુર કોંગ્રેસના નેતા શેખ હુસૈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. નાગપુરમાં ED ઓફિસની બહાર કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન નેતા શેખ હુસૈને કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી તેરા વહી હાલ હોગા, જેસે કુત્તા મરતા હૈ, વેસે હી મોદી મરેગા.” એટલું જ નહીં, તેમણે આગળ કહ્યું હતું કે, ” કદાચ મને તેની સામે 1000 નોટિસ મળશે, પરંતુ અમને તેની પરવા નથી. અમે લડતા આવ્યા છીએ, આગળ પણ લડીશું.” નાગપુર શહેર કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂકેલા હુસૈનના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ તેમની વિરુદ્ધ ભાજપે કેસ નોંધાવ્યો હતો. 

    વર્ષ 2007 માં સોનિયા ગાંધીએ ગુજરાતમાં એક સભા સંબોધતી વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ‘મોતના સોદાગર’ કહ્યા હતા. આ ટિપ્પણી ગોધરા હિંદુ હત્યાકાંડ અને તે બાદ થયેલાં રમખાણો મુદ્દે કરવામાં આવી હતી. જોકે, તે ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીએ જીતી હતી અને નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 

    આ ઉપરાંત, વર્ષ 2017 માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ વ્યક્તિ’ કહ્યા હતા. જે બાદ ભારે વિવાદ થયો હતો. ઉપરાંત, મણિશંકર ઐયરે 2014ની લોકસભા ચૂંટણી પહેલાં પણ નરેન્દ્ર મોદીને ‘ચાયવાલા’ કહીને તેમનું અપમાન કર્યું હતું. 

    શ્રીલંકાને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટર પેટ્રોલ પંપ પર ચા અને બન વહેંચતો નજરે ચડ્યો; તસવીરો થઇ વાયરલ

    શ્રીલંકન ક્રિકેટ ખેલાડી પેટ્રોલ પંપ પર પીરસે છે ચા અને બન.ભારતનો પાડોશી દેશ શ્રીલંકા આ દિવસોમાં આર્થિક મંદીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકા 1948માં આઝાદી મળ્યા બાદ સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ બધા સંકટ વચ્ચે 1996માં વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકન ક્રિકેટ ખેલાડી પેટ્રોલ પંપ પરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તે ચા વહેંચતા જોવા મળી રહ્યો છે.

    વર્લ્ડ કપ ચેમ્પિયન ખેલાડી પેટ્રોલ પંપ પર ચા વહેંચી રહ્યો છે

    શ્રીલંકામાં છેલ્લા કેટલાક સમયથી ખોરાક, દવાઓ અને ઈંધણ જેવી આવશ્યક ચીજોની ભારે અછત છે. લોકો પેટ્રોલ અને ડીઝલ માટે પેટ્રોલ પંપ પર કલાકો સુધી લાંબી લાઈનોમાં રાહ જોઈ રહ્યા છે. શ્રીલંકન ટીમનો પૂર્વ ક્રિકેટર અને ઓપનીંગ બેટ્સમેન રોશન મહાનામા કોલંબોના પેટ્રોલ પંપ પર આવા લોકોને ચા અને બન વહેંચી રહ્યો છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

    ખેલાડીએ પોતે તસવીરો શેર કરી

    1996માં વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકન ક્રિકેટ ટીમના સભ્ય રોશન મહાનમાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ચા વહેંચતો નજરે પડે છે. મહાનામાએ ટ્વિટર પર પોસ્ટની સાથે કેપ્શનમાં લખ્યું, ‘અમે કોમ્યુનિટી મીલ શેરની ટીમ સાથે મળીને આજે સાંજે વોર્ડ પ્લેસ અને પેટ્રોલ પંપની બહાર લાઈનમાં ઉભેલા લોકોને ચા અને બન પીરસ્યા. અહીં લાઈનો લાંબી થઈ રહી છે અને આથી આ લાઈનોમાં ઉભેલા લોકોનું સ્વાસ્થ્ય જોખમાશે.

    તેણે આગળ લખ્યું, ‘કૃપા કરીને, જે લોકો ઇંધણ માટે લાઇનમાં છે તેઓ એકબીજાનું ધ્યાન રાખે. પૂરતા પ્રમાણમાં પ્રવાહી અને ખોરાક પોતાની સાથે લાવો. જો તમારી તબિયત સારી નથી, તો કૃપા કરીને તમારી નજીકના કોઈ વ્યક્તિનો સંપર્ક કરો અને મદદ મેળવો અથવા 1990 પર કૉલ કરો. આ મુશ્કેલ સમયમાં આપણે એકબીજાનું ધ્યાન રાખવાની જરૂર છે.

    1996માં ટીમને ચેમ્પિયન બનાવી હતી

    રોશન મહાનમાનો જન્મ 31 મે 1966ના રોજ કોલંબોમાં થયો હતો. રોશન મહાનમાએ શ્રીલંકા માટે 52 ટેસ્ટ અને 213 વનડે રમી છે. તેણે આ વનડેમાં 4 સદી અને 35 અડધી સદીની મદદથી 5162 રન બનાવ્યા છે, જ્યારે ટેસ્ટમાં તેના નામે 2576 રન છે. તે શ્રીલંકાની ક્રિકેટ ટીમનો ભાગ હતો જેણે 1996માં વર્લ્ડ કપ જીત્યો હતો અને 1999ના વર્લ્ડ કપ પછી તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

    અહેવાલો મુજબ, શ્રીલંકા કોવિડ-19 રોગચાળાને કારણે તેમજ મફતની આર્થિક નીતિઓને કારણે આ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, અને હાલની સરકાર કોરોનાકાળ પછીની અસરોનો સામનો કરવામાં અસમર્થ છે.

    આ કટોકટીએ દેશની સરકાર પર પણ અસર કરી હતી, કારણ કે તેના કારણે ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દ્રા રાજપક્ષે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ રાનિલ વિક્રમસિંઘેને તેમના સ્થાને નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હાલ શ્રીલંકા ખુબજ મોટા આર્થીક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે અને ખાદ્ય તેમજ અન્ય વસ્તુઓની તંગી અનુભવી રહ્યું છે.

    ચીખલીના રાનકુવા નજીક ગૌરક્ષકોએ પશુઓ ભરીને લઇ જતો ટેમ્પો પકડ્યો: નઝીર, લિયાકલ સહિત ત્રણ સામે ગુનો દાખલ

    નવસારીના ચીખલી તાલુકાના રાનકુવા ગામે ગઈકાલે (19 જૂન 2022) ગૌરક્ષકોએ પશુઓ ભરેલો ટેમ્પો પકડી પાડ્યો હતો. જે બાદ પોલીસને જાણ કરતાં રાનકુવા પોલીસે નઝીર સિંધી નામના શખ્સ સહિત ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત લિયાકલ હાજી ગુલામ નામના ઈસમને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર, હિંદુ સંગઠન અગ્નિવીરના ગૌરક્ષકોને ટાંકલથી એક આઇશર ટેમ્પો ભેંસો ભરી લઈને રાનકુવા તરફ લઇ જવામાં આવતો હોવાની બાતમી મળી હતી. જે બાદ અગ્નિવીર સંગઠનના મહેન્દ્રસિંહ રાજપુરોહિત, પ્રણવસિંહ પરમાર, સાજનભાઈ ભરવાડ, સુરેશભાઈ પુરોહિત, અંબાલાલ પટેલ અને નારણસિંહ રાજપૂત સહિતના લોકોએ વૉચ ગોઠવી રાનકુવા સર્કલ નજીક જ આ પશુઓ ભરેલો ટેમ્પો પકડી પાડ્યો હતો. 

    ગૌરક્ષકોએ ટેમ્પો ચાલકનું નામ પૂછતાં તેણે પોતાની ઓળખ નઝીર દાઉ સિંધી (રહે. મગરકુઇ, જિ. તાપી, મૂળ: રાજસ્થાન) તરીકે આપી હતી. જે બાદ તેમણે ટેમ્પાના પાછળના ભાગે તપાસ કરતાં છ ભેંસો ટૂંકા દોરડાથી બાંધેલી જોવા મળી હતી અને તેમના માટે ટેમ્પોમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. જે બાદ ટેમ્પો કબજે કરી ગૌરક્ષકોએ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. 

    જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી એક ભેંસની કિંમત 10 હજાર લેખે કુલ 60,000 ની ભેંસ તેમજ આયશર ટેમ્પોની કિંમત 10 લાખ ગણી લઈને કબજે કર્યા હતા. ઉપરાંત, પોલીસે ભેંસોની હેરાફેરી કરનાર ચાલક નઝીર સિંધીને પકડી લીધો હતો અને અન્ય એક આરોપી લિયાકલ હાજી ગુલામને (રહે. ધરમપુર, વલસાડ) વૉન્ટેડ જાહેર કર્યો છે. આ ઉપરાંત સરૈયાના એક તબેલાના માલિક સામે પણ ગુનો નોંધાવામાં આવ્યો છે. આ તમામ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 6(A)ની પેટાકલમ 4 અને 8(4) અને ગુજરાત મોટર વિહિકલ એક્ટ 1986 ની કલમ 192 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. 

    સમગ્ર બનાવ અંગે ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતા અગ્નિવીર હિંદુ સંગઠનના પ્રણવસિંહ પરમારે જણાવ્યું કે, “રવિવારે લગભગ સાડા છ વાગ્યે અમને પશુઓને ટેમ્પોમાં લઇ જવાતાં હોવાની બાતમી મળી હતી. જે બાદ અમે ગૌરક્ષકોએ મળીને સાતેક વાગ્યાની આસપાસ રાનકુવા સર્કલ પાસે ગાડી અટકાવી હતી અને પૂછપરછ કરતાં તેમાં પશુઓ લઇ જવાતાં હોવાનું જાણવા મળતાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. હાલ આ મામલે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.”

    વિરોધ બાદ ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના ડાયરેક્ટર બચાવમાં ઉતર્યા, કહ્યું- પૂજા પંડાલમાં જૂતા પહેરીને જઈ શકાય છે

    રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર 4Kમાં રિલીઝ થઈ ગયું છે. હાલમાં જ ‘બ્રહ્માસ્ત્ર’ એક સીનને લઈને વિવાદોમાં રહી હતી. ફિલ્મના એક સીનમાં રણબીર જૂતા પહેરીને મંદિર તરફ ભાગતો જોવા મળ્યો હતો. હવે આ વિવાદ પર ડિરેક્ટર અયાન મુખર્જીએ સફાઈ આપી છે.

    અયાને પોસ્ટમાં જણાવ્યું હતું કે જેઓ બ્રહ્માસ્ત્રના 4K વર્ઝન માટે પૂછી રહ્યા હતા, જે અપલોડ કરી દેવામાં આવ્યું છે. જે બાદ તેમણે જે સીનને લઈને નેટીઝ્ન્સે બોયકોટની માંગ કરી હતી તેને લઈને સ્પષ્ટતા કરી હતી.

    પોસ્ટમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મને લઈને ચાલતા વિવાદ અંગે કહેવામાં આવ્યું કે, “કેટલાક લોકો ટ્રેલરના એક સીનને લઈને નારાજ થઇ ગયા હતા કે રણબીરનું પાત્ર બુટ પહેરીને ઘંટ વગાડી રહ્યું છે. આ ફિલ્મના નિર્માતા (અને એક ભક્ત) તરીકે હું વિનમ્રતાપૂર્વક જણાવવા માંગુ છું કે આવું શા માટે થયું?

    તેમણે કહ્યું, અમારી ફિલ્મમાં રણબીર મંદિરમાં નહીં પરંતુ દુર્ગા પૂજા પંડાલમાં પ્રવેશ કરે છે. મારો પોતાનો પરિવાર છેલ્લાં 75 વર્ષોથી આ રીતે દુર્ગા પૂજા સમારોહનું આયોજન કરતો આવ્યો છે. હું પણ બાળપણથી તેમાં ભાગ લેતો આવ્યો છું. મારા અનુભવ પ્રમાણે આપણે માત્ર મંચ પર પગરખાં ઉતારીએ છીએ, જ્યાં દેવી બિરાજમાન હોય છે. પંડાલમાં પ્રવેશ કરતી વખતે જૂતાં ઉતારતા નથી.”

    અયાને લખ્યું, “જેઓ નારાજ થયા છે તેમના સુધી વ્યક્તિગત રીતે પહોંચવું મારા માટે બહુ જરૂરી છે. બ્રહ્માસ્ત્ર ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસનું સન્માન કરે છે. આ જ કારણ છે કે મેં આ ફિલ્મ બનાવી છે. તેથી બ્રહ્માસ્ત્ર જોનારા લોકો સુધી મારી ભાવનાઓ પહોંચવી ખૂબ જરૂરી છે. 

    અયાન મુખર્જીના નિવેદન પહેલાં તેમના દ્વારા નિર્દેશિત આ ફિલ્મને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા મળી રહી હતી. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ, પ્રાઇમ ફોકસ અને સ્ટારલાઇટ પિક્ચર્સ દ્વારા સ્ટાર સ્ટુડિયો સાથે મળીને કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની મુખ્ય ભૂમિકામાં છે.

    ટ્રેલરમાં દેખાડેલા એક દ્રશ્યમાં રણબીર કપૂર મંદિરમાં જૂતા પહેરીને જતો જોવા મળી રહ્યો છે, લોકોનો આક્ષેપ છે કે આ પ્રથમ વાર નથી જેમાં બોલીવુડે ફિલ્મમાં હિંદુ ધર્મનું અપમાન કર્યું હોય. જે પછી સોશિયલ મીડિયામાં આ સીનને લઈને ભડકો થયો છે. યુઝર્સ હિંદુ ધર્મ અને દેવસ્થાનના અપમાન કરવાનાં આક્ષેપ સાથે ફિલ્મના ટ્રેલરને ટ્રોલ કરી રહ્યા છે, હાલ ટ્વીટર પ્લેટફોર્મ પર #BoycottBrahmastra ટ્રેન્ડ કરી રહ્યું હતું.