Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિરોધ બાદ 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મના ડાયરેક્ટર બચાવમાં ઉતર્યા, કહ્યું- પૂજા પંડાલમાં જૂતા પહેરીને...

    વિરોધ બાદ ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના ડાયરેક્ટર બચાવમાં ઉતર્યા, કહ્યું- પૂજા પંડાલમાં જૂતા પહેરીને જઈ શકાય છે

    બ્રહ્માસ્ત્રના ટ્રેલરના એક દ્રશ્ય અંગે વિવાદ ઉભો થયા બાદ ફિલ્મના નિર્દેશક અયાન મુખરજી ખુદ મેદાનમાં આવ્યા છે અને તેમણે આ અંગે સ્પષ્ટતા કરી છે.

    - Advertisement -

    રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર 4Kમાં રિલીઝ થઈ ગયું છે. હાલમાં જ ‘બ્રહ્માસ્ત્ર’ એક સીનને લઈને વિવાદોમાં રહી હતી. ફિલ્મના એક સીનમાં રણબીર જૂતા પહેરીને મંદિર તરફ ભાગતો જોવા મળ્યો હતો. હવે આ વિવાદ પર ડિરેક્ટર અયાન મુખર્જીએ સફાઈ આપી છે.

    અયાને પોસ્ટમાં જણાવ્યું હતું કે જેઓ બ્રહ્માસ્ત્રના 4K વર્ઝન માટે પૂછી રહ્યા હતા, જે અપલોડ કરી દેવામાં આવ્યું છે. જે બાદ તેમણે જે સીનને લઈને નેટીઝ્ન્સે બોયકોટની માંગ કરી હતી તેને લઈને સ્પષ્ટતા કરી હતી.

    પોસ્ટમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મને લઈને ચાલતા વિવાદ અંગે કહેવામાં આવ્યું કે, “કેટલાક લોકો ટ્રેલરના એક સીનને લઈને નારાજ થઇ ગયા હતા કે રણબીરનું પાત્ર બુટ પહેરીને ઘંટ વગાડી રહ્યું છે. આ ફિલ્મના નિર્માતા (અને એક ભક્ત) તરીકે હું વિનમ્રતાપૂર્વક જણાવવા માંગુ છું કે આવું શા માટે થયું?

    - Advertisement -

    તેમણે કહ્યું, અમારી ફિલ્મમાં રણબીર મંદિરમાં નહીં પરંતુ દુર્ગા પૂજા પંડાલમાં પ્રવેશ કરે છે. મારો પોતાનો પરિવાર છેલ્લાં 75 વર્ષોથી આ રીતે દુર્ગા પૂજા સમારોહનું આયોજન કરતો આવ્યો છે. હું પણ બાળપણથી તેમાં ભાગ લેતો આવ્યો છું. મારા અનુભવ પ્રમાણે આપણે માત્ર મંચ પર પગરખાં ઉતારીએ છીએ, જ્યાં દેવી બિરાજમાન હોય છે. પંડાલમાં પ્રવેશ કરતી વખતે જૂતાં ઉતારતા નથી.”

    અયાને લખ્યું, “જેઓ નારાજ થયા છે તેમના સુધી વ્યક્તિગત રીતે પહોંચવું મારા માટે બહુ જરૂરી છે. બ્રહ્માસ્ત્ર ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસનું સન્માન કરે છે. આ જ કારણ છે કે મેં આ ફિલ્મ બનાવી છે. તેથી બ્રહ્માસ્ત્ર જોનારા લોકો સુધી મારી ભાવનાઓ પહોંચવી ખૂબ જરૂરી છે. 

    અયાન મુખર્જીના નિવેદન પહેલાં તેમના દ્વારા નિર્દેશિત આ ફિલ્મને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા મળી રહી હતી. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ, પ્રાઇમ ફોકસ અને સ્ટારલાઇટ પિક્ચર્સ દ્વારા સ્ટાર સ્ટુડિયો સાથે મળીને કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની મુખ્ય ભૂમિકામાં છે.

    ટ્રેલરમાં દેખાડેલા એક દ્રશ્યમાં રણબીર કપૂર મંદિરમાં જૂતા પહેરીને જતો જોવા મળી રહ્યો છે, લોકોનો આક્ષેપ છે કે આ પ્રથમ વાર નથી જેમાં બોલીવુડે ફિલ્મમાં હિંદુ ધર્મનું અપમાન કર્યું હોય. જે પછી સોશિયલ મીડિયામાં આ સીનને લઈને ભડકો થયો છે. યુઝર્સ હિંદુ ધર્મ અને દેવસ્થાનના અપમાન કરવાનાં આક્ષેપ સાથે ફિલ્મના ટ્રેલરને ટ્રોલ કરી રહ્યા છે, હાલ ટ્વીટર પ્લેટફોર્મ પર #BoycottBrahmastra ટ્રેન્ડ કરી રહ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં