Thursday, June 8, 2023
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅગ્નિપથ વિરોધમાં ટ્રેન સળગાવવાની સોપારી 20 હજાર; જમુઈ KKM કોલેજના બે યુવાનોએ...

    અગ્નિપથ વિરોધમાં ટ્રેન સળગાવવાની સોપારી 20 હજાર; જમુઈ KKM કોલેજના બે યુવાનોએ નેતાજીના કહેવા પર મોકામા-હાવડા એક્સપ્રેસને સળગાવવાનું કાવતરું રચ્યું

    બિહારમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ થયેલી હિંસા સ્વયંભુ નહીં પરંતુ પ્રાયોજિત અને અગાઉથી નક્કી કરેલી યોજના અનુસાર હોવાના પાક્કા પુરાવા બિહાર પોલીસને મળ્યા છે.

    - Advertisement -

    અગ્નિપથ વિરોધમાં ટ્રેન સળગાવવાનો ભાવ લગાવવામાં આવ્યા. જી હા બિહારના જમુઈમાં અગ્નિપથ યોજનાના વિરોધની આડમાં કેકે એમ કોલેજ કેમ્પસમાં સરકારી સંપત્તિમાં તોડફોડ અને ટ્રેન સળગાવવાની યોજના બનાવવામાં આવી હતી. સમગ્ર મામલામાં વ્હાઈટ કોલર વાળા એક નેતાની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે નેતાના કહેવા પર કેકેએમ કોલેજ કેમ્પસમાં યુવાનોને ફિઝિકલ ટ્રેનિંગ આપનારા બે ટ્રેનર્સે એક સંપૂર્ણ યોજના બનાવી હતી. જે મુજબ વિરોધની આડમાં જમુઈ રેલ્વે સ્ટેશન પર મોકામા-હાવડા એક્સપ્રેસ ટ્રેનને સળગાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. અગ્નિપથ વિરોધમાં ટ્રેન સળગાવવાનો ભાવ 20 હજાર નક્કી થયો હતો.

    ટ્રેન સળગાવવાનો સોદો

    મળતી માહિતી મુજબ, બંને ફિઝિકલ ટ્રેનર્સને ઘટનાને અંજામ આપવા માટે યુવકોને એકત્ર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેના બદલામાં વ્હાઇટ કોલર વાળા નેતાએ બંને ટ્રેનર્સને 20-20 હજાર રૂપિયા આપશે એવું કહેવામાં આવી રહ્યું છે. બંનેએ ગુરુવારે મોડી સાંજે લખીસરાય જિલ્લાના અલીગંજ અને હલસી સહિતના જુદા જુદા વિસ્તારોમાંથી સેંકડો યુવાનોને જમુઈ બોલાવ્યા હતા. આ સાથે બધાને હોસ્ટેલ, લોજ અને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્લાન મુજબ બીજા દિવસે શુક્રવારે ટ્રેન સળગાવવાની હતી.

    - Advertisement -

    ટોળા પહેલેથીજ એકઠા કરવામાં આવ્યાં

    ઘટનાને અંજામ આપવા યુવાનોને આયોજનબદ્ધ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. તમામ યુવાનોને અગાઉ શહેરના કાચરી ચોક (જમુઈમાં અગ્નિપથ પ્રોટેસ્ટ) ખાતે ભેગા થવા સૂચના આપવામાં આવી હતી. પોલીસે જામ હટાવવાનો પ્રયાસ કર્યો તો અલગ-અલગ એકમોમાં જમુઈ રેલ્વે સ્ટેશન પહોંચવાની યોજના હતી. તેમજ 9 વાગ્યાની આસપાસ મોકામા હાવડા એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપવાની યોજના ઘડી હતી. પ્લાન મુજબ યુવાનોની ભીડ જમુઈ સ્ટેશન પર પહોંચી પરંતુ ટ્રેન ન મળવાને કારણે આખો પ્લાન નિષ્ફળ ગયો.

    કાવતરાખોરોની ધરપકડ

    પોલીસને આ પ્લાનની જાણ થઈ હતી. જે બાદ શુક્રવારે મોડી રાત્રે શહેરની કેકેએમ કોલેજની હોસ્ટેલ, લોજ સહિતની વિવિધ હોટેલો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં કાવતરું ઘડનારા બંને ફિઝિકલ ટ્રેનર્સની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે કેટલાક શકમંદોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસ આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે. આ યોજનાના મુખ્ય સૂત્રધાર વ્હાઇટ કોલર નેતાની ધરપકડ માટે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ કેસમાં સાત નામના અને 500 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સદરના SDPO ડૉ. રાકેશ કુમારે જણાવ્યું કે ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આમાં સામેલ કોઈપણ દોષિતને બક્ષવામાં આવશે નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં