Friday, November 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાતૃભૂમિ કાજે લોહી રેડવા તૈયાર ભાવનગરના યુવાને રાજનાથસિંહને લોહીથી લખ્યો પત્રઃ જાણો...

    માતૃભૂમિ કાજે લોહી રેડવા તૈયાર ભાવનગરના યુવાને રાજનાથસિંહને લોહીથી લખ્યો પત્રઃ જાણો અગ્નિવીરો વિશે શું કહ્યું

    અગ્નિપથ યોજનાની જાહેરાત થતા જ આખા દેશમાં હિંસા અને મોટા પ્રમાણમાં આગજની પણ થઈ હતી જેમા ટ્રેનો અને જાહેર સંપતિ સળગાવવામાં આવી હતી.

    - Advertisement -

    વર્તમાન સમયમાં અગ્નિપથ યોજના દેશમાં મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બની છે. યોજનાનો વિરોધ વિપક્ષો કરી રહ્યા છે પરંતુ ગઈ કાલે સેનાએ પત્રકાર વાર્તા કરીને સ્પષ્ટ કર્યું હતું કે અગ્નિપથ યોજના પાછી લેવાશે નહીં અને આવનારા સમયમાં ભરતી માટેનુ નોટીફીકેશન બહાર પડાશે. જેની વચ્ચે એક યુવાને લોહીથી પત્ર લખીને અગ્નિપથ યોજનામાં જોડાવા માટે રક્ષામંત્રી રાજનાથસિંહને પત્ર લખ્યો છે.

    અગ્નિપથ યોજનાની જાહેરાત થતા જ આખા દેશમાં હિંસા અને મોટા પ્રમાણમાં આગ ચાંપવાના બનાવો પણ થયા હતાં જેમાં ટ્રેનો અને જાહેર સંપતિ સળગાવવામાં આવી હતી.

    આવા માહોલમાં ગુજરાતનો એક યુવાન અગ્નિપથ યોજનાના સમર્થનમાં અનોખી રીતે સામે આવ્યો છે. ભાવનગરના દિપક ડાંગરે પોતાના લોહીથી પત્ર લખીને રક્ષામંત્રી રાજનાથસિંહને અગ્નિપથ યોજનામાં જોડાવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી સાથે કહ્યું હતું કે હું મા ભારતીની નિશુલ્ક સેવા કરવા તૈયાર છુ.

    - Advertisement -

    મિડીયા રિપોર્ટ અનુસાર દિપક ડાંગર હાલમાં કચ્છ યુનિવર્સિટીમાં એમએસડબલ્યુમાં અભ્યાસ કરે છે પહેલાથી જ સમાજ સેવા સાથે જોડાયેલો છે અને દેશદાઝ ધરાવે છે. સાથે તેણે હિંસા કરનારા યુવાનોને પણ હિંસાના ન કરવા માટે અપીલ કરી હતી.

    રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે ‘અગ્નિપથ ભરતી યોજના’ની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સેનામાં ચાર વર્ષ માટે યુવાનોને ભરતી કરવામાં આવશે. તેમને અગ્નિવીર સૈનિક તરીકે ઓળખવામાં આવશે. તેમનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ સેવા નિધિ પેકેજ પણ મળશે. 17.5 થી 21 વર્ષ સુધીની ઉંમરના યુવાનો આ માટે અરજી કરી શકશે. 

    અગ્નિપથ યોજનામાં ભરતી માટે યુવાનોની ઉંમર 17 વર્ષ 6 મહિનાથી 21 વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે. ટ્રેનિંગ સમયગાળા સહિત યુવાનોને કુલ 4 વર્ષો માટે આર્મ્ડ સર્વિસિઝમાં સેવા આપવાની તક મળશે. તેમજ ભરતીની સમગ્ર પ્રક્રિયા સેનાના નિયમો અનુસાર હશે. આ યોજના હેઠળ સૈનિકોની તાલીમ 10 અઠવાડિયાથી 6 મહિના સુધીની હશે. 

    અગ્નિવીર સૈનિકો માટે સરકારે વેતનની પણ જાહેરાત કરી છે. જેમાં પહેલા વર્ષે યુવાનોને 30 હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવશે. EPF/PPF ની સુવિધા સાથે અગ્નિવીરને પહેલા વર્ષે 4.76 લાખ રૂપિયા મળશે. ચોથા વર્ષ સુધી માસિક પગાર 40 હજાર એટલે વાર્ષિક પેકેજ 6.92 લાખ રૂપિયાનું થશે. કાર્યકાળ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં