Friday, November 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ નેતા શેખ હુસૈનના વિકૃત શબ્દો,જેમ કૂતરા મરે છે તેમ નરેન્દ્ર મોદી...

    કોંગ્રેસ નેતા શેખ હુસૈનના વિકૃત શબ્દો,જેમ કૂતરા મરે છે તેમ નરેન્દ્ર મોદી મરશે, EDને રાહુલ ગાંધીની પૂછપરછ પર CM બઘેલે આપી ધમકી

    નરેન્દ્ર મોદી પર આઆ પહેલી વ્યક્તિગત ટિપ્પણી નથી અગાઉ સોનિયા ગાંધી મોતનો સોદાગર કહી ચૂક્યા છે.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા શેખ હુસૈનના વિકૃત શબ્દો પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ છલકાયા હતા. નેશનલ હેરાલ્ડ કેસમાં જ્યારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ શરૂ થઈ છે ત્યારથી કોંગ્રેસ રસ્તા પર હંગામો કરતી જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતાઓ સતત બેફામ ટિપ્પણીઓ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના એક પાર્ટીના નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વાંધાજનક શબ્દો બોલ્યા છે, જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે EDને ધમકી આપી છે.

    નાગપુરમાં ED ઓફિસની બહાર કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન નેતા શેખ હુસૈને કહ્યું કે, “નરેન્દ્ર મોદી તેરા વહી હાલ હોગા, જેસે કુત્તા મરતા હૈ, વેસે હી મોદી મરેગા.” પોતાનો વાણી વિલાસ એટલેથી અટકાવવાના બદલે કોંગ્રેસ નેતા શેખ હુસેન ફાળે ચડીને વધુ બોલ્યા કે” કદાચ મને તેની સામે 1000 નોટિસ મળશે, પરંતુ અમને તેની પરવા નથી. અમે લડતા આવ્યા છીએ, આગળ પણ લડીશું.” નાગપુર શહેર કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂકેલા હુસૈનના આ નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

    ભાજપના નેતાઓએ હુસૈનના આ નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. આ અંગે ગીટીખાડન પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે. ભાજપે હુસૈનની ધરપકડની માંગ કરતા કહ્યું છે કે જો આમ નહીં થાય તો પાર્ટી આંદોલન કરશે.

    - Advertisement -

    કોંગ્રેસના નેતા અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું છે કે, “અમે અમારા કર્મચારીઓને હવે AICC ઓફિસમાં લાવી શકીએ નહીં. અમને કહેવામાં આવ્યું છે કે અહીં માત્ર 2 સીએમ જ આવી શકે છે અને અન્ય કોઈને મંજૂરી નથી. તેમણે રાહુલ ગાંધીના મોંમાં હાથ નાખવાની કોશિશ કરી છે, તે તેમને મોંઘુ પડશે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “સમગ્ર દેશમાં જે સ્થિતિ પ્રવર્તી રહી છે તે બધાની સામે છે. અમે ત્રણ દિવસ માટે દિલ્હીમાં છીએ અને પહેલા દિવસે 200 લોકોને મંજૂરી આપવામાં આવી હતી, ગઈકાલે કેટલાક નેતાઓને મંજૂરી આપવામાં આવી હતી અને આજે તો હદ થઇ ગઈ છે કે અમે અમારા સ્ટાફને પણ લાવી શકતા નથી.

    આ 8 વર્ષનો કાળો અધ્યાય: અશોક ગેહલોત

    અહીં રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેને કાળો પ્રકરણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ 8 વર્ષનો કાળો અધ્યાય છે, જો આ 8 વર્ષ ઈતિહાસમાં જોવામાં આવે તો તેને કાળા અધ્યાય તરીકે જોવામાં આવશે કારણ કે તેમાં બંધારણનો ભંગ થઈ રહ્યો છે, લોકશાહી ખતરામાં છે અને આખો દેશ ખૂબ જ જોખમમાં છે. ઉદાસી અને તણાવ હેઠળ છે.”

    નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની EDની પૂછપરછ સામે કોંગ્રેસના કાર્યકરોએ પાર્ટી હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના કાર્યકરો પણ ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ’ના નારા લગાવી રહ્યા છે. મંગળવારે પણ કોંગ્રેસે રાહુલની પૂછપરછ વચ્ચે વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ દિલ્હી પોલીસે ઘણા નેતાઓની અટકાયત કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં