Friday, November 15, 2024
More
    Home Blog Page 1026

    લાખોની કિંમતની બિલાડી, મોંઘી ઘડિયાળ, કરોડોની કાર: ઠગ સુકેશે જેકલીનને આપી હતી  અનેક મોંઘી ગિફ્ટ, સામે આવી યાદી

    પ્રવર્તન નિદેશાલયે જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરની કરોડો રૂપિયાની વસૂલી મામલે બૉલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિઝને આરોપી બનાવી છે. બીજી તરફ, જેકલીન વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઇડી અન્ય એક ફરિયાદ પણ દાખલ કરે તેવી શક્યતા છે. નોંધનીય છે કે રૈનબેકસીના પ્રમોટર શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહ પાસેથી 215 કરોડ રૂપિયાની વસૂલી મામલે દિલ્હી પોલીસે સુકેશની ધરપકડ કરી હતી.

    અત્યાર સુધી આ કેસમાં જેકલીનની પૂછપરછ થતી રહી હતી પરંતુ હવે તેને કેસમાં આરોપી બનાવવામાં આવી છે. આરોપી બનાવવામાં આવ્યા બાદ અભિનેત્રીના વકીલ પ્રશાંત પાટીલે જણાવ્યું કે તેમને આ બાબતની જાણકારી મીડિયા તરફથી મળી છે. ઇડી તરફથી હજુ સુધી કોઈ પણ અધિકારીક જાણકારી આપવામાં આવી નથી. 

    પાટીલે કહ્યું કે જો જેકલીનને આરોપી બનાવવામાં આવી હોય તો તે દુર્ભાગ્યપૂર્ણ છે અને ઉમેર્યું હતું કે તે સ્વયં પીડિત છે, આરોપી નહીં. વકીલે કહ્યું કે, અભિનેત્રી એક મોટા ષડ્યંત્રનો શિકાર બની છે. તેણે તપાસ દરમિયાન ઇડીને દરેક રીતે સહકાર આપ્યો હતો અને તમામ જાણકારી આપી હતી. તેમણે દાવો કર્યો કે તેમ છતાં ઇડી તેની સાથે થયેલા છેતરપિંડી સમજવામાં નિષ્ફ્ળ રહી હતી. 

    રિપોર્ટ્સ અનુસાર, સુકેશ એક ગુનેગાર હોવાનું અને બળજબરીથી વસૂલી કરતો હોવાનું જેકલીન જાણતી હતી. સુકેશે તેને 10 કરોડ રૂપિયાની ભેટ-સોગાદો આપી હતી. ઇડીએ અગાઉ જેકલીનની 7.2 કરોડની ફિક્સ ડિપોઝીટ જપ્ત કરી લીધી હતી. 

    જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર અને અભિનેત્રી જેકલીન વચ્ચેના સબંધો અવારનવાર મીડિયામાં ચમકતા રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જેકલીને જેલમાં બંધ સુકેશ સાથે મુલાકાત પણ કરી હતી. બીજી તરફ, જાણવા મળ્યું છે કે સુકેશે જેકલીનને જ નહીં પરંતુ તેના પરિવારના સભ્યોને પણ મોંઘી ગિફ્ટ આપી હતી. 

    જાણવા મળ્યું છે કે, સુકેશે જેકલીનની માતાને લક્ઝરી કાર માઝેરાટી અને પોર્શે ભેટમાં આપી હતી. તેણે અમેરિકામાં રહેતી જેકલીનની બહેનને લોન તરીકે 1.50 લાખ યુએસ ડોલર (લગભગ રૂ. 1.20 કરોડ) આપ્યા હતા. ઉપરાંત, ઓસ્ટ્રેલિયામાં રહેતા જેકલીનના ભાઈને પણ 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. 

    સુકેશે જેકલીનને ડિઝાઇનર્સ ગુચી, ચેનલ અને વાયએસએલ બિર્કિનની મોંઘી બેગ અને ઇયરિંગ્સ ભેટમાં આપ્યાં હતાં. આ ઉપરાંત, વાઈએસએલ, લુઇ વુઇટન અને ગુચીના બુટ, કાર્ટિયર બંગડીઓ, હેમીઝ અને ટીફનીની બંગડીઓ તેમજ રોલેક્સ, રોઝર ડુબુઇસ અને ફ્રેન્ક મૂલરની લગ્ઝરી ઘડિયાળ આપી હતી. 

    સુકેશે જેકલીનને એક BMW (5) અને મિની કૂપર કાર પણ ભેટમાં આપી હતી. જોકે, જેક્લીને તેને પરત કરી દીધી હોવાનો દાવો કર્યો છે. આ સિવાય બે ગુચી જિમવેર, 52 લાખ રૂપિયાની કિંમતનો એક અરેબિયન ઘોડો એસ્પ્યુએલા, 9-9 લાખ રૂપિયાની ત્રણ પર્શિયન બિલાડીઓ પણ આપવામાં આવી હતી. સુકેશે જેકલીન માટે એક પ્રાઈવેટ જેટ પણ ભાડે લીધું હોવાનું સામે આવ્યું હતું. 

    જમ્મુ કાશ્મીરમાં વધુ એક મોટો બદલાવ: હવે ‘બહારના લોકો’ પણ વોટ આપી શકશે, મહેબૂબાએ કહ્યું ભાજપને ફાયદો પહોંચાડવાની રણનીતિ

    જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને સળવળાટ શરૂ થઈ ગયો છે. તેને જોતા ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હૃદયેશ કુમારે આદેશ જારી કર્યો છે કે રાજ્યમાં રહેતા બિન-કાશ્મીરી લોકો હવે મતદાર યાદીમાં તેમના નામની નોંધણી કરાવીને પોતાનો મત આપી શકશે. હ્રદેશ કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સશસ્ત્ર દળોના સૈનિકો અને અધિકારીઓ પણ મતદાર યાદીમાં તેમના નામનો સમાવેશ કરીને મતદાન કરી શકશે. આ માટે તેમને રહેઠાણ પ્રમાણપત્રની જરૂર નહીં પડે.

    હૃદયેશ કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 25 લાખ નવા મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરાય તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં રહેતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સૈનિકો, મજૂરો અને અન્ય કોઈપણ બિન-કાશ્મીરી લોકો પણ મતદાર યાદીમાં તેમના નામ નોંધાવી શકે છે. તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવા માટે ચૂંટણી પંચે તેમને સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર આપવાની જરૂર નથી.

    કલમ 370 નાબૂદ થયા બાદ યોજાનાર પહેલી ચૂંટણી

    નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કર્યા પછી, પ્રથમ વખત, રાજ્યમાં મતદાર યાદીનું વિશેષ સંક્ષિપ્ત સંશોધન કરવામાં આવી રહ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી હૃદયેશ કુમારે 25 નવેમ્બર સુધીમાં મતદાર યાદીના વિશેષ સારાંશ સુધારણાને પૂર્ણ કરવાની ચાલી રહેલી કવાયતને એક પડકારજનક કાર્ય ગણાવ્યું છે.

    આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ આ નિર્ણય પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ ભાજપને ફાયદો કરાવવાનો પ્રયાસ છે.

    સ્થાનિક પક્ષોએ નિર્ણયનો વિરોધ કર્યો

    મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આ પ્રક્રિયાનો વાસ્તવિક હેતુ સ્થાનિક લોકોને શક્તિહીન બનાવવાનો છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી સ્થગિત કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય પહેલા ભાજપની તરફેણમાં ઝુકાવવાનો હતો અને હવે બિન-કાશ્મીરી લોકો માટે મતદાન કરવાની મંજૂરી આપીને ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવાનો હતો. ખરો ઉદ્દેશ્ય સ્થાનિક લોકોને સત્તાહીન બનાવીને ભાજપને ફાયદો કરાવવાનો છે.

    જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, “શું ભાજપ J&Kના સાચા મતદારોના સમર્થનને લઈને એટલી અસુરક્ષિત છે કે તેને બેઠકો જીતવા માટે કામચલાઉ મતદારોને આયાત કરવાની જરૂર છે? જ્યારે J&Kના લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની તક આપવામાં આવશે ત્યારે આમાંથી કોઈ પણ વસ્તુ ભાજપને મદદ કરશે નહીં.”

    નોંધનીય છે કે આ માત્ર જમ્મુ કાશ્મીરને સમગ્ર ભારત સાથે સામાન્ય પ્રવાહમાં લાવવાનો એક પ્રયાસ છે. આ અધિકાર ભારતના દરેક રાજ્યમાં વસતા બિન-સ્થાનિક લોકોને દાયકાઓથી મળેલો જ છે.

    “તાલિબાની! સલમાન રશ્દીને છરો મારવામાં તારો હાથ તો નથીને”: AAP ધારાસભ્ય અને પ્રોપગેન્ડાયુક્ત પત્રકાર રોહિંગ્યા પર આમને સામને, કહ્યું- ‘આવો હવે મુસ્લિમોના મત લેવા’

    પ્રોપગેન્ડા પોર્ટલ ‘જનતા કા રિપોર્ટર’ના સ્થાપક રિફત જાવેદે રોહિંગ્યા મુસ્લિમો અંગે સવાલ ઉઠાવવા બદલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલ્યાન પર પ્રહારો કર્યા છે. જાવેદે કહ્યું કે આમ આદમી પાર્ટીને વોટ આપવા કરતાં દિલ્હીમાં મુસ્લિમો બીજેપીને જીતાડે એ સારું કહેવાશે.

    જાવેદના આ ટ્વીટ પર દિલ્હીના ઉત્તમ નગરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલ્યાન ભડકી ઉઠ્યા હતા અને જાવેદને ‘તાલિબાની’ કહ્યો હતા. તેણે રિફત જાવેદને સવાલ પૂછ્યો કે શું તે પ્રખ્યાત લેખક સલમાન રશ્દી દ્વારા તાજેતરમાં અમેરિકા પર થયેલા હુમલામાં સામેલ હતો.

    નરેશ બાલ્યાનની ટ્વીટનો સ્ક્રીનશોટ

    વાસ્તવમાં, આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે રિફત જાવેદે બાલિયાનની ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને તેને ‘સંઘી’ કહ્યો હતો. આ સાથે જાવેદે આમ આદમી પાર્ટીને વોટ આપવા બદલ મુસ્લિમો પર આકરા પ્રહારો કર્યા હતા.

    જાવેદે લખ્યું, “આવજો આગામી ચૂંટણીમાં. આ સંઘી મુસ્લિમો પાસે વોટ માંગશે, પરંતુ એક ઈસ્લામોફોબ (મુસ્લિમ દ્વેષી)ની આ ઘૃણાસ્પદ ટ્વિટ જુઓ. દિલ્હીના પ્રિય મુસ્લિમો, તમે કેજરીવાલના નેતૃત્વમાં નફરતની સરકારને જ લાયક છો. તમારા પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી.”

    ખરેખર, નરેશ બાલ્યાને રોહિંગ્યા શરણાર્થીઓ પર કેન્દ્ર સરકારને ઘેરવા માટે ટ્વિટ કર્યું હતું. બાલ્યાનના એક ટ્વિટમાં લખ્યું છે કે, “ભાજપના ભક્તો કાશ્મીર ફાઇલોના પોસ્ટરો ચોંટાડતા રહ્યા. બીજી તરફ મોદી સરકારે રોહિંગ્યા શરણાર્થીઓને 250 પાકાં મકાન, અનાજ અને સુરક્ષા પણ આપી.” ભાજપ પર પ્રહાર કરતા તેમણે પૂછ્યું કે “આ ફ્લેટમાં રહેતા રોહિંગ્યા મુસ્લિમોના ઘરનો કચરો કોણ ઉપાડશે.” તેણે તજિન્દરપાલ સિંહ બગ્ગા અને સંબિત પાત્રા પર નિશાન સાધ્યું હતું.

    ધારાસભ્ય નરેશ બાલ્યાન અન્ય એક ટ્વિટમાં લખે છે, “કેજરીવાલજીએ ઓછામાં ઓછું તેમના દેશના લોકોને રેવડી તો આપી. ભાજપના આ લોકોએ રોહિંગ્યાઓને દિલ્હીમાં 148 કરોડ રૂપિયાના 250 ફ્લેટ આપ્યા છે. ભાજપના કેટલા મોટા દેશદ્રોહી છે?” આ પછી તેમણે ભાજપ પર સવાલ ઉઠાવ્યા હતા.

    આ બંને ટ્વીટ નરેશ બાલ્યાને 17 ઓગસ્ટના રોજ કર્યા હતા. AAP ધારાસભ્યએ આ રોહિંગ્યાઓને ફ્લેટ આપવાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે રિફત ગુસ્સે થઈ ગયો હતો. આના આધારે તેમણે આમ આદમી પાર્ટીને વોટ આપવા બદલ મુસ્લિમો પર આકરા પ્રહારો કર્યા હતા.

    રિફતે બીજા ટ્વિટમાં લખ્યું, “દિલ્હીના મારા મુસ્લિમ મિત્રો ઘણીવાર દલીલ કરતા હતા કે જો તેમણે AAPને વોટ ન આપ્યો હોત તો બીજેપી જીતી હોત. મેં તેમને ત્યારે કહ્યું હતું અને હવે પુનરાવર્તન કરી રહ્યો છું કે ‘આપને મત આપવા કરતાં બીજેપીને જીતવા દેવું વધુ સારું છે’.

    આના પર નરેશ બાલ્યાને લખ્યું, “બીજુ તાલિબાની? તું પણ લંડનમાં અને સલમાન રશ્દી પણ લડનમાં. શું અમેરિકામાં છરીથી મારી નાખવામાં તમારો હાથ છે?”

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એ આરોપોને નકારી કાઢ્યા છે જે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ પર રોહિંગ્યાનો આરોપ લગાવી રહ્યા છે. બુધવારે (17 ઓગસ્ટ, 2022) ગૃહ મંત્રાલયે કહ્યું કે તેણે રોહિંગ્યા મુસ્લિમોને ફ્લેટ આપવાનો નિર્દેશ આપ્યો નથી. મંત્રાલયનું કહેવું છે કે જ્યાં સુધી રોહિંગ્યાઓને પાછા નહીં મોકલવામાં આવે ત્યાં સુધી તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે.

    નોંધનીય છે કે આ એ જ રિફત જાવેદ છે જેણે ગયા વર્ષે ઓક્ટોબરમાં એક કિસ્સો સંભળાવ્યો હતો. તેની વાર્તામાં, તેણે કહ્યું કે તેનો રાજેશ નામનો મિત્ર હતો, જેના પરિવારે તેને તેમના ઘરે નમાઝ અદા કરવા માટે પ્રોત્સાહિત કરો હતો. જ્યારે તે નમાજ પઢતો ત્યારે તેઓ દેવી-દેવતાઓની મૂર્તિઓને ઢાંકી દેતા હતા.

    રિફતે જણાવ્યું હતું કે તે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો, જ્યારે તે તેના મિત્ર રાજેશને મળવા જતો હતો, જેનું ઘર બડા બજારમાં હતું. રિફત જાવેદના જણાવ્યા અનુસાર, રાજેશના દાદા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો ભાગ હતા.

    BBC સાથે 12 વર્ષ સુધી કામ કરી ચૂકેલા રિફત જાવેદે આગળ લખ્યું, “મારા મિત્ર રાજેશના પરિવારે હંમેશા મને તેમના ઘરે નમાજ અદા કરવા પ્રોત્સાહિત કર્યો હતો. આ માટે તે હિંદુ દેવી-દેવતાઓના ફોટા ઢાંકી દેતો હતો. હવે હું આ નવા ભારતને ઓળખી શકતો નથી.”

    જો કે, રિફતે આજ સુધી આવી કોઈ વાર્તા કહી નથી જેમાં તેણે તેના કોઈ હિંદુ મિત્રોને પોતાના ઘરે બોલાવ્યા હોય અને ત્યાં પૂજા કરવા માટે પ્રેરણા આપી હોય. રિફતને એકતરફી સ્વતંત્રતા જોઈએ છે. કદાચ આ જ કારણ છે કે જ્યારે નરેશ બાલ્યાને રોહિંગ્યાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેઓ ગુસ્સે થયા હતા.

    રાજકારણમાં અચાનક પરત ફરેલા ભરતસિંહ સોલંકીએ આશ્ચર્ય ફેલાવ્યું: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને આપ્યો એવો પ્લાન કે જેથી રાહુલ ગાંધી બની શકે PM

    બુધવારે (17 ઓગસ્ટ) મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા જોઈએ.

    દેશગુજરાતના અહેવાલ અનુસાર કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મીડિયાને કહ્યું હતું કે, “અશોક ગેહલોત કોંગ્રેસના ખુબ મોટા નેતા છે, અને રાહુલ ગાંધીની ઈચ્છા છે કે ગાંધી પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બને. અમે તો ચાહીએ છીએ કે રાહુલ ગાંધી જ ફરીથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બને, પરંતુ જો ગાંધી પરિવારની બહારના કોઈને જ એ જવાબદારી આપવાની હોય તો અશોક ગેહલોત જ શ્રેષ્ઠ પસંદ છે, કારણ કે તેઓ ખુબ મોટા ગાંધીવાદી છે અને કોંગ્રેસની વિચારધારાને વરેલા છે.”

    સોલંકીએ આગળ કહ્યું કે, “જો અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બને તો અમને પુરી આશા છે કે રાહુલ ગાંધી તેમની આગેવાનીમાં 2024ની ચૂંટણી જીતશે અને પ્રધાનમંત્રી બનશે.”

    ગેહલોતને કેમ રાષ્ટ્રીય અશ્યાક્ષ બનાવવા જેપીએ તેવા પ્રશ્નના જવાબમાં ભરતસિંહ સોલંકીએ મીડિયાને કહ્યું કે, “પક્ષના બધા જ મોટા નેતાઓમાં અશોક ગેહલોત ખુબ ચાહનાવાળા, સાદાઈથી રહેનારા, આદરણીય અને સૌને સાથે લઈને ચાલનારા છે.”

    ટૂંકા સન્યાસ બાદ તાજેતરમાં જ રાજકારણમાં ફરી સક્રિય થયા ભરતસિંહ સોલંકી

    આ વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં થયેલ એક વિવાદ બાદ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ રાજકારણમાંથી ટૂંકો સન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

    કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથે વાઇરલ થયેલ વિડીયો બાદ રાજકારણમાં મોટો ખળભળાટ થવા પામ્યો હતો. બાદમાં ભરતસિંહે પ્રેસ કોન્ફરન્સમાં અનેક ખુલાસા કર્યા હતા. એ પત્રકાર પરિષદમાં ભરતસિંહ સોલંકીએ પત્ની પર અનેક આરોપો કર્યા હતા. સાથે જ વીડિયોમાં દેખાતી યુવતી વિશે પણ ખુલાસો કર્યો હતો. પત્રકારોના પ્રશ્નોના સીધા જવાબ આપવાને બદલે એમને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને જાતિના રાજકારણનો દાવ પણ રમી લીધો હતો.

    શું છે ભરતસિંહનો ‘આઈસ્ક્રીમ’ વિવાદ

    જૂન મહિનામાં એક યુવતી સાથે પોતાનો વિડીયો વાઇરલ થયા બાદ આજે સવારે કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. પરંતુ તે પ્રેસ કોન્ફરન્સ ઓછી અને ભરતસિંહના રાજકારણનું ડૂબતું વહાણ બચાવવાનો એક પ્રયત્ન વધારે લાગતી હતી.

    આ પ્રેસ કોન્ફ્રન્સમાં ભરતસિંહ સોલંકીએ પોતાના બચાવમાં કહ્યું હતું કે તેઓ તો તે યુવતીના ઘરે માત્ર ‘આઈસ્ક્રીમ’ ખાવા માટે જ ગયા હતા. જે બાદ ત્યારે સોશિયલ મીડિયામાં તેઓ ખુબ ટ્રોલ થયા હતા અને 2 દિવસ માટે આઈસ્ક્રીમ ટ્રેન્ડ કરી રહી હતી.

    આ જ પ્રેસવાર્તામાં તેમણે પોતાની તબિયતને લઈને ભાવનાત્મક પ્રચાર કર્યો અને બાદમાં પોતાની પત્ની પર અઢળક આરોપો કર્યા અને અંતમાં રાજકારણમાંથી ટૂંકી વિદાય લેવાની જાહેરાત કરી હતી. પરંતુ મૂળ વાત પર આવવાની જગ્યાએ લોકોનું ધ્યાન બીજે દોરવવાના જ પ્રયત્ન કર્યા હતા.

    ભરતસિંહ સોલંકીના કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને આવેલા તાજા વક્તવ્ય બાદ ઘણા પ્રશો ઉભા થઇ રહ્યા છે. જે ભરતસિંહ સોલંકી હજુ હમણાં જ કોંગ્રેસમાં પાછા ફર્યા છે તેમના વિચારોની શું હવે કોઈ કિંમત છે? કે પછી શું પોતાની રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની મનશા બહાર કાઢવા માટે અશોક ગેહલોતે જ ભરતસિંહને આગળ કર્યા છે. આ પ્રશ્નોના જવાબ તો હવે ભવિષ્યમાં જ મળશે.

    બંગાળના દીદીની ટીએમસીમાં બળવો, ધારાસભ્યએ કહ્યું: ‘દીદી નિર્ણય બદલો નહીતો…’ નારાજ નેતાએ પાર્ટી સામે આંદોલનની ધમકી આપી

    બંગાળના દીદીની ટીએમસીમાં બળવો ફાટી નીકળવાની તૈયારીમાં છે. પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષના વડા મમતા બેનર્જી વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે . તાજેતરમાંજ ઝાકિર ખાન તૃણમૂલ કોંગ્રેસના ઈસ્લામપુરના બ્લોક પ્રમુખ બન્યા છે, જેને લઈને હવે મોટો વિવાદ સર્જાયો છે. ઉત્તર દિનાજપુર સ્થિત ઈસ્લામપુરના તૃણમૂલ કોંગ્રેસ ધારાસભ્ય અબ્દુલ કરીમ ચૌધરીએ ધમકી આપી છે કે જો તેઓ બ્લોક પ્રમુખને નહીં બદલે તો તેઓ તેમની જ પાર્ટી વિરુદ્ધ આંદોલન શરૂ કરશે.

    પોતાના દીકરાને હોદ્દો અપાવવા બગાવત

    મળતી માહિતી મુજબ અબ્દુલ કરીમ તેમના મોટા પુત્ર મહેતાબ હુસૈનને પ્રમુખ બનાવવા ઈચ્છે છે. અબ્દુલ કરીમે મંગળવારે ઇસ્લામપુર સ્થિત તેમના નિવાસસ્થાને પત્રકાર પરિષદ યોજીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “તમે (મમતા બેનર્જીએ) મને મંત્રાલયમાંથી કાઢી મૂક્યો તે છતાં મેં કશું કહ્યું નથી, અને હું અહીં તૃણમૂલ કોંગ્રેસના સમર્થન વિના લોકોના પ્રેમથી ચુંટણી જીતું છું. ઘણા લાંબા સમયથી ધારાસભ્ય હોવા છતાં મારી સાથે આવું વર્તન કેમ કરવામાં આવે છે?” તેમણે ચેતવણીના સ્વરમાં આગળ કહ્યું કે “મમતા દીદી, ચુકાદો પાછો ખેંચો. અન્યથા ઇસ્લામપુરમાં આંદોલન ચાલુ રહેશે.”

    બ્લોક પ્રમુખ ઝાકિર ‘ગુનેગાર’ છે – અબ્દુલ કરીમ

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર અબ્દુલ કરીમે આરોપ લગાવ્યો હતો કે ઈસ્લામપુરના બ્લોક પ્રેસિડેન્ટ ઝાકિર એક ‘ગુનેગાર’ છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ઝાકિર પોતાની સાથે બંદૂક રાખીને મુસાફરી કરી રહ્યો હતો. અબ્દુલ કરીમે એમ પણ કહ્યું કે ઝાકિરથી બધા લોકો ડરે છે. ઈસ્લામપુરના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યએ દાવો કર્યો હતો કે તેમણે અભિષેક બેનર્જીને તેમના મોટા પુત્રને બ્લોક પ્રમુખ બનાવવા માટે પત્ર પણ લખ્યો હતો.

    પાર્ટી નેતૃત્વના સર્વે બાદ ઝાકિર ખાનની નિમણુંક – કન્હૈયાલાલ

    અબ્દુલ કરીમની ફરિયાદ પર પાર્ટીના ઉત્તર દિનાજપુર જિલ્લા અધ્યક્ષ કન્હૈયાલાલ અગ્રવાલે ખુલાસો આપતા કહ્યું હતું કે, “કમલુદ્દીનનું નામ કોલકાતાની બેઠકમાં બ્લોક પ્રમુખ માટે આવ્યું હતું, પરંતુ તે સુજાલી વિસ્તારના છે. ત્યારે મેંજ ઝાકિર હુસૈનનું નામ આગળ આપ્યું હતું. આ પછી પાર્ટી નેતૃત્વએ વધુ સર્વે કર્યો. આવી સ્થિતિમાં ઝાકિર ખાનના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઝાકીર ગુના કરવા માટે જાણીતો નથી.

    અબ્બાએજ દીકરીનું માથું વાઢ્યું: મેરઠમાંથી મળી આવેલી યુવતીની માથું કપાયેલી લાશનો ભેદ ઉકેલાયો, નિકાહની ના પડતા હત્યા, પોલીસે ધરપકડ કરી

    અબ્બાએજ દીકરીનું માથું વાઢ્યું હોવાની ઘટના મેરઠથી સામે આવી છે. મેરઠમાંથી મળી આવેલી યુવતીનું માથું કપાયેલી લાશની ઓળખ થઇ ગઈ છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મેરઠમાં એક યુવતીનું માથું કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવતીની ઓળખ શાઈના તરીકે થઈ છે. આ કેસમાં પોલીસે શાઈનાના અબ્બા શાહિદ કુરેશીની ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે નિકાહ કરવાની ના પાડવા બદલ અબ્બાએજ દીકરીનું માથું વાઢ્યું હતું.

    પત્રકાર સચિન ગુપ્તાએ ટ્વીટ કર્યું છે કે હત્યા યુવતીના અબ્બા શાહિદ કુરેશીએજ કરી છે, શાહિદ કુરેશીએજ પોતાની દીકરીની હત્યા કરીને લાશ ફેંકી દીધી હતી. પોલીસે 50 વર્ષીય શાહિદ કુરેશીની ધરપકડ કરી છે. પરિવાર દ્વારા શાઈનાના નિકાહ જ્યાં ગોઠવવામાં આવ્યા હતા તે શાઈનાને સ્વીકાર્ય ન હતું, જેના કારણે તેના અબ્બુ શાહિદ કુરેશીએ પહેલા તેણે માર માર્યો બાદમાં હત્યા કરી. પોલીસ હજુ શાઈનાનું માથું ગોતી રહી છે.

    12 ઓગસ્ટ 2022ના રોજ લીસાડી ગેટ પરથી એક યુવતીનું માથું કાપી નાખેલું શરીર મળી આવ્યું હતું. શરીર પર કાળું પેન્ટ અને વાદળી છાંટાવાળું ટોપ હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

    સવારે 4 વાગ્યાની આસપાસ કેટલાક લોકો મોર્નિંગ વોક પર નીકળ્યા ત્યારે લોકોએ લીસાડી ગેટ વિસ્તારના લખીપુરામાં 28 નંબરની શેરી પાસે માથું કાપી નાખેલી યુવતીની લાશ જોઈ હતી. મૃતદેહને ચાદરમાં બાંધવામાં આવ્યો હતો. લાશને કબ્રસ્તાનની હદ પાસે નાંખવામાં આવી હતી. ચાદરમાંથી લોહી નીકળતું જોઈને લોકોએ પોલીસને જાણ કરી હતી. ઓપીઇન્ડિયા સાથે વાત કરતા મેરઠના ડીએસપી અરવિંદ ચૌરસિયાએ કહ્યું હતું કે મૃતદેહને કબ્રસ્તાનમાં ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે, પરંતુ તે બાઉન્ડ્રીને અથડાયા પછી બહાર જ રહી ગયો હતો.

    જ્ઞાનવાપી કેસના હિંદુ પક્ષકારને ‘સર તનસે જુદા’ કરવાની ધમકી, કહ્યું- “પીછેહઠ કરો નહીંતર કન્હૈયા લાલ જેવી હાલત થશે.”

    જ્ઞાનવાપી કેસના હિંદુ પક્ષકારને ‘સર તનસે જુદા’ કરવાની ધમકી મળી છે. વારાણસીના મા શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી વિવાદિત ઢાંચાના કેસના વકીલ ડોક્ટર સોહન લાલ આર્યને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સોહનલાલને પાકિસ્તાન નંબર પરથી ફોન કરીને ધમકી આપવામાં આવી રહી છે. આ બાબતે સોહનલાલ આર્યએ પોલીસને તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે, “રાજસ્થાનના કન્હૈયાની જેમ તમારું પણ “સર તનસે જુદા” કરવામાં આવશે.” મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોહન લાલે બુધવારે (16 ઓગસ્ટ, 2022) જ વારાણસીના પોલીસ અને વહીવટી અધિકારીઓને આ સમગ્ર બાબતની જાણ કરી છે. તો બીજી તરફ કાશીના ડીસીપી કહ્યું છે કે આ મામલે તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવશે.

    માથું કલમ કરવાની ધમકી વિશે માહિતી આપતાં ડૉ. આર્યએ જણાવ્યું હતું કે ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ સાથે પણ આ ધમકી વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે એવી આશંકા છે કે ભારતમાંથી કોઈ પાકિસ્તાનના નંબરનો ઉપયોગ કરીને કોલ કરી રહ્યું છે. આ નંબરો ઈન્ટેલીજન્સના અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.

    વધુમાં તેમણે કહ્યું હતું કે તેમને વારાણસીના કમિશનર અને ડીએમને મળવાનો સમય મળ્યો છે. તેઓ વારાણસીના લક્ષા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવશે. તેમના બન્ને મોબાઈલ નંબર પર આ પ્રકારની ધમકીઓ મળી છે. જો કે હજુ સુધી આ બાબતે એફઆઈઆર નોંધાઈ નથી.

    પાકિસ્તાનના નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ વિશે વાત કરતી વખતે, ડૉ. સોહનલાલ આર્યએ કહ્યું હતું કે કેટલાક આતંકવાદી સંગઠનો તેમની પાછળ પડ્યા છે, અને તેમને કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી આપવામાં આવી હતી. જવાબમાં તેમણે કહ્યું કે “અમે આ પ્રકારની ધમકીઓ સામે ઝૂકવાના નથી. આવતીકાલે 18મી ઓગસ્ટ છે. હિંદુઓની તરફેણમાં ચુકાદો આવવાનો છે.”

    ઉલ્લેખનીય છે કે આ પહેલા સોહનલાલ આર્યને આ વર્ષે 19 માર્ચ અને ત્યારબાદ 19 જુલાઈએ પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ જાનથી મારી નાખવાની ધમકીઓ પર તેમણે કહ્યું હતું કે, “તે ધમકીઓથી ડરતા નથી. હિન્દુત્વ અને મંદિરના રક્ષણ માટે જીવ ગુમાવવો પડે તો પણ કોઈ ફર્ક નથી પડવાનો”. નોંધનીય છે કે સતત ધમકીઓ મળવાના કારણે સુરક્ષામાં પહેલાથી જ બે પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે દિલ્હીની રાખી સિંહ સિવાય વારાણસીની 4 મહિલાઓએ મા શૃંગાર ગૌરી અને જ્ઞાનવાપી વિવાદિત સંકુલના અન્ય દેવી-દેવતાઓની નિયમિત પૂજા અને રક્ષણ માટે કેસ દાખલ કર્યો હતો. ડૉ.સોહનલાલ આર્ય વારાણસીની કોર્ટમાં એ જ ચાર મહિલાઓના વકીલ છે. ડૉ.સોહનલાલ આર્ય 1984માં વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. હાલમાં આરએસએસના પ્રાંતીય પદાધિકારી છે.

    ફેક્ટ ચેક: ‘હવે 1 વર્ષના બાળકને પણ લેવી પડશે ટ્રેનમાં આખી ટિકિટ’: જેને મેઈનસ્ટ્રીમ મીડિયાએ ‘રેલવેએ આપ્યો ઝટકો’ તરીકે ચલાવ્યું, જાણો તે સમાચારનું સત્ય

    દૈનિક જાગરણ, ઝી ન્યૂઝ સહિતના ઘણા મીડિયા જૂથોએ 5 વર્ષથી નાના બાળકોની ટિકિટ અંગે ભ્રામક સમાચાર ફેલાવતા લખ્યું છે કે રેલવે નાના બાળકોની આખી ટિકિટ પણ કાપી રહી છે. કેટલાક મીડિયા જૂથોએ ‘રેલવેને દિયા બડા ઝટકા’ શીર્ષક સાથે નાના બાળકોની આખી ટિકિટના ભ્રામક સમાચાર પ્રકાશિત કર્યા છે. પણ આખા લેખમાં ક્યાંય પણ ખરી વાત લખાઈ નથી કે મામલો શું છે.

    ત્યારબાદ દૈનિક જાગરણએ સંપૂર્ણ વાર્તાના ફોર્મેટમાં સમજાવ્યું, “મયંક, જે શહેર નિવાસીનો છે, પરિવાર સાથે ગુજરાતના પ્રવાસે ગયો હતો. તેઓ 13મી ઓગસ્ટે રાજકોટથી સોમનાથ જવાના હતા. તેણે ઓખા-સોમનાથ એક્સપ્રેસના એસી ફર્સ્ટમાં રિઝર્વેશન કરાવ્યું હતું. ચાર મુસાફરોમાંથી સૌપ્રથમ તેમના એક વર્ષના પુત્રની જાણકારી ભરવામાં આવી હતી. નાની ઉંમર હોવા છતાં રેલવે તંત્રએ અરજી સામે વાંધો ઉઠાવ્યો ન હતો. સામાન્ય મુસાફરોની જેમ એક વર્ષના બાળકને સંપૂર્ણ સીટ ફાળવીને સંપૂર્ણ ભાડું લેવામાં આવ્યું હતું.

    એ જ રીતે, ઝી ન્યૂઝના અંગ્રેજી સંસ્કરણમાં પણ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે સંપૂર્ણ ટિકિટ વિશે લખ્યું છે. આ સિવાય ઘણા નાના-મોટા મીડિયા પોર્ટલે બાળકોની ટિકિટને લઈને ‘રેલ્વેએ આપ્યો મોટો ઝટકો, હવે એક વર્ષનું બાળક પણ લેશે આખી ટિકિટ’ એવા શીર્ષક સાથે સમાચાર પ્રકાશિત કર્યા હતા. જેના પર લોકોએ સોશિયલ મીડિયા પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ કોંગ્રેસના ઘણા નેતાઓ અને કાર્યકરોએ આ ભ્રામક સમાચારના આધારે રેલવે અને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

    બીજી તરફ, દૈનિક જાગરણના સમાચારને લઈને ઋષિ બાગરીએ ટ્વીટ કર્યું, “ભ્રામક સમાચાર. કંઈપણ બદલાયું નથી, બસ મુસાફરોને માંગ પર ટિકિટ ખરીદવાનો અને તેમના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે બર્થ બુક કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. અને જો તેઓને અલગ બર્થ ન જોઈતી હોય, તો તે મફત છે, જેમ કે તે પહેલા હતું.”

    કિરણ એસ નામના એક ટ્વિટર યુઝરે અરુણને જવાબ આપતા લખ્યું, “જૂના ભ્રામક સમાચાર, કંઈ બદલાયું નથી, બસ મુસાફરોની માંગ પર, તેમને તેમના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે ટિકિટ ખરીદવા અને બર્થ બુક કરવાનો વિકલ્પ આપ્યો છે. જો તેઓ ઇચ્છે તો તે મફત છે અને જો તેઓને અલગ બર્થ ન જોઈતી હોય, જેમ કે તે પહેલાં હતું.”

    બાળકોની ટિકિટ વિશે શું છે સત્ય

    આ કિસ્સામાં, પીઆઈબીએ ઝી ન્યૂઝના સમાચારની સત્યતા તપાસી છે. આ સાથે બાળકો અંગે રેલવેની ટિકિટ પોલિસીમાં ફેલાયેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ કરીને સત્ય બહાર આવ્યું છે. પીઆઈબીએ તેના ફેક્ટ ચેકમાં જણાવ્યું છે કે ઝી ન્યૂઝના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ભારતીય રેલવે મુસાફરોએ હવે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આખી ટિકિટ ખરીદવી પડશે”.

    જ્યારે પીઆઈબીએ આ મામલે સ્પષ્ટ કહ્યું છે કે તે વૈકલ્પિક છે. એટલે કે, જો માતા-પિતા તેમના 5 વર્ષથી નાના બાળક માટે અલગ સીટ ઇચ્છતા હોય, તો તેમણે સંપૂર્ણ ટિકિટ લેવી પડશે, જ્યારે જો તેમને અલગ સીટ ન જોઈતી હોય, તો 5 વર્ષથી નાના બાળકોની મુસાફરી મફત છે. પહેલાં જેમ જ તેમના માટે કોઈ ટિકિટની જરૂર નથી.

    નિષ્કર્ષ

    આ રીતે ઘણા મીડિયા જૂથો બાળકોના સંબંધમાં રેલવે ટિકિટ નીતિ પર ભ્રામક સમાચાર ફેલાવ્યા છે જે સંપૂર્ણ રીતે સાચા નથી. આ સાથે જ વિપક્ષી નેતાઓએ તેનો ઉપયોગ મોદી સરકાર વિરુદ્ધ કરીને માત્ર રેલવે વિરુદ્ધ જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર વિરુદ્ધ પણ વાતાવરણ બનાવવા માટે કર્યો હતો. જો કે, આ મામલે સ્પષ્ટતા અને તથ્ય તપાસ્યા પછી પણ મોટાભાગના મીડિયા જૂથોએ તેમના સમાચારને સુધાર્યા નથી અથવા ભ્રામક સમાચાર ફેલાવવા બદલ માફી માંગી નથી.

    બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનું નામ ખંડણીના કેસમાં આરોપી તરીકે: મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર પાસેથી લીધી હતી મોંઘી ગિફ્ટ્સ

    17મી ઑગસ્ટ 2022ના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને સુકેશ ચંદ્રશેકર સામેના 200 કરોડ રૂપિયાના ખંડણીના કેસમાં આરોપી તરીકે સમાવેશ કર્યો હતો. જેકલીન ફર્નાન્ડિઝને ED દ્વારા દિલ્હીની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં આરોપી તરીકે ઉમેરવામાં આવી હતી. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં જેકલીનને આ કેસમાં તેના નિવેદનો રેકોર્ડ કરવા માટે ઘણી વખત સમન્સ પાઠવ્યા હતા.

    અગાઉ, ફાર્માસ્યુટિકલ કંપની રેનબેક્સીના અગાઉના પ્રમોટરોના સંબંધીઓ અદિતિ સિંહ અને શિવેન્દ્ર સિંહ પાસેથી આશરે રૂ. 215 કરોડની છેતરપિંડી કરવા બદલ દિલ્હી પોલીસે ચંદ્રશેકરની અટકાયત કરી હતી. દિલ્હી પોલીસના કેસની નોંધ લીધા બાદ EDએ તેની મની લોન્ડરિંગ તપાસ શરૂ કરી હતી.

    ED દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રથમ ચાર્જશીટમાં ચંદ્રશેખરે કથિત રીતે છેતરપિંડી કરાયેલા નાણાંનો ઉપયોગ કેવી રીતે કર્યો તેની વિગત આપવામાં આવી છે. તેની પૂરક ચાર્જશીટ કહે છે કે ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડિઝને 5 કરોડ રૂપિયાથી વધુની ગિફ્ટ્સ આપી હતી. તેણે અભિનેત્રીની ઓળખ આરોપી તરીકે કરી છે અને કહ્યું છે કે તે જાણતી હતી કે ભેટો ગેરકાયદેસર પૈસાથી ખરીદવામાં આવી હતી.

    સુકેશ ચંદ્રશેખરની 2017માં ધરપકડ કરવામાં આવી હતી

    2017માં, દિલ્હી પોલીસે AIADMKના નેતાની 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ પહેલીવાર સુકેશ ચંદ્રશેખરની ધરપકડ કરી હતી. તેણે કહ્યું હતું કે તે પક્ષના બે પાંદડાના પ્રતીકને જાળવી રાખવામાં રાજકારણીને મદદ કરશે. તેણે દાવો કર્યો હતો કે તે ચૂંટણી પંચના અધિકારીઓને લાંચ આપીને આવું કરશે. ત્યારથી, ચંદ્રશેખર સામે હત્યાના પ્રયાસ, છેતરપિંડી, ખંડણી, જાહેર અધિકારીઓને લાંચ આપવા અને બીજા અનેક આરોપો હેઠળ 34 કેસ દાખલ કરવામાં આવ્યા છે.

    ઈડીએ ગયા વર્ષે સુકેશ ચંદ્રશેખરના કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં કોનમેન દ્વારા જેકલીન ફર્નાન્ડીઝને આપવામાં આવેલી મોંઘી ભેટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન સુકેશ ચંદ્રશેખરે જેકલીનને ગિફ્ટ્સ આપ્યાની કબૂલાત કરી હતી. EDનો અંદાજ છે કે સુકેશ ચંદ્રશેખરે તેને 5.71 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. તે સિવાય જેકલીનના સંબંધીઓને 173,000 યુએસ ડોલર અને 27,000 ઓસ્ટ્રેલિયન ડોલર લોન તરીકે આપવામાં આવ્યા હતા.

    જેકલીન ફર્નાન્ડીઝને મોંઘી ગિફ્ટ અપાઈ હતી

    મે 2022માં સુકેશ ચંદ્રશેખર દ્વારા જેકલીન ફર્નાન્ડિઝને આપવામાં આવેલી ભેટોની યાદી સામે આવી હતી. ભેટમાં 9 લાખ રૂપિયાની ત્રણ પર્શિયન બિલાડીઓ, 52 લાખ રૂપિયાની કિંમતનો એક અરેબિયન ઘોડો, 15 જોડી ઈયરિંગ્સ સાથેનો હીરાનો સેટ, મોંઘી ક્રોકરી, ગુચી અને ચેનલ જેવી મોંઘી બ્રાન્ડની ડિઝાઈનર બેગ, બે ગૂચી બ્રાન્ડના જિમ આઉટફિટ્સ, લૂઈસ વીટન બ્રાન્ડ ફૂટવેરની જોડી, બે હર્મેસ બ્રાન્ડ બ્રેસલેટ, એક મીની કૂપર કાર અને ઘણી રોલેક્સ બ્રાન્ડ ઘડિયાળો વગેરે અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે.

    સુકેશ ચંદ્રશેખરે ગયા વર્ષે EDને આપેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે તેણે જેકલીન ફર્નાન્ડીઝને 7 કરોડ રૂપિયાની જ્વેલરી ભેટમાં આપી હતી. તેણીને BMW X5 કાર પણ આપવામાં આવી હતી. સુકેશ ચંદ્રશેખરે જેકલીનના માતા-પિતાને માસેરાતી કાર અને તેની માતાને બહેરીનથી પોર્શ કાર ગિફ્ટ કરી હોવાના અહેવાલ છે.

    જેકલીન ફર્નાન્ડિઝે EDને પોતાનું નિવેદન આપ્યું હતું

    ઇડીએ ગયા વર્ષે ઓગસ્ટ અને ઓક્ટોબરમાં જેકલીનના નિવેદનો નોંધ્યા હતા. નિવેદનમાં તેણે પૂછપરછ દરમિયાન સુકેશ પાસેથી ગિફ્ટ અને લોન લીધી હોવાનું કબૂલ્યું હતું. જેક્લિને કહ્યું હતું કે સુકેશની ભેટમાં ગુચી અને ચેનલની ત્રણ ડિઝાઈનર બેગ, ગુચીના બે જિમ આઉટફિટ, લૂઈ વિટનના શૂઝની જોડી, ડાયમંડ કોઈલની બે જોડી, મલ્ટી કલર સ્ટોનથી બનેલું બ્રેસલેટ અને હર્મેસના અન્ય બે બ્રેસલેટનો સમાવેશ થાય છે.

    બોલિવૂડ અભિનેત્રીએ EDને એમ પણ કહ્યું હતું કે સુકેશે તેને મિની કૂપર કાર ગિફ્ટ કરી હતી, પરંતુ તેણે તે પરત કરી દીધી હતી. જેક્લિને કહ્યું હતું કે સુકેશે તેની બહેન ગેરાલ્ડિનને 1.5 મિલિયન ડોલર લોન તરીકે આપ્યા હતા. આ સિવાય તેણે ઓસ્ટ્રેલિયામાં રહેતા તેના ભાઈ વોરેનના ખાતામાં 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાનું પણ સ્વીકાર્યું હતું.

    200 કરોડની ખંડણી અને મની-લોન્ડરિંગનો કેસ

    જ્યારે અંડરટ્રાયલ તરીકે જેલમાં બંધ, સુકેશ ચંદ્રશેખરે રેલિગેર એન્ટરપ્રાઈઝના પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની પાસેથી કથિત રીતે 200 કરોડની ઉચાપત કરી હતી. વરિષ્ઠ સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરીને, સુકેશે શિવિન્દર સિંહની પત્ની અદિતિ સિંહને ખાતરી આપી કે તે શિવિન્દરના જામીન મેળવી શકે છે. સુકેશ અને તેની પત્ની, અભિનેત્રી લીના મારિયા પોલે તેમના કૌભાંડની આવકને લોન્ડર કરવા માટે હવાલા માર્ગો અને શેલ કંપનીઓનો ઉપયોગ કર્યો હતો.

    સુકેશ ચંદ્રશેખર અને તેની પત્નીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જેલમાંથી ચલાવવામાં આવતા કથિત ખંડણી રેકેટ અંગે ધરપકડ કરવામાં આવી હતી. સુકેશ કથિત રીતે જેલના સત્તાવાળાઓને લાંચ આપી રહ્યો હતો જેથી તે જેલમાંથી તેના ગોરખધંધાને ચલાવી શકે. જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી જેવી બોલિવૂડની ઘણી હસ્તીઓ કથિત રીતે તેના જેલવાસ દરમિયાન તેને મળવા માટે જેલમાં આવતી રહી.

    દુશ્મનોનો કાળ એવી AK-203 અસોલ્ટ રાઈફલ્સ અમેઠીમાં બનીને તૈયાર; એક વધુ જુમલો બોલનાર હાસ્યાસ્પદ ઠર્યા, જાણીએ આ અચૂક હથિયારની ખાસિયત

    દુશ્મનોનો કાળ એવી AK-203 અસોલ્ટ રાઈફલ્સ અમેઠીમાં બનીને તૈયાર થઇ ગઈ છે. દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ધરાવતી અમેઠી હવે આધુનિક શસ્ત્રોના ક્ષેત્રમાં વિકાસ કરી રહી છે. જો કે અમેઠીની રાજકીય ઓળખ ગાંધી પરિવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની છે, પરંતુ હવે દેશની રક્ષા કરનારા રણબંકરોના હાથમાં લહેરાવતી AK-203 અસોલ્ટ રાઈફલ્સ પણ તેમને આ જિલ્લાની યાદ અપાવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમેઠીમાં ઉત્પાદિત વિશ્વની શ્રેષ્ઠ રાઈફલ્સમાંથી એક AK-203 રાઈફલ્સની પ્રથમ બેચ સેનાને સોંપી છે.

    મીડિયા અહેવાલો અનુસાર વર્ષ 2019માં જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેઠીથી જાહેરાત કરી હતી કે હવેથી જિલ્લાની ઓળખ એકે-203 રાઈફલ હશે, ભલે વિરોધીઓએ આ જાહેરાતને માત્ર જુમલો ગણાવ્યો હતો, પરંતુ આજે ત્રણ વર્ષ પછી તે એક એક શબ્દ સાચો સાબિત થયો છે. અહીં ભારત અને રશિયાના સંયુક્ત ટેકનિકલ સહયોગથી વિશ્વની સર્વશ્રેષ્ઠ રાઈફલ્સમાંથી એક AK-203 રાઈફલ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. AK-203 રાઈફલ જવાનો માટે કોઈ વરદાનથી ઓછી નથી. રશિયાના ટેકનિકલ સહયોગથી દેશમાં તૈયાર થયેલી આ રાઈફલ હવે સેનાના હાથમાં આવી ગઈ છે. મંગળવારે રાજનાથ સિંહે આ અત્યાધુનિક સ્વદેશી હથિયાર સેનાને સોંપ્યું છે.

    અમેઠીને નવી ઓળખ મળી

    મીડિયા અહેવાલો અનુસાર હાલમાં જ 5 લાખ રાઈફલના ઉત્પાદનની મંજૂરી મળ્યા બાદ અહીં કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. અમેઠીના HAL કોરવા પરિસરમાં બનેલી ઓર્ડનન્સ ફેક્ટરીની રાઈફલ હવે અમેઠીની ઓળખ બનશે. લોકો સમજી ગયા કે પીએમ મોદીએ શું કહ્યું હતું તે તે સમયે, જ્યારે રશિયાની મદદથી બનાવવામાં આવનાર વિશ્વની સૌથી અત્યાધુનિક AK-203 રાઇફલ્સના ઉત્પાદનની મંજૂરી અહીં મળી હતી.

    AK-203 એસોલ્ટ રાઈફલની વિશેષતાઓ

    AK-203 એસોલ્ટ રાઈફલ કલાશ્નિકોવ શ્રેણીની સૌથી આધુનિક અને ઘાતક રાઈફલ છે. 7.62 X 39mm કેલિબરવાળી AK-203 રાઇફલ ત્રણ દાયકા પહેલા શામેલ કરવામાં આવેલી INSAS રાઇફલનું સ્થાન લેશે. આ એસોલ્ટ રાઇફલ્સ ઘૂસણખોરી અને બળવાખોરી વિરોધી કામગીરીમાં ભારતીય સેનાની તાકાતમાં વધારો કરશે. AK-203 એસોલ્ટ રાઈફલ INSAS રાઈફલ કરતા નાની, વજનમાં હળવી અને વધુ ઘાતક ક્ષમતા ધરાવે છે. AK-203નું વજન 3.8 કિલો છે, જ્યારે INSAS રાઈફલનું વજન મેગેઝિન અને બેયોનેટ વિના 4.15 કિલો છે. અને INSAS ની લંબાઈ 960 mm છે, જ્યારે તેની સામે AK-203 રાઈફલ માત્ર 705 mm લાંબી છે, સેથી સૈનિકોને તેના વપરાશમાં ઘણી સરળતા રહેશે.

    અનેક સ્વદેશી આધુનિક હથિયાર રાજનાથ સિંહના હસ્તક સેનાને સોંપાયા

    અહેવાલો અનુસાર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે સેનાને અનેક સ્વદેશી હથિયારો આપ્યા. જેમાં એન્ટી પર્સનલ માઈન્સ, એકે-203 રાઈફલ્સ, ડ્રોન અને ખાસ પ્રકારની બોટ સામેલ છે. યુદ્ધની બદલાતી રીતની સાથે સેના પણ પોતાની રણનીતિ અને શસ્ત્રો બદલી રહી છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને જરૂરી હથિયાર બનાવવામાં આવી રહ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ (MES) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન તેમણે ઘણી વાતો કહી હતી.

    આ અવસરે ભારતીય સેનાના ચીફ એન્જિનિયર લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહે આર્મી સ્ટાફ વતી કહ્યું કે અમે કોઈપણ ખતરાનો સામનો કરવા તૈયાર છીએ. પછી તે પાકિસ્તાનની સરહદ હોય કે ચીન સાથેની સરહદ. સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે.