Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસોશિયલ મિડિયા પર આઈસ્ક્રીમ થયો ટ્રેન્ડ: ભરતસિંહ સોલંકીની પ્રેસ કોન્ફરન્સ પર લોકોના...

    સોશિયલ મિડિયા પર આઈસ્ક્રીમ થયો ટ્રેન્ડ: ભરતસિંહ સોલંકીની પ્રેસ કોન્ફરન્સ પર લોકોના મસ્ત મજાનાં રીએક્શન્સ આવ્યાં

    ભરતસિંહ સોલંકીએ પોતાના બચાવ માટે આજે જે પ્રેસ કોન્ફરન્સ ભરી હતી તેમાં તેમણે એ યુવતીને ઘરે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા તેમ કહ્યું હતું અને બાદમાં આખો દિવસ સોશિયલ મિડીયામાં આઈસ્ક્રીમ ટ્રેન્ડ થયો હતો.

    - Advertisement -

    એક યુવતી સાથે પોતાનો વિડીયો વાઇરલ થયા બાદ આજે સવારે કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. પરંતુ તે એક પ્રેસ કોન્ફરન્સ ઓછી અને ભરતસિંહના રાજકારણનું ડૂબતું વહાણ બચાવવાનો એક પ્રયત્ન વધારે લાગતી હતી. જેમાં તેમણે પોતાની તબિયતને લઈને ભાવનાત્મક પ્રચાર કર્યો અને બાદમાં પોતાની પત્ની પર અઢળક આરોપો કર્યા અને અંતમાં રાજકારણમાંથી ટૂંકી વિદાય લેવાની જાહેરાત કરી હતી. પરંતુ મૂળ વાત પર આવવાની જગ્યાએ લોકોનું ધ્યાન બીજે દોરવવાના જ પ્રયત્ન કર્યા હતા.

    આ પ્રેસ કોન્ફરન્સ બાદ જુદા જુદા સોશિયલ મીડિયા પર યુઝર્સે આ સમગ્ર ઘટનાક્રમ પર પોતાના પ્રતિભાવો આપ્યા હતા. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા તથા હેલ્લારો મિવી ફેમ ગુજરાતી અભિનેત્રી નીલમ પંચાલે એક સમાચાર શેર કર્યો હતો જેમાં લખ્યું હતું કે ભરતસિંહ સોલંકી સાથે જે યુવતી હતી એના ઘરના ગટર અને પાણીના જોડાણ સોસાયટીના બિલ્ડરે કાપી નાખ્યા હતા વિડીયો વાઇરલ થયા બાદ. આ સમાચાર શેર કરવા સાથે અભિનેત્રીએ પૂછ્યું હતું કે આમ કેમ.

    એક ટ્વિટર યુઝર @sureshn25559831 એ સોલંકીના રાજકારણમથી સન્યાસ લેવા પર ટિપ્પણી કરતાં લખ્યું કે, “ત્રીજા લગન કરે છે આ કાકા તો થોડોક સમય આરામ ની જરૂર પડે ને . આવડી ઉમરે કાય પહેલા કરતા થોડું કામ થાય હવે સરીર થકવી દે પણ આ કાકા તો મોજે મોજ કરવી છે . અહીંયા એક ના પણ સાંધા છે ને આ કાકા તો તીજી વાર લગન કરે છે.” આ યુઝરે ભરતસિંહની ત્રીજા લગ્ન કરવાની ઈચ્છા પર કટાક્ષ કર્યો હતો.

    - Advertisement -

    અન્ય એક યુઝર @VikramD28646314 એ ચાબખા લેતા લખ્યું હતું કે ભરતસિંહે રાજકારણમાંથી બ્રેક લીઘો નથી પણ લેવી પડ્યો છે મજબૂરીમાં.

    અન્ય એક ટ્વિટર યુઝર @Vrajsinh_Rajput એ કટાક્ષ કરતાં કહયું હતું કે પ્રેમમાં શાહજહા એ તાજમહેલ બનાવ્યો હતો , ભરતસિંહ સોલંકી એ સક્રિય રાજકારણ નો ત્યાગ કર્યો.

    એક ટ્વિટર યુઝર @bags_kd એ ભરતસિંહના તાજેતરમાં જ કરેલા રામમંદિર પરના અયોગ્ય નિવેદનને ટાંકીને લખ્યું કે આ ભરતસિંહે રામમંદિર માટે અપશબ્દો બોલ્યા હતા અને હવે 7 દિવસ બાદ તેઓ કોઈને મો બતાવવા લાયક નથી રહ્યા.

    @Chaubey_Voice નામના એક યુઝરે લખ્યું હતું કે આમ ભરતસિંહ બીજાના ઘરે જઈને ‘આઇસ્ક્રીમ’ ખાતા પકડાઈ ગયા. સોનિયા ગાંધીએ અનેક વાર ના પાડી હોવા છતાય કોંગ્રેસી નેતાઓ મઝા કરવાનો પોતાનો પ્રાકૃતિક સ્વભાવ છોડી નથી શકતા અને એટ્લે જ પક્ષ કથળેલ સ્થિતિમાં છે. આ કટાક્ષ એ વાત પર હતો કે પ્રેસ કોંફરન્સમાં સોલંકીએ કહ્યું હતું કે તેઓએ યુવતીના ઘરે આઇસ્ક્રીમ ખાવા ગયા હતા.

    @NitinBhatt3004 નામના એક ટ્વિટર યુઝરે ભરતસિંહના આઇસ્ક્રીમવાળા નિવેદન પર કટાક્ષ કરતાં એક ગીતની અમુક કડીઓ જોડી હતી, જે આ મુજબ હતી, “आइस क्रीम खाऊँगी कश्मीर जाउंगी . शोलो में भड़के जिया हा हा… हा हा… जलवे कराउंगी उसको रिझाऊँगी .. जो होगा मेरा पीया”

    ટ્વિટર યુઝર @hirenspaun એ લખ્યું કે “એ કહે કે હુ તો ઇ મહિલા ના ઘરે આઇસક્રીમ ખાવા ગયો હતો. આવા નિવેદન બાદ કોઈક ખરેખર આઇસક્રીમ ખાવા જતો હશે ને તો એ કોઈ દિવસ આઇસક્રીમ નુ બોલશે જ નહી.”

    અન્ય એક ટ્વિટર યુઝર @trivediamit9 એ ટ્વિટ કરીને લખ્યું કે, “ભરતસિંહે કઇ કંપની નો આઇસ્ક્રીમ હતો ને કઇ ફ્લેવર નો હતો એ પણ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવુ જોઈતું હતું.. જેથી આઇસ્ક્રીમ કંપનીની મફત મા એડ થઈ જાય અને એ ફ્લેવરની ડિમાન્ડ પણ વધી જાય. અને કદાચ એ આઇસ્ક્રીમ ગર્લને બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવી દેવાય…”

    આમ આજે આખો દિવસ સોશિયલ મીડિયા પર ભરતસિંહના વાઇરલ વિડીયો અને તેમની પ્રેસ કોન્ફરન્સ પરની પ્રતિક્રિયાઓથી છવાયેલો રહ્યો હતો. ભરતસિંહ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં એમ બોલ્યા હતા કે તેઓ તે યુવતીના ઘરે આઇસ્ક્રીમ ખાવા ગયા હતા અને એ જ વાતને લઈને આજે આખો દિવસ એમણે ટ્રોલ થતાં રહ્યા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં