Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબંગાળના દીદીની ટીએમસીમાં બળવો, ધારાસભ્યએ કહ્યું: 'દીદી નિર્ણય બદલો નહીતો...' નારાજ નેતાએ...

    બંગાળના દીદીની ટીએમસીમાં બળવો, ધારાસભ્યએ કહ્યું: ‘દીદી નિર્ણય બદલો નહીતો…’ નારાજ નેતાએ પાર્ટી સામે આંદોલનની ધમકી આપી

    અબ્દુલ કરીમે એમ પણ કહ્યું કે ઝાકિરથી બધા લોકો ડરે છે. ઈસ્લામપુરના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યએ દાવો કર્યો હતો કે તેમણે અભિષેક બેનર્જીને તેમના મોટા પુત્રને બ્લોક પ્રમુખ બનાવવા માટે પત્ર પણ લખ્યો હતો.

    - Advertisement -

    બંગાળના દીદીની ટીએમસીમાં બળવો ફાટી નીકળવાની તૈયારીમાં છે. પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષના વડા મમતા બેનર્જી વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે . તાજેતરમાંજ ઝાકિર ખાન તૃણમૂલ કોંગ્રેસના ઈસ્લામપુરના બ્લોક પ્રમુખ બન્યા છે, જેને લઈને હવે મોટો વિવાદ સર્જાયો છે. ઉત્તર દિનાજપુર સ્થિત ઈસ્લામપુરના તૃણમૂલ કોંગ્રેસ ધારાસભ્ય અબ્દુલ કરીમ ચૌધરીએ ધમકી આપી છે કે જો તેઓ બ્લોક પ્રમુખને નહીં બદલે તો તેઓ તેમની જ પાર્ટી વિરુદ્ધ આંદોલન શરૂ કરશે.

    પોતાના દીકરાને હોદ્દો અપાવવા બગાવત

    મળતી માહિતી મુજબ અબ્દુલ કરીમ તેમના મોટા પુત્ર મહેતાબ હુસૈનને પ્રમુખ બનાવવા ઈચ્છે છે. અબ્દુલ કરીમે મંગળવારે ઇસ્લામપુર સ્થિત તેમના નિવાસસ્થાને પત્રકાર પરિષદ યોજીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “તમે (મમતા બેનર્જીએ) મને મંત્રાલયમાંથી કાઢી મૂક્યો તે છતાં મેં કશું કહ્યું નથી, અને હું અહીં તૃણમૂલ કોંગ્રેસના સમર્થન વિના લોકોના પ્રેમથી ચુંટણી જીતું છું. ઘણા લાંબા સમયથી ધારાસભ્ય હોવા છતાં મારી સાથે આવું વર્તન કેમ કરવામાં આવે છે?” તેમણે ચેતવણીના સ્વરમાં આગળ કહ્યું કે “મમતા દીદી, ચુકાદો પાછો ખેંચો. અન્યથા ઇસ્લામપુરમાં આંદોલન ચાલુ રહેશે.”

    - Advertisement -

    બ્લોક પ્રમુખ ઝાકિર ‘ગુનેગાર’ છે – અબ્દુલ કરીમ

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર અબ્દુલ કરીમે આરોપ લગાવ્યો હતો કે ઈસ્લામપુરના બ્લોક પ્રેસિડેન્ટ ઝાકિર એક ‘ગુનેગાર’ છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ઝાકિર પોતાની સાથે બંદૂક રાખીને મુસાફરી કરી રહ્યો હતો. અબ્દુલ કરીમે એમ પણ કહ્યું કે ઝાકિરથી બધા લોકો ડરે છે. ઈસ્લામપુરના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યએ દાવો કર્યો હતો કે તેમણે અભિષેક બેનર્જીને તેમના મોટા પુત્રને બ્લોક પ્રમુખ બનાવવા માટે પત્ર પણ લખ્યો હતો.

    પાર્ટી નેતૃત્વના સર્વે બાદ ઝાકિર ખાનની નિમણુંક – કન્હૈયાલાલ

    અબ્દુલ કરીમની ફરિયાદ પર પાર્ટીના ઉત્તર દિનાજપુર જિલ્લા અધ્યક્ષ કન્હૈયાલાલ અગ્રવાલે ખુલાસો આપતા કહ્યું હતું કે, “કમલુદ્દીનનું નામ કોલકાતાની બેઠકમાં બ્લોક પ્રમુખ માટે આવ્યું હતું, પરંતુ તે સુજાલી વિસ્તારના છે. ત્યારે મેંજ ઝાકિર હુસૈનનું નામ આગળ આપ્યું હતું. આ પછી પાર્ટી નેતૃત્વએ વધુ સર્વે કર્યો. આવી સ્થિતિમાં ઝાકિર ખાનના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઝાકીર ગુના કરવા માટે જાણીતો નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં