Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી કેસના હિંદુ પક્ષકારને 'સર તનસે જુદા' કરવાની ધમકી, કહ્યું- "પીછેહઠ કરો...

    જ્ઞાનવાપી કેસના હિંદુ પક્ષકારને ‘સર તનસે જુદા’ કરવાની ધમકી, કહ્યું- “પીછેહઠ કરો નહીંતર કન્હૈયા લાલ જેવી હાલત થશે.”

    આ પહેલા સોહનલાલ આર્યને આ વર્ષે 19 માર્ચ અને ત્યારબાદ 19 જુલાઈએ પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ જાનથી મારી નાખવાની ધમકીઓ પર તેમણે કહ્યું હતું કે, “તે ધમકીઓથી ડરતા નથી. હિન્દુત્વ અને મંદિરના રક્ષણ માટે જીવ ગુમાવવો પડે તો પણ કોઈ ફર્ક નથી પડવાનો".

    - Advertisement -

    જ્ઞાનવાપી કેસના હિંદુ પક્ષકારને ‘સર તનસે જુદા’ કરવાની ધમકી મળી છે. વારાણસીના મા શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી વિવાદિત ઢાંચાના કેસના વકીલ ડોક્ટર સોહન લાલ આર્યને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સોહનલાલને પાકિસ્તાન નંબર પરથી ફોન કરીને ધમકી આપવામાં આવી રહી છે. આ બાબતે સોહનલાલ આર્યએ પોલીસને તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે, “રાજસ્થાનના કન્હૈયાની જેમ તમારું પણ “સર તનસે જુદા” કરવામાં આવશે.” મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોહન લાલે બુધવારે (16 ઓગસ્ટ, 2022) જ વારાણસીના પોલીસ અને વહીવટી અધિકારીઓને આ સમગ્ર બાબતની જાણ કરી છે. તો બીજી તરફ કાશીના ડીસીપી કહ્યું છે કે આ મામલે તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવશે.

    માથું કલમ કરવાની ધમકી વિશે માહિતી આપતાં ડૉ. આર્યએ જણાવ્યું હતું કે ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ સાથે પણ આ ધમકી વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે એવી આશંકા છે કે ભારતમાંથી કોઈ પાકિસ્તાનના નંબરનો ઉપયોગ કરીને કોલ કરી રહ્યું છે. આ નંબરો ઈન્ટેલીજન્સના અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.

    વધુમાં તેમણે કહ્યું હતું કે તેમને વારાણસીના કમિશનર અને ડીએમને મળવાનો સમય મળ્યો છે. તેઓ વારાણસીના લક્ષા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવશે. તેમના બન્ને મોબાઈલ નંબર પર આ પ્રકારની ધમકીઓ મળી છે. જો કે હજુ સુધી આ બાબતે એફઆઈઆર નોંધાઈ નથી.

    - Advertisement -

    પાકિસ્તાનના નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ વિશે વાત કરતી વખતે, ડૉ. સોહનલાલ આર્યએ કહ્યું હતું કે કેટલાક આતંકવાદી સંગઠનો તેમની પાછળ પડ્યા છે, અને તેમને કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી આપવામાં આવી હતી. જવાબમાં તેમણે કહ્યું કે “અમે આ પ્રકારની ધમકીઓ સામે ઝૂકવાના નથી. આવતીકાલે 18મી ઓગસ્ટ છે. હિંદુઓની તરફેણમાં ચુકાદો આવવાનો છે.”

    ઉલ્લેખનીય છે કે આ પહેલા સોહનલાલ આર્યને આ વર્ષે 19 માર્ચ અને ત્યારબાદ 19 જુલાઈએ પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ જાનથી મારી નાખવાની ધમકીઓ પર તેમણે કહ્યું હતું કે, “તે ધમકીઓથી ડરતા નથી. હિન્દુત્વ અને મંદિરના રક્ષણ માટે જીવ ગુમાવવો પડે તો પણ કોઈ ફર્ક નથી પડવાનો”. નોંધનીય છે કે સતત ધમકીઓ મળવાના કારણે સુરક્ષામાં પહેલાથી જ બે પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે દિલ્હીની રાખી સિંહ સિવાય વારાણસીની 4 મહિલાઓએ મા શૃંગાર ગૌરી અને જ્ઞાનવાપી વિવાદિત સંકુલના અન્ય દેવી-દેવતાઓની નિયમિત પૂજા અને રક્ષણ માટે કેસ દાખલ કર્યો હતો. ડૉ.સોહનલાલ આર્ય વારાણસીની કોર્ટમાં એ જ ચાર મહિલાઓના વકીલ છે. ડૉ.સોહનલાલ આર્ય 1984માં વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. હાલમાં આરએસએસના પ્રાંતીય પદાધિકારી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં