Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજમ્મુ કાશ્મીરમાં વધુ એક મોટો બદલાવ: હવે 'બહારના લોકો' પણ વોટ આપી...

    જમ્મુ કાશ્મીરમાં વધુ એક મોટો બદલાવ: હવે ‘બહારના લોકો’ પણ વોટ આપી શકશે, મહેબૂબાએ કહ્યું ભાજપને ફાયદો પહોંચાડવાની રણનીતિ

    જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હ્રદેશ કુમારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 25 લાખ નવા મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરાય તેવી શક્યતા છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને સળવળાટ શરૂ થઈ ગયો છે. તેને જોતા ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હૃદયેશ કુમારે આદેશ જારી કર્યો છે કે રાજ્યમાં રહેતા બિન-કાશ્મીરી લોકો હવે મતદાર યાદીમાં તેમના નામની નોંધણી કરાવીને પોતાનો મત આપી શકશે. હ્રદેશ કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સશસ્ત્ર દળોના સૈનિકો અને અધિકારીઓ પણ મતદાર યાદીમાં તેમના નામનો સમાવેશ કરીને મતદાન કરી શકશે. આ માટે તેમને રહેઠાણ પ્રમાણપત્રની જરૂર નહીં પડે.

    હૃદયેશ કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 25 લાખ નવા મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરાય તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં રહેતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સૈનિકો, મજૂરો અને અન્ય કોઈપણ બિન-કાશ્મીરી લોકો પણ મતદાર યાદીમાં તેમના નામ નોંધાવી શકે છે. તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવા માટે ચૂંટણી પંચે તેમને સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર આપવાની જરૂર નથી.

    કલમ 370 નાબૂદ થયા બાદ યોજાનાર પહેલી ચૂંટણી

    નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કર્યા પછી, પ્રથમ વખત, રાજ્યમાં મતદાર યાદીનું વિશેષ સંક્ષિપ્ત સંશોધન કરવામાં આવી રહ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી હૃદયેશ કુમારે 25 નવેમ્બર સુધીમાં મતદાર યાદીના વિશેષ સારાંશ સુધારણાને પૂર્ણ કરવાની ચાલી રહેલી કવાયતને એક પડકારજનક કાર્ય ગણાવ્યું છે.

    - Advertisement -

    આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ આ નિર્ણય પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ ભાજપને ફાયદો કરાવવાનો પ્રયાસ છે.

    સ્થાનિક પક્ષોએ નિર્ણયનો વિરોધ કર્યો

    મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આ પ્રક્રિયાનો વાસ્તવિક હેતુ સ્થાનિક લોકોને શક્તિહીન બનાવવાનો છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી સ્થગિત કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય પહેલા ભાજપની તરફેણમાં ઝુકાવવાનો હતો અને હવે બિન-કાશ્મીરી લોકો માટે મતદાન કરવાની મંજૂરી આપીને ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવાનો હતો. ખરો ઉદ્દેશ્ય સ્થાનિક લોકોને સત્તાહીન બનાવીને ભાજપને ફાયદો કરાવવાનો છે.

    જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, “શું ભાજપ J&Kના સાચા મતદારોના સમર્થનને લઈને એટલી અસુરક્ષિત છે કે તેને બેઠકો જીતવા માટે કામચલાઉ મતદારોને આયાત કરવાની જરૂર છે? જ્યારે J&Kના લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની તક આપવામાં આવશે ત્યારે આમાંથી કોઈ પણ વસ્તુ ભાજપને મદદ કરશે નહીં.”

    નોંધનીય છે કે આ માત્ર જમ્મુ કાશ્મીરને સમગ્ર ભારત સાથે સામાન્ય પ્રવાહમાં લાવવાનો એક પ્રયાસ છે. આ અધિકાર ભારતના દરેક રાજ્યમાં વસતા બિન-સ્થાનિક લોકોને દાયકાઓથી મળેલો જ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં