Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅબ્બાએજ દીકરીનું માથું વાઢ્યું: મેરઠમાંથી મળી આવેલી યુવતીની માથું કપાયેલી લાશનો ભેદ...

    અબ્બાએજ દીકરીનું માથું વાઢ્યું: મેરઠમાંથી મળી આવેલી યુવતીની માથું કપાયેલી લાશનો ભેદ ઉકેલાયો, નિકાહની ના પડતા હત્યા, પોલીસે ધરપકડ કરી

    મૃતક યુવતીની ઓળખ શાઈના તરીકે થઈ છે. આ કેસમાં પોલીસે શાઈનાના અબ્બા શાહિદ કુરેશીની ધરપકડ કરી છે.

    - Advertisement -

    અબ્બાએજ દીકરીનું માથું વાઢ્યું હોવાની ઘટના મેરઠથી સામે આવી છે. મેરઠમાંથી મળી આવેલી યુવતીનું માથું કપાયેલી લાશની ઓળખ થઇ ગઈ છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મેરઠમાં એક યુવતીનું માથું કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવતીની ઓળખ શાઈના તરીકે થઈ છે. આ કેસમાં પોલીસે શાઈનાના અબ્બા શાહિદ કુરેશીની ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે નિકાહ કરવાની ના પાડવા બદલ અબ્બાએજ દીકરીનું માથું વાઢ્યું હતું.

    પત્રકાર સચિન ગુપ્તાએ ટ્વીટ કર્યું છે કે હત્યા યુવતીના અબ્બા શાહિદ કુરેશીએજ કરી છે, શાહિદ કુરેશીએજ પોતાની દીકરીની હત્યા કરીને લાશ ફેંકી દીધી હતી. પોલીસે 50 વર્ષીય શાહિદ કુરેશીની ધરપકડ કરી છે. પરિવાર દ્વારા શાઈનાના નિકાહ જ્યાં ગોઠવવામાં આવ્યા હતા તે શાઈનાને સ્વીકાર્ય ન હતું, જેના કારણે તેના અબ્બુ શાહિદ કુરેશીએ પહેલા તેણે માર માર્યો બાદમાં હત્યા કરી. પોલીસ હજુ શાઈનાનું માથું ગોતી રહી છે.

    12 ઓગસ્ટ 2022ના રોજ લીસાડી ગેટ પરથી એક યુવતીનું માથું કાપી નાખેલું શરીર મળી આવ્યું હતું. શરીર પર કાળું પેન્ટ અને વાદળી છાંટાવાળું ટોપ હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

    - Advertisement -

    સવારે 4 વાગ્યાની આસપાસ કેટલાક લોકો મોર્નિંગ વોક પર નીકળ્યા ત્યારે લોકોએ લીસાડી ગેટ વિસ્તારના લખીપુરામાં 28 નંબરની શેરી પાસે માથું કાપી નાખેલી યુવતીની લાશ જોઈ હતી. મૃતદેહને ચાદરમાં બાંધવામાં આવ્યો હતો. લાશને કબ્રસ્તાનની હદ પાસે નાંખવામાં આવી હતી. ચાદરમાંથી લોહી નીકળતું જોઈને લોકોએ પોલીસને જાણ કરી હતી. ઓપીઇન્ડિયા સાથે વાત કરતા મેરઠના ડીએસપી અરવિંદ ચૌરસિયાએ કહ્યું હતું કે મૃતદેહને કબ્રસ્તાનમાં ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે, પરંતુ તે બાઉન્ડ્રીને અથડાયા પછી બહાર જ રહી ગયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં