Saturday, November 16, 2024
More
    Home Blog Page 1012

    મમતા બેનર્જીની પાર્ટીમાં આંતરિક વિખવાદ: મંત્રીએ પાર્ટીના જ નેતાઓને ‘લૂંટારા’ કહ્યા, પાર્ટીએ નોટીસ પકડાવી દીધી 

    એક તરફ મંત્રીઓ અને મોટા નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં પકડાઈ રહ્યા છે ત્યાં મમતા બેનર્જીની પાર્ટીમાં વિખવાદ સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના એક નેતાએ પાર્ટીના જ નેતાઓ પર ટિપ્પણી કરીને વિવાદ ઉભો કરી દીધો છે. ટીએમસી નેતા શ્રીકાંત મહતાએ એક ભાષણમાં કહ્યું હતું કે, મિમિ ચક્રવર્તી અને નુસરત જહાં જેવા પાર્ટીના નેતાઓ પાર્ટીને લૂંટી રહ્યા છે. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. જે બાદ પાર્ટીએ તેમની સામે પગલાં લીધાં છે. 

    વાયરલ વિડીયોમાં ટીએમસી નેતા અને મમતા સરકારના મંત્રી શ્રીકાંત મહાતા કહે છે કે, અમે અમારી નાગરિકતા બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. બુદ્ધિજીવી સમાજ અને ખેડૂતો આપણી નાગરિકતા બચાવવા માટે લડી રહ્યા છીએ અને જરૂર પડી તો અમે મમતા બેનર્જી પાસે પણ જઈશું. 

    તેમણે આગળ કહ્યું હતું કે, અમે અભિષેક બેનર્જી અને સુબ્રતા બક્ષીને સમજાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ માનવા માટે તૈયાર નથી. તેઓ ખરાબ લોકોને પણ સારા સમજી રહ્યા છે. આમ આપણે કઈ રીતે ટકી શકીશું? તેમણે ખરાબને ખરાબ જ કહેવા જોઈએ. મહાદેવથી લઈને સંધ્યા રોય, જૂને માલિયા, સાયાની સાયંતિકા, મીમી અને નુસરત સુધી, જો તેઓ પાર્ટી માટે બહુ જરૂરી બની ગયા હોય તો અમે આ પાર્ટીનો હિસ્સો રહી શકીએ તેમ નથી.”

    તેમણે આગળ કહ્યું હતું કે, જો આ લોકો પૈસા લૂંટીને પાર્ટી માટે જરૂરી બની ગયા હોય તો અમે પણ મંત્રી રહેવા માંગતા નથી. આજે લોકો તમામ મંત્રીઓને ચોર કહેવા માંડ્યા છે, પરંતુ પાર્ટી એ ચોરોને જ સાંભળશે. આપણે નવા રસ્તા તપાસવા પડશે. આ માટે એક ચળવળ શરૂ કરવી પડશે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શિક્ષકોની ભરતીના કૌભાંડ મામલે મમતા બેનર્જી સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી હતી. ચેટર્જીની સહયોગી અર્પિતા મુખર્જીના બે ફ્લેટમાંથી કુલ પચાસ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જે બાદ ચેટર્જી અને અર્પિતા તેમજ અન્યો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, પણ ભ્રષ્ટાચારના કેસમાં અન્ય એક ટીએમસી નેતાની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ આવા નિવેદનોથી મમતા બેનર્જીની પાર્ટીમાં આવનાર સમયમાં વિખવાદ વધી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.

    જોકે, ટીએમસી નેતા શ્રીકાંત મહાતાના આ નિવેદન બાદ પાર્ટીએ પણ એક્શન લીધી છે અને તેમને એક શૉ કૉઝ નોટીસ જારી કરી છે. ટીએમસીના અન્ય એક નેતાએ જણાવ્યું કે, મહાતાના નિવેદનથી પાર્ટીની છબીને નુકસાન થયું છે અને આ માટે તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. 

    જાણવા મળ્યું છે કે, ટીએમસી નેતાએ નોટીસનો જવાબ આપતાં આ નિવેદન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, લાગણીઓના પ્રવાહમાં આવી જઈને તેમણે આ શબ્દો કહ્યા હતા. 

    ટીએમસી નેતાએ પાર્ટીના જ નેતાઓને લૂંટારાઓ કહ્યા બાદ ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંતા મજમુદારે કહ્યું હતું કે, શ્રીકાંત મહાતાએ સ્પષ્ટતા કરવી જોઈએ કે આ ધારાસભ્યો અને સાંસદો લૂંટી રહ્યા છે તેમ કહીને તેઓ ખરેખર શું કહેવા માંગતા હતા? તેઓ ખરેખર શું લૂંટી રહ્યા છે? તેમણે બંગાળની જનતાને આ બાબતનો જવાબ આપવો પડશે.

    ‘અર્બન નક્સલોએ કચ્છને દાયકાઓ સુધી પાણીથી વંચિત રાખ્યું’: કચ્છમાં જાહેરમંચ પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મેધા પાટકર આણી કંપનીની ખબર લઇ નાંખી

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છમાં આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે કચ્છને દાયકાઓ સુધી પાણી અને વિકાસથી વંચિત રાખનાર મેધા પાટકર અને તેમની ગેંગને આડેહાથ લીધી હતી અને કહ્યું હતું કે, આ અર્બન નક્સલોને રાજકીય પાર્ટીઓનું સમર્થન પણ મળ્યું હતું. મુખ્યમંત્રીના આ ભાષણની ગઈકાલથી ચર્ચા થઇ રહી છે. 

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંચ પરથી ભાષણ આપતાં કહ્યું હતું કે, “આજે જ્યારે આપણે કચ્છમાં મા નર્મદાના જળ પહોંચાડવાનો આનંદ માનવી રહ્યા છીએ ત્યારે એ પણ યાદ કૃવ જોઈએ કે એવા કોણ લોકો હતા જેમણે પાંચ-પાંચ દાયકા સુધી કચ્છને નર્મદાના પાણીથી વંચિત રાખ્યું હતું, તરસ્યું રાખ્યું હતું અને સૂકું રાખ્યું હતું.” 

    સીએમ પટેલે કહ્યું કે, “આપણે બધા બરાબર જાણીએ છીએ કે વિરોધ કરનારા આ અર્બન નક્સલીઓ કોણ હતા? આ એ જ અર્બન નક્સલીઓ છે જેમણે નર્મદા યોજનાનો વિરોધ, કચ્છનો વિરોધ અને ગુજરાતનો વિરોધ કર્યો હતો. આ એ જ અર્બન નક્સલીઓ છે જેમણે ગુજરાત અને કચ્છને વિકાસથી વંચિત રાખવાના તમામ પ્રયત્નો કર્યા હતા.” 

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મેધા પાટકર અંગે ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, તેઓ આ લોકો પૈકીનું જ એક નામ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આપણે જાણીએ છીએ કે તેઓ કઈ પાર્ટી સાથે જોડાયેલા છે અને કોણે તેમને સાંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી? 

    મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના લોકોને ભ્રામિક તરીકે નક્સલવાદ લાવવાના તેમના મનસૂબા ગુજરાતની શાણી અને સમજુ અને કચ્છની ખમીરવંતી પ્રજાએ ક્યારેય સફળ થવા દીધા નથી અને ક્યારેય થવા દેશે પણ નહીં. 

    આ ઉપરાંત, મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા નર્મદાનું પાણી કચ્છના સૂકા વિસ્તારોમાં પહોંચાડવા માટે નર્મદા યોજનાના વિરોધીઓ અને ગુજરાતના વિરોધીઓ સામે કેટલો સંઘર્ષ કર્યો તેની પણ ગુજરાતની જનતા સાક્ષી છે. 

    ઉલ્લેખનીય છે કે નર્મદા બચાવો આંદોલનથી ચર્ચામાં આવનાર તથાકથિત એક્ટિવિસ્ટ મેધા પાટકરને આમ આદમી પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપી હતી. મેધા પાટકર ઉત્તર-પૂર્વ મુંબઈની લોકસભા બેઠક પરથી ‘આપ’ની ટિકિટ પર ચૂંટણી લડ્યાં હતાં, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને માત્ર 8.9 ટકા મતો મળ્યા હતા. આ બેઠક પરથી ભાજપના કિરીટ સોમૈયાનો વિજય થયો હતો. 

    કચ્છના સૂકા વિસ્તારો સુધી નર્મદાનું પાણી પહોંચાડવાની ગુજરાત સરકારની યોજના અને સરદાર સરોવર યોજનામાં રોડાં નાંખવામાં મેધા પાટકર અને તેમના નર્મદા બચાવો આંદોલનનો મોટો ફાળો રહ્યો હતો. મેધા પાટકરે મધ્યપ્રદેશથી સરદાર સરોવર ડેમ સાઈટ સુધી 36 દિવસીય યાત્રાનું આયોજન કર્યું હતું. ‘નર્મદા બચાવો આંદોલન’ના નામે હજારો પર્યાવરણ કાર્યકરો અને વિદ્યાર્થીઓને ભેગા કરીને આંદોલનો કર્યાં હતાં અને પ્રોજેક્ટમાં વિલંબ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. 

    આ આંદોલનના કારણે વર્લ્ડ બેન્ક તરફથી મળવામાં આવેલ લૉન પણ રદ કરી દેવામાં આવી હતી. જોકે, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા બાદ કોર્ટે લીલી ઝંડી આપી હતી અને ડેમનો માર્ગ મોકળો કર્યો હતો.

    ભગવંત માનના પોસ્ટર પર દેશ વિરોધી નારા લખાયા: જલંધર પ્રવાસ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી જેવા હાલ કરવાની ધમકી

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન જલંધર પહોંચ્યા તેના એક દિવસ પહેલા જ ખાલિસ્તાની નારા લગાવવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ ના નારા મુખ્યમંત્રી ભગવંત માન અને પૂર્વ સીએમ બિઅંત સિંહના ફોટા પર લખેલા હતા, જેની જાણ સવારે પોલીસને કરવામાં આવી હતી.

    ઘટનાસ્થળે પહોંચી પોલીસે સ્પ્રે પેઇન્ટથી લખેલા સ્લોગનને ભૂંસી નાખ્યા હતા અને બંધારણ ચોકની આસપાસ લગાવેલા સીસીટીવી ચેક કર્યા બાદ આરોપીની શોધખોળ શરૂ કરી હતી. કથિત રીતે, મુખ્યમંત્રી ભગવંત માન અને અન્ય લોકોને આ પોસ્ટરો પર જાહેરમાં બોમ્બથી વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે એક તરફ 31મી ઓગસ્ટે પૂર્વ સીએમ બિઅંત સિંહની પુણ્યતિથિ છે અને બીજી તરફ સોમવારે (29 ઓગસ્ટ 2022) પંજાબના સીએમ જલંધરના ગુરુ ગોવિંદ સિંહ સ્ટેડિયમમાં ‘ખેલા વતન પંજાબ દિયા’નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અજાણ્યા લોકોએ તેમના પોસ્ટર પર ખાલિસ્તાની સ્લોગન લખ્યા હતા અને તેમને ધમકી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભગવંત માનની પોસ્ટ પર “Next” લખવામાં આવ્યું હતું.

    હવે પોલીસે દરેક ચોક અને દરેક રસ્તા પર વધુ સુરક્ષા દળો તૈનાત કર્યા છે. બિઅંત સિંહના પૌત્ર લુધિયાણાના સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુને ધમકી આપી છે કે જો તેમનામાં હિંમત હોય તો આગળ આવીને વાત કરે.

    નોંધનીય છે કે થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીના સીએમ સાથે વોલ્વો બસોને ગ્રીન સિગ્નલ આપવા માટે જલંધર બસ સ્ટેન્ડ આવ્યા હતા. તે દિવસે પણ શ્રી દેવીના મંદિરની સામે ખાલિસ્તાનના નારા લખવામાં આવ્યા હતા. આ સિવાય પોલીસે ખાલિસ્તાની સૂત્રો લખવા બદલ 6 જુલાઈ 2022ના રોજ પટિયાલાથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમણે શૈક્ષણિક સંસ્થાઓની દિવાલોની બહાર આ સૂત્રો લખ્યા હતા. પોલીસે જણાવ્યું કે આવું કરવા માટે તેને 1000 ડોલર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. બાદમાં મનજીતને તપાસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

    જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાનો વીડિયો વાયરલ, કહ્યું હતું: ‘કમ્યુનિસ્ટ સરકારે દરેક જગ્યાએ હિંદુ મંદિરો ઉપર કબ્જો જમાવ્યો છે’, ડાબેરીઓ બોલ્યાં ‘આ જજ ઝેરીલા છે’

    સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાના વાયરલ વિડીયોથી હાલ સોશિયલ મીડિયા ગરમાઈ રહ્યું છે. આ વીડિયોમાં તેઓ દાવો કરી રહયા છે કે વામપંથી સરકારોએ દરેક જગ્યાએ હિંદુ મંદિરો પર કબ્જો કરી લીધો છે. નિવૃત્ત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાના વાયરલ વિડીયોથી વામપંથીઓ ભડકી રહ્યાં છે.

    વીડિયોમાં, ભૂતપૂર્વ ન્યાયાધીશને એમ કહેતા સાંભળી શકાય છે કે તેમણે અને ન્યાયમૂર્તિ યુયુ લલિતએ કેરળના તિરુવનંતપુરમમાં શ્રી પદ્મનાભસ્વામી મંદિર સંબંધિત આ પ્રકારના જ એક આદેશ પર સ્ટે આપ્યો હતો .

    આ વીડિયો સંભવતઃ કોઈ મંદિર પરિસરની બહારનો હોય તેવું જણાય છે, જેને ઘણા લોકો શેર કરી રહ્યા છે અને ભૂતપૂર્વ ન્યાયાધીશની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. આમાં તેઓ પોતાના નિવેદનમાં કહી રહ્યા છે કે “આ ડાબેરી સરકારોનું આવું જ છે. આ લોકો માત્ર મંદિરોની આવક હડપવા માગે છે. તેઓ માત્ર મંદિરોની આવકને કારણે કબ્જો કરવા માંગે છે. તેમની સમસ્યા આવકની છે. તેમણે જે જે જગ્યાએ કબ્જો જમાવ્યો છે તે માત્ર હિંદુ મંદિરો પર જ જમાવ્યો છે, તેથી મે અને જસ્ટિસ લલિતે આવું થતું અટકાવ્યું હતું.”

    વીડિયો વાયરલ થયા બાદ કેટલાક લોકો પૂર્વ ન્યાયાધીશની હિંમતને સલામ કરી રહ્યા છે. તે જ સમયે કેટલાક વામપંથીઓ આ જોઈને ભડકી ઉઠયા છે. તેમનું કહેવું છે કે જયારે ઇન્દુ મલ્હોત્રા પાસે કોઈ કેસ આવતા હશે ત્યારે તે કેટલો પક્ષપાત કરતા હશે? તો કેટલાક લોકો તેમને “ઝેરીલા જજ” ગણાવી રહ્યાં છે.

    પદ્મનાભસ્વામી મંદિર સંબંધિત ઐતિહાસિક ચુકાદો

    નોંધનીય બાબત છે કે નિવૃત્ત જસ્ટિસ કેરળના જે શ્રી પદ્મનાભસ્વામી મંદિર વિષે વાત કરી રહ્યા છે, તેના વહીવટ અને મિલકતોના અધિકાર ને લઈને 3 જુલાઈ, 2020 ના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે શ્રી પદ્મનાભસ્વામી મંદિરના વહીવટ માટે ત્રાવણકોરના રાજવી પરિવારના અધિકારને યથાવત રાખ્યો હતો.

    સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે મંદિરની બાબતોનું સંચાલન કરવા માટેની વહીવટી સમિતિનું નેતૃત્વ તિરુવનંતપુરમના જિલ્લા ન્યાયાધીશ કરશે અને મુખ્ય સમિતિની રચના સુધી તે જ રહેશે. કોર્ટે આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે મુખ્ય સમિતિમાં રાજવી પરિવારની મહત્વની ભૂમિકા હશે.

    કોણ છે ભૂતપૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા?

    રિટાયર્ડ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા પહેલાં મહિલા એડવોકેટ હતાં જેમને વકીલમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. સબરીમાલાના ચુકાદા સમયે બેંચમાં તે એકમાત્ર ન્યાયાધીશ હતા જેમણે મહિલાઓને મંદિરમાં પ્રવેશવા દેવા પર ધાર્મિક હિતોના રક્ષણની તરફેણ કરી હતી.

    આ ઉપરાંત, તેઓ સમલૈંગિક સબંધના કેસમાં ચુકાદો સંભળાવનારી બેંચનો પણ ભાગ હતા. તે નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે પરસ્પર સંમતિથી બે પુખ્ત વયના લોકો વચ્ચેના સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાંથી હટાવી દીધા હતા.

    સુપ્રીમકોર્ટ પૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા 31 ઓક્ટોબર 2021ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ ગયા હતા અને આ વર્ષે પંજાબમાં ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીની તપાસ પણ ઈન્દુ મલ્હોત્રાને સોંપવામાં આવી હતી.

    ફ્રેમોન્ટ ટાકો બેલ, કેલિફોર્નિયામાં ભારતીય હિન્દૂ ગ્રાહક પર આઘાતજનક હિંદુફોબિક અને વંશવાદી હુમલો: વિડીયો વાઇરલ

    અમેરિકાના કેલિફોર્નિયામાં રવિવાર (21 ઓગસ્ટ)ના રોજ એક હિંદુ વ્યક્તિએ આઘાતજનક હિંદુફોબિક અને વંશવાદી મૌખિક હુમલાનો સામનો કરવો પડ્યો હતો. ક્રિષ્નન જે અય્યરે ફ્રેમોન્ટમાં ટેકો બેલ ફાસ્ટ ફૂડ આઉટલેટમાં તેમની સાથે બનેલ આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

    ક્રિશ્નને ઉલ્લેખ કર્યો કે ફ્રેમોન્ટ પોલીસ તેના બચાવમાં આવી, પરંતુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે કે કેમ તે જાણી શકાયું નથી. આઘાતજનક રીતે, ટાકો બેલના કર્મચારીઓએ હુમલાને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો અને કાઉન્ટર પર ભોજન પીરસવાનું પણ ચાલુ રાખ્યું હતું જ્યાં આરોપીએ તેના લાંબા મૌખિક હુમલા દરમિયાન થૂંક્યું હતું.

    ક્રિશ્નને 15 મિનિટના ઘટનાક્રમની છેલ્લી 8 મિનિટ પોસ્ટ કરી જે તેને ટેકો બેલ પર સહન કરવી પડી. તેણે ઉમેર્યું હતું કે શરૂઆતના ભાગમાં, દુર્વ્યવહાર કરનારે તેના પર સીધો થૂંક્યો, પરંતુ થૂંક કાઉન્ટર પર જ પડ્યું હતું.

    વિડિઓ YouTube પર જોઈ શકાય છે (ચેતવણી: અત્યંત અપમાનજનક અને અપમાનજનક ભાષા).

    આ અવ્યવસ્થિત હિંદુફોબિક અને વંશવાદી હુમલાનું એક અવતરણ છે: “તમે લોકો ખૂબ જ નીચ, બીભત્સ..તમે ઘૃણાસ્પદ, મંદબુદ્ધિ છો. તમને ગાયનું ** ખાવું ગમે છે (સ્ટાફ સાથે વાત કરવી)..તે પેશાબમાં સ્નાન કરે છે. હું તમને ખરાબ રીતે મારીશ. તમે બીભત્સ, ગંદા હિંદુ (થૂંકે છે) જુઓ છો. f*g બીન બ્યુરિટો ઓર્ડર કરી રહ્યો છે. “

    ટાકો બેલ સ્ટાફ તરફ ફરીને, તે કહે છે “મને એક BEEF Quesadilla..બધું બીફ, મને બીફ ગમે છે”

    પછી તે ફરીથી ક્રિશ્નન પર બડબડવાનું શરૂ કરે છે, “તમે ગંદા ****. તમે નીચ હિંદુ છો. તમે તમારા H1-B વિઝાથી ઘૃણાસ્પદ છો…તમે ઘૃણાસ્પદ છો. ગૌમૂત્ર, જેમાં તમે સ્નાન કરો છો. તમને કોઈ પસંદ કરતું નથી, તેથી તમે લૂંટાઈ જાઓ છો. તેથી જ તમે mrf* પીડિત છો, p**sy. જય હિન્દ, જય હિન્દ (મશ્કરીના સ્વરમાં, પછી અપમાનજનક હાવભાવ સાથે)”

    તેના બડબડાટ દરમિયાન વિવિધ બિંદુઓ પર, આરોપી ક્રિષ્નન તરફ ઈશારો કરે છે અને ભયજનક રીતે આગળ વધે છે. જયરામન માટે વધુ આઘાતજનક એ હતું કે, તે વ્યક્તિ જે રીતે હિન્દી શબ્દો ઉચ્ચારતો હતો અને તે પંજાબી પણ કેવી રીતે બોલતો હતો. જે પરથી શંકા જાય છે કે તે ખાલિસ્તાન સમર્થક હોવો જોઈએ.

    કેલિફોર્નિયા તાજેતરના ભૂતકાળમાં ખાલિસ્તાની રેલીઓ અને અન્ય ભારત વિરોધી નફરતના ગુનાઓનું સાક્ષી છે. “ગૌમૂત્ર પીનારાઓ” એ હિંદુ દ્વેષીઓની પ્રિય ગાળ છે. તે જેહાદી આત્મઘાતી બોમ્બરો, ખાલિસ્તાનીઓ, ઉદારવાદીઓ, દ્રવિડવાદીઓ અને અન્ય વિવિધ હિંદુ ફોબ્સ દ્વારા તૈનાત છે. ગાય પ્રત્યેના હિંદુ આદર સામે હિંદુ વિરોધી પ્રોપગેન્ડને પશ્ચિમી અખબારો જેમ કે બીબીસી, રોઈટર્સ વગેરેમાં સનસનાટીભર્યા લેખો દ્વારા પણ પ્રેરિત કરવામાં આવે છે.

    હિંદુફોબિયા પશ્ચિમના મુખ્ય પ્રવાહમાં વધુ ઝડપથી પ્રવેશી રહ્યો છે. જ્યારે અગાઉ તે મોટાભાગે ખ્રિસ્તી કટ્ટરપંથીઓ સુધી સીમિત હતું, ડાબેરી-ઉદારવાદીઓ અને ઇસ્લામવાદી/ખાલિસ્તાની ઉપખંડીય ડાયસ્પોરા હવે હિંદુઓને ‘ગૌમૂત્ર પીનારા’, ‘જાતિ પર જુલમ કરનારા’, ‘બ્રાહ્મણવાદી’ વગેરે તરીકે રાક્ષસ બનાવવા માટે સમાન રીતોનો ઉપયોગ કરી રહ્યા છે.

    તાજેતરના વર્ષોમાં, ખાસ કરીને યુક્રેન સંઘર્ષ પર, પશ્ચિમી રેખાને સમર્થન કરવાનો ભારતના નકારાએ, અમેરિકન સ્થાપનકારોને વધુ ગુસ્સે કર્યા છે. ઘણાં ‘સ્વતંત્ર’ પશ્ચિમી થિંક-ટેન્કોએ ભારતને ‘લઘુમતી વિરોધી કૃત્યો’, ‘ધાર્મિક અસહિષ્ણુતા’, ‘લોકતાંત્રિક પીછેહઠ’ વગેરે માટે ખોટી રીતે નિંદા કરી છે. આવા લોકોએ હિંદુ વિરોધી ભાવનાઓને વધુ કાયદેસર બનાવી છે અને તેના પર હુમલામાં વધારો કર્યો છે. પશ્ચિમમાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો અને ઇમિગ્રન્ટ્સ અને વિદ્યાર્થીઓની પર પણ દાદાગીરી કરવામાં આવે છે.

    પીટીઆઈના નેતા ફવાદ હુસૈને શોધી કાઢ્યું એશિયા કપની મેચમાં ભારત સામે પાકિસ્તાનની હારનું કારણ: કહ્યું ‘આ મેચ ટીમના કારણે નહિ પરંતુ….

    રવિવારે (28 ઓગસ્ટ) એશિયા કપની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. ભારતની જીત બાદ જ્યાં સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ છે, ત્યાં પાકિસ્તાનમાં મૌન છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ વાતો લખી રહ્યા છે. હદ ત્યારે થઈ જ્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના સહયોગી અને ઈમરાન ખાનની સરકારમાં મંત્રી ફવાદ ચૌધરીએ પણ આ મેચ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો. તે પણ એવો અભિપ્રાય હતો જેના પર તેઓ પોતે ઘેરાયા હતા.

    મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી વર્તમાન સરકાર પર ગુસ્સે થયા છે. પાકિસ્તાનની મેચ હાર્યાની થોડીવાર બાદ ફવાદ ચૌધરીએ એક ટ્વિટ કર્યું હતું. તેનું ટ્વીટ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે તેણે ક્રિકેટ/રમતોમાં ખરાબ પ્રદર્શન માટે પણ પાકિસ્તાનની વર્તમાન સરકારને જવાબદાર ગણાવી હતી. શાહબાઝ સરકાર પર નિશાન સાધતા તેમણે તેને મનહૂસ અને કમનસીબ ગણાવી છે.

    ફવાદ ચૌધરીએ ઉર્દુમાં ટ્વીટ કર્યું કે દુબઈમાં મેચ હારવી એ ટીમની ભૂલ નથી, પરંતુ દેશની વર્તમાન સરકાર જ મનહૂસ છે.

    સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

    ફવાદ ચૌધરીએ આટલું બધું લખવું પડ્યું અને પછી તેમની પોતાની ટ્રોલિંગ શરૂ થઈ. એક યુઝરે તેના ટ્વીટ પર પોતાનો અભિપ્રાય આપ્યો અને લખ્યું, “તમે કદાચ ભૂલી રહ્યા છો કે જ્યારે અમે સેમિફાઇનલમાં હારી ગયા, ત્યારે તમે તે સમયે સરકારમાં હતા. તો શું તમે પણ…..???”

    આ સિવાય અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, “જ્યારે તમારા પિતા (ઈમરાન ખાન) 1992નો વર્લ્ડ કપ જીત્યા ત્યારે મુસ્લિમ લીગ સત્તામાં હતી. જ્યારે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું ત્યારે પણ. તો તમે જાણો છો કે મનહૂસ કોણ છે?”

    આ પહેલા પણ ફવાદે ક્રિકેટ પર પોતાના જ્ઞાનની અમીવર્ષા કરેલી છે

    2020માં જયારે થોડા સમય માટે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પાકિસ્તાનની ટિમ જયારે ભારત કરતા એક નંબર આગળ હતી ત્યારે પણ તેને ઇમરાન સરકારની સિદ્ધિ ગણાવીને ફવાદે ભાંગરો વાટ્યો હતો.

    ફવાદે ત્યારે ટ્વીટ કરીને લખ્યું હતું કે, “ઈમરાન ખાનના નેતૃત્વમાં પાક ક્રિકેટનું પુનરુત્થાન એ પીટીઆઈ સરકારનું વધુ એક સીમાચિહ્ન હતું, પીસીબીમાં ક્રિકેટ અને પ્રોફેશનલ મેનેજમેન્ટના પુનરુત્થાનથી ક્રિકેટ ટીમમાં મોટા ફેરફારો થયા છે આજે ફરી એકવાર આપણે વિશ્વ ક્રિકેટમાં એક પ્રચંડ શક્તિ છીએ.”

    પાકિસ્તાનમાં પ્રકૃતિનો પ્રકોપ યથાવત: પૂરથી 3.5 કરોડ લોકો પ્રભાવિત, અર્થવ્યવસ્થા ભાંગી પડી: પોતાની જ સેના સામે જનતાનો આક્રોશ

    પાકિસ્તાનમાં પ્રકૃતિનો પ્રકોપ વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. ગત દિવસોમાં આવેલા પૂરથી પાકિસ્તાનની 3.5 કરોડથી વધુની આબાદી પ્રભાવિત થઇ છે. હજારો માણસો સાથે લાખો પશુઓ પૂરનાં પાણીમાં તણાઈ ગયા છે, અગણિત લોકો આશરા વિહોણા બન્યા છે, બાળકો ભુખથી ટળવળી રહ્યાં છે, પણ પાકિસ્તાનમાં આ પ્રકૃતિનો પ્રકોપ થંભવાનું નામ નથી લઇ રહ્યો. તેના વચ્ચે લોકોએ આક્રોશમાં આવી પોતાની જ સેનાને ધક્કા મારી ભગાડી દીધી.

    પૂરમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર

    પાકિસ્તાનમાં આવેલા પૂરમાં અડધા ઉપરનો દેશ પાણીમાં ગરકાવ થઇ ગયો છે, પરંતુ આ આપદામાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોની વાત કરવામાં આવે તો સિંધ અને બલૂચિસ્તાન સૌથી વધુ પ્રભાવિત થયા છે, અને પાકિસ્તાન રેલ્વેએ ઘણી જગ્યાએ સેવાઓ સ્થગિત કરી દીધી છે. શુક્રવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કેટલાક જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી ‘ઇમરજન્સી’ જાહેર કરવામાં આવી હતી, જે 30 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. એનડીએમએના ડેટા અનુસાર પાકિસ્તાનમાં ઓગસ્ટમાં 166.8 મીમી વરસાદ નોંધાયો હતો, જે આ સમયગાળા દરમિયાન 48 મીમીની સરેરાશ કરતા 241 ટકા વધુ છે.

    પૂરથી જાન-માલને કેટલું નુકશાન?

    મળતાં અહેવાલો મુજબ 14 જૂને ચોમાસાની સિઝનની શરૂઆતથી પાકિસ્તાનમાં ભારે વરસાદથી પુરની સ્થિતિમાં વધારો થયો હતો, જેના કારણે મૃત્યુઆંક વધીને 1,000 થઈ ગયો છે, એમ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શનિવારે રાત્રે જણાવ્યું હતું કેઅલગ-અલગ ઘટનાઓમાં 1,527 લોકો ઘાયલ પણ થયા છે, જ્યારે આ દુર્ઘટનામાં 949,858 મકાનો આંશિક અથવા સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે, જેના કારણે દેશમાં લાખો લોકો બેઘર થઈ ગયા છે, મૃતકોમાં 348 બાળકો અને 207 મહિલાઓનો સમાવેશ થાય છે.

    પુરની સમસ્યા વચ્ચે પાકિસ્તાની જનતાનો સેના પર આક્રોશ

    ઝી ન્યુઝના અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારે લોકોને બચાવવા માટે પૂર પ્રભાવિત વિસ્તારોમાં સેના મોકલવાનું શરૂ કરી દીધું છે. જો કે ઘણી જગ્યાએ સેનાને લોકોના રોષનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આવી જ એક ઘટના સિંધ પ્રાંતમાં બની હતી, જ્યારે પાકિસ્તાની સેના પૂર પીડિતોની મદદ માટે પહોંચી હતી. ખરેખર, અહીં નારાજ લોકોએ પાક આર્મીના જવાનોને ધક્કો મારીને ભગાડી દીધા હતા. લોકોએ કહ્યું કે, આ લોકો મદદ માટે નહીં પરંતુ તસવીરો લેવા આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો સિંધની રાજકીય પાર્ટી જી સિંધ મુત્તાહિદા મહજ (JSMM)ના સ્થાપક અને વર્તમાન પ્રમુખ શફી મુહમ્મદ બર્ફતે શેર કર્યો છે. આ વીડિયોમાં લોકો ‘સેનાને મારી નાખો’ની બૂમો પાડતા જોવા મળે છે. વીડિયોમાં કેટલાક લોકો સેનાના જવાનો સાથે ઝપાઝપી કરતા પણ જોવા મળે છે. શફી મુહમ્મદે વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે “સિંધમાં સેના પૂર પીડિતોની મદદના નામે નાટક કરી રહ્યા છે, ફોટોગ્રાફ્સ લઈને મીડિયામાં એવી છાપ આપવાનો પ્રયાસ કરે છે કે સેના સિંધી રાષ્ટ્રની મદદ કરી રહી છે. જ્યાં પણ સેના આવું નાટક કરવા આવે છે, સિંધના લોકો તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

    પૂરથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણ પણે નષ્ટ

    પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં અસાધારણ રીતે ભારે વરસાદને કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં $4 બિલિયનથી વધુનું આર્થિક નુકસાન થવાની ધારણા છે એક રિપોર્ટ અનુસાર, પૂર અને વરસાદથી ચાલુ ખાતાની ખાધ વધીને $4.4 બિલિયન થઈ શકે છે, જે GDPનો એક ટકા હશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનને મજબૂરીમાં $2.6 બિલિયનના કપાસ અને $900 મિલિયનના ઘઉંની આયાત કરવી પડી શકે છે. તેની સાથે ટેક્સટાઇલની નિકાસમાં પણ એક અબજ ડોલરનું નુકસાન વેઠવું પડી શકે છે. વરસાદ અને પૂરમાં પાક ઉપરાંત પાંચ લાખ જેટલા પશુઓના પણ મોત થયાં છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતમાં દેશવાસીઓને કરી અપીલ, કહ્યું- ‘દર રવિવારે તમારા બાળકોને ‘સ્વરાજ’ દેખાડો, સાથે તમે પણ જુઓ’

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (28 ઓગસ્ટ 2022) મનકી બાત કરી હતી. આ ચર્ચાને પીએમ મોદીએ દેશના આર્થિક અને વૈશ્વિક પાસાઓ પર કેન્દ્રિત રાખી હતી. સવારે 11 વાગે વડાપ્રધાને સૌપ્રથમ આઝાદીના અમૃત ઉત્સવમાં દેશ દ્વારા ત્રિરંગા માટે દર્શાવવામાં આવેલા ઉત્સાહનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિવિધતા ધરાવતો દેશ ત્રિરંગાથી એક સૂત્રમાં બંધાયેલો છે. આ સાથે નરેન્દ્ર મોદીએ મનકી બાતમાં દેશના તમામ ભાગોમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો.

    પીએમ મોદીએ વિશ્વના તમામ દેશોમાં આઝાદીના અમૃત પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા પર ખુશી વ્યક્ત કરી હતી. આ દરમિયાન વિદેશમાં ભારતીય ભાષાઓમાં ગાયેલા ગીતો અને યુરોપિયન પર્વત શિખરો પર લહેરાતા ત્રિરંગોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

    આઝાદીના અમૃત મહોત્સવ પર દૂરદર્શન દ્વારા શરૂ કરવામાં આવેલી ધારાવાહિક ‘સ્વરાજ’ની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ” આ યુવાનોમાં દેશભક્તિની પ્રેરણા આપવાનો કાર્યક્રમ છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમથી દેશ અનેક ભુલાયેલા બલિદાનોને યાદ કરશે.”

    PM એ કહ્યું હતું કે “દૂરદર્શન પર દર રવિવારે રાત્રે 9 વાગ્યે, સ્વરાજ 75 અઠવાડિયા માટે ટેલિકાસ્ટ થાય છે. સમય કાઢીને જાતે જુઓ અને તમારા ઘરના બાળકોને પણ બતાવો. જેથી આ પેઢી આઝાદીની ચળવળમાં ભાગ લેનાર મહાન નાયકો વિશે જાણી શકે.

    જળ સંચય માટે બનાવવામાં આવેલા અમૃત સરોવરનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ તેને જન આંદોલનનું નવું સ્વરૂપ ગણાવ્યું હતું. તેલંગાણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટકમાં કેટલાક પાણીના તળાવોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આવનારી પેઢીઓના ભવિષ્ય માટે આ જરૂરી પગલું છે.

    આ ઉપરાંત વડાપ્રધાને રાષ્ટ્રને કુપોષણ સામે લડવા આહ્વાન કર્યું હતું. આ દરમિયાન, આસામના પ્રોજેક્ટ “સંપૂર્ણા”ને પ્રશંસનીય ગણાવતા, તેમણે મધ્યપ્રદેશમાં ગીત-સંગીત દ્વારા કુપોષણ ઘટાડવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    મન કી બાતમાં પીએમ મોદીએ ભારતને અનાજનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ ગણાવ્યો હતો. તેમણે તેના પ્રોત્સાહન માટે જાગૃતિ અભિયાન ચલાવવા માટે સહભાગીઓની પ્રશંસા કરી. મોટા અનાજના ઉત્પાદકોને અભિનંદન આપતા મોદીએ તેને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવ્યું હતું.

    વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પહાડી વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં રહેતા લોકોના મહેનતુ જીવનથી વાકેફ કર્યા હતા. મોદીએ પહાડી લોકો, ખાસ કરીને ત્યાંની મહિલાઓના જીવનમાંથી પ્રેરણા લઈને આત્મનિર્ભર બનવા અપીલ કરી હતી.

    વડાપ્રધાને મન કી બાતમાં કહ્યું કે ડિજિટલ ઈન્ડિયાના સપના સાકાર થઈ રહ્યા છે. આ દરમિયાન તેમણે સરહદ વિસ્તાર અરુણાચલ પ્રદેશમાં શરૂ થયેલી 4G સેવા સાથે દેશના અન્ય ભાગોમાં ઓનલાઈન સિસ્ટમ જેવા લોકોના ઝુકાવને ભવિષ્ય માટે સુખદ સંકેત ગણાવ્યો.

    ‘એક બાજુ ગુજરાત આપત્તિનો સામનો કરી રહ્યું હતું, બીજી બાજુ કાવતરાઓની હારમાળા શરૂ થઈ’: PM મોદીએ કચ્છને આપી ₹4400 કરોડની ભેટ, 470 એકરમાં ‘સ્મૃતિ વન’

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (28 ઓગસ્ટ, 2022) ગુજરાતના કચ્છમાં અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન તેમણે ભુજમાં ‘સ્મૃતિ વન’નું ઉદ્ઘાટન પણ કર્યું હતું. 4400 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણની સાથે તેમણે 3 કિલોમીટરનો રોડ શો પણ કર્યો હતો. 2001ના ભૂકંપના પીડિતોની યાદમાં 470 એકરમાં ‘સ્મૃતિ વન’ બનાવવામાં આવ્યું છે. 948 ગામો અને 10 નગરોને પણ સિંચાઈની સુવિધા મળી છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદ ડેરીના નવા ઓટોમેટેડ મિલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ, ભુજ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ગાંધીધામમાં ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર, અંજારમાં વીર બાલ સ્મારક અને નખ્તરાના ભુજ 2 સબસ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સુઝુકી દ્વારા આયોજિત એક કાર્યક્રમને પણ સંબોધિત કર્યો હતો, જ્યાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમણે જાહેર સભાને પણ સંબોધી હતી.

    આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે મન અનેક લાગણીઓથી ભરેલું છે, કારણ કે ભુજિયો ડુંગરમાં સ્મૃતિવન સ્મારક, ગુજરાતના કચ્છમાં અંજારમાં આવેલ વીર બાળ સ્મારક સમગ્ર દેશના સામાન્ય દર્દનું પ્રતીક છે. તેમણે કહ્યું કે તેના નિર્માણમાં માત્ર પરસેવો જ ખર્ચાયો નથી, પરંતુ ઘણા પરિવારોના આંસુએ તેની ઈંટો અને પથ્થરો પાણી કરી દીધા છે. પીએમ મોદીએ કહ્યું કે તેમને યાદ છે, જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે તેઓ બીજા દિવસે જ અહીં પહોંચ્યા હતા.

    તેમણે યાદ કર્યું, “હું ત્યારે મુખ્ય પ્રધાન નહોતો, પરંતુ એક સામાન્ય કાર્યકર હતો. મને ખબર નહોતી કે હું કેવી રીતે અને કેટલા લોકોને મદદ કરી શકીશ. પણ, મેં નક્કી કર્યું કે હું અહીં તમારા બધાની વચ્ચે રહીશ. કચ્છની હંમેશા એક વિશેષતા રહી છે, જેની હું વારંવાર ચર્ચા કરું છું. અહીંના રસ્તે ચાલતી વખતે પણ જો કોઈ વ્યક્તિ સ્વપ્ન વાવે તો તેને વટવૃક્ષ બનાવવામાં આખું કચ્છ લાગી જાય છે. કચ્છના આ સંસ્કારોએ દરેક આશંકા, દરેક મૂલ્યાંકન ખોટા સાબિત કર્યા. હવે કચ્છ ક્યારેય પોતાના પગ પર ઊભું નહીં રહી શકે એવું કહેનારા ઘણા હતા. પરંતુ આજે કચ્છના લોકોએ અહીંનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.”

    વડાપ્રધાને કહ્યું કે 2001માં કચ્છના સંપૂર્ણ વિનાશ બાદ જે કામ થયું છે તે અકલ્પનીય છે. તેમણે કહ્યું કે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીની રચના 2003માં ગુજરાતના કચ્છમાં કરવામાં આવી હતી, જ્યારે 35 થી વધુ નવી કોલેજો પણ સ્થાપવામાં આવી છે. પીએમે યાદ કર્યું કે એક સમય એવો હતો જ્યારે ગુજરાત એક પછી એક સંકટનો સામનો કરી રહ્યું હતું અને ગુજરાત કુદરતી આફતનો સામનો કરી રહ્યું હતું ત્યારે ગુજરાતને બદનામ કરવાના ષડયંત્રો શરૂ થઈ ગયા હતા.

    પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતને દેશ અને દુનિયામાં બદનામ કરવા માટે અહીં રોકાણ રોકવા માટે એક પછી એક કાવતરા કરવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે કેવી રીતે આવી સ્થિતિમાં પણ ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું અને આ કાયદાની પ્રેરણાથી સમગ્ર દેશ માટે સમાન કાયદો બનાવવામાં આવ્યો. પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં જે ગ્રીન હાઉસ અભિયાન ચાલી રહ્યું છે તેમાં ગુજરાતની મોટી ભૂમિકા છે. તેમણે કહ્યું કે, ગુજરાત જ્યારે વિશ્વમાં ગ્રીન હાઉસ કેપિટલ તરીકે પોતાની છાપ ઉભી કરશે ત્યારે તેમાં કચ્છનો મોટો ફાળો રહેશે.

    પીએમ મોદીએ કચ્છની જનતાને આગળ કહ્યું કે, “આપણા ગુજરાતના કચ્છમાં શું નથી. શહેર નિર્માણમાં આપણી કુશળતા ધોળાવીરામાં પ્રતિબિંબિત થાય છે. ધોળાવીરાને ગયા વર્ષે જ વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ધોળાવીરાની દરેક ઈંટ આપણા પૂર્વજોની કુશળતા, જ્ઞાન અને વિજ્ઞાનને પ્રતિબિંબિત કરે છે. કચ્છનો વિકાસ સૌના પ્રયાસોથી અર્થપૂર્ણ પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ છે. કચ્છ માત્ર એક સ્થળ નથી, પરંતુ તે એક ભાવના છે, જીવંત લાગણી છે. આ ભાવના જ આપણને સ્વતંત્રતાના અમૃતના પ્રચંડ સંકલ્પોની પરિપૂર્ણતાનો માર્ગ બતાવે છે.”

    એડોલ્ફ હિટલર મેઘાલયમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા: દીદીની પાર્ટીને મળ્યું રાજ્યમાં મોટું પ્રોત્સાહન

    મેઘાલયના પૂર્વ મંત્રી અને રંગસકોનાના ત્રણ વખતના ધારાસભ્ય એડોલ્ફ લુ હિટલર મારક મેઘાલયમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. હિટલર ગયા અઠવાડિયે ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડેવિડ સીએચ મારક અને શિક્ષણ વિભાગના નિવૃત્ત અધિકારી ભૂપેન્દ્ર જી મોમિન સાથે ટીએમસીમાં જોડાયા હતા.

    આ સમાચાર આપતા, ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના મેઘાલય હેન્ડલે કહ્યું, “મેઘાલયના સમૃદ્ધ ભવિષ્ય માટે! અમારી પ્રગતિશીલ દ્રષ્ટિથી પ્રેરિત, ભૂતપૂર્વ ધારાસભ્ય એડોલ્ફ લુ હિટલર મારક, ભૂતપૂર્વ BJP VP શ્રી ડેવિડ ચ મારક, અને નિવૃત્ત. શિક્ષણ વિભાગના સંયુક્ત નિયામક શ્રી ભૂપેન્દ્ર જી મોમીન દક્ષિણ તુરા, પશ્ચિમ જીએચમાં અમારી સાથે જોડાયા છે.”

    સત્તાવાર હેન્ડલએ વધુમાં ટ્વિટ કર્યું કે પાર્ટીના ધારાસભ્યો ઝેનિથ એમ સંગમા અને લાઝારસ સંગમા સાથે ભૂતપૂર્વ ધારાસભ્ય નોવરફિલ્ડ આર મારક અને અન્ય નેતાઓએ નવા જોડાનારાઓને આવકાર્યા હતા. તેઓએ કહ્યું કે તેઓ મેઘાલયનું કલ્યાણ સુનિશ્ચિત કરવા હમેશા પ્રયત્નશીલ રહેશે.

    ધારાસભ્ય ઝેનિથ સંગમાએ કહ્યું કે આ માત્ર આઇસબર્ગની ટોચ છે અને રાજ્યમાં ટૂંક સમયમાં વધુ નેતાઓ TMCમાં જોડાય તેવી અપેક્ષા છે. સંગમાએ કહ્યું, “તે (એડોલ્ફ લુ હિટલર) લોકોના પ્રતિનિધિ રહ્યા છે અને રાજ્યની સેવા કરી છે. તેઓ રંગસકોનાનું પ્રતિનિધિત્વ કરતા મંત્રી પણ હતા અને અમે તેમનું સ્વાગત કરીએ છીએ. જીવનના વિવિધ ક્ષેત્રના લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને આ આગળ પણ ચાલુ રહેશે.”

    પાર્ટીમાં જોડાતી વખતે, એડોલ્ફ લુ હિટલર પોતાના વક્તવ્યમાં કહે છે કે તેમને લાગ્યું કે રાજ્યમાં આગામી સરકાર TMC દ્વારા બનાવવામાં આવશે અને ગારો હિલ્સના લોકોનું પ્રતિનિધિત્વ કરતા નેતા તરીકે હિટલરનો અનુભવ પાર્ટીને મદદ કરશે.

    મેઘાલયના રાજકારણમાં એડોલ્ફ હિટલર એકમાત્ર વિચિત્ર નામ ધરાવતા રાજકારણી નથી. 2013 માં, હિટલરે ફ્રેન્કેસ્ટાઇન મોમિન અને બિલીકિડ સંગમા જેવા બે સમાન વિચિત્ર નામો સામે વિધાનસભાની ચૂંટણી લડી હતી.