Thursday, September 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમમતા બેનર્જી સરકારના મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ, ભરતી કૌભાંડ મામલે કાર્યવાહી: સહયોગી...

    મમતા બેનર્જી સરકારના મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ, ભરતી કૌભાંડ મામલે કાર્યવાહી: સહયોગી અર્પિતા મુખર્જીના ઘરેથી મળ્યા હતા 20 કરોડ રોકડા

    શનિવારે સવારે ઇડીના અધિકારીઓ પાર્થ ચેટર્જીની ધરપકડ કરવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તે પહેલાં તેમની 26 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારમાં મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કાર્યવાહી ભરતી કૌભાંડ મામલે કરવામાં આવી છે. શુક્રવારે (22 જુલાઈ 2022) ઇડીએ પાર્થ ચેટર્જીની નજીકની જ્ઞાતિ અર્પિતા મુખર્જીના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં અર્પિતાના ઘરેથી 20 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. 

    રિપોર્ટ અનુસાર, પાર્થ ચેટર્જીની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને ઇડી ઓફિસ લઇ જવામાં આવશે અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શનિવારે સવારે ઇડીના અધિકારીઓ પાર્થ ચેટર્જીની ધરપકડ કરવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તે પહેલાં તેમની 26 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ધરપકડ પહેલાં તેમણે તબિયત ખરાબ હોવાનું કહેતાં બે ડોક્ટરોની ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી હતી.

    આ કેસ પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડમાં ભરતી કૌભાંડ સાથે સબંધિત છે. આરોપ છે કે પાર્થ ચેટર્જી જ્યારે પશ્ચિમ બંગાળ સરકારમાં શિક્ષણ મંત્રી હતા ત્યારે સરકાર સંચાલિત શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડ થયું હતું. 

    - Advertisement -

    શુક્રવારે ઇડીએ પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની સંપત્તિઓ પર દરોડા પાડ્યા હતા. ભરતી કૌભાંડ કેસમાં તેમના કુલ 13 ઠેકાણાં પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ઇડીએ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પરેશ અધિકારી અને ટીએમસી ધારાસભ્ય મણિક ભટ્ટાચાર્યના ઘરે પર દરોડા પાડ્યા હતા. આ કૌભાંડમાં અન્ય પણ ઘણાં નામો ખુલી શકે તેવી આશંકા છે. 

    આ કેસમાં કોલકત્તા હાઇકોર્ટે આ કેસમાં તપાસના આદેશ આપ્યા બાદ સીબીઆઈએ તપાસ હાથ પર લીધી હતી. આ કેસ પ્રાથમિક શિક્ષકો, 9 થી 12 ના શિક્ષણ સહાયકો અને ‘C’ અને ‘D’ ગ્રુપના કર્મચારીઓની ભરતી મામલે સબંધિત છે. ગેરકાયદે ભરતીનો મામલો સામે આવતાં ઇડીએ પણ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ કેસ દાખલ કર્યો હતો. 

    શુક્રવારે અર્પિતા મુખર્જીના ઘરે કાર્યવાહી દરમિયાન ઇડીને 20થી વધુ કિંમતી મોબાઈલ ફોન, સોનાનાં ઘરેણાં, વિદેશી ચલણ, જમીન દસ્તાવેજો વગેરે તેમજ 20 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જે બાદ અર્પિતા મુખર્જીની પૂછપરછ કરી તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે. 

    અર્પિતા મુખર્જી બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી તરીકે કામ કરી ચૂકી છે. આ ઉપરાંત, તેણે ઓડિયા અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મોટાભાગની ફિલ્મોઆમ તેણે સાઈડ રોલ કર્યા છે. તેને બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની માનવામાં આવે છે તેમજ તે કાયદાકીય સલાહકાર હોવાનું પણ કહેવાય છે. રાજનીતિક ક્ષેત્રે પણ તે પાર્થ ચેટર્જી સાથે સક્રિય રહે છે. તે પોલિટિકલ કેમ્પેઈનમાં પણ મંત્રી સાથે જોવા મળે છે. 

    અર્પિતા મુખર્જી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પણ જોવા મળી ચૂકી છે. મમતા બનેર્જીએ એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી અર્પિતાની પ્રશંસા પણ કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં