Saturday, April 20, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સપીટીઆઈના નેતા ફવાદ હુસૈને શોધી કાઢ્યું એશિયા કપની મેચમાં ભારત સામે પાકિસ્તાનની...

    પીટીઆઈના નેતા ફવાદ હુસૈને શોધી કાઢ્યું એશિયા કપની મેચમાં ભારત સામે પાકિસ્તાનની હારનું કારણ: કહ્યું ‘આ મેચ ટીમના કારણે નહિ પરંતુ….

    2020માં જયારે થોડા સમય માટે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પાકિસ્તાનની ટિમ જયારે ભારત કરતા એક નંબર આગળ હતી ત્યારે પણ તેને ઇમરાન સરકારની સિદ્ધિ ગણાવીને ફવાદે ભાંગરો વાટ્યો હતો.

    - Advertisement -

    રવિવારે (28 ઓગસ્ટ) એશિયા કપની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. ભારતની જીત બાદ જ્યાં સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ છે, ત્યાં પાકિસ્તાનમાં મૌન છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ વાતો લખી રહ્યા છે. હદ ત્યારે થઈ જ્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના સહયોગી અને ઈમરાન ખાનની સરકારમાં મંત્રી ફવાદ ચૌધરીએ પણ આ મેચ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો. તે પણ એવો અભિપ્રાય હતો જેના પર તેઓ પોતે ઘેરાયા હતા.

    મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી વર્તમાન સરકાર પર ગુસ્સે થયા છે. પાકિસ્તાનની મેચ હાર્યાની થોડીવાર બાદ ફવાદ ચૌધરીએ એક ટ્વિટ કર્યું હતું. તેનું ટ્વીટ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે તેણે ક્રિકેટ/રમતોમાં ખરાબ પ્રદર્શન માટે પણ પાકિસ્તાનની વર્તમાન સરકારને જવાબદાર ગણાવી હતી. શાહબાઝ સરકાર પર નિશાન સાધતા તેમણે તેને મનહૂસ અને કમનસીબ ગણાવી છે.

    ફવાદ ચૌધરીએ ઉર્દુમાં ટ્વીટ કર્યું કે દુબઈમાં મેચ હારવી એ ટીમની ભૂલ નથી, પરંતુ દેશની વર્તમાન સરકાર જ મનહૂસ છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

    ફવાદ ચૌધરીએ આટલું બધું લખવું પડ્યું અને પછી તેમની પોતાની ટ્રોલિંગ શરૂ થઈ. એક યુઝરે તેના ટ્વીટ પર પોતાનો અભિપ્રાય આપ્યો અને લખ્યું, “તમે કદાચ ભૂલી રહ્યા છો કે જ્યારે અમે સેમિફાઇનલમાં હારી ગયા, ત્યારે તમે તે સમયે સરકારમાં હતા. તો શું તમે પણ…..???”

    આ સિવાય અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, “જ્યારે તમારા પિતા (ઈમરાન ખાન) 1992નો વર્લ્ડ કપ જીત્યા ત્યારે મુસ્લિમ લીગ સત્તામાં હતી. જ્યારે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું ત્યારે પણ. તો તમે જાણો છો કે મનહૂસ કોણ છે?”

    આ પહેલા પણ ફવાદે ક્રિકેટ પર પોતાના જ્ઞાનની અમીવર્ષા કરેલી છે

    2020માં જયારે થોડા સમય માટે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પાકિસ્તાનની ટિમ જયારે ભારત કરતા એક નંબર આગળ હતી ત્યારે પણ તેને ઇમરાન સરકારની સિદ્ધિ ગણાવીને ફવાદે ભાંગરો વાટ્યો હતો.

    ફવાદે ત્યારે ટ્વીટ કરીને લખ્યું હતું કે, “ઈમરાન ખાનના નેતૃત્વમાં પાક ક્રિકેટનું પુનરુત્થાન એ પીટીઆઈ સરકારનું વધુ એક સીમાચિહ્ન હતું, પીસીબીમાં ક્રિકેટ અને પ્રોફેશનલ મેનેજમેન્ટના પુનરુત્થાનથી ક્રિકેટ ટીમમાં મોટા ફેરફારો થયા છે આજે ફરી એકવાર આપણે વિશ્વ ક્રિકેટમાં એક પ્રચંડ શક્તિ છીએ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં