Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતરાજકોટમાંથી પકડાયેલો 1 આતંકવાદી અગાઉ જેતપુરના સોનીબજારમાં કામ કરી ચૂક્યો હોવાનો ઘટસ્ફોટ,...

    રાજકોટમાંથી પકડાયેલો 1 આતંકવાદી અગાઉ જેતપુરના સોનીબજારમાં કામ કરી ચૂક્યો હોવાનો ઘટસ્ફોટ, માલિક શાહબુદ્દીને કહ્યું- સારો માણસ હતો, દિવસમાં 5 વખત નમાજ પઢતો

    ATSએ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતાં 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એ જાણવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે તેમનું નેટવર્ક કેટલું મોટું છે અને અન્ય કોની સાથે તેઓ સંપર્કમાં હતા તેમજ કયા-કયા શહેરોમાં તાર જોડાયેલા છે. 

    - Advertisement -

    તાજેતરમાં જ ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડે (ATS) રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા ત્રણ આતંકવાદીઓને પકડ્યા હતા. તેમને રિમાન્ડ પર લઈને પૂછપરછ હાથ ધરવામાં આવતાં અન્ય ઘણી વિગતો સામે આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, ત્રણમાંથી એક આતંકવાદી સૈફ નવાઝ અગાઉ જેતપુરમાં 5 વર્ષ સુધી કામ કરી ચૂક્યો છે. 

    રાજકોટમાંથી પકડાયેલાઓ આતંકવાદી સૈફ નવાઝ જેતપુરમાં આવેલ સોનીબજારમાં કારીગર તરીકે કામ કરતો હતો. જ્યાં મહંમદ ખેરુદ્દીન અને મહંમદ શાહબુદ્દીન નામના બે ભાઈઓએ તેને પોતાને ત્યાં નોકરીએ રાખ્યો હતો. અહીં તેણે પાંચેક વર્ષ કામ કર્યું હતું પરંતુ પછીથી સોનીકામમાં મંદી આવતાં શાહબુદ્દીને રાજકોટ આવીને કામ કર્યું હતું, જ્યાં તેણે ત્રણ કારીગરોને કામે રાખ્યા હતા, જેમાંથી સૈફ એક હતો. 

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, દુકાનના મલિક મહંમદ શાહબુદ્દીને કહ્યું હતું કે, સૈફ નવાઝ પહેલાં મારા ભાઈની દુકાનમાં કામ કરતો હતો, ત્યાં તેણે 5 વર્ષ કામ કર્યું. મારા ભાઈ બીમાર રહેતાં દુકાન બંધ રહેતી હતી, જેથી તે વતન ચાલ્યો ગયો હતો. આગળ કહ્યું કે, સૈફ જવાબદારીપૂર્વક કામ કરતો હતો અને કામ સિવાય બીજું કંઈ કરતો નહીં. દિવસમાં પાંચ વખત નમાજ પણ પઢતો હતો.

    - Advertisement -

    ગત મંગળવારે (1 ઓગસ્ટ, 2023) રાજકોટમાંથી ત્રણ આતંકવાદીઓ પકડાયા હતા. જેમની ઓળખ અબ્દુલ શુકર અલી, અમન મલિક અને સૈફ નવાઝ તરીકે થઇ હતી. આ ત્રણેય આતંકવાદી સંગઠન અલ-કાયદાના હેન્ડલરો સાથે સંપર્કમાં હોવાનું અને અન્ય મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવીને તેમની સંગઠનમાં ભરતી કરાવવાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેય એકબીજા સાથે પણ ટેલિફોનિક સંપર્કમાં રહેતા હતા અને રૂબરૂ મળવાની જરૂર જણાય તો જાહેરમાં જ મળતા હતા. 

    આ ત્રણેયે એકે-47 જેવાં હથિયારો ચલાવવાની તાલીમ પણ લીધી હતી. તેમજ તેમના મોબાઇલમાંથી ઉશ્કેરણીજનક ભાષણો, લખાણો અને વિડીયો પણ મળી આવ્યા હતા. તાજેતરમાં ઘટસ્ફોટ થયો હતો કે તેઓ જન્માષ્ટમીના તહેવાર પર કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા અને તેમનો ટાર્ગેટ સૌરાષ્ટ્રના લોકમેળાઓ હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. 

    ATSએ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતાં 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એ જાણવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે તેમનું નેટવર્ક કેટલું મોટું છે અને અન્ય કોની સાથે તેઓ સંપર્કમાં હતા તેમજ કયા-કયા શહેરોમાં તાર જોડાયેલા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં