Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાતરાજકોટને જન્માષ્ટમી પર રક્તરંજિત કરવાની ફિરાકમાં હતા આતંકવાદીઓ: ગુજરાત ATSનો મોટો ખુલાસો,...

    રાજકોટને જન્માષ્ટમી પર રક્તરંજિત કરવાની ફિરાકમાં હતા આતંકવાદીઓ: ગુજરાત ATSનો મોટો ખુલાસો, શહેરમાં થતા મોટા લોકમેળાઓ હતા ટાર્ગેટ

    આતંકવાદીઓ ગુજરાતમાં ધામધૂમથી ઉજવાતા તહેવાર એવા જન્માષ્ટમીના દિવસે આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં હોવાનું બહાર આવ્યું છે. રાજકોટમાં જન્માષ્ટમી પર્વ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો લોકમેળામાં જતાં હોય છે અને પર્યટકોની સંખ્યા પણ ખુબ મોટી માત્રામાં જોવા મળતી હોય છે.

    - Advertisement -

    થોડા દિવસો પહેલાં જ ગુજરાતના મુખ્ય શહેરોમાંના સુરત, પોરબંદર અને અમદાવાદથી આતંકવાડીઓ ઝડપાયા છે. ત્યારે 2 દિવસ પહેલાં 1લી ઓગષ્ટે જ રાજકોટના ગીચ વિસ્તાર એવા સોની બજારમાંથી અલ-કાયદા સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી. તેઓ છેલ્લા 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં રહીને કામ કરતા હતા. ત્યારે આ આતંકવાદીઓ પાસેથી 1 પિસ્તોલ અને 10 જીવતા કારતુસ મળી આવ્યા હતા. એજન્સીએ કરેલી આતંકવાદીઓની પુછપરછમાં સામે આવ્યું હતું કે, આગામી હિંદુ તહેવાર જન્માષ્ટમીના દિવસે આ ત્રણેય આતંકવાદીઓ મોટા હુમલાની ફિરાકમાં હતાં.

    રિપોર્ટ્સ અનુસાર, રાજકોટના સોની બજાર વિસ્તારમાંથી બે દિવસ પહેલા ATS એ અલ-કાયદા સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદીઓ ગુજરાતમાં ધામધૂમથી ઉજવાતા તહેવાર એવા જન્માષ્ટમીના દિવસે આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં હોવાનું બહાર આવ્યું છે. રાજકોટમાં જન્માષ્ટમી પર્વ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો લોકમેળામાં જતાં હોય છે અને પર્યટકોની સંખ્યા પણ ખુબ મોટી માત્રામાં જોવા મળતી હોય છે. આવા સમયે જ આતંકીઓએ કાવતરું ઘડ્યા હોવાનું બહાર આવ્યું છે. જેથી ગુજરાત ATSએ આ કાવતરાને નિષ્ફળ બન્વ્યું છે.

    રાજકોટ રેલવે સ્ટેશનની પણ કરી હતી રેકી

    ઝડપાયેલા આંતકીઓ રેલવે સ્ટેશન પર રેકી કરી હોવાનો એજન્સી રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ ઉપરાંત આતંકીઓ AK47 જેવા ઘાતક હથિયારો ચલાવવાની તાલીમ સોશિયલ મીડિયાથી લેતા હતાં અને તેઓએ પિસ્તોલ સિવાયના હથિયારો ખરીધા હોવાની પણ શંકા એજન્સીને છે.

    - Advertisement -

    પકડાયેલા આતંકીઓને રાજકોટમાં લોકલ સપોર્ટ પુરા પાડનારાઓ સહિત 10 થી 12 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ ATS કરી રહી છે.

    ઇન્ટેલના આદરે સોની બજારથી ઝડપાયા હતા આતંકીઓ

    1લી ઓગષ્ટે રાજકોટના સોની બજારમાંથી અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ એમ કુલ 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી અમન અને અબ્દુલ સાળો-બનેવી છે. આ ત્રણેય મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને છેલ્લા 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં રહીને કામ કરતા હતા. આ ઉપરાંત તેમની પાસેથી અલ-કાયદાનું કટ્ટરવાદી સાહિત્ય પણ મળી આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેયને રાજકોટમાં અલ-કાયદાનો પ્રચાર અને પ્રસાર કરવાનું કામ આપવામાં આવ્યું હતું. જેને લગતી માહિતી ATSને ત્રણેયની વોટ્સએપ ચેટ અને કોલ પરથી ડિટેઇલ મળી આવી હતી. આ ઓપરેશનમાં ATSની 6 ટીમ કામે લાગી હતી. 

    તે પહેલા અમદાવાદના નારોલ અને ચંડોળામાંથી પણ બાંગ્લાદેશી આતંકવાદીઓ ઝડપાયા હતા. આ તમામ લોકો બોગસ આઇડીની મદદથી ભારતમાં ઘૂસી આવ્યા હતા અને અમદાવાદમાં રહેતા હતા. જ્યાં તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા માટે યુવાનોની ભરતી કરવી, તેમના બ્રેનવૉશ કરવાં તેમજ ભંડોળ એકઠું કરીને બાંગ્લાદેશ મોકલવું જેવી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેમને હથિયારની તાલીમ પણ અપાઈ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં