Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવાઝુદ્દીન સિદ્દીકી સામે બંગાળી સમુદાયનું અપમાન કરવા બદલ કેસ થયો, સોફ્ટ ડ્રિંક...

    નવાઝુદ્દીન સિદ્દીકી સામે બંગાળી સમુદાયનું અપમાન કરવા બદલ કેસ થયો, સોફ્ટ ડ્રિંક કંપનીએ માફી માગવી પડી; અભિનેતા સામે પત્ની પણ કેસ દાખલ કરી ચૂકી છે

    કોલકાતા હાઈ કોર્ટના વકીલ દિબ્યાયન બેનર્જીએ કોર્ટને જણાવ્યું હતું કે, “કોકા-કોલાના પ્રોડક્ટ સ્પ્રાઇટની મૂળ જાહેરાત હિંદીમાં હતી, જેની સામે અમને કોઈ વાંધો નથી. અમને માત્ર બંગાળી ડબિંગથી સમસ્યા છે જે વિવિધ ટીવી ચેનલો અને વેબસાઈટ પર બતાવવામાં આવી રહી છે.

    - Advertisement -

    બોલિવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી મોટાભાગે પોતાના અભિનયને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી અભિનેતા વિવાદોને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. નવાઝુદ્દીનની પત્નીએ તેની સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને કેસ પણ દાખલ કર્યો છે. હવે અભિનેતા વધુ એક કાનૂની વિવાદમાં ફસાઈ ગયા છે. એક સોફ્ટ ડ્રિંકની જાહેરાતને પગલે નવાઝુદ્દીન સિદ્દીકી સામે કેસ થયો છે. અભિનેતા પર બંગાળી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

    અભિનેતાની સોફ્ટ ડ્રિંકની જાહેરાતને પગલે વિવાદ સર્જાયો

    જાણીતી સોફ્ટ ડ્રિંક કંપની ‘સ્પ્રાઇટ’ની એક જાહેરાતને લીધે નવાઝુદ્દીન સિદ્દીકી સામે કેસ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં સ્પ્રાઇટની આ નવી એડ એ કેમ્પેઈનનો ભાગ છે જેમાં ગ્રાહકને QR કોડ સ્કેન કરીને જોક સાંભળવાની સુવિધા મળે છે. આમ તો એડવર્ટાઈઝમેન્ટ મૂળ હિંદીમાં છે, પરંતુ તેના બંગાળી વર્ઝનને લઈને કોલકાતાના એક વકીલે વાંધો ઉઠાવ્યો છે. તેમના મતે જાહેરાત બંગાળી સમુદાયનું અપમાન કરે છે. આને લઈને કોલકાતાના વકીલ દિબ્યાયન બેનર્જીએ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને કોકા કોલાના ભારતીય વિભાગના CEO સામે ફરિયાદ નોંધાવી છે.

    વકીલે કહ્યું: ‘જાહેરાતના હિંદી વર્ઝન સામે કોઈ વાંધો નથી’

    કોલકાતા હાઈ કોર્ટના વકીલ દિબ્યાયન બેનર્જીએ કોર્ટને જણાવ્યું હતું કે, “કોકા-કોલાના પ્રોડક્ટ સ્પ્રાઇટની મૂળ જાહેરાત હિંદીમાં હતી, જેની સામે અમને કોઈ વાંધો નથી. અમને માત્ર બંગાળી ડબિંગથી સમસ્યા છે જે વિવિધ ટીવી ચેનલો અને વેબસાઈટ પર બતાવવામાં આવી રહી છે. નવાઝુદ્દીન સિદ્દીકી આ બંગાળી વર્ઝનમાં એક જોક પર હસી રહ્યા છે જેનો અર્થ થાય છે, ‘જો સીધી આંગળીએ ઘી ન નીકળે તો બંગાળી ભૂખ્યા જ સૂઈ જાય છે.’ અમારા મતે આનાથી બંગાળી સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે. અમે ઇચ્છીએ છીએ કે આ પ્રકારના છીછરા કૃત્યને ભવિષ્યમાં પ્રોત્સાહન ન મળે.”

    - Advertisement -

    કંપનીએ માફી માગી અને કહ્યું: ‘બંગાળી ભાષાનું સન્માન કરીએ છીએ’

    બંગાળી સમુદાય દ્વારા વિરોધ થવાની બીકે કંપનીએ માફી માગી છે અને એડવર્ટાઈઝમેન્ટના બંગાળી વર્ઝનને પણ હટાવી લીધું છે. સ્પ્રાઇટ ઇન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે, “કોલ્ડ ડ્રિંકના તાજેતરના એડ કેમ્પેઈન અંગે અમને પસ્તાવો છે અને કંપની બંગાળી ભાષાનું સન્માન કરે છે.”

    નવાઝુદ્દીન પર પહેલાંથી આટલા કેસ નોંધાયેલા છે

    નવાઝુદ્દીનની પત્ની આલિયા સિદ્દીકીએ અભિનેતા પર ઘરેલુ હિંસા, બળાત્કાર વગેરે ગંભીર આરોપો મૂકીને કેસ દાખલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી કાયદાકીય લડાઈ ચાલી રહી છે. આ મામલે નવાઝુદ્દીને પોતાના ભાઈ અને પત્ની સામે માનહાનિનો કેસ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં