Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'પાકિસ્તાનની મસ્જિદો-મદરેસાઓ સમલૈંગિકો પેદા કરવાની ફેક્ટરી બની ગયા છે': મૌલાનાનો વિડીયો થયો...

    ‘પાકિસ્તાનની મસ્જિદો-મદરેસાઓ સમલૈંગિકો પેદા કરવાની ફેક્ટરી બની ગયા છે’: મૌલાનાનો વિડીયો થયો વાયરલ, કહ્યું- ‘બાળક ભલે ન ભણે તો પણ તેને મદરેસામાં ન મોકલો’

    તેમણે વાલીઓને પણ સલાહ આપી છે કે તેઓ તેમના બાળકોને મસ્જિદ અને મદરેસામાં અભ્યાસ માટે ન મોકલે.

    - Advertisement -

    હાલમાં પાકિસ્તાનના એક મૌલાનાનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં મૌલાના પાકિસ્તાનની મસ્જિદો-મદરેસાઓ પર ટિપ્પણી કરી રહ્યા છે અને કહે છે કે તેમણે સમલૈંગિકો પેદા કરતી ઈન્ડસ્ટ્રી ઊભી કરી છે. મૌલાનાએ કહ્યું કે આ ઉદ્યોગ માત્ર સમલૈંગિકો જ પેદા કરતું નથી, પરંતુ તેણે એવી વ્યવસ્થા બનાવી છે કે દરેક ગામ, દરેક શહેર અને દરેક ગલીમાં 200 યાર્ડની અંદર એક મસ્જિદ છે અને આ બધું ત્યાં થાય છે.

    તેમણે કહ્યું કે જે કોઈ મોહલ્લામાં પહોંચે છે તે ત્યાં કરે છે, જે શહેરમાં પહોંચે છે તે ત્યાં કરે છે. તેણે કહ્યું કે આ વાત બધા જાણે છે, પરંતુ આ મુદ્દો એટલો સરળ નથી કે તેને મજાક બનાવીને ખતમ કરી શકાય. મૌલાનાએ કહ્યું કે આ વ્યવસ્થા ખતમ કરવી જોઈએ, કારણ કે આ વસ્તુઓથી ધર્મ ચાલતો નથી. આ સાથે તેણે વાલીઓને પણ સલાહ આપી છે કે તેઓ પોતાના બાળકોને મસ્જિદ અને મદરેસામાં ભણવા ન મોકલે.

    મૌલાનાએ માતા-પિતાને મેટ્રિક (10મી) પછી જ બહાર મોકલવાની સલાહ આપી અને કહ્યું કે તે પહેલા બાળકોને ઘરે જ ભણાવવા જોઈએ. તેમણે કહ્યું કે બાળક ન ભણે તો કોઈ વાંધો નથી, પરંતુ તેને મદરેસાઓને સોંપવો જોઈએ નહીં કેમ કે તેઓ સમલૈંગિકો પેદા કરતી ઈન્ડસ્ટ્રી બની ગયા છે.

    - Advertisement -

    યૌનશોષણ કરનાર અનેક મૌલવીઓની કરાઈ છે ધરપકડ

    નોંધનીય છે કે તાજેતરના દિવસોમાં પાકિસ્તાનમાં મદરેસાના ઘણા શિક્ષકો/મૌલવીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના પર યૌન શોષણનો આરોપ છે. ગયા વર્ષે પંજાબ પ્રાંતમાં એક મૌલવીની ધરપકડ કરવામાં આવી હતી, જેણે 10 સગીરોનું યૌન શોષણ કર્યું હતું.

    પાકિસ્તાનમાંથી મૌલાનાઓના વિડીયો સામે આવતા રહે છે. અલ્પસંખ્યકો માટે નર્ક કહેવાતા પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓની હોળીની ઉજવણીની મંજૂરી ન આપવાની જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો.

    સિંધની ભૂમિને સૂફીઓની ભૂમિ ગણાવતા, વાયરલ વિડીયોમાં એક મૌલાનાએ ત્યાં માત્ર મોહમ્મદનો દિવસ ઉજવવાની સલાહ આપી હતી. એક ભીડને સંબોધિત કરતી વખતે કરવામાં આવેલા આ નિવેદનને ત્યાં હાજર લોકો અને મંચ પરના લોકોએ સમર્થન આપ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં