Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'અમિત શાહ મારી પાછળ ખડકની જેમ ઉભા હતા': શિવસેનાનું નામ અને ચિહ્ન...

    ‘અમિત શાહ મારી પાછળ ખડકની જેમ ઉભા હતા’: શિવસેનાનું નામ અને ચિહ્ન મળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ માન્યો અમિત શાહનો આભાર

    મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે અમિત શાહે મને કહ્યું હતું કે અમે તમારી પાછળ ખડકની જેમ ઊભા રહીશું અને તેમણે એવું જ કર્યું. શિંદેનું નિવેદન ચૂંટણી પંચના તેમના જૂથને શિવસેનાનું નામ અને પ્રતીક આપવાના નિર્ણયના એક દિવસ બાદ આવ્યું છે.

    - Advertisement -

    ચૂંટણી પંચે શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન ‘ધનુષ અને તીર’ એકનાથ શિંદે જૂથને સોંપી દીધું છે. ECના નિર્ણયના એક દિવસ પછી, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ શનિવારે કહ્યું કે અમિત શાહે ખડકની જેમ તેમની પડખે ઊભા રહેવાનું તેમનું વચન પૂરું કર્યું છે.

    એકનાથ શિંદેએ શિવસેનામાં તેમને ટેકો આપતા ધારાસભ્યોને તોડીને મહારાષ્ટ્રમાં ભાજપ દ્વારા સમર્થિત સરકાર બનાવવાને લઈને નિવેદન આપ્યું હતું. અમિત શાહની હાજરીમાં તેમના વખાણ કરતા સીએમ એકનાથ શિંદેએ કહ્યું, “અમિત શાહજીએ મને કહ્યું હતું, ‘શિંદેજી તમે આગળ વધો. અમે તમારી પાછળ ખડકની જેમ ઉભા રહીશું.’ શાહજીએ જે કહ્યું તે કર્યું.”

    ગયા વર્ષે જૂનમાં, એકનાથ શિંદેના બળવાને કારણે મહા વિકાસ અઘાડી (MVA) સરકાર પડી ગઈ હતી અને ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યો અને 18 લોકસભા સભ્યોમાંથી 13ના સમર્થનનો દાવો કરીને શિંદેએ બાદમાં ભાજપ સાથે ગઠબંધનમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી.

    - Advertisement -

    ગૃહમંત્રી અમિત શાહે ચુનાવ આયોગના નિર્ણયને આવકાર્યો

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુણે ખાતેના એક કાર્યક્રમમાં કહ્યું કે “ચૂંટણી પંચે ગઈ કાલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું.” તેમણે કહ્યું કે ગઈકાલે મહારાષ્ટ્રમાં સત્યમેવ જયતેના સૂત્રની સ્થાપના થઈ હતી. ઉદ્ધવ ઠાકરેના જૂથ પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું, “અમે મોદીજીનો ફોટો લગાવીને વોટ માંગ્યા હતા, પરંતુ ચૂંટણી પછી મુખ્યમંત્રી પદના લોભમાં જઈને કોંગ્રેસ અને એનસીપીના પગ ચાટ્યા.”

    તેમણે કહ્યું કે, “એકનાથ શિંદેની શિવસેનાને અસલી શિવસેના અને ધનુષ બાન બંને મળ્યા છે. જેઓ જુઠ્ઠાણાનો સહારો લઈને બૂમો પાડતા હતા તેઓને આજે ખબર પડી ગઈ છે કે સત્ય કોના પક્ષમાં છે.” તેમણે કહ્યું કે “આજે પુણેના કાર્યકરોએ એવો ઠરાવ લઈને જવું પડશે કે મહારાષ્ટ્રની તમામ બેઠકો શિવસેના અને ભાજપને જશે.”

    આ કાર્યક્રમમાં અમિત શાહે પુસ્તક ‘મોદી @20’ના મરાઠી સંસ્કરણનું વિમોચન કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. તેમણે પુનરોચ્ચાર કર્યો કે 2019ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદની વહેંચણી અંગે કોઈ સમજૂતી થઈ ન હતી. નોંધનીય છે કે, 2019ની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપે તેમની સાથે મુખ્યમંત્રી પદ શેર કરવાનું વચન આપ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં