Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'શિવસેના' હવે ઠાકરેની ના રહી: શિવસેના Vs શિવસેના યુદ્ધનો અંત આવ્યો, શિંદે...

    ‘શિવસેના’ હવે ઠાકરેની ના રહી: શિવસેના Vs શિવસેના યુદ્ધનો અંત આવ્યો, શિંદે જૂથને ધનુષ-બાણનું નિશાન અને પક્ષનું નામ મળ્યું; ECIએ આપ્યો ચુકાદો

    શિવસેના Vs શિવસેના યુદ્ધનો અંત આવ્યો, શિંદે જૂથને ધનુષ-બાણ અને પક્ષનું નામ મળ્યું

    - Advertisement -

    ભારતીય ચૂંટણી પંચે (ECI) શુક્રવારે (17 ફેબ્રુઆરી) ચુકાદો આપતા કહ્યું કે પાર્ટીનું નામ ‘શિવસેના’ અને પાર્ટીનું ચિહ્ન ‘ધનુષ અને તીર’ એકનાથ શિંદે જૂથ દ્વારા જાળવી રાખવામાં આવશે. ECIએ કહ્યું કે શિંદે જૂથને પૂરતો ટેકો છે.

    જૂન 2022માં એકનાથ શિંદેએ બળવો કર્યો ત્યારે પાર્ટીમાં બે જૂથો ઉભરી આવ્યા હતા. પાર્ટી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના સમર્થકો વચ્ચે વહેંચાઈ ગઈ હતી. શિંદેના બળવાને કારણે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર તૂટી અને ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા હતા. શિંદેએ બાદમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને દેવેન્દ્ર ફડણવીસ તેમના નાયબ તરીકે હતા.

    ‘વાસ્તવિક શિવસેના’ તરીકે ઓળખાવા માટે બંને પક્ષો એકબીજા સાથે ઝઘડામાં હતી. તેઓએ પાર્ટીના નામ અને ચિહ્ન પર દાવો કરવા માટે ભારતના ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો.

    - Advertisement -

    ઑક્ટોબર 2022માં, ચૂંટણી પંચે એકીકૃત શિવસેનાના ધનુષ અને તીર પ્રતીકને ફ્રિજ કરી દીધું અને બંને જૂથોને અલગ-અલગ નામ અને પ્રતીકો આપ્યા હતા. શિંદે જૂથને પક્ષના પ્રતીક તરીકે બે તલવારો અને ઢાલ સાથે બાલાસાહેબાંચી શિવસેના (બાલાસાહેબની શિવસેના) નામ આપવામાં આવ્યું હતું. દરમિયાન, ઉદ્ધવ જૂથને શિવસેના – ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે નામ આપવામાં આવ્યું અને તેના પ્રતીક તરીકે મશાલ.

    ચૂંટણીપંચે શું કહ્યું?

    “એકનાથ શિંદેને શિવસેનાનું નામ અને ‘ધનુષ અને તીર’ પક્ષનું ચિહ્ન ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કારણ કે ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોને 2019ની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં શિવસેનાના 55 વિજેતા ઉમેદવારોની તરફેણમાં મળેલ કુલ મતમાંથી માત્ર 23.5 ટકા મત મળ્યા હતા.” ચૂંટણી પંચે જણાવ્યું હતું.

    ચૂંટણી પંચે શુક્રવારે લેવાયેલા અને જાહેર કરાયેલા નિર્ણય માટે વોટ શેર ટાંક્યો હતો. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, “એકનાથ શિંદેનું સમર્થન કરતા ધારાસભ્યોને 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના 55 વિજેતા ઉમેદવારોની તરફેણમાં મળેલ કુલ મતમાંથી લગભગ 76 ટકા મત મળ્યા હતા”.

    ચૂંટણી પંચે નોંધ્યું છે કે શિવસેના પક્ષનું વર્તમાન બંધારણ અલોકતાંત્રિક છે. “બિનલોકશાહી ઢબે એક જૂથના લોકોને કોઈપણ ચૂંટણી વિના પદાધિકારીઓ તરીકે નિયુક્ત કરવા માટે વિકૃત કરવામાં આવ્યા છે. પક્ષના આવા માળખા આત્મવિશ્વાસને પ્રેરિત કરવામાં નિષ્ફળ જાય છે.” એમ તેમણે જણાવ્યું હતું.

    અહેવાલો મુજબ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એકનાથ શિંદે જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપવાના ચૂંટણી પંચના નિર્ણયને વધાવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં