Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર અને પતિ દીપક કોચરની ધરપકડ: વીડીયોકોન...

    ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર અને પતિ દીપક કોચરની ધરપકડ: વીડીયોકોન લોન કેસમાં CBIની કાર્યવાહી

    દીપક અને ચંદા કોચર પર ICICI બેંક દ્વારા આપવામાં આવેલી લોન દ્વારા વીડિયોકોન સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. આ લોન પાછળથી નોન-પરફોર્મિંગ એસેટમાં ફેરવાઈ ગઈ હતી.

    - Advertisement -

    તપાસ એજન્સી CBIએ શુક્રવારે સાંજે ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી. આરોપ છે કે જ્યારે ચંદા કોચર ICICI બેંક ખાતે CEO હતા ત્યારે તેમણે વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી. તેના બદલામાં ચંદાના પતિ દીપક કોચરની કંપનીનુ રિન્યુએબલને વીડિયોકોન પાસેથી રોકાણ મળ્યું હતું.

    દીપક અને ચંદા કોચર પર ICICI બેંક દ્વારા આપવામાં આવેલી લોન દ્વારા વીડિયોકોન સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. આ લોન પાછળથી નોન-પરફોર્મિંગ એસેટમાં ફેરવાઈ ગઈ હતી. આ મામલામાં સીબીઆઈ, ઈડી, એસએફઆઈઓ અને ઈન્કમટેક્સ વિભાગ દીપક અને ચંદા કોચર સામે તપાસ કરી રહ્યા છે. જેમાં વર્ષ 2012માં વીડિયોકોનને આપવામાં આવેલી 3,250 કરોડ રૂપિયાની લોનનો સમાવેશ થાય છે. આરોપો અનુસાર, વિડીયોકોન ગ્રુપના પૂર્વ ચેરમેન વેણુગોપાલ ધૂતે વિડીયોકોનને લોન મળ્યા બાદ કોચરની કંપની ન્યુપાવર રીન્યુએબલ્સમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું.

    અહેવાલો અનુસાર, 2012માં વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા લોન આપવામાં આવી હતી. જે પાછળથી NPA બની ગયું અને પછીથી તેને “બેંક ફ્રોડ” કહેવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દીપક કોચરની ધરપકડ કરી હતી. હકીકતમાં 2012માં ચંદા કોચરની આગેવાની હેઠળની ICICI બેંકે વિડિયોકોન જૂથને 3,250 કરોડની લોન આપી હતી અને છ મહિના પછી વેણુગોપાલ ધૂતની માલિકીની મેસર્સ સુપ્રીમ એનર્જીએ મેસર્સ ન્યુપાવર રિન્યુએબલ્સને 64 કરોડની લોન આપી હતી. જેમાં દીપક કોચરનો 50% હિસ્સો છે.

    - Advertisement -

    નોંધનીય છે કે ICICI બેંક અને વીડિયોકોનના શેરહોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન, રિઝર્વ બેંક અને સેબીને પત્ર લખીને વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂત અને ICICI CEO અને MD ચંદા કોચર પર એકબીજાની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ધૂતની કંપની વીડિયોકોનને ICICI બેંક તરફથી 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી અને તેના બદલામાં ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચર દ્વારા સંચાલિત વૈકલ્પિક ઉર્જા કંપની ન્યૂપાવરમાં રોકાણ કર્યું હતું.

    વર્ષ 2019માં જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણ સમિતિનો રિપોર્ટ આવ્યો હતો. સમિતિને તેની તપાસમાં જાણવા મળ્યું કે કોચરે વીડિયોકોનને લોન આપવામાં બેંકની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. કોચરની મંજૂરી પર, આ લોનનો એક ભાગ તેમના પતિ દીપકની માલિકીની કંપનીને આપવામાં આવ્યો હતો.

    જાન્યુઆરી 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) કોચર પરિવારની રૂ. 78 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. આ પછી, એજન્સીએ ઘણા રાઉન્ડની પૂછપરછ પછી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમો હેઠળ દીપક કોચરની ધરપકડ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં