Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટe₹-R માટે તૈયાર રહો, રિઝર્વ બેંક ડિજિટલ રૂપિયાના લોન્ચના અંતિમ ચરણમાં: 8...

    e₹-R માટે તૈયાર રહો, રિઝર્વ બેંક ડિજિટલ રૂપિયાના લોન્ચના અંતિમ ચરણમાં: 8 બેંકોથી વ્યવહારો શરૂ થશે, સમજીએ કેવી રીતે કરશે કાર્ય

    ડિજીટલ ઇન્ડિયા માટે અત્યંત એવા મહત્વના ઈ રૂપી નું લોન્ચ આવતીકાલે RBI દેશભરના કેટલાક ખાસ નગરો અને ખાસ બેંકો દ્વારા શરુ કરવામાં આવશે. આ ચલણનો ઉપયોગ કેવી રીતે થશે તેની વિગતવાર માહિતી.

    - Advertisement -

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ ગુરુવારથી રિટેલ ડિજિટલ ચલણ eRupee લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેને રિટેલ ડિજિટલ કરન્સી માટે પાઇલટ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, ડિજિટલ રૂપિયો બનાવવા, વિતરણ અને રિટેલ માટે તેના ઉપયોગની સમગ્ર પ્રક્રિયાનું પરીક્ષણ કરવામાં આવશે. અગાઉ, 1 નવેમ્બરના રોજ, કેન્દ્રીય બેંકે હોલસેલ વ્યવહારો માટે ડિજિટલ રૂપિયો (e₹-R) લોન્ચ કર્યો હતો.

    મીડિયા અહેવાલો અનુસાર RBIએ eRupee લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. એક નિવેદનમાં, રિઝર્વ બેંકે કહ્યું છે કે પાયલોટ પ્રોજેક્ટમાં પસંદગીના સ્થળોને આવરી લેતા ગ્રાહકો અને વેપારીઓનું બંધ જૂથ હશે.

    ઈ-રૂપી (ડિજિટલ રૂપિયા)નું વિતરણ બેંકો દ્વારા કરવામાં આવશે. યુઝર્સ તેને મોબાઈલ ફોન અને ડિવાઈસમાં ડિજિટલ વોલેટમાં રાખી શકશે. વ્યક્તિ-થી-વ્યક્તિ અથવા વ્યક્તિ-થી-વેપારી અને વ્યવહારો ડિજિટલ વૉલેટ દ્વારા કરી શકાશે. એટલું જ નહીં, આ સુવિધા અનુસાર વેપારીને QR કોડ દ્વારા પણ ચૂકવણી કરી શકાય છે . ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પાયલોટ પ્રોજેક્ટના ટ્રાયલ માટે 8 બેંકોની પસંદગી કરી છે. આમાં પ્રથમ તબક્કા 4માં બેંકોને સામેલ કરવામાં આવશે.

    - Advertisement -

    આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ICICI બેંક, યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકનો સમાવેશ થાય છે. બીજી તરફ બીજા તબક્કામાં ચાર બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંક સામેલ છે.

    આ પ્રોજેક્ટ મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વરથી શરૂ થશે. આ પછી તેને અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોચી, લખનૌ, પટના અને શિમલામાં પણ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અન્ય કેટલીક બેંકો અને શહેરોનો પણ સમાવેશ થાય તેવી શક્યતાઓ છે.

    મોટી વાત એ છે કે e₹-R અથવા ડિજિટલ ચલણની કિંમત પણ કાગળની નોટો જેટલી જ હશે. વપરાશકર્તાઓ ડિજિટલ ચલણ ચૂકવીને કાગળની નોટો પણ મેળવી શકે છે. રિઝર્વ બેંકે ડિજિટલ કરન્સીને બે શ્રેણીઓમાં વહેંચી છે, CBDC-W અને CBDC-R. CBDC-W એટલે જથ્થાબંધ ચલણ અને CBDC-R એટલે છૂટક ચલણ. ભારતીય અર્થતંત્રમાં ડિજિટલ કરન્સી વિકસાવવાની દિશામાં રિઝર્વ બેંકનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં