Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોતાને રાશિદ ગણાવીને આફ્તાબના કૃત્યને યોગ્ય ઠેરવનારો નીકળ્યો વિકાસ, યુપી પોલીસે પકડ્યો:...

    પોતાને રાશિદ ગણાવીને આફ્તાબના કૃત્યને યોગ્ય ઠેરવનારો નીકળ્યો વિકાસ, યુપી પોલીસે પકડ્યો: કહ્યું હતું- ‘ગુસ્સો આવે તો કોઈ 35 શું 36 ટુકડા પણ કરી શકે’ 

    વિકાસ સામે આઇપીસીની કલમ 295-A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, તેનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ સામે આવ્યું છે.

    - Advertisement -

    તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વયરલ થયો હતો, જેમાં એક યુવક પોતાને બુલંદશહરનો રાશિદ ખાન જણાવીને શ્રદ્ધા વાલકરની હત્યા અને ટુકડા કરવાને યોગ્ય ઠેરવતો જોવા મળે છે. જોકે, પોતાને રાશિદ ગણાવતો આ યુવક ખરેખર વિકાસ જાટવ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ આ ખુલાસો થયો હતો. 

    બુલંદશહર પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસ અધિકારીએ આ બાબતની જાણકારી આપતાં કહ્યું કે, વાયરલ વિડીયો દિલ્હીમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોતાને રાશિદ જણાવતા વ્યક્તિએ આપત્તિજનક વાતો કહી હતી. આ આરોપીની ધરપકડ માટે સિકંદરાબાદની પોલીસને કામે લગાડવામાં આવી હતી. 

    ઑપઇન્ડિયાને મળેલ જાણકારી અનુસાર, યુવકનું પૂરું નામ વિકાસ જાટવ છે અને તેના પિતાનું નામ ચોખેલાલ છે. તે મૂળરૂપે સિકંદરાબાદ પોલીસ મથકક્ષેત્રના ગામ મૌલાબાદનો રહેવાસી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વિડીયો વાયરલ થયા બાદ વિકાસ ભાગીને ગામ આવી ગયો હતો. 

    - Advertisement -

    વિકાસ સામે આઇપીસીની કલમ 295-A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, તેનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ સામે આવ્યું છે. તેની સામે યુપીના બે અલગ-અલગ જિલ્લાઓમાં કેસ દાખલ થયા છે. આ કેસ ચોરી અને ગેરકાયદેસર હથિયાર રાખવા મામલે દાખલ કરવામાં આવ્યા હતા. 

    વાયરલ વિડીયોમાં પોતાને રાશિદ ગણાવતો વિકાસ કહેતો જોવા મળે છે કે, જો ગુસ્સો આવી જાય તો માણસ 35 શું 36 ટુકડા પણ કરી શકે છે. જ્યારે પત્રકારે પૂછ્યું કે આવી ટ્રેનિંગ ક્યાંથી મળે છે? તો જવાબમાં તેણે કહ્યું હતું કે, આમાં ટ્રેનિંગની જરૂર નથી. ચપ્પુ લો અને આમતેમ મારતા જાવ. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું હતું કે, તેની પણ કોઈ સાથે લડાઈ થઇ જાય તો તે પણ એવું કરી શકે છે. 

    ત્યારબાદ પત્રકાર કહે છે કે તેને અનુભવ હોય તેમ લાગી રહ્યું છે. જેની પર તે કહે છે કે, મને અનુભવ છે. મારી કોઈ સાથે લડાઈ થઇ જાય તો હું તો તેને દફનાવી દઈશ…મિત્રતા થોડી કરીશ.. પણ જેની સાથે લડાઈ થાય તેની સાથે જ (આવું કરીશ).

    આફતાબની કરતૂતને યોગ્ય ઠેરવીને તેણે કહ્યું હતું કે, “ખોટું કર્યું કે સાચું, પણ તેણે કરી દીધા હશે 35 ટુકડા. વધુ નહીં તો 35 કર્યા હશે. બંનેની ભૂલ હશે. એક જતી રહી, બીજો પણ જતો રહેશે.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં