હોમપેજન્યૂઝ રિપોર્ટવિરાટ કોહલીના હોટેલ રૂમનો વિડીયો થઇ ગયો વાયરલ, ક્રિકેટરની પ્રાઇવસીનું સન્માન કરવાની...

વિરાટ કોહલીના હોટેલ રૂમનો વિડીયો થઇ ગયો વાયરલ, ક્રિકેટરની પ્રાઇવસીનું સન્માન કરવાની અપીલ, પત્ની અનુષ્કાએ અપમાન ગણાવ્યું

હોટેલે મેનેજમેન્ટ દ્વારા માફી માંગવામાં આવી, જવાબદાર વ્યક્તિને બરતરફ કર્યો.

- Advertisement -

ક્રિકેટર વિરાટ કોહલી હાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ કોહલીના હોટેલ રૂમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. જેને લઈને કોહલીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિડીયો શૅર કરીને પ્રાઇવસી જાળવવાની અપીલ કરી હતી. 

ઘટના એવી છે કે, હાલ T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, જેનું યજમાન ઓસ્ટ્રેલિયા છે. જેથી ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા ગઈ છે. અહીં એક મેચ અગાઉ ટીમ જે હોટેલમાં રોકાઈ હતી ત્યાંનો વિરાટ કોહલીના રૂમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. આ વિડીયો ‘King Kohli’s Hotel Room’ કેપ્શન સાથે શૅર કરવામાં આવી રહ્યો હતો. 

વિડીયો વાયરલ થયા બાદ વિરાટ કોહલીએ તેને પોસ્ટ કરીને લખ્યું કે, ‘હું સમજી શકું છું કે લોકો તેમના પ્રિય ખેલાડીઓને જોતાં જ ઉત્સાહિત થઇ જાય છે અને તેમને મળવા પણ ઉત્સુક હોય છે અને હું હંમેશા તેમની કદર કરું છું. પરંતુ આ ખોટું છે. મને મારી પ્રાઇવસીની ચિંતા થાય છે. મને મારા જ હોટેલ રૂમમાં પ્રાઇવસી ન મળે તો પછી બીજે ક્યાં હું તેની આશા રાખું શકું? હું આ પ્રકારના દુરાગ્રહ અને પ્રાઇવસીના ઉલ્લંઘન સાથે સહમત નથી. મહેરબાની કરીને લોકોની પ્રાઇવસીનું સન્માન જાળવો અને તેમને એક મનોરંજનના સાધન તરીકે ન લો.’

- Advertisement -

વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. અનુષ્કાએ આને સૌથી ખરાબ બાબત ગણાવીને તેને વ્યક્તિનું અપમાન ગણાવ્યું હતું અને કહ્યું કે, લોકોએ પોતાના પર નિયંત્રણ રાખવું જોઈએ. તેણે એમ પણ કહ્યું કે, જો આ તમારા બેડરૂમમાં થયું હોય તો પછી ભેદરેખા જેવું કશું રહેશે જ નહીં.

અનુષ્કા શર્માની પોસ્ટ (તસ્વીર: Instagram)

વિરાટ કોહલીના હોટેલ રૂમનો વિડીયો થઇ ગયો વાયરલ, ક્રિકેટરની પ્રાઇવસીનું સન્માન કરવાની અપીલ, પત્ની અનુષ્કાએ અપમાન ગણાવ્યું 

ક્રિકેટર વિરાટ કોહલી હાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ તેમના હોટેલ રૂમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. જેને લઈને કોહલીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિડીયો   કરી હતી. 

ઘટના એવી છે કે, હાલ T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, જેનું યજમાન ઓસ્ટ્રેલિયા છે. જેથી ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા ગઈ છે. અહીં એક મેચ અગાઉ ટીમ જે હોટેલમાં રોકાઈ હતી ત્યાંનો વિરાટ કોહલીના રૂમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. આ વિડીયો ‘King Kohli’s Hotel Room’ કેપ્શન સાથે શૅર કરવામાં આવી રહ્યો હતો. 

વિડીયો વાયરલ થયા બાદ વિરાટ કોહલીએ તેને પોસ્ટ કરીને લખ્યું કે, ‘હું સમજી શકું છું કે લોકો તેમના પ્રિય ખેલાડીઓને જોતાં જ ઉત્સાહિત થઇ જાય છે અને તેમને મળવા પણ ઉત્સુક હોય છે અને હું હંમેશા તેમની કદર કરું છું. પરંતુ આ ખોટું છે. મને મારી પ્રાઇવસીની ચિંતા થાય છે. મને મારા જ હોટેલ રૂમમાં પ્રાઇવસી ન મળે તો પછી બીજે ક્યાં હું તેની આશા રાખું શકું? હું આ પ્રકારના દુરાગ્રહ અને પ્રાઇવસીના ઉલ્લંઘન સાથે સહમત નથી. મહેરબાની કરીને લોકોની પ્રાઇવસીનું સન્માન જાળવો અને તેમને એક મનોરંજનના સાધન તરીકે ન લો.’

વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. અનુષ્કાએ આને સૌથી ખરાબ બાબત ગણાવીને તેને વ્યક્તિનું અપમાન ગણાવ્યું હતું અને કહ્યું કે, લોકોએ પોતાના પર નિયંત્રણ રાખવું જોઈએ. તેણે એમ પણ કહ્યું કે, જો આ તમારા બેડરૂમમાં થયું હોય તો પછી ભેદરેખા જેવું કશું રહેશે જ નહીં.

આ વિડીયો ઓસ્ટ્રેલિયાના પર્થમાં આવેલ ક્રાઉન હોટેલનો છે. જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ રોકાઈ હતી. વિડીયો વાયરલ થયા બાદ હોટેલ મેનેજમેન્ટ દ્વારા આ મામલે માફી માંગવામાં આવી છે તેમજ આ પાછળ જવાબદાર વ્યક્તિને બરતરફ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. 

બીજી તરફ, આઈસીસી દ્વારા પણ આ મામલે એક નિવેદન જારી કરીને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તેઓ હોટેલ મેનેજમેન્ટનો સંપર્ક કરી રહ્યા છે અને આવું બીજીવાર ન થાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં