હોમપેજમંતવ્યરાષ્ટ્રના હિતનો વિરોધ કરનારા કોંગ્રેસીઓ: ઇઝરાયલની જેમ આપણા વિપક્ષો કેમ સમજતા નથી

રાષ્ટ્રના હિતનો વિરોધ કરનારા કોંગ્રેસીઓ: ઇઝરાયલની જેમ આપણા વિપક્ષો કેમ સમજતા નથી

કાશ, ભારતના વિપક્ષોના દિલમાં પણ ઇઝરાયલના વિપક્ષો જેવો રાષ્ટ્રપ્રેમ ઉછળતો હોત. પણ વો દિન કહાં કે કોંગ્રેસ કે પાંવ મેં જૂતી.

- Advertisement -

ભારતના વિરોધી પક્ષોએ ઈઝરાયલના રાજકારણમાંથી ઘણું શીખવાનું છે. પાંચ દિવસ પહેલાં 27મી ઑક્ટોબરે, ઇઝરાયલમાં ચૂંટણી થઈ. નવેમ્બર 2022માં થયેલી ગઈ ચૂંટણીમાં વડાપ્રધાન બેન્યામિન નેતન્યાહુના પક્ષને વત્તા એમના સાથી પક્ષોને ચોખ્ખી બહુમતી મળી હતી— 120માંથી 64. નેતન્યાહુના સૌથી નિકટના વિપક્ષોને 51 બેઠકો મળી હતી.

આ વખતે નેતન્યાહુ માટે કપરાં ચઢાણ હતાં. ચૂંટણીના ઘણા વખત પહેલાં હંગ પાર્લામેન્ટની આગાહી થઈ ચૂકી હતી અને પરિણામ પણ એ જ આવ્યું. નેતન્યાહુને અને સાથી પક્ષોને ચોખ્ખી બહુમતી ન મળી. સરકાર રચવા માટે 61 સીટ જોઈએ એને બદલે આંકડો 53 સુધી આવીને અટકી ગયો. નિકટતમ પક્ષોના જૂથની બેઠકો પણ ઘટી ગઈ— 51 માંથી 48 થઈ ગઈ. આ સંજોગોમાં બેમાંથી કોઈ જૂથ પોતાની મેળે સરકાર રચી શકે એમ નહોતું. ચોખ્ખી બહુમતી મેળવવા 19 સીટો મેળવનાર આરબ પક્ષોના જૂથનો સહારો મેળવવો પડે. પોતાને ‘સેક્યુલર’ ગણાવતા આ આરબોને ઈઝરાયલ સાથે, યહૂદીઓ સાથે અને બાપે માર્યાં વેર છે. નેતન્યાહુ અને નિકટમ વિરોધી પક્ષોની બેઠકો ઘટી અને આરબ જૂથની વધી એનું કારણ શું?

તો કહે, 7 ઑક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયલીઓ પર જે આતંકવાદી હુમલો કરીને બારસોથી વધુ ઇઝરાયલીઓને કમોતે મારી નાખ્યા તે. તો પછી સવાલ થાય કે આમાં તો હમાસના સક્રિય ટેકેદાર એવા આરબ પક્ષો વિરુદ્ધ જનમત સર્જાવો જોઈએ. નેતન્યાહુ માટે વધારે મોટો સપોર્ટ ઊભો થવો જોઈએ.

- Advertisement -

પણ એવું ન થયું. કારણ કે 7 ઑક્ટોબરના હુમલાના જવાબમાં ઇઝરાયલે હમાસની કરોડરજ્જુ તોડી નાખવા જવાબી કાર્યવાહી કરી. પરિણામ શું આવ્યું? 2002માં ગુજરાતમાં થયું હતું એવું જ. 27 ફેબ્રુઆરીના ગોધરા હત્યાકાંડની ઘટના પાછળ ધકેલી દઈને મીડિયાએ જવાબી રમખાણોને એવાં ચગાવ્યાં એવાં ચગાવ્યાં કે બદમાશ બૌદ્ધિકો એ રમખાણોને મુસ્લિમોનું જાતીનિકંદન કહેવા લાગ્યા— પોગ્રોમ અને જેનોસાઈડ જેવાં લેબલ ગુજરાતના, ગુજરાતીઓના અને ભારતના હિન્દુઓના માથે ચીપકાવી દેવામાં આવ્યા. જોકે, એ જ વર્ષે થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અગાઉ ક્યારે નહોતી મળી એવી પ્રચંડ બહુમતી મળી— 182માંથી 127 સીટ.

પણ ઇઝરાયેલમાં નેતન્યાહુ તથા એમના સાથી પક્ષોની બેઠકો વધવાને બદલે ઘટી ગઈ. એટલું જ નહીં હંગ પાર્લામેન્ટ સર્જાઈ. આનું કારણ જરા સમજીએ.

એવું નથી કે ગુજરાતના મતદારો કરતાં ઇઝરાયલના મતદારો ઓછા રાષ્ટ્રવાદી છે. આપણા જેટલા જ દેશપ્રેમી છે તેઓ. પણ ઇઝરાયલના ડાબેરીઓ તથા ડાબેરીઓનું વર્ચસ્વ ધરાવતું મીડિયા આપણે ત્યાંના ડાબેરીઓ તથા ડાબેરી મીડિયા કરતાં અધિક હરામી છે. આ હરામખોરોએ 7 ઑક્ટોબરના હુમલા પછી ઇઝરાયલે હમાસ પર કરેલી લશ્કરી કાર્યવાહીને ખૂબ વગોવી. ગાઝાના આતંકવાદી પેલેસ્ટાઇનીઓનો પક્ષ લઈને આ દેશદ્રોહીઓએ એવો નરેટિવ ઊભો કર્યો કે ઇઝરાયલના કેટલાય મતદારો 7 ઑક્ટોબરના હુમલાને ભૂલીને ઇઝરાયલે આતંકવાદીઓ સામે કરેલા ‘અત્યાચાર’ અને આરોબોના ‘જેનોસાઇડ’ના મીડિયાપ્રચારમાં તણાઈને આરબ પક્ષોના જૂથની તરફેણમાં મતદાન કર્યું. અને 19 બેઠકોવાળા આરબ પક્ષોના જૂથે હંગ પાર્લામેન્ટ સર્જાયેલી જોઈને મોઢામાં લાળ ટપકાવીને જાહેર કર્યું પણ ખરું કે અમે ‘મોતના સોદાગર’ નેતન્યાહુને ફરી વડા પ્રધાન નહીં બનવા દઈએ, અમે એમનો વિરોધ કરનારા જૂથની 48 બેઠકોમાં અમારી 19 બેઠકો ઉમેરીને સત્તા પ્રાપ્ત કરીશું, ઇઝરાયલ દેશના સંચાલનમાં અમે પણ ભાગ લઈશું, દેશનું કલ્યાણ કરીશું વગેરે વગેરે.

માય ફૂટ. નેતન્યાહુના વિરોધમાં 48 બેઠકો સાથે બીજા નંબરે આવેલા જૂથે કહ્યું: અમે ભલે નેતન્યાહુના રાજકીય વિરોધીઓ છીએ. અમને નેતન્યાહુની જગ્યાએ અમારા વડાપ્રધાન જોઈએ છે. સત્તાની ખુરશી પર અમારે બેસવું છે. પણ સત્તાની લાલચને કારણે અમે આ આરબાઓ સાથે હાથ મિલાવીએ તો અમારું ધાવણ લાજે. અમે આ 19 બેઠકોવાળા યહૂદીઓને ધિક્કારનારા આરબો-મુસ્લિમોના જૂથનો ટેકો લઈને સરકાર રચવાને બદલે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવાનું વધારે પસંદ કરીશું. ઇઝરાયલની સંસ્કૃતિ માટે, યહૂદીઓ માટે જેમને ભારોભાર ધિક્કાર છે અને હમાસ જેવા આતંકવાદી સંગઠનો માટે જેમને પ્યાર છે એવા 19 બેઠકો ધરાવતા આરબ પક્ષોની ઑફર ઠુકરાવીને 48 બેઠકોવાળા વિરોધ પક્ષોએ નેતન્યાહુને ટેકો આપવાનું પસંદ કર્યું.

ભારત આ બાબતમાં અત્યારે કમનસીબ છે. અગાઉ કોંગ્રેસનું રાજ હતું ત્યારે જનસંઘ કે ભાજપ કે અન્ય સનાતનની પક્ષોએ ક્યારેય કોંગ્રેસનો વિરોધ કરવા માટે રાષ્ટ્રવાદને છોડ્યો નથી. વાજબી મુદ્દાઓ હોય, ભ્રષ્ટ શાસનની વાત હોય, બિનકાર્યક્ષમતાની વાત હોય ત્યાં વિપક્ષોએ કોંગ્રેસનો જબરજસ્ત વિરોધ કર્યો છે. વિપક્ષનું કામ જ એ છે.

પણ આજે જ્યારે કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં છે ત્યારે એ ભાજપવિરોધી બનવાને બદલે રાષ્ટ્રવિરોધી બની ગઈ છે. દેશવિરોધી તત્વો સામે કડક હાથે પગલાં લઈ રહેલી સરકારને બદનામ કરી રહી છે, વિદેશી મદદથી ઉથલાવવાની કોશિશ કરી રહી છે.

કાશ, ભારતના વિપક્ષોના દિલમાં પણ ઇઝરાયલના વિપક્ષો જેવો રાષ્ટ્રપ્રેમ ઉછળતો હોત. પણ વો દિન કહાં કે કોંગ્રેસ કે પાંવ મેં જૂતી.

લાસ્ટ બૉલ

મોદી તો ક્યા ઉસકા બાપ ભી જાયેગા

— એક કોંગ્રેસી

મોદી કહીં નહીં જાયેગા

— ભારતની 140 કરોડની જનતા

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં