
દિલ્હીના જંતરમંતર ખાતે પ્રતિબંધિત સ્થળે ઘૂસીને પ્રદર્શન કરવાના મામલે કોકરોચ જનતા પાર્ટીના (CJP) બે શીર્ષ કોકરોચો સૌરવ દાસ અને આશુતોષ રાંકાને જેલભેગા કરાયા છે. કહેવાય રહ્યું છે કે તેમને તિહાડ જેલમાં મોકલી દેવાયા છે. તેમને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. બુધવારે (14 ઑક્ટોબર, 2026) સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે બંનેને કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
જોકે, આ જ કેસમાં પકડાયેલા CJPના ત્રીજા કોકરોચ અજિંક્ય શિંદેને વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો છે. હિંસા અને ઉત્પાત મચાવનારાં પ્રદર્શનો માટે જાણીતા આ કોકરોચો મંગળવારે જંતરમંતર ખાતે તાળાં મારેલા દરવાજા કૂદીને અંદર ઘૂસી ગયા હતા. આ ઘટનાના એક દિવસ પહેલાં જ દિલ્હી પોલીસે જંતરમંતરને અધિકૃત પ્રદર્શન સ્થળની યાદીમાંથી હટાવ્યું હતું.
જંતરમંતરનાં તાળાં કૂદીને અંદર ઘૂસ્યા, પોલીસ સાથે ઘર્ષણ
CJPનો મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ અને રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા મંગળવારે સવારે અન્ય કાર્યકરો સાથે જંતરમંતર પહોંચ્યા હતા. આ લોકોએ તાળાં મારેલા દરવાજા કૂદીને સ્થળમાં પ્રવેશ કર્યો હતો. તેમની સાથે અજિંક્ય શિંદે પણ હતો. આ લોકોમુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.
ઘટનાના વિડીયોમાં તેઓ ‘જ્ઞાનેશ કુમાર ઇસ્તિફા દો’ના નારા લગાવતા જોવા મળે છે. પોલીસકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ ત્રણેય સહિત અન્ય કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
પોલીસની દલીલ બાદ બેને પાંચ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
14 ઑક્ટોબરની સવારે આશરે 8:30 વાગ્યે ત્રણેયને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ લોકોને જંતરમંતર પહોંચવા માટે ઉશ્કેર્યા હતા અને આ રીતે ગેરકાયદેસર પ્રવેશના કૃત્યમાં ભાગ લીધો હતો. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઉ શાંતિનો ભંગ નહીં કરવાની શરતે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ બોન્ડ ભર્યો હતો, જેનો ભંગ કરવામાં આવ્યો છે.
પોલીસની દલીલ હતી કે જો તેમને બહાર રાખવામાં આવે તો તેઓ ફરી ગુનો કરી શકે છે. આ દલીલો બાદ મેજિસ્ટ્રેટે સૌરવ દાસ અને રાંકાને પાંચ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, જ્યારે અજિંક્ય શિંદેને વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો હતો.
જંતરમંતર હવે અધિકૃત પ્રદર્શન સ્થળ નથી
નોંધનીય છે કે દિલ્હી પોલીસે સોમવારે જંતરમંતરને અધિકૃત પ્રદર્શન સ્થળની યાદીમાંથી દૂર કરતો પરિપત્ર બહાર પાડ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકોને વિરોધ પ્રદર્શન માટે વૈકલ્પિક સ્થળો ઉપલબ્ધ કરાવવા રચાયેલી સમિતિની ભલામણોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પોલીસના નવા પરિપત્રમાં રામલીલા મેદાન, બુરાડી મેદાન અને શાહદરાના સીબીડ️ મેદાનને પ્રદર્શન માટેનાં વૈકલ્પિક સ્થળો તરીકે દર્શાવવામાં આવ્યાં હતાં. આ નિર્ણયના બીજા જ દિવસે CJPના કોકરોચો જંતરમંતરનાં તાળાં કૂદીને અંદર ઘૂસી ગયા હતા.

