શોએબ અખ્તરના ભાઈના જનાજામાં દેખાયા 26/11ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના નજીકના સાથી અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ, વિડીયો વાયરલ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરના મોટા ભાઈ શાહિદ અખ્તરના જનાજાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં લશ્કર-એ-તૈયબાના રાજકીય મોરચા તરીકે ઓળખાતી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) સાથે જોડાયેલા અનેક આતંકીઓ જોવા મળતા વિવાદ સર્જાયો છે.

રિપોર્ટ્સ અનુસાર જનાજામાં 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના નજીકના સાથી ગણાતા ઇનામ-ઉર-રહમાન કમ્બોહ, અબ્દુલ્લા તૂર, હાફિઝ ઉમર, અમજદ ભટ્ટી સહિત PMML સાથે સંકળાયેલા આતંકીઓ હાજર હતા. PMMLને લશ્કર-એ-તૈયબાનો રાજકીય મોરચો માનવામાં આવે છે.

શાહિદ અખ્તરનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. શોએબ અખ્તરે તેના અવસાનની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. જોકે, જનાજામાં PMML સાથે જોડાયેલા આતંકીઓની હાજરી અંગે તેણે અત્યાર સુધી કોઈ જાહેર પ્રતિક્રિયા આપી નથી.