
કચ્છમાં તાજેતરમાં ચાલતી ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી વચ્ચે તેનાથી ઉશ્કેરાઈ જઈને સોશિયલ મીડિયા પર કચ્છ જિલ્લા કલેક્ટરને મારી નાખવાની ધમકી આપવા બદલ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ નિઝામ સુલેમાન રાયમા તરીકે થઈ છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટની કૉમેન્ટમાં તેણે કલેક્ટરને ધમકી આપી હતી, જેના સ્ક્રીનશૉટ પછીથી વાયરલ થયા હતા.
નિઝામે એક વિડીયોના કૉમેન્ટ બોક્સમાં લખ્યું હતું, ‘બધા ભેગા થઈને મારો… કલેક્ટર અને દરગાહ તોડનારાઓને મારી નાખો.’ ઉલ્લેખનીય છે કે અતિક્રમણ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા અભિયાનમાં તાજેતરમાં ઘણાં ગેરકાયદેસર રીતે તાણી બાંધવામાં આવેલાં મજહબી બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યાં હતાં.
સુલેમાનની કૉમેન્ટના સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતાં પછીથી આ મામલે સાયબર ક્રાઈમ અને કચ્છ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી.
કચ્છની શાંતિ, સુરક્ષા અને સામાજિક સૌહાર્દ જાળવવું આપણાં સૌનું કર્તવ્ય છે.
— ᴋɪʀɪᴛ ᴋᴏᴛᴀᴋ (@Ikiritkotak) June 22, 2026
જો કોઈ જાહેર અધિકારી, પ્રશાસનિક અધિકારી કે કોઈપણ વ્યક્તિને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે, તો તે અત્યંત ગંભીર બાબત છે અને કાયદા મુજબ તેની નિષ્પક્ષ તપાસ તથા યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
અમારી… pic.twitter.com/Ccg0lW2ddA
ફરિયાદના આધારે પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમ સેલ અને LCBની ટીમે ટેક્નિકલ તેમજ ડિજિટલ સર્વેલન્સના આધારે ત્વરિત કાર્યવાહી કરીને ધમકી આપનાર શખ્સ નિઝામ સુલેમાન રાયમાને દબોચી લીધો હતો. જાણવા મળ્યા અનુસાર આરોપી માંડવીના ગઢશીશાનો રહેવાસી છે. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધો છે અને આગળની તપાસ શરૂ કરી છે.
ભુજ ‘એ’ ડિવિઝન પોલીસ મથકે આરોપી નિઝામ વિરૂદ્ધ સમાજમાં દુશ્મનાવટ, ધિક્કાર અને દ્વેષની લાગણી ઉત્પન્ન કરવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

