
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં પક્ષપાત અને ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક મહિલાઓ ન્યાયની માંગ કરી રહી છે. તાલુકાના ચીમેર, મેઢા, ધનમોલી અને ખાંજર ગામના જરૂરિયાતમંદ પરિવારો લાંબા સમયથી સરકારી યોજનાઓના લાભથી વંચિત હોવાના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મોટી સંખ્યામાં આ વિસ્તારની મહિલાઓ એકત્રિત થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને ફરિયાદ કરી હતી કે વિસ્તારમાં માત્ર કન્વર્ટેડ ખ્રિસ્તીઓને જ પીએમ આવાસ જેવી સરકારી યોજનાઓનો લાભ આપવાંમ આવી રહ્યો છે અને મૂળ હિંદુ આદિવાસીઓને વંચિત રાખવામાં આવી રહ્યા છે.
આ મહિલાઓએ 22 જૂન 2026ના રોજ યોજાયેલા ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ દરમિયાન કલેક્ટર સમક્ષ રૂબરૂ રજૂઆત કરીને પોતાની વ્યથા ઠાલવી હતી. વિરોધ કરી રહેલી મહિલાઓ અને ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે સ્થાનિક તલાટી અને સરપંચો સરકારી યોજનાઓના અમલીકરણમાં ભારે મનમાની કરી રહ્યા છે. સ્વતંત્રતાના દાયકાઓ વીતી ગયા હોવા છતાં પણ વારંવારની રજૂઆતો પછી પણ સ્થાનિક વહીવટીતંત્ર તેમની વાત સાંભળવા તૈયાર નથી, જેના કારણે ખરા અર્થમાં ગરીબ પરિવારો સુધી આવાસ યોજના પહોંચી નથી.
વિરોધ કરી રહેલા આદિવાસી પરિવારોનું કહેવું છે કે સ્થાનિક સ્તરે માત્ર ધર્માંતરિત ખ્રિસ્તી પરિવારોને જ યોજનાઓનો લાભ આપવામાં આવે છે, જ્યારે હિંદુ ધર્મ પાળતા મૂળ આદિવાસી પરિવારોની સતત અવગણના કરવામાં આવી રહી છે. ધર્મના આધારે થતા આ ભેદભાવને કારણે લાયકાત ધરાવતા ગરીબ પરિવારો પોતાના હકથી વંચિત રહી ગયા છે.
સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા અનુસાર ગામડાઓમાં આવાસ યોજના માટે જ્યારે પણ સરવે કરવામાં આવે છે ત્યારે સામાન્ય લોકોને તેની કોઈ જાણકારી આપવામાં આવતી નથી અને માહિતી છુપાવવામાં આવે છે. ગામના વગદાર લોકો કે જેઓ આગેવાનોની નજીક છે તેમને જ વારંવાર સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. કેટલાક પરિવારોને બબ્બે વખત આવાસ યોજનાનો લાભ મળી ચૂક્યો છે, જ્યારે જેમના માથે પાકું છાપરું નથી તેવા જરૂરિયાતમંદ લોકો આજે પણ ઘર વગરના ભટકી રહ્યા છે.
घटना- सोनगढ़, गुजरात
— Kajal HINDUsthani (@kajal_jaihind) June 23, 2026
दक्षिण गुजरात में खुलेआम चल रहा जनजाति समाज के विरुद्ध कन्वर्टेड क्रिप्टो नेताओ का “आवास योजना कांड”
जनजाति हिंदू समाज के लोगो ने सरकारी तंत्र और स्थानिक नेताओ पर आरोप लगाया है की आवास योजना का लाभ केवल उन्हें ही मिल रहा है जो ईसाई बन चुके है लेकिन जो मूल… pic.twitter.com/B7tTlx6teB
આરોપ છે કે કલેક્ટર કચેરીએ પહોંચેલી પીડિત મહિલાઓને તંત્રએ આવાસ યોજના અંગે માત્ર સામાન્ય માર્ગદર્શન આપીને ‘સ્વાગત’ કાર્યક્રમ પૂરો કરી દીધો હતો, જેનાથી મહિલાઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. મહિલાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમને માત્ર કાગળ પરના માર્ગદર્શનથી સંતોષ નથી, પરંતુ તેમની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવે અને તમામ પાત્ર લાભાર્થીઓને સમાન ધોરણે ઘર મળે તેવી તેમની માંગ છે. હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર આક્ષેપો બાદ તંત્ર કોઈ એક્શન લેય છે કે કેમ.

