2021માં નંદિગ્રામ, 2026માં ભવાનીપુર: સુવેન્દુ અધિકારીએ ફરી મમતા બેનર્જીને હરાવ્યાં, ભવાનીપુર બેઠક પરથી 15000ની લીડથી જીત

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીનો પક્ષ જ નહીં તેઓ પોતે પણ હારી ગયાં છે. ભવાનીપુર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15000થી વધુ મતોથી હરાવ્યાં છે.

ભવાનીપુર બેઠક પર 20 રાઉન્ડની ગણતરીને અંતે સુવેન્દુ અધિકારીને 73917 મત મળ્યા અને મમતા બેનર્જીને 58812 સીટ મળ્યા. આમ સુવેન્દુ અધિકારીને 15105 મતથી જીત મળી.

સુવેન્દુ અધિકારી આ વખતે નંદિગ્રામ અને ભવાનીપુર બંને બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. 2021માં નંદિગ્રામમાં મમતા બેનર્જી ચૂંટણી લડવા આવ્યાં હતાં અને સુવેન્દુએ મમતાએ હરાવ્યાં હતાં. આ ચૂંટણીમાં ભવાનીપુરથી ભાજપને સુવેન્દુને ઉતાર્યા હતા. સુવેન્દુએ ભવાનીપુરમાં પણ મમતા બેનર્જીને હરાવ્યાં.

ભવાનીપુર સીટ પરથી મમતા બેનર્જી 2011થી જીતતાં રહ્યાં છે. 2011 અને 2016માં જીત્યા બાદ 2021માં નંદિગ્રામ પરાજય બાદ ભવાનીપુરથી પેટાચૂંટણી જીત્યાં હતાં. 2026માં તેઓ પહેલી વખત આ બેઠક પરથી હાર્યાં છે.