
અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યા બાદ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરી લીધી છે. હવે જાણવા મળી રહ્યું છે કે માદુરોને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા છે અને અમેરિકામાં તેમના પર ડ્રગ્સ અને હથિયારોની તસ્કરીનો કેસ પણ ચલાવાશે. દરમિયાન વેનેઝુએલાની જવાબદારી ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને આપવામાં આવી છે. વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ડેલ્સીને કાર્યભાર સંભાળવા જણાવ્યું છે.
માદુરો અને તેમની પત્નીને 4 જાન્યુઆરીની મધ્યરાત્રિએ અમેરિકા લાવવામાં આવ્યાં હતાં. અમેરિકી સેનાનું વિમાન ન્યૂયોર્કના સ્ટુઅર્ટ એર નેશનલ ગાર્ડ બેઝ પર ઉતર્યું હતું. કડક સુરક્ષા વચ્ચે માદુરોને પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા હતા. મેડિકલ તપાસ બાદ માદુરોને ન્યૂયોર્ક સિટીના મેનહટન લઈ જવામાં આવ્યા છે, જ્યાં કાનૂની પ્રક્રિયા કરવામાં આવી હતી.
Apareció Cilia.
— Carla Angola TV (@carlaangola) January 4, 2026
Me informaron que Maduro se lastimó una pierna cuando intentó huir.
Aquí parece quejarse de esa lesión.
Video Cortesía pic.twitter.com/335WR4mFzo
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માદુરોને બ્રુકલીનના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. આવતા અઠવાડિયે મેનહટનની ફેડરલ કોર્ટમાં તેમના પર ડ્રગ્સ અને હથિયારોની તસ્કરીનો કેસ ચલાવવામાં આવશે. CNNએ અમેરિકી અધિકારીઓના હવાલાથી આ વિશેની માહિતી પણ આપી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકી અધિકારીઓએ માદુરો અને તેમની પત્નીને બેડરૂમમાંથી ઢસડીને બહાર કાઢ્યાં હતાં અને પોતાના કબજામાં લીધાં હતાં. ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી વેનેઝુએલાની સ્થિતિ સુધરશે નહીં, ત્યાં સુધી દેશને અમેરિકા જ ચલાવશે. આ માટે એક ખાસ ટીમ બનાવવાનું પણ ટ્રમ્પે કહ્યું છે.

