હોમપેજદેશહિંદુ દેવી-દેવતાઓને ગાળો ભાંડી, આપત્તિજનક થંબનેલ સાથે વિડીયો બનાવીને કરતી હતી કમાણી:...

હિંદુ દેવી-દેવતાઓને ગાળો ભાંડી, આપત્તિજનક થંબનેલ સાથે વિડીયો બનાવીને કરતી હતી કમાણી: UPની જે ગાયિકા સરોજ સરગમની ધરપકડ, તેની ચેનલમાં ભર્યું હતું ભરપૂર ઝેર 

પોલીસે એ પણ જણાવ્યું કે સરોજ અને તેના પતિ દ્વારા પંદર વીઘાં જમીનનો ગેરકાયદેસર કબજો કર્યો હતો, જે પણ મુક્ત કરાવવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

- Advertisement -

તાજેતરમાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની એક ગાયિકા સરોજ સરગમની પોલીસે ધરપકડ કરી. તેની સાથે તેના પતિને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સરોજે પોતાની યુટ્યુબ ચેનલ પર હિંદુ દેવી-દેવતાઓ વિશે અત્યંત અભદ્ર ભાષામાં વિડીયો બનાવીને મૂક્યા હતા. સોશિયલ મીડિયા પર આ યુટ્યુબ વિડીયો અને તેનાં આપત્તિજનક થંબનેલ વાયરલ થયા બાદ આક્રોશ ફેલાયો અને સંગઠનો પણ સક્રિય થયાં. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં જુદા-જુદા છ ઠેકાણે FIR દાખલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર લોકોની સતત થઈ રહેલી કાર્યવાહીની માંગ વચ્ચે પોલીસે મંગળવારે (23 સપ્ટેમ્બર) સરોજ અને તેના પતિની ધરપકડ કરી લીધી.

એક નિવેદનમાં SSP મિર્ઝાપુર સોમન બર્માએ જણાવ્યું કે, 19 સપ્ટેમ્બરના રોજ એક સરોજ સરગમ નામની મહિલાએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક ગીતનો વિડીયો અપલોડ કર્યો હતો જેમાં મા દુર્ગા વિશે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી હિંદુ સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. આ મામલે પોલીસે મડિહાન મથકે તાત્કાલિક ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. 

આગળની કાર્યવાહી વિશે તેમણે જણાવ્યું કે, 23 સપ્ટેમ્બરના રોજ પોલીસે સરોજ અને તેના પતિને ધરપકડ કરવામાં આવી હતી. પતિ દ્વારા આવા આપત્તિજનક વિડીયોનું નિર્દેશન કરવામાં આવી રહ્યું હતું. હાલ પોલીસ તમામ સાક્ષ્યોની તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

- Advertisement -

પોલીસે એ પણ જણાવ્યું કે સરોજ અને તેના પતિ દ્વારા પંદર વીઘાં જમીનનો ગેરકાયદેસર કબજો કર્યો હતો, જે પણ મુક્ત કરાવવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

કોણ છે સરોજ સરગમ અને તેની ચેનલ

સરોજ સરગમ મિર્ઝાપુરની રહેવાસી છે અને તેની યુટ્યુબ ચેનલ ‘સરોજ સરગમ મિર્ઝાપુર’ નામે ચાલે છે. આ ચેનલ પર 62,600 સબ્સ્ક્રાઇબર્સ છે અને તેમાં મુખ્યત્વે લોકગીતો (બીરહા) જેવા વિડીયો અપલોડ થાય છે, પરંતુ તાજેતરમાં તેમાં હિંદુ દેવતાઓ અને ધર્મ વિરુદ્ધના અપમાનજનક કન્ટેન્ટનો વધારો થયો હતો. સરોજ આવા વિડીયો બનાવીને પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહી હતી, કારણ કે વિવાદાસ્પદ કન્ટેન્ટ હોય તો વ્યુઝ વધુ મળે છે.

આવા કન્ટેન્ટમાં તેણે હિંદુ દેવતાનું ખૂબ અપમાન કર્યું છે. એમાંના એક વિડીયોનું ટાઈટલ છે ‘બ્રાહ્મણોએ શિવનું લિંગ કાપ્યું’. આ વિડીયોમાં શિવજી અને બ્રાહ્મણો વિરુદ્ધ અપમાનજનક ભાષા વાપરવામાં આવી હતી. આ વિડીયોને 1.90 લાખ વ્યુઝ મળી ચૂક્યા હતા. હવે ચેનલ ઉડાવી દેવામાં આવી છે, જેની સાથે વિડીયો પણ ઉપલબ્ધ નથી.

આ સિવાય એક અન્ય વિડીયો છે જેનું ટાઈટલ છે ‘આંદોલનમાં આવો, બ્રાહ્મણ ભગાઓ’. આ વિડીયોમાં બ્રાહ્મણો વિરુદ્ધ નફરત અને હિંદુ ધર્મથી અલગ થવાની અપીલ કરવામાં આવી છે.

તાજેતરમાં અપલોડ થયેલા આ વિડીયોમાં માતા દુર્ગા માટે અત્યંત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે હિંદુ સમુદાયમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે. આ સિવાય અશ્લીલ ટાઇટલ્સવાળા વિડીયો પણ સામેલ છે, જે 6.10 લાખ વ્યુઝ સુધી પહોંચ્યા છે.

આ ઉપરાંત, તેમના વિડીયોમાં હિંદુ દેવતાઓને ચોર અને લૂંટારા કહેવામાં આવ્યા છે, ભગવાન વિષ્ણુને બ*ત્કારી કહેવામાં આવ્યા છે. તેની ચેનલ પરના કેટલાક વિડીયો 3 વર્ષ જૂના છે, જેમાં માત્ર 11 હજાર વ્યુઝ હતા, પરંતુ છેલ્લા 5 મહિનામાં અપલોડ થયેલા વિડીયો વધુ વાયરલ થયા છે. એક વિડીયોના થંબનેલમાં પીએમ મોદી અને ઉત્તર પ્રદેશ સીએમ યોગી આદિત્યનાથને ‘મહાકુંભના શ્રદ્ધાળુઓના હત્યારા’ ગણાવવામાં આવ્યા હતા.

3 વર્ષ પહેલાં સરોજ સરગમે તેનો પ્રથમ વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં ઓછા વ્યુઝ હતા અને કન્ટેન્ટ સામાન્ય લોકગીતો પર આધારિત હતું. પરંતુ છેલ્લા 5 મહિનામાં હિંદુ દેવતાઓ અને બ્રાહ્મણો વિરુદ્ધના અપમાનજનક વિડીયોનો વધારો થયો, જેમાં માતા દુર્ગા વિરુદ્ધનો તાજેતરનો વિડીયો સૌથી વધુ વિવાદાસ્પદ છે. તેના કારણે જ પછીથી FIR નોંધવામાં આવી.

હાલમાં સરોજ વિરુદ્ધ કુલ 6 FIR દાખલ કરવામાં આવી છે, જેમાં અશ્લીલ ગીતો ગાવા અને હિંદુ દેવતાઓના અપમાનના આરોપ છે. FIR નોંધાયા પછી સરોજ સરગમે તેના યુટ્યુબ ચેનલ પર એક પત્ર અપલોડ કર્યો, જેમાં તેમણે દાવો કર્યો કે તે ‘મિશનરી ઐતિહાસિક ગીતો’ (જે અસલમાં હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરતાં ગીતો છે.) ગાય છે અને સમાજને ‘જાગૃત’ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેણે મિશનરીઓ, સંસ્થાઓ અને પાર્ટીઓને ‘તન-મન-ધન’ સાથે સમર્થન આપવાની અપીલ પણ કરી હતી.

આ પત્રમાં તેણે લખ્યું છે કે ‘અમે હંમેશા મિશનરી ઐતિહાસિક ગીતો ગાઈએ છીએ’ – જોકે આ ગીતોમાં હિંદુઓ વિરુદ્ધ જબરદસ્ત ઝેર ભરેલું હોય છે. આ ઘટનાને લઈને હિંદુ સંસ્થાઓએ કડક વલણ અપનાવ્યું છે અને સરોજ સરગમની યુટ્યુબ ચેનલ પરથી તેના વિવાદાસ્પદ વિડીયોને ડિલીટ કરવાની માંગ કરી છે. પોલીસ કાર્યવાહી બાદ ચેનલ હટાવી લેવામાં આવી છે. હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં