મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગઠબંધનના ભવ્ય વિજય બાદ પીએમ નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે, “વિકાસનો વિજય, સુશાસનનો વિજય. આપણે એક હોઈશું, તો પ્રગતિ કરી શકીશું.” તેમણે આગળ કહ્યું કે, “NDAને આપેલા આ ઐતિહાસિક જનાદેશ બદલ મહારાષ્ટ્રના ભાઈ-બહેનોનો અને ખાસ કરીને યુવા અને મહિલાઓનો હૃદયથી આભાર. આ સ્નેહ અભૂતપૂર્વ છે. હું જનતાને વિશ્વાસ અપાવું છું કે અમારું ગઠબંધન મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતું રહેશે. જય મહારાષ્ટ્ર.”
Development wins!
— Narendra Modi (@narendramodi) November 23, 2024
Good governance wins!
United we will soar even higher!
Heartfelt gratitude to my sisters and brothers of Maharashtra, especially the youth and women of the state, for a historic mandate to the NDA. This affection and warmth is unparalleled.
I assure the…
અન્ય એક પોસ્ટમાં તેમણે NDA પાર્ટીઓના કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો અને તેમને બિરદાવ્યા.
વડાપ્રધાને કહ્યું, “ગ્રાઉન્ડ પર ઉતરીને તેમણે કરેલી મહેનત બદલ હું NDA કાર્યકર્તાઓ પર ગર્વ અનુભવું છું. તેમણે ખૂબ મહેનત કરી, લોકો સુધી ગયા અને સુશાસનનો એજન્ડા લોકો સુધી પહોંચાડ્યો.”
I thank the people of Jharkhand for their support towards us. We will always be at the forefront of raising people’s issues and working for the state.
— Narendra Modi (@narendramodi) November 23, 2024
I also congratulate the JMM-led alliance for their performance in the state. @HemantSorenJMM
પીએમ મોદીએ અન્ય એક પોસ્ટમાં ઝારખંડની જનતાનો પણ આભાર માન્યો અને જનાદેશ સ્વીકાર્યો હતો. તેમણે સાથે કહ્યું કે, તેઓ રાજ્ય માટે અને નાગરિકો માટે કામ કરવાનું ચાલુ રાખશે. સાથે તેમણે જીત બદલ JMM ગઠબંધન અને હેમંત સોરેનને શુભકામનાઓ પાઠવી હતી.