ડાબેરી, સેક્યુલર વિચારધારા ધરાવતી ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhasker) તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડતા શોહર ફહદ અહેમદ સાથે મૌલાના સજ્જાદ નોમાનીને (Maulana Sajjad Nomani) મળવા પહોંચી હતી. ફહદે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તસવીરો પણ પોસ્ટ કરી છે. નોંધવા જેવું છે કે, મૌલાના નોમાની તે જ વ્યક્તિ છે, જે અવારનવાર હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓકે છે અને તાજેતરમાં પણ ભાજપને મત આપનારાઓના હુક્કા-પાણી બંધ કરી દેવાની ધમકી આપી ચૂક્યા છે.
મૌલાના ખલીલુર રહેમાન સજ્જાદ નોમાનીનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ મુસ્લિમ સમુદાયને કહી રહ્યા છે કે, “ભાજપને સમર્થન આપનારા લોકોના હુક્કા-પાણી બંધ થવા જોઈએ.” આ અંગે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી કાર્યવાહીની માંગ પણ કરી છે. ઉપરાંત આ ઘટનાને લઈને ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ પર નિશાન પણ સાધ્યું છે.
जनाब हज़रत मौलाना सज्जाद नौमानी साहब की ख़िदमत में हाज़िर हुए और उन्होंने हमे खूब दुआओं से नवाज़ा pic.twitter.com/5P7S3OIaJj
— Fahad Ahmad (@FahadZirarAhmad) November 16, 2024
વિરોધ પક્ષો પર નિશાન સાધતા ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે, “શું શરદ પવાર હિંદુઓ વિશે બોલવામાં શરમ અનુભવે છે કે ડરે છે? મૌલાના ખલીલુર રહેમાન સજ્જાદ નોમાની જેવું નિવેદન કોઈ ન આપે કે જો કોઈ હિંદુ ભાજપ વિરુદ્ધ મત આપે તો તેનો સામાજિક બહિષ્કાર કરીને તેનું નામ અબ્દુલ રહેમાન કરો. હિંદુત્વમાં આવી કોઈ ભાષા નથી.
#WATCH | Mumbai: BJP leader Kirit Somaiya says, "…Does Sharad Pawar feel ashamed or is he scared to speak about Hindus?…No one makes statements like Maulana Khalilur Rahman Sajjad Nomani, that if any Hindu votes against the BJP, then socially boycott them and name them Abdul… pic.twitter.com/9YBRP0WT7R
— ANI (@ANI) November 17, 2024
કિરીટ સોમૈયાએ વધુમાં કહ્યું કે, “શરદ પવારે ઑલ ઇન્ડિયા ઉલેમા બોર્ડ અને મરાઠી મુસ્લિમ સેવા સંઘને સમર્થન આપ્યું છે. શરદ પવારે વોટ જેહાદ જેવી વાતો ફેલાવી છે. રાહુલ ગાંધી અને સલમાન ખુર્શીદના પરિવારોએ વોટ જેહાદ ફેલાવ્યો છે. આ લોકોને શરમ આવવી જોઈએ.” કિરીટ સોમૈયાએ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના ખલીલુર રહેમાન સજ્જાદ નોમાની વિરુદ્ધ કાર્યવાહીની માંગ પણ કરી છે.
મહિલાઓ વિરુદ્ધ રહ્યો છે નોમાનીનો મત
ગયા વર્ષે એપ્રિલ 2023માં નોમાનીએ મુસ્લિમોને એવું કહીને ઉશ્કેર્યા હતા કે, રમઝાન દરમિયાન છોકરીઓને એકલી શાળા/કોલેજમાં ન મોકલવી જોઈએ, કારણ કે ઇસ્લામમાં આમ કરવું હરામ છે. તેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. જેમાં તેઓ મુસ્લિમ વાલીઓને ભડકાવતા જોવા મળ્યા હતા.
વિડીયોમાં નોમાની કહેતા જોવા મળે છે કે, “હિજાબ પહેર્યા પછી પણ તમારી દીકરીઓને સ્કૂલ-કોલેજમાં એકલી ન મોકલો. આ હરામ છે , હરામ છે. પાક રમઝાનની રાત્રે હું એવા લોકોને લાનત આપું છું, જેઓ પોતાની છોકરીઓને કોચિંગ સેન્ટર કે સ્કૂલ અને કોલેજમાં એકલા મોકલે છે. અલ્લાહ તેમને જહન્નુમમાં મોકલશે.”
વિડીયોમાં તેમણે પૂછ્યું હતું કે, “શું તેમને (છોકરીઓના માતા-પિતાને) ખબર છે કે તેમની દીકરી સ્કૂલ કે કૉલેજમાં જઈને પોતાના પિરિયડ એટેન્ડ કરે છે કે કેમ. કે પછી કૉલેજમાં આવ્યા બાદ છૂપી રીતે ક્યાંક જાય છે? જો તમે બાપ છો. જો તમે મુસલમાન છો. જો તમે શરીફ વ્યક્તિ છો અને હલાલ બાપના દરજ્જાથી જન્મ્યા છો, તો તમારી દીકરીઓ માટે બેદરકાર રહેવું તમારા માટે હરામ છે.”
હિંદુ યુવાનો પર લગાવ્યો હતો લવ જેહાદનો આરોપ
સપ્ટેમ્બર 2021માં નોમાનીનો વધુ એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેમણે હિંદુ યુવાનો પર લવ જેહાદનો આરોપ લગાવ્યો હતો. અલ કમલ ટીવી પર અપલોડ કરાયેલા આ વિડીયોમાં નોમાનીએ દાવો કર્યો હતો કે, 5,000 મુસ્લિમ છોકરીઓ હિંદુ છોકરાઓ સાથે ભાગી ગઈ અને હિંદુ બની ગઈ છે. નોમાનીના કહેવા પ્રમાણે, આ છોકરીઓ હાઈપ્રોફાઈલ પરિવારની હતી.
સજ્જાદ નોમાનીએ કહ્યું હતું કે, “આ બધું મુસ્લિમ મહિલાઓને હિંદુ ધર્મ તરફ આકર્ષિત કરવાના સુનિયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ (હિંદુ ધર્મના લોકો તરફ) વધુને વધુ મુસ્લિમ મહિલાઓને લલચાવવા, તેમના મઝહબને બરબાદ કરવા અને તેનો ઉપયોગ કર્યા પછી તેમને છોડી દેવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. આ બધું યોજના હેઠળ થઈ રહ્યું છે.”
તેમણે દાવો કર્યો હતો કે, “મને સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, એક જૂથ છે જે છોકરાઓને તાલીમ આપે છે કે મુસ્લિમો સાથે કેવી રીતે વાત કરવી. તે તેમને સલામ વાલેકુમ કહેતા શીખવે છે. પૂછે છે- કૈસે મિજાજ હૈ? તેમને ‘ખૈરિયત હૈ’, ‘ઇન્શાલ્લાહ’, ‘માશાલ્લાહ’, ‘રહમુદિલ્લાહ’, ‘સુભાનલ્લાહ’ અને અન્ય શબ્દો કહેવાનું શીખવવામાં આવે છે. તેઓ આપણી છોકરીઓ સાથે નરમ ભાષામાં વાત કરે છે, જેથી તેમને ફસાવી શકાય.”
નોમાનીએ દાવો કર્યો હતો કે, મોબાઈલ ફોન અને સ્કૂલ-કોલેજોમાં આપવામાં આવતી તાલીમના કારણે આવું થાય છે. તેમના મતે, છોકરીઓને અન્ય સમુદાયના લોકો સાથે મિત્રતા કરવા માટે આવી સ્વતંત્રતા આપવામાં આવે છે. નોમાની કહે છે કે, માતા-પિતા તેમની છોકરીઓને ઇસ્લામ વિશે શીખવતા નથી કે તેમની આસપાસ શું ચાલી રહ્યું છે તે પણ તેઓ જાણતા નથી.
તાલિબાનને મોકલી હતી સલામ
આ સિવાય વર્ષ 2021માં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે સજ્જાદ નોમાનીએ ભારતમાં તેનું સ્વાગત કર્યું હતું. મૌલાના સજ્જાદ નોમાનીએ ‘તાલિબાનની હિંમત’ને સલામ કરતા કહ્યું હતું કે, તાલિબાને વિશ્વની સૌથી મજબૂત સેનાને હરાવી છે.
AIMPLBના પ્રવક્તા નોમાનીએ કહ્યું હતું કે, “ફરી એકવાર આ બન્યું છે. એક નિઃશસ્ત્ર કોમે સૌથી મજબૂત સેનાઓને હરાવી છે. તેઓ કાબુલના મહેલમાં પ્રવેશવામાં સફળ થયા છે. તેનો દાખલ થવાનો અંદાજ આખી દુનિયાએ જોયો છે. તેનામાં કોઈ અહંકાર કે ઘમંડ ન હતો.”
મૌલાના સજ્જાદ નોમાનીએ તાલિબાનનાં વખાણ કરતાં કહ્યું હતું કે, “તેમની પાસે કોઈ મોટા શબ્દો નથી. આ યુવાનો કાબુલની માટીને ચૂમી રહ્યા છે. મુબારક હો. દૂર બેઠેલો આ હિન્દી મુસલમાન તમને સલામ કરે છે. તમારી હિંમતને સલામ કરે છે. તમારા જજ્બાને સલામ કરે છે. ”