Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણપશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી હિંદુઓ પર થઇ રહેલ અત્યાચારના વિરોધમાં રેલીનું આયોજન: સુવેંદુ...

    પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી હિંદુઓ પર થઇ રહેલ અત્યાચારના વિરોધમાં રેલીનું આયોજન: સુવેંદુ અધિકારીએ કહ્યું- ડૉ. યુનુસ અને મમતા બેનર્જી કરી રહ્યા છે હિંદુઓ પર અત્યાચાર

    તાજેતરમાં જ ગૃહમંત્રાલય દ્વારા સુવેંદુ અધિકારીને ઝેડ સિક્યુરીટી આપવામાં આવી હતી. નોંધનીય છે કે ઈન્ટેલીજન્સ બ્યુરોને સુવેંદુ અધિકારીની સુરક્ષા મામલે કોઈક મહત્વપૂર્ણ જાણકારી મળી હતી જે પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં ઘણા સમયથી હિંદુઓ વિરુદ્ધ અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ હિંદુઓના પવિત્ર તહેવાર દુર્ગા પૂજા દરમિયાન માતાની મૂર્તિઓ ખંડિત થઇ હોવાના મામલા સામે આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ હિંદુઓ પરના હુમલામાં ઘણો વધારો થયો હતો, ત્યાં સુધી તો હિંદુઓને તેમના ઉત્સવો ઉજવવા પર પણ પ્રતાડિત કરવામાં આવી રહ્યા હતા. ત્યારે આ અત્યાચારના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં (West Bengal) વિપક્ષના નેતા સુવેંદુ અધિકારી (Suvendu Adhikari) એક રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે મમતા સરકાર પર અને બાંગ્લાદેશ સરકાર પર ધારદાર પ્રહારો કર્યા હતા.

    ગિરી ગોવર્ધન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલ અત્યાચારનો વિરોધ નોંધવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ જ રેલીમાં પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુવેંદુ અધિકારી પણ જોડાયા હતા. નોંધનીય છે કે હિંદુઓ પર થઇ રહેલ અત્યાચારના વિરોધમાં મમતા સરકારના નરમ વલણ પ્રત્યે સુવેંદુ અધિકારી અવારનવાર ટિપ્પણી કરતા હોય છે.

    ત્યારે આ વખતે તેમણે મમતા બેનર્જીની સરખામણી બાંગ્લાદેશના વચગાળાની સરકારના નેતા યુનુસ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ડૉ. યુનુસ અને મમતા બેનર્જી હિંદુઓ પર અત્યાચાર કરી રહ્યાં છે. હિંદુઓ હવે જાગી ચુક્યા છે. અમે તેમને છોડીશું નહીં. આ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની ભૂમિ છે. રાજ્યના મંદિરો અને મઠોમાંથી ઘણા સાધુ-સંતો વિરોધીઓ સામે અવાજ ઉઠાવવા માટે રસ્તાઓ પર આવ્યા છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગૃહમંત્રાલય દ્વારા સુવેંદુ અધિકારીને ઝેડ સિક્યુરીટી આપવામાં આવી હતી. નોંધનીય છે કે ઈન્ટેલીજન્સ બ્યુરોને સુવેંદુ અધિકારીની સુરક્ષા મામલે કોઈક મહત્વપૂર્ણ જાણકારી મળી હતી જે પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ આગાઉ તેમને માત્ર પશ્ચિમ બંગાળ પુરતી જ ઝેડ શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત થયેલી હતી. પરંતુ IBને કોઈ શંકાસ્પદ જાણકારી મળ્યા બાદ આ સુરક્ષા વધારવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં