Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના શંકાસ્પદ મોત બાદ એક્શનમાં સરકાર: સિવિલમાં થશે મૃતકોના...

    ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના શંકાસ્પદ મોત બાદ એક્શનમાં સરકાર: સિવિલમાં થશે મૃતકોના પેનલ પોસ્ટમોર્ટમ, પહોંચી યુ.એન મહેતાની ટીમ

    PMJY હેલ્થ મિશનના ડિરેક્ટર ડૉ. યુ.ટી ગાંધીએ જણાવ્યું કે, “ખ્યાતિ હોસ્પિટલમાં બેદરકારીથી બે દર્દીના મોતના સમાચાર અમને મળતાં જ અમારી તબીબોની ટીમને અમે ત્યાં મોકલી દીધી છે. જેમાં યુ.એન મહેતા હોસ્પિટલમાંથી તબીબોની ટીમ પણ સામેલ છે."

    - Advertisement -

    અમદાવાદમાં (Ahmedabad) એસ.જી હાઇવે સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં (Khyati Hospital) દર્દીઓના અકાળે મૃત્યુ (Patient Death) થયાના મામલે સરકાર એક્શનમાં આવી છે. જે દર્દીઓના મૃત્યુ થયા છે, તેમનું પોસ્ટમોર્ટમ (Post-mortem) સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તથા ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજે ખસેડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ નિર્ણયો ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના વિવાદાસ્પદ રીતે મૃત્યુ થયા બાદ લેવામાં આવ્યો છે.

    અહેવાલો અનુસાર, કડી તાલુકાના કણજરી ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં 100 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. 20 જેટલા દર્દીઓને સારવાર માટે બોલાવ્યા હતા. જેમાંથી કેટલાકની હાર્ટ સંબંધિત તકલીફને પગલે એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જે પછી કેટલાક દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી 11 નવેમ્બરની રાત્રે 2 દર્દીઓના મોત થયા હતા.

    PMJY યોજનાના રૂપિયા પડાવવા ઓપરેશન કર્યા હોવાના આરોપ

    દર્દીઓના પરિવારનો આરોપ છે કે PMJY યોજના હેઠળ પૈસા પડાવવા હોસ્પિટલ દ્વારા તેમની જાણ બહાર દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. ઓપરેશનના કારણે 2 દર્દીઓના મોત થતા હોબાળો મચી ગયો હતો અને લોકો વિરોધ કરવા લાગ્યા હતા. જેના કારણે ઘટના માટે જવાબદાર ડોક્ટર્સ અને અન્ય તબીબો ઘટનાસ્થળેથી ગાયબ થઇ ગયા હતા.

    - Advertisement -

    તબીબો નાસી છૂટતા બાકીના દર્દીઓ રઝળી પડ્યા હતા, જેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. અહેવાલો મુજબ PMJY હેલ્થ મિશનના ડિરેક્ટર ડૉ. યુ.ટી ગાંધીએ જણાવ્યું કે, “ખ્યાતિ હોસ્પિટલમાં બેદરકારીથી બે દર્દીના મોતના સમાચાર અમને મળતાં જ અમારી તબીબોની ટીમને અમે ત્યાં મોકલી દીધી છે. જેમાં યુ.એન મહેતા હોસ્પિટલમાંથી તબીબોની ટીમ પણ સામેલ છે.”

    ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચી યુ.એન મહેતાની ટીમ

    તેમણે જણાવ્યું હતું કે, “આ ટીમો દ્વારા જે દર્દીઓ તબીબો વિના રઝળી રહ્યાં છે, તેમની સારવાર કરવામાં આવશે અને જે દર્દીઓને જરૂર જણાશે તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં શિફ્ટ પણ કરવામાં આવશે. આ સિવાય અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ ત્યાં પહોંચી છે. જે ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી અને એન્જિઓગ્રાફી કરવામાં આવી છે તેમની તપાસ કરશે. જેમાંથી કેટલાંને ખરેખર તેની જરૂર હતી કે કેમ તે વિશે પણ તપાસ કરવામાં આવશે.”

    યુ.ટી. ગાંધીએ જણાવ્યું કે, PMJYના નામે કરવામાં આવેલી છેતરપિંડીના દાવા અંગે હાલ ખ્યાતિ હોસ્પિટલના તમામ પેમેન્ટ રોકવામાં આવ્યા છે. આ સિવાય તપાસ દરમિયાન જો કોઈ નક્કર પુરાવા મળશે અને આ કૌભાંડ સાચું હોવાની જાણ થશે, તો પેનલ્ટી સહિતની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.

    મૃતકને અસારવા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા છે. વીડિઓગ્રાફીથી પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પીએમ રિપોર્ટ અને એક્સપર્ટનાં રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ હોસ્પિટલનાં ડોક્ટરની બેદરકારી ખુલશે તો ગુનો નોંધવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં