Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'પુત્રની સારવાર માટે એક મહિના સુધી અમેરિકા જશે CM ભૂપેન્દ્ર પટેલ, PMO...

    ‘પુત્રની સારવાર માટે એક મહિના સુધી અમેરિકા જશે CM ભૂપેન્દ્ર પટેલ, PMO પાસે માંગી મંજૂરી’: મીડિયાવીરોએ રાજ્યના મુખ્યમંત્રીને લઈને ફેલાવ્યું જુઠ્ઠાણું, જાણો વાસ્તવિકતા

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને થઈ રહેલા દાવા વિશેની કોઈ આધિકારિક માહિતી પણ સામે નથી આવી. મુખ્યમંત્રી કાર્યાલય કે, મુખ્યમંત્રીના સચિવ તરફથી પણ આ અંગેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.

    - Advertisement -

    ભાજપ સરકાર કે તેના સહયોગી પક્ષોની સરકારને ઘેરવા માટે વિપક્ષના નેતાઓ હંમેશા તત્પર રહેતા હોય છે. મોદી સરકારને લઈને જુઠ્ઠાણું (Fake News) ફેલાવવાથી લઈને અનેક પ્રકારના ગતકડા કરવા સુધીમાં મીડિયાવીરો પણ આ નેતાઓને સાથ આપવા સ્પર્ધા કરતાં નજરે પડે છે. આવો જ એક કિસ્સો હવે ગુજરાતમાં (Gujarat) પણ સામે આવ્યો છે. કથિત મીડિયાવીરોએ (Reporters) અને સ્થાનિક મીડિયા ચેનલોએ (Local Media) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) લઈને જુઠ્ઠાણું ફેલાવવાનું શરૂ કર્યું છે. દાવો કરવામાં આવી રહી રહ્યો છે કે, પુત્રની સારવાર માટે CM ભૂપેન્દ્ર પટેલ એક મહિના સુધી અમેરિકા જશે અને તે માટે તેમને PMOની મંજૂરી પણ માંગી છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ’36 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા પત્રકાર’ પરેશ છાંયા નામના યુઝરે જુઠ્ઠાણું ફેલાવતી એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, CM ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્રની સારવાર માટે 1 મહિના સુધી અમેરિકા જઈ રહ્યા છે. પોસ્ટમાં લખવામાં આવ્યું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્ર અનુજની સારવાર માટે એક મહિના સુધી અમેરિકા જશે. વડાપ્રધાન કાર્યાલય પાસે માંગી છે મંજૂરી. અનુજ પટેલને ભારે બ્રેઇન સ્ટોક આવી ચૂક્યો છે અને મુંબઈમાં સારવાર પણ કરાવી ચૂક્યા છે. હાલમાં તે ગાંધીનગર નિવાસસ્થાને છે.”

    માત્ર કોઈ એક પત્રકાર જ નહીં, પરંતુ કેટલાક સ્થાનિક મીડિયા પોર્ટલોએ પણ કોઈપણ તપાસ કે માહિતી વિના આ સમાચાર પ્રકાશિત કર્યા છે. ‘ગુજરાત મિરર’ અને ‘મુંબઈ સમાચાર’ નામના બે સ્થાનિક ન્યૂઝ પોર્ટલોએ પણ આ જ દાવા સાથે આખેઆખા લેખ લખી નાખ્યા છે. મુંબઈ સમાચારમાં તો નવા ઇન્ચાર્જ CMના નામની અટકળો પણ ચાલુ કરી દેવામાં આવી છે. ઉપરાંત તે રિપોર્ટમાં કહેવાયું છે કે, આ ઘટનાને લઈને સચિવાલયમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે!

    - Advertisement -

    શું છે વાસ્તવિકતા?

    કથિત મીડિયાવીરો અને ન્યૂઝ પોર્ટલોએ ફેલાવેલા આ ફેક ન્યૂઝને લઈને અમે તપાસ શરૂ કરી દીધી હતી. દરમિયાન પત્રકાર નિર્ણય કપૂરની એક પોસ્ટ ધ્યાને આવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને આ દાવાને નકારી કાઢ્યા હતા. તેમણે પોસ્ટ કરીને લખ્યું કે, “આ આખા સમાચાર તથ્યવિહીન છે. સૌથી મોટો સવાલ તો એ છે કે, દર વખતે શા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ રીતે ફેક ન્યૂઝ ફેલાવીને ટાર્ગેટ કરવામાં આવે છે અને તે પણ ત્યારે જ્યારે વડાપ્રધાન ગુજરાતની મુલાકાત પર હોય..”

    તેમણે વધુમાં લખ્યું કે, “મને સૌથી વધુ તે વાત વ્યથિત કરે છે કે, આમાં તેમના પુત્રના સ્વાસ્થ્ય કારણોનો આધાર બનાવવામાં આવે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે, તેમના વિરોધીઓ પાસે તેમની કાર્યપ્રણાલી પર કમેન્ટ કરવા માટે કઈ છે જ નહીં. નોંધવા જેવી વાત તો છે કે, ખોટા સમાચાર હોવાનો ખ્યાલ હોવા છતાં કેટલાક અખબારોથી લઈને યુટ્યુબર્સ પણ આમાં જોડાઈ જાય છે અને મજા લેવા લાગે છે.”

    આખરે તેમણે ગુજરાત સરકારને સૂચન આપતા કહ્યું હતું કે, “Once For All.. સરકારે આ રીતના સમાચાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવી જોઈએ.” ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને થઈ રહેલા દાવા વિશેની કોઈ આધિકારિક માહિતી પણ સામે નથી આવી. મુખ્યમંત્રી કાર્યાલય કે, મુખ્યમંત્રીના સચિવ તરફથી પણ આ અંગેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. તેથી આ સમાચાર પાયાવિહોણા અને તથ્યવિહીન સાબિત થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં