Monday, November 25, 2024
More
    હોમપેજક્રાઈમતેલંગાણામાં આદિવાસી મહિલા સાથે રેપનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ, રિક્ષાચાલક શેખ મખદૂમની...

    તેલંગાણામાં આદિવાસી મહિલા સાથે રેપનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ, રિક્ષાચાલક શેખ મખદૂમની ધરપકડ: સ્થાનિકોમાં રોષ

    ગત 1 સપ્ટેમ્બરના રોજ મહિલાના નાના ભાઈએ સિરપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનામાં SC/ST એક્ટ તેમજ બળાત્કાર અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.

    - Advertisement -

    તેલંગાણાના આસિફાબાદ જિલ્લાના દેવુગુડા ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો છે. સ્થાનિકોમાં આક્રોશ છે અને આ રોષ પાછળનું કારણ એ છે કે એક રિક્ષાચાલક શેખ મખદૂમે એક આદિવાસી મહિલાનું યૌન શોષણ કર્યું હતું. ઉપરાંત, તેણે પીડિતા સાથે બળાત્કાર કરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, જ્યારે મહિલાએ તેનો પ્રતિકાર કરીને બૂમો પાડી તો મખદૂમે તેને ડંડા વડે ફટકારી અને રસ્તાની બાજુમાં બેભાન અવસ્થામાં ફેંકીને ભાગી છૂટ્યો હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 1 સપ્ટેમ્બરના રોજ મહિલાના નાના ભાઈએ સિરપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનામાં SC/ST એક્ટ તેમજ બળાત્કાર અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. ફરિયાદ બાદ આરોપી શેખ મકદૂમની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે DSP સ્તરના અધિકારી તપાસ કરી રહ્યા છે.

    ઘટના બાદ જૈનુર વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ વધી ગયો હતો. આક્રોશિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શનો કર્યાં હતાં. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઘટનાના વિરોધમાં સ્થાનિક આદિવાસી સમૂહોએ બંધનું આહ્વાન કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં લગભગ 5000 લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઉશ્કેરાયેલા લોકોએ દુકાનોમાં આગચંપી કરીને ધાર્મિક જગ્યાઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. વિરોધ કરી રહેલા લોકોની માંગ છે કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે. ટોળાંએ રસ્તા પર ઉતરી જઈને ટ્રાફિક પણ રોકી દીધો હતો.

    - Advertisement -

    બીજી તરફ ઘટનાને લઈને રાજકારણ પણ શરૂ થઇ ગયું. AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ શેખ મખદૂમની કરતૂત વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રત્યે અણગમો અને ચિંતા દર્શાવી હતી. તેમણે DGPને પત્ર લખીને કહ્યું હતું કે કોઈને પણ કાયદો-વ્યવસ્થા હાથમાં લેવાની પરવાનગી ન આપવી જોઈએ. બીજી તરફ અધિકારીએ પણ તેમને બાહેંધરી આપી હતી કે કાયદો હાથમાં લેનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    સરકાર આરોપીનો પક્ષ લઇ રહી હોવાનો ભાજપનો આરોપ

    આ આખી ઘટના અને સરકારના વલણને લઈને ભાજપે પણ આકરા પ્રહાર કર્યા છે. ભાજપે કોંગ્રેસની ટીકા કરતા આરોપ લગાવ્યો કે લઘુમતી હોવાના કારણે તે આરોપીનો પક્ષ લઇ રહી છે. તેલંગાણા ભાજપ અધ્યક્ષે X પોસ્ટ પર કહ્યું હતું કે, “શેખ મખદૂમ બળાત્કારી છે, જેણે આદિવાસી મહિલા પર પહેલાં અત્યાચાર કર્યો અને બાદમાં કાયદાથી બચવા તેની હત્યાનો પ્રયાસ કર્યો. આ આખી ઘટનાને દુર્ઘટનામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સ્પષ્ટપણે લઘુમતીઓ પ્રત્યે કોંગ્રેસની સહાનુભૂતિના રાજકારણ અને રેવંતના નેતૃત્વવાળી સરકારની બેશરમીનું પ્રતિબિંબ છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં