Monday, November 25, 2024
More
    હોમપેજક્રાઈમઆમ આદમી પાર્ટીના કાઉન્સિલરને આમ મહિલાઓએ ભર-બજારે ફટકાર્યો, જીવ બચાવવા પોલીસ સ્ટેશન...

    આમ આદમી પાર્ટીના કાઉન્સિલરને આમ મહિલાઓએ ભર-બજારે ફટકાર્યો, જીવ બચાવવા પોલીસ સ્ટેશન ભાગવું પડ્યું: PM આવાસ માટે માંગતો હતો લાંચ

    મહિલાઓ એટલી ઉગ્ર બની હતી કે, રસ્તા વચ્ચે AAP કાઉન્સિલરને તેના કુર્તાનો કોલર પકડી ખેંચી લીધો હતો અને પહેલા ચપ્પલ વડે માર માર્યો અને પછી લાંફા ઝીંક્યા હતા. 

    - Advertisement -

    મધ્યપ્રદેશના શ્યોપુરમાં આમ આદમી પાર્ટીના એક કાઉન્સિલરને મહિલાઓના ટોળાએ ખુબ માર માર્યો હોવાનું સામે આવ્યું છે. મહિલાઓએ કાઉન્સિલર પર આરોપ લગાવ્યો છે કે તે ભ્રષ્ટાચારી છે અને પીએમ આવાસ માટે મળેલા સરકારી પૈસામાંથી ₹20,000 હજારની લાંચ માંગી રહ્યો હતો. મહિલાઓએ નગર પાલિકા કચેરી નીચે જ કાઉન્સિલરને ઘેરી લીધો હતો, અને ભર-બજારમાં એટલી ખરાબ રીતે માર્યો કે તેમણે પોતાનો જીવ બચાવવા પોલીસ સ્ટેશન ભાગવું પડ્યું હતું. આ પછી પોલીસે મહિલાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

    આજતકના રિપોર્ટ અનુસાર, આ મામલો વોર્ડ નંબર 14ના કાઉન્સિલર જુગલ મહેરા સાથે સંબંધિત છે. તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતીને કાઉન્સિલર બન્યા હતા. પરંતુ મહિલાઓનો આરોપ છે કે જુગલ મહેરા પીએમ આવાસ યોજના હેઠળ મળેલા પૈસામાંથી ₹20 હજારની લાંચ માંગે છે. જેમાં ₹10 હજાર કામ પહેલા અને ₹10 હજાર કામ થયા પછીની માંગણી કરે છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટનાક્રમ મુજબ શનિવારે (24 ફેબ્રુઆરી 2024) સાંજે નગરપાલિકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ 14ના કાઉન્સિલર જુગલ મહેરા પણ હાજર રહ્યા હતા, જેમની પર મહિલાઓએ પીએમના આવાસના હપ્તા મેળવવા બદલ લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો અને પછી તેમણે મારવાનું શરૂ કર્યું હતું. મહિલાઓ એટલી ઉગ્ર બની હતી કે, રસ્તા વચ્ચે કાઉન્સિલરને તેના કુર્તાનો કોલર પકડી ખેંચી લીધો હતો અને પહેલા ચપ્પલ વડે માર માર્યો અને પછી લાંફા ઝીંક્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ બચાવ માટે દરમિયાનગીરી કરી હતી પરંતુ મહિલાઓથી ઘેરાયેલા AAP કાઉન્સિલરે કોતવાલી પોલીસ સ્ટેશન દોડી જઈને પોતાનો જીવ બચાવ્યો હતો.

    - Advertisement -

    સોશિયલ મીડિયા X યુઝર રાકેશ કુમાર પટેલે આ ઘટનાનો વિડીયો શેર કર્યો છે. તેણે લખ્યું, “શ્યોપુર નગરપાલિકામાં AAP (આમ આદમી પાર્ટી)ના કાઉન્સિલરને મહિલાઓએ ચપ્પલ વડે ફટકાર્યો. મહિલાઓએ કાઉન્સિલર પર પીએમ આવાસ યોજનાના હપ્તા બેંક ખાતામાં જમા કરાવવા બદલ લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે”

    કાઉન્સિલરને માર પડ્યાનાં સમાચાર મળ્યા બાદ પાલિકા અધ્યક્ષના પતિ સુજીત ગર્ગ અને અન્ય કાઉન્સિલરો અને કાઉન્સિલરના પ્રતિનિધિઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. એસડીઓપી રાજીવ કુમાર ગુપ્તાનું કહેવું છે કે મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં