Tuesday, July 23, 2024
More
  હોમપેજસ્પેશ્યલમોહમ્મદ બેગડાએ માતાના મંદીરનું શિખર અને ધજાદંડ તોડયા હતા: આજે 500 વર્ષ...

  મોહમ્મદ બેગડાએ માતાના મંદીરનું શિખર અને ધજાદંડ તોડયા હતા: આજે 500 વર્ષ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ધ્વજારોહણ કરશે

  ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ પાવાગઢના નવનિર્મિત શિખર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 500 વર્ષ બાદ પ્રથમ ધજા ચડાવશે. જાણીએ આ મંદિરના ઈતિહાસ અને ભવિષ્ય વિષે વિસ્તારથી.

  - Advertisement -

  પોતાના ત્રણ દિવાસીય ઉયરત પ્રવાસમાં કાલે દેશના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી ગુજરાતનાં પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢના નવનિર્મિત મંદિર પરિસરની મુલાકાત લેવાના છે. ઈસ્લામિક આક્રાંતા દ્વારા મંદિરનુ શિખર ધ્વસ્ત કરાયાં બાદ આજે સદીઓ બાદ શક્તિપીઠ પાવાગઢ મંદિરના શિખર પર ધજા લહેરાવવા જઈ રહી છે અને આ પહેલી ધજા ચડાવશે વડાપ્રધાન મોદી.

  વડાપ્રધાન મોદીના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ પૂરતી તૈયારીઓ કરી છે. 16 તારીખથી લઈને 18 તારીખે બપોરના 3 વાગ્યા સુધી પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેવાનુ છે. 18 તારીખે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માં મહાકાળીના આ દિવ્ય શક્તિપીઠ પાવાગઢ મંદિરના દર્શન કરીને, મંદિર શિખર પર પહેલી ધજા ચડાવીને આ નવનિર્મિત મંદિર પરિસર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકશે.

  આ પહેલા પાવાગઢ પર્વત અને પાવાગઢ મંદિર પરિસર પર પીએમની મુલાકાતને લઈને ચાલી રહે વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી 15 તારીખે પાવાગઢ ખાતે હાજર રહ્યા હતા અને માતાજીનાં આશીર્વાદ પણ લીધા હતા. તેમણે નિરીક્ષણ બાદ સ્થાનિક અધિકારીઓએ અને આગેવાનોને જરૂરી સૂચનો પણ કર્યા હતા.

  - Advertisement -

  ઈસ્લામિક આક્રાંતાને કારણે 5 સદીઓ માં કાળી રહ્યા ધજા વગર

  ચાંપાનેર શહેરની વચ્ચે આવેલ પાવાગઢ ડુંગરની ટોચ પર માં મહાકાલીનું વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ હજારો વર્ષોથી આવેલું છે જે પાવાગઢ મંદિર તરીકે ઓળખાય છે. 15મી સદીમાં ઈસ્લામિક આક્રાંતા અને હુમલાખોર મોહમ્મદ બેગડાએ હુમલો કરીને માં કાલીના આ આ મંદિરને ધ્વસ્ત કરી દીધું હતું અને શિખરનો સંપૂર્ણ નાશ કરી દીધો હતો.

  માતાજીનાં મંદિર પર બંધાયેલ મુસ્લિમ દરગાહ જેના કારણે માતાએ રહેવું પડ્યું 500 વર્ષ ધજા વગર (ફોટો: દેશગુજરાત)

  હુમલામાં મંદિરનું શિખર તોડી પાડ્યાં બાદ ઇસ્લામીઓએ હિંદુઓનું અપમાન કરવા મંદિરના જ ગર્ભગૃહ પર શિખરની જ જગ્યાએ એક મુસ્લિમ દરગાહ બનાવી દીધી હતી. જેનું નામ આપ્યું હતું, સદનશાહ પીરની દરગાહ. એ હુમલા બાદ 500 વર્ષ સુધી માતાજીનાં મંદિર પર ધજા નહોતી ચડાવવામાં આવી.

  હિન્દુ માન્યતાઓ મુજબ જે મંદિરનુ શિખર ખંડિત હોય તે શિખર પર ધજા ચડાવવી અશુભ મનાય છે. આથી ઇસ્લામીઓએ પાવાગઢ મંદિરનુ શિખર ધ્વસ્ત કરીને ત્યાં દરગાહ બાંધી દીધી હોવાથી હિન્દુઓના આરાધ્ય માં કાલી 500 વર્ષથી વધુ સમય પોતાના જ મંદિરમાં એક મુસ્લિમની દરગાહ નીચે દબાયેલા અને ધજા વગરના રહ્યા હતા.

  નવા મંદિર પરિસરની ખાસ વાતો

  500 વર્ષથી વધુના આ અપમાન બાદ હવે પાવાગઢ મંદિરને નવો ઓપ મળ્યો છે. 5 વર્ષપહેલા શરૂ થયેલ જીર્ણોદ્ધારના કામ બાદ અંતે શિખર પરનું મંદિર પરિસર અને મંદિરનુ ગર્ભગૃહ બનીને તૈયાર થયું છે.

  નવનિર્મિત પાવાગઢ મંદિર પરિસર (ફોટો : ટ્વિટર drhemangjoshi)

  નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવ્યા છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજાદંડની સ્થાપના કરવામાં આવી છે જેની ઉપર PM મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવનાર છે.

  મંદિર સુધીના પગથીયાનું નવનિર્માણ (ફોટો: દેશગુજરાત)

  પાવાગઢ મંદિરની ઉપર બનાવવામાં આવેલ ખુલ્લા કોરિડોરમાં એકસાથે 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે.

  આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહ પર જે દરગાહ હતી તેનો વિવાદ કોર્ટ સુધી પહોચ્યો હતો પરંતુ અંતમાં બંને પક્ષોએ સાથે મળીને શાંતિપૂર્વક વિવાદનો અંત લાવ્યો હતો. જે બાદ એ દરગાહને ખસડીને એક ખૂણામાં કરી દેવામાં આવી હતી.

  મંદિર ગર્ભગૃહ, મંદિર શિખર અને મંદિર પરિસરના જીર્ણોદ્ધારનો અંદાજિત ખર્ચ લગભગ 12 કરોડ રૂપિયા થવા પામ્યો છે જે પૂરેપૂરો મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

  પાવાગઢ સંકુલમાં થયેલા થતાં ચાલી રહેલા જુદા જુદા વિકાસ કામો (ફોટો: દેશગુજરાત)

  પાવાગઢ મંદિર સંકૂલમાં મંદિર પરિસર સિવાયના પૂરા સંકુલના વિકાસ માટે પણ જુદાજુદા વિકાસકાર્યો ચાલી રહ્યા છે જેનો અંદાજિત ખર્ચ 125 કરોડ જેટલો થવા પામશે. જેમાંથી 70% ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા તથા 30% ખર્ચ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

  મંદિર સંકુલના વિકાસના ઘણા કામો પૂર્ણ થઈ ચૂક્યા છે અને ઘણા નજીકના ભવિષ્યમાં પૂરા થશે. જેનું લિસ્ટ આ મુજબ છે.

  • પાવાગઢ મંદિર પરિસરમાં યજ્ઞશાળા
  • મંદિરની નીચે દુધિયા તળાવ પાસે ભોજન શાળા અને યાત્રી નિવાસ
  • છાસીયા તળાવ પાસેથી મંદિર સુધી પહોંચવા માટે બે 210 ફૂટની લિફ્ટ
  • દુધિયા અને છાસીયા તળાવને જોડતા માર્ગને પ્રદક્ષિણા પથ તરીકે વિકસાવાસે
  • બંને તળાવોનું કરશે નવીનીકારણ
  • તળેટીમાં માંચી પાસે અતિથી ગૃહ અને મલ્ટી લેવલ પાર્કિંગ

  તો આમ હવે ગુજરાતનાં પ્રખ્યાત યાત્રાધામ અને માં મહાકાળીના શક્તિપીઠ પાવાગઢ મંદિરને 500 વર્ષના લાંબા ગાળા બાદ પોતાનું માન સન્માન પાછું મળશે. 18 તારીખે મંદિર શિખર પર PM મોદીના હસ્તે પહેલી ધજા લાગ્યા બાદ જ્યારે આ નવનિર્મિત મંદિર પરિસરને ભાવિ ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે બાદમાં આખું પરિસર ‘જય માં મહાકાળી’ ના જયકારાઓથી ગુંજી ઉઠશે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં