Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુસ્લિમોએ ચીનમાં રહેવું હોય તો ચીની અભિગમ અપનાવે અને કમ્યુનિસ્ટ વ્યવસ્થા સાથે...

    મુસ્લિમોએ ચીનમાં રહેવું હોય તો ચીની અભિગમ અપનાવે અને કમ્યુનિસ્ટ વ્યવસ્થા સાથે રહે: રાષ્ટ્રપતિ શિ જિનપિંગ

    ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઇસ્લામ સમુદાયે ચીન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વધારવી જોઈએ અને સાથે જ અન્ય સમુદાયો સાથે પણ સંવાદ સ્થાપિત કરવાનું કામ કરવું જોઈએ.

    - Advertisement -

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે તેમના દેશમાં ઇસ્લામનું સ્વરૂપ ચીની સમાજને અનુરૂપ જ હોવું જોઈએ. તેમણે કહ્યું કે, ઇસ્લામ ચીનની પરંપરાઓ અને સમાજ અનુસાર પોતાને અનુકૂળ બનાવવાના પ્રયત્નો કરે છે સમાજવાદી માળખું અપનાવે. શી જિનપિંગ શિનજિયાંગની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે અધિકારીઓને આ વાત કહી હતી. નોંધવું જોઈએ કે શિનજિયાંગમાં ઉઇગર મુસ્લિમો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે.

    ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઇસ્લામ સમુદાયે ચીન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વધારવી જોઈએ અને સાથે જ અન્ય સમુદાયો સાથે પણ સંવાદ સ્થાપિત કરવાનું કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, ચીની મુસ્લિમોએ ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની સમાજવાદી વ્યવસ્થાને અનુરૂપ અભિગમ અપનાવવો જોઈએ. તેમણે કહ્યું કે, ધર્મને માનનારા લોકોની સામાન્ય ધાર્મિક જરૂરિયાતોને સુનિશ્ચિત કરવામાં આવે અને તેમણે પાર્ટી અને સરકારની નજીક આવવું જોઈએ.

    છેલ્લાં કેટલાક વર્ષોથી ચીની રાષ્ટ્રપતિ ઇસ્લામના સિનીસાઈઝેશન પર ભાર મૂકી રહ્યા છે અને અનેક વખત ઇસ્લામ અને ધર્મો બાબતે નિવેદન આપી ચૂક્યા છે. ‘સિનીસાઈઝેશન’ એવો થાય છે કે કોઈ ધર્મ કે સિદ્ધાંત ચીનની સત્તાધારી પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાની નીતિઓને અનુરૂપ જ હોવો જોઈએ. 

    - Advertisement -

    શી જિનપિંગ 2014 બાદ પહેલીવાર શિનજિયાંગ ક્ષેત્રની મુલાકાતે ગયા છે. અહીં તેઓ ચાર દિવસ સુધી રોકાશે. ઉઇગર મુસ્લિમો પર થતા અત્યાચારોની ચર્ચા વખતે શિનજિયાંગ પ્રાંત ઘણીવાર ચર્ચામાં આવે છે. આ વિસ્તાર ચીનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં સ્થિત છે. આ પ્રાંત રશિયા અને અફઘાનિસ્તાન નજીક આવેલ છે. 

    ચીનમાં અને ખાસ કરીને શિનજિયાંગ પ્રાંતમાં રહેતા ઉઇગર મુસ્લિમો ઉપર ચીનની સેના દ્વારા થતા અત્યાચારો જગજાહેર છે. રિપોર્ટ અનુસાર, લગભગ 18 લાખ ઉઇગર અને અન્ય તૂર્કિશ લઘુમતીઓને ડિટેન્શન સેન્ટરમાં કેદ કરીને રાખવામાં આવ્યા છે. જોકે, ચીન આ સેન્ટરોને ટ્રેનિંગ સ્કુલ અને કૅમ્પ તરીકે ગણાવે છે. ચીનની સત્તાધારી પાર્ટી ઉઇગર મુસ્લિમો વિરુદ્ધ માનવઅધિકારના ઉલ્લંઘનના પશ્ચિમી દેશોના આરોપોને હંમેશા નકારતી આવી છે. 

    આ ઉપરાંત, આ વિસ્તારમાં સક્રિય તૂર્કિસ્તાન ઇસ્લામિક મુવમેન્ટ નામના સંગઠન પર આતંકવાદી હુમલાના આરોપ પણ લાગતા રહ્યા છે. 

    ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ઉઈગરો વિરુદ્ધ થતા અત્યાચારોનો ખુલાસો કરતા કોઈ પણ પ્રકારના સમાચારોને પ્રતિબંધિત કરતી રહી છે. ઉઇગર મુસ્લિમોની દુર્દશા અંગે કવરેજ કરતા ઘણા વિદેશી પત્રકારોને પણ ચીને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. જેઓ ચીનમાં ઉઈગરો પર થતા અત્યાચારો કે તેમને કેદ કરવાનો વિરોધ કરે તેમને ધમકાવીને ચૂપ કરી દેવામાં આવે છે અથવા મારી નાંખવામાં આવે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં